Losted - 43 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 43

લોસ્ટેડ 43

નશા માં ધૂત સમીર અને મોન્ટી ક્યાંય સુધી મિતલ નેં પિખંતા રહ્યા, તેની ચિસ ગળામાં જ રુંધાઈ ગઇ અને તેનો વિરોધ આંસુ બની બહાર નીકળી આવ્યો.
વારાફરતી પાંચેય એ એકલી, માસૂમ છોકરી ને રહેંસી નાખી. પ્રથમ એ મિતલ નેં ગાડી માંથી નીચે ઉતારી અને મોન્ટી અને સમીર ગાડી લઈ આબુ રોડ જવા નીકળ્યા.
"જો આ તારો વિડિયો, અહીં થી જઈએ એના પછી કોઈ તમાશો કર્યો છે ને તો આ વિડીયો વાયરલ કરી દઇશ. તારું મોઢું બંધ રાખજે સમજી." પ્રથમ એ તેના ફોનમાં બધું શુટ કર્યું હતું.

સાંજે બન્ને પાછા ફર્યા, પ્રથમ એ ગાડી ચિત્રાસણી તરફ લીધી. મિતલ નેં જ્યાં થી સાથે લીધી હતી ત્યાં ગાડી ઉભી રહી, એક ધક્કા સાથે મિતલ ગાડી ની બહાર ફેંકાઈ અને ગાડી ત્યાં થી નીકળી ગઈ.

"રાજેશ ભાઈ તમારી છોકરી નાહી ગઈ કોઈક જોડે...." ગામ ના એક આદમી એ તેની આંખો સામે મિતલ નેં ગાડી માં બેસી બહાર જતાં જોઈ હતી તેથી તે મિતલ ના ઘરે કહેવા આવ્યો હતો.
"શું બકવાસ કરે છે મૂળજી, તને ભાન છે તું કોના વિશે બોલી રહ્યો છે?" રાજેશ ભાઈ ગુસ્સા થી બોલ્યા.
"મેં જે જોયું એ કેવા આયો, ના માનો તો મારે શું. આવજો, રામ રામ." મુળજીભાઈ ત્યાંથી જતા રહ્યા.
હેતલબેન ને ધ્રાસકો પડ્યો," રયાન બેટા હાલ જ નીતા ના ઘરે જા અને મિતલ ત્યાં હોય તો ઘરે લઈ આવ."

રયાન રસ્તા પર બેભાન પડેલી મિતલ નેં ઘરે લઈ આવ્યો.
"અરે કોઈ ડોક્ટર ને બોલાવો, શું થઈ ગયું મારી દિકરી ને."હેતલબેન મિતલ ની હાલત જોઈ રડવા લાગ્યા.
"કોઈ જરૂર નથી ડોક્ટર ને બોલાવવાની, કોઈ ને પણ હકીકત ખબર પડી તો આપણું નાક કપાઈ જશે. સામાન પેક કરો, આપણે અમદાવાદ જવા નીકળીએ છીએ હાલ જ." રાજેશ ભાઈ એ તેમનો નિર્ણય સંભળાવ્યો.

"પપ્પા મીનુ સાથે શું થયું છે એ સમજાય છે તમને? એની હાલત જોઈ એવું લાગે છે કે તેની સાથે કોઈએ..... એકવાર મીનુ ભાન માં આવી ને કઈ દે કે આ બધું કોણે કર્યું છે, હું છોડીશ નહીં એને." રયાન એ તેના દાંત પિસ્યા.
"મુળજી શું કઈને ગયો સાંભળ્યું ને તે? આ વાત બહાર આવી તો કોઈ નઈ માને કે મિતલ નો વાંક નહોતો. એટલે તું કંઈ જ નહીં કરે, અને આ વાત અહીં જ ભુલી જાઓ." રાજેશ ભાઈ તેમના પરિવાર સાથે રાતોરાત અમદાવાદ આવી ગયા.

અમદાવાદ આવી રાજેશ ભાઈ એ ખાનગી રીતે મિતલ નેં હોસ્પિટલમાં દાખલ કરી.
" રાજેશ ભાઈ તમારી દીકરી નો વારંવાર રેપ થયો છે, મારી સલાહ માનો તો તમારે પોલીસ મા જવું જોઈએ." ડોક્ટર ની આંખો પણ ભીંજાઈ ગઈ.
"ના ડોક્ટર, મારી દિકરી માસૂમ છે. આટલું બધું થયા પછી એ મિડિયા અને સમાજ સામે નહીં ઉભી રહી શકે." રાજેશ ભાઈ એ આ વાત અહીં જ દબાવી દેવા નો નિર્ણય કરી લીધો હતો.

