State vs Raju books and stories free download online pdf in Gujarati

State VS Raju

તારીખઃ 24/09


શહેરના પ્રખ્યાત એડવોકેટ જયરાજ દેસાઈ ઉર્ફે જે.ડી.સાહેબ પોતાની ચેમ્બર માં કોઈ કેસની વિગતો ચકાસવામાં મશગુલ હતા. તે સમયે તેમ ચપરાસી અંદર આવીને પોલિસ ઇન્સ્પેક્ટર રાણા તેમને મળવા માંગતા હોવાનું જણાવે છે. જે.ડી. તેમને અંદર મોકલવા કહે છે. રાણા અંદર આવી તેમનું અભિવાદન કરે છે, અને પોતાના આવવાનું કારણ જણાવતા કહે છે. પોતે તેમને એક કેસ માટે મળવા આવ્યો છે. તેના પોલીસ સ્ટેશનમાં એક કેસ આવેલો છે. જેમાં આરોપી રાજુ પર તેના શેઠાણી જયોતિ શર્મા ની હત્યાનો આરોપ લાગ્યો હોય છે. પણ રાણા ના અંગત અભિપ્રાય મુજબ રાજુ તેને નિર્દોષ હોવાનું તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન લાગે છે. રાજુ થોડા દિવસ પહેલા જ પોતાની શેઠાણી જ્યોતિ સાથે પોતાના ગામડે થી શહેરમાં આવ્યો હતો અને પોતે જ પોતાની શેઠાણી જ્યોતિનું ધ્યાન રાખતો અને જ્યોતિ એ જ તેને નાનપણ થી પોતાની સાથે રાખીને મોટો કર્યો હતો. બને વચે શેઠાણી નોકર કરતા માં દીકરા જેવો સંબંધ હતો.જ્યોતિ નો દિકરો મયંક પોતાના કુટુંબ સાથે શહેર માં રહેતો હતો. જ્યોતિ ને શહેર માં બહુ ગમતું નહિ. તે પોતે ગામડે રાજુ સાથે રહેતી અને ખેતી સંભાળતી ખેતી પણ તેને ભાગિયો રાખી ભાગીયા ને સોંપી દીધી હતી. તે તો બસ ખેતરે કોઈ કોઈ વાર આંટો મારતી અને ગામ લોકો ની સુખ દુઃખમાં ભાગ લેતી નિવૃત જીવન ગાળતી વૃદ્ધ સ્ત્રી હતી.જયારે તે હત્યા થયેલી હાલતમાં મળી ત્યારે તેના માથામાં ફ્લાવર વાઝ મારવા માં આવેલું હતું.અને માથે પડેલા ઘા માંથી વધુ પડતું લોહો વહી ગયું હતું .અને તેનું નિર્જીવ શરીર લોહીથી ભીંજાયેલ પલંગ માં પડેલું હતું. અને રાજુ ને રૂમ ની બહાર થી લોહી લાગેલા શર્ટ સાથે પકડવામાં આવ્યો હતો. અને રૂમ માં પડેલા ફ્લાવર વાઝ પર રાજુ ની આંગળી ના નિશાન મળી આવ્યા હતા. પરંતુ રાજુ ને પૂછતાં તેણે જણાવ્યું કે તે જ્યોતિબા ની માફી માંગવા ગયો હતો, ત્યારે ત્યારે ત્યાં જ્યોતિ તેને પલંગ પર ઉંધી સુતેલી હતી તેણે જ્યોતિ ને બહુ બધી વાર બોલાવી પણ જ્યોતિ એ જવાબ ન આપતા તેણે જ્યોતિ ને ઢંઢોળી તો જ્યોતિ ને સીધી કરતા તેના માથામાં થી લોહો વહી રહ્યું હતું. તેને જ્યોતીં બચાવા માટે તેના ઘા પર પોતા રૂમાલ દબાવ્યું અને