instagram - a love story - 9 books and stories free download online pdf in Gujarati

ઇન્સ્ટાગ્રામ - એક લવ સ્ટોરી - ભાગ - ૯


મે એને ઘણો ભલો બુરો કહ્યો છે તો પણ શું એ આપણી મદદ કરશે ? શાંતનું એ પૂછ્યું.
"એણે મને વચન આપ્યું છે કે જ્યાં સુધી આપણને મળાવી નહિ લે ત્યાં સુધી આપણી મદદ કરશે," તેજસ્વિની એ કહ્યું.
આ તરફ તેજસ વિચારે છે કે તમામ હકીકત તેજસ્વિની ના પપ્પા ને જણાવીશ તો જણાવીશ કઈ રીતે ? એમને કેટલું દુઃખ થશે કે અમે એમનાથી કેટલું મોટું અસત્ય બોલ્યું. આ સાંભળી એમની હાલત શું થશે અને એ મારા વિશે કેવું વિચારશે કે કેવો વ્યક્તિ છે એ પણ કેટલી હદે જૂઠું બોલે છે. તેજસ ને ચેન નહોતું પડી રહ્યું પણ અંતે એણે ત્યાં જઈને એના પપ્પા જોડે વાત કરવાનું વિચાર્યું.
તેજસે તેજસ્વિની ને ફોન કરી જણાવી દીધું કે એ અમુક તારીખે આવશે અને એના પપ્પા સાથે મળીને વાત કરશે, હું લગ્ન સબંધી વાત કરવા આવું છું એવું તારા પપ્પાને જણાવજે.
નક્કી કરેલા દિવસે તેજસ તેજસ્વિની ના ઘરે પહોંચે છે.જમી પરવારીને એ લોકો વાત કરવા બેસે છે, આખી ફેમિલી પણ ત્યાં જ હાજર હોય છે. તેજસ ના પ્લાનિંગ મુજબ ત્યાં શાંતનું પણ આવે છે. તેજસ્વિની શાંતનું ને એના પપ્પા જોડે મળાવે છે અને માહિતગાર કરાવે છે.

"મને અને અંકલ ને એકલા રહેવા દો, અમારે અમુક અંગત વાત કરવાની છે," તેજસે કહ્યું.
"પણ બેટા, આં બધા આપણા ઘરનાં જ સભ્યો છે બધા બધું જાણે જ છે પછી એકલામાં વાત કરવાની શું જરૂર છે ? તેણીનાં પિતાએ કહ્યું.
"કારણ કે હું જે વાત કરવા જઈ રહ્યો છું એ વાત આપણા બે વચ્ચે થાય એ જ યોગ્ય છે," તેજસે કહ્યું.
"ઠીક છે," તેજસ્વિની ના પપ્પાએ કહ્યું.
બધાં દ્રાઈંગ રૂમ માં બેસે છે. તેજસ અને તેણીનાં પપ્પા બેડરૂમ માં જાઈ છે.
"અંકલ, હું જે કંઈ પણ કહેવા જઈ રહ્યો છું એ વાત ગુસ્સે થાય વગર સાંભળજો અને વચન આપો કે તમે મારી લાગણીને સમજ શો અને યોગ્ય નિર્ણય લેશો," તેજસે કહ્યું.
"હું વચન આપું છું, તું જે પણ કરશે એને કહેશે એ સારું જ હશે, પણ વાત શું છે જેના માટે તે વચન માંગ્યું ? એમણે પૂછ્યું.
તેજસ કહેતાં થોડું અચકાયો, ત્યારબાદ હિંમત કરી પેહલા થી અંત સુધી જે કંઈ પણ બન્યું એ તેજસ્વિની ના પિતાને જણાવે છે.
તેજસ્વિની અને શાંતનું ના પ્રેમ ની વાત અને એનું અને તેજસ્વિની ના પૂરા નાટક વિશે જણાવી દીધું. તેજસ્વિની ના પિતા આં સાંભળી હેબતાઈ ગયા. આ બધું સાંભળ્યાં બાદ ગુસ્સે થઈ જોર જોર થી બોલવા લાગ્યા.