"પપ્પા મને સમજાતું નથી કે તમે શું કરી રહ્યા છો, તમને હશે ઈજ્જત અને મોભા ની પરવા પણ મને નથી. હું‌ મિતલ નેં લઈને કાલે જ પોલીસ સ્ટેશન જઈશ અને ફરિયાદ નોંધાવીશ." ઘરે આવતા જ રયાન ઊકળી પડ્યો હતો, તેને અન્યાય સામે ચુપ રહેવા નું પસંદ નહોતું.
મિતલ ચુપચાપ તેના ઓરડામાં બેઠી હતી, રયાન અને હેતલબેન એ તેની સાથે વાત કરવા ના ઘણા પ્રયત્નો કર્યા પણ એ કોઈ જવાબ જ નહોતી આપતી.
"માં મીનુ ને થોડો સમય આપ, બધું ઠીક થઈ જશે. તું મીનુ સાથે જ રહેજે અને એની સાથે જે થયું એ વાત ભૂલ થી એ તેની સામે ન કરજે." રયાન એ હેતલબેન ને એકલા માં સમજાવ્યા.

આખો દિવસ શાંતિ થી પસાર થઇ ગયો પણ આ શાંતિ અળખામણી હતી. પરિવાર નો દરેક સદસ્ય માનસિક તાણ થી ઝઝુમી રહ્યો હતો. બધાં પોતપોતાની રીતે આ ઘટના એ આપેલ ઉઝરડા પર મલમ લગાવવાનો પ્રયત્ન કરી રહ્યાં હતાં.
બીજા દિવસની સવાર ચૌધરી પરિવાર માટે ગોઝારી સાબિત થઈ. આખા દેશમાં એક જ ચર્ચા હતી કે અમદાવાદ ના પ્રખ્યાત બીઝનેસ મેન રાજેશ ચૌધરી ના બન્ને સંતાન ગાયબ છે.

***

દિવાનખંડ માં સોપો પડી ગયો, બધા ની આંખો ભીની થઈ ગઈ હતી.
"તમને બન્ને ને કોણે કિડનેપ કર્યાં હતાં અને કેમ? અને તારું મૃત્યુ કેવી રીતે થયું?" આધ્વીકા એ પુછ્યુ.
મિતલ કંઈ બોલે એ પહેલા રયાન બોલી ઉઠ્યો,"મને જ્યારે હોશ આવ્યો ત્યારે હું એક અજાણ્યા ઓરડામાં હતો, મારી બાજુના પલંગ પર મિતલ સુતેલી હતી. મને ખૂબ જ નવાઈ લાગી હતી કે આટલા લક્ઝૂરિયસ ઓરડામાં અમે બન્ને શું કરી રહ્યા છીએ."

"જ્યારે એક અજાણ્યા માણસ એ આવી ને કીધું ત્યારે અમને ખબર પડી કે અમારું અપહરણ થયું છે. ત્યાં ચાર પુરુષો અને બે સ્ત્રીઓ હતી, તેમનું કામ હતું અમારી બન્નેની જરુરીયાત નું ધ્યાન રાખવું. ત્યાં થી બહાર જવા દેવા સિવાય એ લોકો અમારો દરેક ઓર્ડર માનતા. મને અને ભાઈ ને ખુબ જ નવાઈ લાગી હતી કે આ કિડનેપર છે કોણ જે અમને આટલી સારી રીતે ટ્રીટ કરી રહ્યો છે, પણ જ્યારે અમને ખબર પડી કે એ કિડનેપર....." મિતલ આગળ ન બોલી શકી.
"એ કોણ હતું બેટા? કોણે મારા બાળકો ને મારા થી દુર કર્યા હતાં?" હેતલબેન ની આંખો માં ખુન્નસ દેખાઈ રહ્યું હતું.

રયાન એ એક ઉંડો શ્વાસ લીધો અને બોલ્યો,"એ કિડનેપર બીજું કોઈ નહીં પણ રાજેશ ચૌધરી એટલે કે મારા પિતાજી હતા."

ક્રમશઃ