પછી તે બાર જ્યોતિ ના ઘર ના સભ્યો ને ગોતવા ગયો જેથી જ્યોતિ ને સારવાર આપી શકાય પરંતુ ઉલટું તેને જ્યોતિના આરોપી તરીકે જોવામાં આવ્યો. રાજુના રૂમ માંથી બહાર નીકળતા જ જ્યોતિનો પુત્ર મયંક જે બહારથી તેના રૂમ પાસે આવ્યો અને તેણે રાજુને લોહીથી ભીંજાયેલ શર્ટ સાથે હાંફળઓ ફાફળો દોડતો જોઈ તેણે રાજુને જ જ્યોતિનો હત્યારો માની લીધો. અને રાજુની જ્યોતિની હત્યાના આરોપમાં ઘરપકડ કરવામાં આવી. પરંતુ રાજુ ની ઘરપકડ બાદ તેની પૂછપરછ દરમ્યાન ઇન્સ્પેકટર રાણા ને રાજુ નિર્દોષ લાગ્યો હતો. તે નાનકડા ગામ નો ભલો અને ભોળો માણસ લાગ્યો હતો. અને તે શહેર માં કોઈ ને ઓળખતો પણ નહોતો કે જે તેની આ કેસમાં મદદ કરી શકે અને તેની આર્થિક પરિસ્થિતિ પણ નહોતી. આ કેસ લડવાની તેણે રાણા ને વિનંતી કરી સાહેબ હું ખરેખર નિર્દોષ છું , મને બચાવી લો પણ રાણા ના હાથ કાયદા થી બંધાયેલ હતા. તેથી રાણા એ શહેર ના જાણીતા વકીલ અને નિવૃત આઈ પી એસ અધિકારી જયરાજ દેસાઈ ઉર્ફે જે.ડી.ને મળવા માટે આવ્યા હતા, જેથી તે રાજુ ને મદદ કરી શકે. કારણ કે જે.ડી.જ એવી વ્યક્તિ હતી જે રાજુ ને મદદ કરી શકે જે.ડી.સાહેબ ને લોકો સાચા મદદગાર તરીકે ઓળખતા , તેઓ એ સરકારી સેવા માંથી નિવૃત્તિ લઈ લોકો ની મદદ માટે વકીલાત કરતા અને ખાનગી ડિટેકટિવ એજન્સી ચલાવતા જેનો ઉદેશ ફક્ત અને ફક્ત લોકો ની મદદ કરવા નો હતો. જેથી કોઈ નિર્દોષ કાયદા ના હાથે ખોટી રીતે ફસાઈ ન જાય , જેવી જે વ્યક્તિ ની ક્ષમતા એ પ્રમાણે તેમની પાસે થી ફી વસુલતા ,ગરીબ ને મફત તો અમીર ને તેની હેસિયત મુજબ ફી લેતા અને કોઈ પણ કેસ અદાલતમાં લડતા પહેલા તે વ્યક્તિ સાચે જ નિર્દોષ છે કે નહિ તેની ખાત્રી કરી લેતા જરૂર પડ્યે તેમની ખાનગી ડીટેકટીવ એજેંસી નો ઉપયોગ કરતા। તેમનો મૂળ મંત્ર નિર્દોષ ફસાઈ ન જાય અને ગુનેગાર છૂટી ન જાય તે હતો. આથી ઇન્સ્પેક્ટર રાણા રાજુ ને આ શહેરમાં કોઈ ઓળખતું નહોતું અને તેની કોઈ જ હેસિયત ન હતી કે વકીલ રાખી પોતાની જાતને નીર્દોષ સાબિત કરી શકે, તે માટે જે.ડી . ને મળવા આવ્યા હતા . આમ જે.ડી એ રાજુ નો કેસ રાણા ના કહેવા થી લડવા નું નક્કી કર્યું અને .થોડા દિવસ પછી કોર્ટમાં પહેલી મુદત હતી તે પેલા બધીજ તપાસ કરી વિગતવાર રિપોર્ટ તૈયાર કરવા પોતાની ડિટેકટિવ ટીમ ને આદેશ આપી દીધો , અને ડીટેકટિવે ટીમ પોતાના કામે લાગી ગઈ.