"સબંધો શું મઝાક છે ? પહેલાં આની જોડે જોડ્યા ત્યારબાદ બીજા જોડે જોડ્યા. તમારા ગુજરાત માં થતું હશે આવું અમારા ત્યાં સબંધો નો વેપાર નથી થતો," એમણે કહ્યું.
"અમારા ત્યાં પણ સબંધો અને લાગણીઓ નો વેપાર નથી થતો. એને અમે તો માત્ર એટલું જ જાણીએ છીએ કે કોઈ મિત્ર ને તમારી મદદ ની જરૂર હોય તો એના પડખે ઉભુ રેહવું, પછી ભલેને એ ધર્મ ના પક્ષે હોય કે પછી અધર્મ ના પક્ષે," તેજસે કહ્યું.
"બંને વાદ વિવાદ કરતાં, જોર જોર થી બોલતા બોલતા ડ્રોઈંગ રૂમ માં આવ્યા.
"પણ અંકલ એક વાર વિચારો તો ખરા આં તમારા સમાજ નો છોકરો છે, તમારી બદનામી પણ નહિ થાય અને તમારી છોકરી પણ એને પ્રેમ કરે છે," તેજસે કહ્યું.
"તમે તમારી છોકરીના ખુશી માટે કંઈપણ કરી શકો છો, તો મે મારી દોસ્તી માટે કર્યું આં બધું. તો એમાં ખોટું શું છે ? તમે એક વાર શાંત ચિત્ત થી વિચારો," તેજસે કહ્યું.
"તું મારી નજર સમક્ષ થી દુર થઇ જા, મારે તારું મોઢું પણ નથી જોવું. તે જ મારી છોકરીને આવું કરવા પ્રેરિત કરી હશે બાકી મારી છોકરી એમને આમ અંધારામાં રાખે જ નહિ," એમણે કહ્યું.
"હાં, આં બધા માં વાંક મારો જ છે. મે જ એને આવું કરવા પ્રેરિત કરી હતી અને જો તમે મારું મોઢું જોવા ન માંગતાં હોવ તો હું અહીંયા થી જતો રહીશ કાયમ માટે," તેજસે કહ્યું.
"તેજસ....." તેજસ્વિની કઈ બોલવા ચાહે છે પણ તેજસ એને રોકી લે છે અને બધું આડ પોતાના ઉપર લઇ લે છે.
"હું જાઉં છું," એમ કહી તેજસ તેણીનાં મારા પિતા ના ચરણ સ્પર્શ કરી જતો રહે છે...
જતાં જતાં તેજસ્વિની ના કાન માં કહે છે " ગભરાઈશ નહિ તારા પપ્પા માની જશે ખાલી તમે મનાવતા રહેજો" એમ કહી તેજસ નીકળી જાય છે. તેજસ્વિની એને જતા જોઈ છે ચાહતી હોવા છતાં પણ એને રોકી નથી શકતી એ વાત નું દુઃખ એના ચેહરા પર સ્પસ્ત દેખાય છે. બંને ની આખી ભરાય જાય છે પણ સ્થિરતા તો જુઓ બંને ની પોતાનું એક આંસુ પણ બહાર નથી આવવા દેતાં.
તેજસ ને પણ ખબર છે કે આં અંતિમ શ્રણ છે જેમાં એ તેજસ્વિની ને જોઈ શકે છે. આજ પછી એને આં ચેહરો ક્યારેય જોવા મળશે નહિ, તો પણ તેજસ પોતાની જાત ને મક્કમ કરી એક પણ વાર પાછળ જોયા વિના રિક્ષા પકડી સ્ટેશન તરફ રવાના થઈ જાય છે.