તારીખઃ 20/10


કોર્ટરૂમ ભરાયેલો હતો જ્યોતિ શર્મા કેસની આજે પહેલી મુદત હતી. કોર્ટરૂમ માં હાજર રહેલા લોકોમાં કેસ ને લઇને ઉત્સુકતા હતી કે જો રાજુ એ હત્યા નથી કરી તો હત્યારો કોણ છે? અને બીજું કારણ એ હતું કે એડવોકેટ જે.ડી. ઉર્ફે જયરાજ દેસાઈ પોતે દલીલો કરવાના હતા તેમના મત મુજબ રાજુ નિર્દોષ હતો. આજની પહેલી દલીલ પબ્લિક પ્રોસિક્યુટર દેવરાજ મહેતા પ્રસ્તુત કરવા ના હતા, પબ્લિક પ્રોસિક્યુટર તરફ થી હાજર રહેલા સાક્ષીઓ માં જ્યોતિ શર્મા નો દીકરો મયંક શર્મા અને પૌત્રી નૂપુર શર્મા હતા. નૂપુર ને પૂછપરછ માટે વિટનેસ બોક્ષમાં બોલાવામાં આવે છે. નૂપુર ના કહેવા પ્રમાણે રાજુ પાછલા થોડા દિવસો થી તેની દાદી સાથે તેમના ઘરે રહેવા આવ્યો હતો. તેની દાદીને રાજુ પર પોતાના દીકરા કરતા પણ વધુ ભરોસો અને પ્રેમ હતો. પણ એક દિવસ નૂપુરે રાજુ ને જ્યોતિ ના રૂમ માંથી દબાતે પગલે બહાર નીકળતો જોયો તેના હાથમાં જ્યોતિ ની સોના ની ચેન હતી. તેને રાજુ ને રોક્યો અને પૂછ્યું કે આ ચેન તેની પાસે ક્યાં થી આવી ? જવાબમાં રાજુ એ કહ્યું કે તેને જ્યોતિબા એ આપી છે.પણ નૂપુર ને સંતોષ ના થતા તેને તેના દાદી ને બોલાવી ચેન વિશે પૂછતાં જ્યોતિ એ જણાવ્યું કે તેણી એ જ રાજુ ને ચેન આપી છે. અને રાજુ ને તેના રૂમ માં એવું નું કહી જ્યોતિ પોતાના રૂમમાં ગઈ. પરંતુ નૂપુર ને તેની દાદીના જવાબ થી સંતોષ ના થતા તે સંતાઈ ને જ્યોતિ ના રૂમ ની બહાર ઉભા રહી તેની દાદી તથા રાજુ વચ્ચે ની વાતચીત સાંભળી રહી. દાદી રાજુ ને ચેન ચોરવા બદલ ઠપકો આપી રહ્યા હતા અને ભવિષ્ય માં એવું ન કરવા સમજાવી રહ્યા હતા. રાજુએ પણ ભવિષ્યમાં એવું કશું નહીં કરે કે જેથી જ્યોતિબા ને નીચું જોવું પડે તેની ખાતરી આપી .આમ નૂપુરે જ્યારે આ બનાવ વિષે માતા પિતા ને જણાવ્યું તો તેના માતા પિતા એ એ વાત ને ભૂલી જાવ કહ્યું અને કહ્યું કે તેની દાદી વડીલ અને અનુભવી છે એણે જે કંઈ કર્યું હશે તે સમજી વિચારીને કર્યું હશે. આમ નૂપુરે રાજુ વિરુદ્ધ પોતાનો પક્ષ મુક્યો . અને મયંક શર્મા એ પોતાનો પક્ષ રાખતા કોર્ટ ને જણાવ્યું કે તેમને નૂપુર ને રાજુ ની ચેન વાળી વાત ભૂલી જવા કહ્યું હતું પરંતુ મયંકે રાજુ ને અઠવાડિયા પછી પોતાની રૂમ માંથી રૂપિયા ચોરતો પકડ્યો હતો. રાજુ એ પુરા પચીસ હજાર ની ચોરી કરી હતી .આથી મયંકે જ્યોતિ ને બોલાવી રાજુ ની ચોરી વિષે જણાવતા જ્યોતિએ રાજુ ને બે થપ્પડ મારી ઘર છોડી દેવા જણાવ્યું હતું. રાજુ પણ આવેશ માં આવી હવે તમને તમારો પરિવાર મળી ગયો હોવા થી મને પ્રેમ નથી કરતા બા તેવું બોલી ત્યાંથી જતો રહ્યો હતો.અને પછી જે દિવસે જ્યોતિની હત્યા થઇ તે દિવસે મયંક અને તેના પરિવારે રાજુને જોયો હતો.તે દિવસે ઘર પર કોઈ ન હતું મયંક અને માયા કોઈ પાર્ટીમાં ગયા હતા. નૂપુર તેના ક્લાસમાં ગઈ હતી.અને આશિષ તેના મિત્રો સાથે મૂવી જોવા ગયો હતો .આમ જયારે મયંક અને તેની પત્ની બહારથી પાછા આવ્યા ત્યારે તેમણે રાજુને લોહી વાળા શર્ટ માં જોયો મયંક ને જોતા રાજુતેની તરફ દોડી આવ્યો ને કહ્યું કે જ્યોતિબા પલંગમાં પડેલા છે અને તેમના માથા માંથી લોહી વહી રહ્યું છે મયંક આ વાત સાંભળતાજ રૂમમાં દોડ્યો પરંતુ તે જયારે રૂમ પર પહોંચ્યો ત્યારે જ્યોતિએ શ્વાશ છોડી દીધો હતો. આથી મયંકે નજીકના પોલીસ સ્ટેશન પર ફોન કરી પોલિસ ને બની ગયેલા બનાવની જાણ કરી .તેથી ઇન્સ્પેક્ટર રાજદીપ રાણા તથા તેનો સ્ટાફ ઘટનાસ્થળ પર દોડી ગયા. અને ફોરેન્સિક સ્ટાફ તથા ફોટોગ્રાફર પણ આવી ગયા હતા.ફોરેન્સિકના સ્ટાફે આજુબાજુમાં થી ફિંગરપ્રિન્ટસ તથા જરૂરી નમૂના લીધાં,અને જે ફ્લાવરવાઝ થી જ્યોતિની હત્યા થઇ હતી તે પણ કબ્જે કર્યું અને જરૂરી પ્રક્રિયા માટે બધા નમૂના મોકલી દેવામાં આવ્યા હતા. ફોરેન્સિક રિપોર્ટ પ્રમાણે ફ્લાવરવાઝ પર રાજુ ની આંગળી ના નિશાન મળી આવ્યા હતા .તેથી પોલીસે તેની ઘરપકડ કરી હતી. રાજુ એ પોતે નિર્દોષ હોવાનું પોલીસ ને કહ્યું પરંતુ પોલીસે સાંયોગિક પુરાવા ને આધારે રાજુ ની ધરપકડ કરી હતી અને આજે તેને કોર્ટમાં રજુ કર્યો હતો . હવે

જજે રાજુ ને પોતાના બચાવમાં કંઈ કહેવા માંગતો હોય તો કહી શકે છે તેવું કહેતા રાજુ એ પોતાની પક્ષ રજુ કર્યો . રાજુ એ પોતાના બચાવમાં કહ્યું કે મયંકે અને નૂપુરે જે કહ્યું તે સાચું હતું તે શહેર માં આવ્યો પછી થી તેને નવો મોંઘો મોબાઇલ લેવો હતો આ માટે તેને જ્યોતિ પાસે પૈસા માંગ્યા હતા. પણ જ્યોતિ આ તેને કહ્યું તને એવા મોબાઇલ ની શી જરૂર છે પૂરું લખતા વાંચતા તો આવડતું નથી તેને એવો ફાલતુ ખર્ચ કરવા ની જરૂર નથી આથી તેને મોબાઇલ લેવા માટે જ્યોતિ નો ચેન ચોર્યો હતો. પણ નૂપુરે તેને પકડી લેતા જ્યોતિએ તેને નિર્દોષ બચાવ કરતા કહ્યું હતું કે ચેન પોતે જ રાજુ ને આપ્યો હતો જેથી તેને બધા વચ્ચે અપમાનિત ન થવું પડે .