થોડા દિવસ ના રિસામણા બાદ તેજસ્વિની ના પપ્પા માની જાય છે ,એમ પણ બીજા રાજ્ય ના છોકરા જોડે લગ્ન કરવા કરતાં પોતાના શહેરના અને પોતાના જ સમાજ ના છોકરા શું ખોટા છે, કોઈ પણ બાપ એવું જ વિચારે એમણે પણ એમ જ વિચાર્યું, છેવટે છોકરી નઝર સમક્ષ તો રહેશે.
તેજસ્વિની એ તેજસ ને મેસેજ કર્યો કે પપ્પા માની ગયા છે થોડા દિવસો માં અમારા લગ્નની તૈયારી ચાલુ થઈ જશે.
"ખૂબ ખૂબ અભિનંદન, તમારું ભવિષ્ય ઉજવળ રહે. મે મારું વચન નિભાવ્યું હવે મારી રોલ અહીંયા પૂરો થયો. હવે હું ચાહું છું કે તમે બંને શાંતિ થી રહો. ને હવે પછી મને ફોન કે મેસેજ ના કરતાં કેમ કે હું મારી લખેલી કવિતાઓ ના પબ્લિશિંગ માટે મથી રહ્યો છું, માટે આપણે હવે એકબીજા ની જિંદગી માં દખલ ન કરીએ આપણા માટે એજ સારું છે. લગ્ન જીવનની હાર્દિક શુભકામનાઓ, ગુડ બાય, કાયમ માટે," તેજસે અંતિમ મેસેજ કર્યો.
સામેથી કોઈ જવાબ આવ્યો નહિ.
આપણા ગુજરાતી છોકરીઓ નું આ કોમન છે " પેલા જોડે ખુશ રહેજે", "હવે કાયમ માટે નહિ મળીયે", "લગ્ન જીવન ની હાર્દિક શુભકામનાઓ","તમારું જીવન શુભ રહે", ફલાણું ધિકનું વગેરે વગેરે...
તેજસ પોતાની બુક પબ્લિશિંગ માટે અહી થી તહી ભડકી રહ્યો હતો અને તેજસ્વિની ના ખ્યાલો થી એકદમ દૂર હતો. આ તરફ તેજસ્વિની પણ ખૂબ જ ખુશ હતી કેમ કે એના મન ની મુરાદો પૂરી થવાની હતી, એ પણ તેજસ ના વિચારો થી દુર હતી.
એક દિવસ રાત્રે ૧૧:૦૦ વાગ્યે શાંતનું તેજસ્વિની ના ઘરે આવ્યો.
"તેજસ્વિની .... તેજસ્વિની..." શાંતનું બૂમો પાડે છે.
ઘરના બધા બાર આવીને દરવાજો ખોલે છે.
"શું થયું બેટા એટલાં મોડાં ? કઈ કામ હતું ? શાંતનું ને ઘરમાં આવા દેતાં તેજસ્વિની ના મમ્મી એ પૂછ્યું.
"એક મિત્ર ની બર્થ ડે પાર્ટી છે, ક્લબ માં જવાનું છે માટે હું તેજસ્વિની ને લેવા માટે આવ્યો છું," શાંતનું એ કહ્યું.
"પણ મારા ઘરની છોકરીઓને મોડી રાત્રે બહાર જવાની પરવાનગી નથી," તેજસ્વિની ના પિતાએ કહ્યું.
"હવે એ મારી પત્ની બનવાની છે, એટલો તો હક છે મારો અને એ એકલી નથી હું છું ને એના સાથે. શું અંકલ તમે પણ જુના જમાનાના માણસો જેવી વાતો કરો છો. અત્યારના યુગ માં જીવો અંકલ, શું તમે પણ," શાંતનું એ કહ્યું.
શાંતનું ની વાતનું તેજસ્વિની ના પપ્પાને ખોટું લાગ્યું પણ એમને જાહેર કર્યું નહિ.
"ઠીક છે, તમે જઈ શકો છે પણ વહેલા આવી જજો અને ડ્રિંકિંગ થી દૂર રહેજો," તેણીનાં પપ્પા એ કહ્યું.