અને રૂમમાં બોલાવી રાજુ ને ઠપકો આપ્યો હતો ને કહ્યું હું પોતે તને થોડા દિવસ રહીને સારો મોબાઇલ અપાવીશ પરંતુ હવે એવું કોઈ કામ ન કરતો જેને કારણે તેમને શરમિંદગી અનુભવી પડે .પણ રાજુ થી એટલા દિવસ રાહ ન જોવાઈ તેના મગજ માં નવો મોબાઇલ લેવા ની ધૂન સવાર હતી.આથી જયારે તેણે મયંક ના રૂમમાં પૈસા જોયા અને તે પૈસા ચોરવા જતા પકડાયો ત્યારે જ્યોતિએ તેને મારતા તેને લાગી આવ્યું હતું ને તે ઘર છોડી જતો રહ્યો હતો. પરંતુ જેવો તેનો ગુસ્સો ઠંડો પડ્યો પછી તેને સમજાયું કે ભૂલ પોતાની જ હતી આ એ જ જ્યોતિબા છે જેણે પોતાને નાને થી મોટો કર્યો હતો. જો માં મારે છે તો પણ તેમાં સંતાન ભલા માટે જ હોય છે.આમ વિચારી પોતે જ્યારે મયંક ના ઘરે જ્યોતિની માફી માંગવા આવે છે. તો ઘર ખુલ્લું જોતા તે જ્યોર્તિ ના રૂમ જાય છે. તો જ્યોતિ પલંગ પર ઊંઘી પડી હતી તેને જ્યોતિ ને બહુ બોલાવી પણ જવાબ ન મળતા તે પલંગ નજીક પહોંચી જ્યોતિ ને ઢંઢોળે છે. તો જ્યોતિ ને શોધી કરતા તેના કપાળ પર થી લોહો વહી રહ્યું હતું. ને બાજુ માં પડેલા ફફ્લાવરવાઝ પર પણ લોહી લાગેલું હતું.જે ફ્લાવરવાઝ જ્યોતિ ની બિલકુલ નજીક હતો અને જ્યોતિ ને ઢંઢોળતી વખતે તેને થોડો દૂર ખસેડી રાખ્યો ત્યારે તેના આંગળા ની છાપ તેના પર આવી ગઈ હશે તેવું રાજુ નું માનવું હતું . પોતે જ્યોતિની માફી માંગી તેની સાથે ફરી રહેવા માટે આવ્યો પરંતુ પોતે હત્યાના ખોટા આરોપમાં ફસાઈ ગયો તેવું રજુ નું કહેવું હતું . હવે પબ્લિક પ્રોસિક્યુટરે દલીલ કરતા કહ્યુકે રાજુ પાસે જ્યોતિની હત્યા નું કારણ હતું જ્યોતિ મારેલી થપ્પડ અને કરેલા અપમાન કારણે જ રાજુ એ જ્યોતિની હત્યા કરી હતી.જેથી તેને સખત માં સખત સજા આપવા માં આવે .બચાવ પક્ષના વકીલ જે.ડી. એ પબ્લિક પ્રોસિક્યુટર ની વાત નો વિરોધ્ધ કરતા કહ્યું કે પોલીસ દ્વારા થયેલ તપાસ અધૂરી છે. અને તેમાં કેટલાક મુદ્દામાં ચૂક થઇ છે. અને તે મયંક શર્મા ની પૂછપરછ કરવા માંગે છે. તો તે માટે અદાલત તેમને મંજુરી આપે. જજે મંજૂરી આપતા મયંક શર્મા ને વિટનેસ બોક્ષ માં બોલવા માં આવ્યો. જે.ડી. એ મયંક કહ્યું કે તમારા શેરબજારના સટ્ટામાં તમને ખુબ નુકસાન થયું છે. અને તમારીબધીજમિલકત ગીરવે પડેલી છે. અને જો તમે ત્રણ મહિનામાં તમારું નુકસાન ભરપાઈ નથી કરી શકતા તો તમે રોડ પર આવી શકો તેમ છો. અને તમે જો તમારી ગામની જમીન વેચી દો તો તમે દેવામુક્ત થઇ શકો તેમ હતા, પણ તમારા માતૃશ્રી જ્યોતિદેવી આ માટે તૈયાર ન હતા તેમને તમને કહ્યું કે સટ્ટો રમવા નું બંધ કરી વ્યવસ્થિત કામ ધંધો કરો અને કુટુંબ ની જવાબદારી નિભાવો આ બાબતે આપ બને વચ્ચે ઝઘડો પણ થયો હતો . અને તમે મિલકત ના ભાગ કરી દેવા ની વાત કરી હતી પણ જ્યોતિદેવી તેમાં સહમત ન હતા . આથી શક્ય છે કે આપે પોતાની મિલકત મેળવવા માટે આપની માતા ની હત્યા કરી હોય અને તમારી પત્નીએ તમને સાથ આપ્યો હોય કારણ કે ઘટના સ્થળે રાજુ તમારી પત્ની અને તમે જ હાજર હતા . જે.ડી. ની વાતનો જવાબ આપતા કહ્યું તેની વાત સાચી છે. તેને તેની માતા સાથે મિલકત બાબતેઝઘડો થયો હતો. પરંતુ પોતે પોતાની માતાની હત્યા નથી કરી. જે.ડી. એ જજ પાસે માંગણી કરી કે પોલીસ આ કેસમાં ફરીતપાસ કરે અને પોતે પણ આ કેસમાં વધુ અભ્યાસ કરવા માંગે છે તો તેને થોડા દિવસ નો સમયઆપવામાં આવે કોર્ટ તેની માંગણી માન્ય કરતા પંદર દિવસ ની મહોલત આપી. અને નવી તારીખ કેસની સુનાવણી માટે આપી. કોર્ટ બરખાસ્ત કરી.


તારીખ:05/11

કોર્ટરૂમમાં લોકો રાબેતા મુજબ ગોઠવાઈ ગયા હતા. જ્યોતિદેવી શર્મા કેસની આજે મુદત હતી. ફેરતપાસ માટે આપવામાં આવેલ પંદર દિવસ પુરા થયા હતા, અને એડવોકેટ જે.ડી. આજે તેના નવા સાક્ષી રજૂ કરવાના હતા.કોયર્ટરૂમમાં જજ આવી ચુક્યા હતા. અને કોર્ટ ની કાર્યવાહી શરૂ કરવામાં આવી. બચાવપક્ષ તરફથી બે સાક્ષી રજુ કરવાના હતા, જેમાંથી એક જાણીતી બ્રાન્ડ ની કાર ના શૉ રૂમ ના મેનેજર રાજેન્દ્ર શાહ હતા અને બીજા શહેરના જાણીતા જવેલર્સ જમનાદાસ હતા. સૌ પ્રથમ રાજેન્દ્ર શાહને જુબાની આપવા બોલાવાવમાં આવ્યા , તેના કહેવા મુજબ મયંકના પુત્ર આશિષે તેમને ત્યાં રૂપિયા 27 લાખની લેટેસ્ટ કાર નોંધાવી હતી અને રૂપિયા 5 લાખ એડવાન્સ પેટે આપ્યા હતા.જેની ડિલેવરી તેને 4 મહિના પછી મળવાની હતી. આ પૈસા આશિષ પાસે ક્યાંથી આવ્યા?. તેનુ કૌતુક સૌ ના ચહેરા પર હતું કારણ કે મયંક શર્મા તો પોતાનું દેવું ચૂકવી શકવા ની પરિસ્થિતિમાં નહોતો અને આશિષ જોડે પણ આવક નું બીજું કોઈ સાધન ના હતું. તે હજુ એક વર્ષ થી મયંક ના ધંધામાં જોડાયો હતો . તો તેનો જવાબ હવે જમનાદાસ જવેલર્સ પાસે થી મળવા