શાંતનું એ તેજસ્વિની ને ઈશારો કર્યો અને એ થોડી વાર માં તૈયાર થઈને આવી અને ત્યારબાદ એ બંને પાર્ટી માટે રવાના થયા.
"શું તું પણ એ જ વિચારી રહી છે હું વિચારી રહ્યો છું?," તેણીનાં પપ્પા એ કહ્યું.
"શું ? એજ નેં કે શાંતનું તેજસ્વિની માટે ખરેખર યોગ્ય છે કે નહિ ?" તેણીનાં મમ્મી એ કહ્યું.
"હાં, એ જ..." તેણીનાં પપ્પા એ કહ્યું.
બંને નિરાશ હૃદયે દરવાજો બંધ કરી ઘરમાં જતા રહ્યા.
સવારે લગભગ ૫ વાગ્યાં હશે ને ઘર ની ડોરબેલ વાગી. તેજસ્વિની ના મમ્મી એ દરવાજો ખોલ્યો તો શાંતનું અને તેજસ્વિની હતા, બંને નશામાં હતા.
"બાય, આંટી..." એમ કહીને શાંતનું તેજસ્વિની ને મૂકીને જતો રહ્યો.
તેજસ્વિની ને ચાલવાનું ભાન નહોતું માટે એની મમ્મી એને બેડરૂમ સુધી મૂકીને અને સુવડાવી આવી. કઈ હોબાળો ના થાય એટલે એમણે એના પપ્પા ને કઈ પણ જણાવ્યું નહિ.
સવારે તેજસ્વિની ના પપ્પા ફ્રેશ થઈ ને ઓફિસ જતાં હતાં ત્યારે તેજસ્વિની ના મમ્મી એ સવારની આખી વાત જણાવી દીધી. એના પપ્પાએ ગુસ્સે થઈ તેજસ્વિની ને બોલાવી.
"તેજુ....તેજુ...." જોર થી બૂમો પાડી.
"જી પપ્પા..." તેજસ્વિની એ કહ્યું અને તરત જ બહાર આવી.
"એટલી નીચ થઈ ગઈ છે કે નશો કરતી થઈ ગઈ, મારી ઓલાદ આવી ન હોઈ શકે," તેણીનાં પપ્પા એ કહ્યું.
"પપ્પા, એમાં મારો કોઈ વાંક નથી. શાંતનું અને એના મિત્રો એ બરજબરી પૂર્વક પીવડાવ્યું. હું એ ના પાડી રડી પણ તો પણ એ લોકો માન્યા નહિ. મે જાણી જોઈને નથી નશો કર્યો, તમારી કસમ," તેજસ્વિની એ રડતા રડતા કહ્યું.
"ઠીક છે, સાંજે એને ઘરે બોલાવજો મારે એના જોડે વાત કરવી છે," તેણીનાં પપ્પા એ કહ્યું.
ત્યારબાદ એ ઓફિસ જવા નીકળ્યાં.
"મમ્મી, મારો વિશ્વાસ કર મે જાતે દ્રીંક નથી કર્યું એણે મને બરઝબરી પૂર્વક પીવડાવ્યું, બહાર જઈને આવ્યા બાદ શાંતનું ઘણો જ બદલાઈ ગયો છે. આ એ શાંતનું નથી જેને હું જાણતી હતી. આ તો કોઈ બીજો જ શાંતનું છે," તેજસ્વિની એ નિસાસા નાખતા કહ્યું.
"ધીરજ રાખ, બધું સારું થઈ જશે. તારા પપ્પા વાત કરશે એની સાથે, તું છાની રહે," તેણીનાં મમ્મી એ કહ્યું.
એની મમ્મીએ એનું માથું ખોળામાં લીધું એને એને વહાલ કરવા લાગી.
સાંજે શાંતનું ઘરે આવ્યો, બધા ડ્રાઈંગ રૂમ માં જ બેઠા હતા. શાંતનું પણ ત્યાં આવીને બેસી ગયો.