નો હતો . રાજેન્દ્ર શાહ પછી હવે જમનાદાસ જવેલર્સ વિટનેસ બોક્ષ માં હાજર હતા તેમના કહેવા પ્રમાણે આશિષ તેમની પાસે આવ્યો હતો. અને લગભગ રૂપિયા 40 લાખ ના સોનાના દાગીના વેચી ગયો હતો. જેમાંથી 2 લાખ રોકડા તથા બાકીં ની રકમના 5 ચેક 3 મહિના ની અલગ તારીખ અને રકમના તેઓએ આશિષ ને આપ્યા હતા. જમનાદાસ પોતે મયંક ની આર્થિક સ્થિતિ થી વાકેફ હતા. તેથી તેમને આશિષ ને વધુ પુછપરછ કરી શરમ માં નહોતા મુકવા માંગતા તેથી આશિષને કશું પૂછ્યા વગર પૈસા આપી દીધા હતા. આમ જમનાદાસની જુબાની પત્યા પછી જે.ડી એ બધી વાતનો ખુલાસો કરતા કહ્યું, આશિષ એ વાત ભૂલી ગયો હતો કે તે સોશ્યિલ મીડિયાના જમાનામાં છે. અને તેણે યોજેલી મોંઘીદાટ નાઈટક્લબ ની પાર્ટીના વિડિઓઝ અને ફોટોઝ તેના મિત્રોએ સોશ્યિલ મીડિયા ના અલગ અલગ પ્લેટફોર્મ્સ પર અપલોડ કર્યા હતા. જેથી આશિષ ને શંકાના ઘેરાવામાં આવ્યો હતો. અને જે.ડી. ની ડિટેક્ટિવ ટીમે આશિષ પર વોચ રાખી હતી. જયારે તે બેંકમાં જમનાદાસ નો આપેલ ચેક ભરવા ગયો હતો. ત્યારે બેંક મેનજર ને વિશ્વાસમાં લઈ ચેકની વિગત પર થી તેમને જમનાદાસના આપેલ ચેક ની વિગત ખુલતા પોલિસ ની મદદથી આશિષ ના બેંક સ્ટેટમેન્ટ તપાસતા આશિષે કાર શૉ રૂમ ને આપેલ પેમેન્ટ ધ્યાને આવ્યું હતું. અને જમનાદાસ ને પૃચ્છા કરતા તેને આશિષે તને ત્યાં દાગીના વેચ્યા હતા તેની કબૂલાત કરી હતી. અને કોર્ટ માં જુબાની આપવા તૈયાર થયા હતા. આશિષે આપેલા દાગીના તેની દાદી જ્યોતિદેવીના હતા. જે જમનાદાસ ને ત્યાં જ બનાવમાં આવેલા હતા. આથી બચાવપક્ષ દ્વારા હવે આશિષ ને પુછપરછ માટે વિટનેસબોક્ષ માં બોલાવાની મંજૂરી ની માંગણી જજે મંજુર કરતા. આશિષ વિટનેસ બોક્ષમાં આવ્યો.મ બચાવપક્ષના વકીલ ની પુછપરછમાં તે જાજુ ટકી શક્યો નહીં અને કબૂલાત કરી લીધી કે તેની દાદી જ્યોતિદેવી ની હત્યા તેણે પોતેજ કરી હતી. તે દિવસે તેને મુવી ની ટિકિટ ન મળતા તે ઘેર આવ્યો અને તે જયારે તેની દાદી પાસે પોતાની કાર માટે પૈસા લેવા ગયો ત્યારે દાદી તેની વાત ટાળી દીધી અને 25000 રૂપિયા આપતા કહ્યં તું હજુ નાનો છે અને તને તારી ક્ષમતા મુજબ પૈસા અપાય આ વાત સાંભળતા ગુસ્સો આવતા આવેશમાં આવી તેણે બાજુમાં રહેલું ફ્લાવરવાઝ દાદીના માથા પર મારી દીધું . અને થોડી વારમાં તેનો આવેશ શાંત થતા તેને પોતાની ભુલ સમજાણી હતી. પરંતુ ત્યાં સુધીમાં મોડું થઇ ચૂક્યું હતું.અને તેનીં નજર દાદીના ખુલી તિજોરી પર પડી અને તેમાં રહેલા મોટા ભાગના ઘરેણાં તેણે પોતાની પાસે રાખી લીધા થોડા ઘરેણાં રહેવા દીધા જેથી ઘરના લોકો ને કોઈ શંકા ન આવે. તેના દાદી જયારે પણ આવતા ત્યારે દાદી અને મમ્મી વચ્ચે હંમેશા દાગીના ના કબજા ને લઈ નેઝઘડો રહેતો તેથી દાદી પોતાની જરુરુતના જ ઘરેણાં લાવતા તે કેટલા દાગીના લાવતા તેની કોઈને કશી ખબર રહેતી નહી.તેથી પોતે તેમાંથી ગુપચુપ સરાકવેલી લીધેલા ઘરેણાં નો ખ્યાલ કોઈ ને આવ્યો નહોતો. પોતે આ ઘરેણાં જમનાદાસ જ્વેલર્સને ત્યાં વેચી આવ્યો હતો. જમાનદાસને પણ તેણે ઈમોશનલ બ્લૅકમેલ કર્યાહતા. કહ્યુંકે પપ્પાને

આ વિશે પૂછીને તેમને દુઃખી ન કરશો. જમાનદાસે પોતાના સંબંધ કારણે દેવા વિષે જાણતા હતા તેથી તેમને મયંકને પૂછીને ખાત્રી કરવાનું ટાળ્યું હતું. આ કારણે ઘરમાં આ બનાવ વિષે કોઈ ને ખબર ન હતી. તેના ઘરના લોકો ને તો તે મુવી જોવા ગયો છે તેમ જ હતું . આમ આશિષે પોતાનો ગુનો કબૂલી લીધો હતો. હવે જે.ડી એ પોતાને આશિષ પર શંકા કેમ ઉપજી તે જણાવતા કહ્યું કે તેને જ્યોતિદેવીના ઘરના બધા જસભ્યો પર શંકા હતી.તેથી તેમણે પોતાની ટીમ ને બધાના સોશ્યિલ સાઇટ્સના એકાઉન્ટ ચેક કરવા કહ્યું હતું તેમાંથી કોઈ કડી મળી જાય આમ આશિષના એકાઉન્ટમાં તેના મિત્રએ ટેગ કરેલા આશિષે પોતાના ફ્રેંડ્સ ગ્રુપને આપેલી એક્સપેન્સીવે હોટેલની પાર્ટીના ફોટોસ હતા. આથી આશિષ પર શંકા જતા તેના બેન્ક એકાઉન્ટ્સ ચેક કરતા તેને કરેલા ટ્રાન્સેકશન્સની વિગતો પરથી તપાસ કરતા સ્પોર્ટ્સ કાર તથા જમાનદાસ ના વ્યહાર ધ્યાને આવતા આશિષનો ભાંડો ફૂટ્યો હતો. જયારે રાજુ નિર્દોષ હતો તે જયારે જ્યોતિદેવીને મળવા અને માફી માંગવા આવ્યો ત્યારે તેણે જ્યોતિદેવીને પલંગ પર ઊંધા પડેલા જોયા તેમની બાજુમાં પડેલા ફ્લાવરવાઝ ને ખસેડી જ્યોતિદેવીને ચતા કર્યા, આમ ફ્લાવરવાઝ પર રાજુના આંગળા ની છાપ આવી અને પ્રાથમિક તારણો ને આધારે રાજુને જ હત્યારો ધારી લેવામાં આવેલો . જે ઇન્સ્પેક્ટર રાણા અને જયરાજ દેસાઈ ની મદદ થી નિર્દોષ પુરવાર થયો . આમ અદાલતે રાજુને નિર્દોષ જાહેર કરી મુકત કર્યો અને આશિષ ને તેના ગુના ની સજા આપી . વિધીની વક્રતા એ હતી કે જે આશિષે એમની હત્યા કરી હતી,એને જ દાદીએ પોતાની 25% મિલ્કત નો વારસદાર બનાવ્યો હતો.