Premkahaani sun 2100 ni - 6 books and stories free download online pdf in Gujarati

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 6

વૈભવના કહ્યા પ્રમાણે શિવિકાએ Robo-war માં રોબોટ બનીને આવેલ વ્યક્તિને ટ્રેક કરવાનું ચાલુ કરી દીધું. વૈભવે ભૂતકાળની કહાની આગળ વધારી.


21 મી સદીના મધ્યભાગમાં મનુષ્ય જાતિને કઈ રીતે બચાવવી તેનાં માટે વિશ્વના પ્રખ્યાત અને ખ્યાતનામ લોકો સાથે ઘણી જગ્યાએ ચર્ચાઓ કરવામાં આવી. શક્ય હોય તેવા તમામ ઉપાયો ઉપર ખુબ જ જીણવટપૂર્વક વિચાર વિમર્શ કરવામાં આવ્યા, પરંતુ પરિણામ મળ્યું નહી. આવી જ એક કોન્ફરન્સમાં Dr. Richard અને Dr. Damini મળ્યા. Dr. Damini એ કોનફરન્સમાં Artificial Intelligence ની સહાય લેવાનું સૂચન આપ્યું, જેને ઉપસ્થિત તમામ લોકોએ ખારીજ કરી દીધું. પણ આ વિચારમાં Dr. Richard ને વધારે રસ પડ્યો અને તેઓ એક સાથે કામ કરવા માટે સહમત થયા.


બંને એ ભેગા મળીને એક નક્કર યોજના તૈયાર કરી લીધી હતી જેમાં કોઈપણ પ્રકારનો પ્રોબ્લેમ આવી શકે તેમ નહોતો. આવનાર સમયમાં આ સિસ્ટમને લીધે કેટલી પાવર હાથમાં આવી શકે એમ હતી તેને ધ્યાનમાં રાખીને જ બંનેએ આખી યોજના તૈયાર કરી હતી. જ્યારે વિશ્વના અન્ય દેશો પાસે કોઈ વિકલ્પ બાકી ન રહ્યો ત્યારે તેમણે Artificial Intelligence ને સ્વીકારવાનું શરૂ કર્યું. એક સાથે 10 ખ્યાતનામ દેશોએ પોતાની જમીન ઉપર નવા શહેરો અથવા તો જૂના શહેરોને પૂરેપૂરા અપગ્રેડ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો.


તે સમયે દેશો સાથે કોન્ટ્રાક્ટ સાઇન કરીને Richard અને Damini બંને સુરક્ષિત બની ગયા હતા. જ્યાં પણ તેઓ કામ ચાલુ કરે ત્યાં તેમની સુરક્ષાની જવાબદારી જે તે દેશની રહેતી અને શહેરો તૈયાર થાય ત્યારબાદ આખા શહેરોનું સંચાલન પણ તેમની કંપની પાસે જ રહેશે. અન્ય વિકલ્પોના અભાવમાં બધાને તેમની તમામ શરતો સ્વીકારવી પડી. બીજી બાજુ વિશ્વમાં Artificial Intelligence થી સંચાલિત શહેરોના સમાચાર અફરાતફરી મચાવી રહ્યા હતા.


ઘણાં નાગરિકો એવાં હતાં જેમને આ પ્રોજેકટમાં કોઈ જ રસ નહોતો. તેઓ સંગઠિત થઈ પેહલા આનો વિરોધ કરવા લાગ્યા. જ્યારે તેમના વિરોધની કોઈ અસર ન થઈ એટલે તેમણે પોતાનું એક સંગઠન બનાવ્યું. જેનો ઉદ્દેશ એક દમ સાફ હતો, જેમની પણ સાથે અન્યાય થશે કે જેમને પણ કહેવાતા આધુનિક નગરોમાં સ્થાન નહિ મળે તેમને સાથે લઈને ચાલવું. જોતજોતામાં દુનિયા બે ભાગમાં વહેંચાઈ ગઈ. શહેરોમાં રેહનારા "આધુનિક માનવીઓ" કહેવાયા. જ્યારે જેમને પણ આ શહેરોમાં સ્થાન ન મળ્યું તેમાના ઘણાં કાળની બલી ચડી ગયા.


તેમ છતાં ઘણા લોકોએ આ સંગઠન પર વિશ્વાસ કર્યો હતો અને તેઓએ સાથે મળીને બધી મુશ્કેલીઓનો સામનો કર્યો હતો. પાછળથી તેમને "primitives" એટલે કે "પ્રાચીન" ના નામથી અહીંના લોકો ઓળખતા થયાં. તેમની struggle ની કહાની આધુનિક માનવીઓ સુધી ના પહોચી શકે તે માટે Richard અને Damini એ આખા ઈતિહાસને નવેસરથી તૈયાર કરાવ્યો, જેમાંથી "primitives" ને બાકાત રાખવામાં આવ્યા હતા. જો એમ ન કર્યું હોત તો આ આધુનિક દુનિયાના તમામ શહેરો પરથી એમનો કંટ્રોલ જતો રેય.


બીજી બાજુ આ "primitives" કોઈપણ પ્રકારે આધુનિક શહેરોમાં ન આવી શકે તેની પૂરેપૂરી તૈયારી Richard અને Damini એ કરી હતી. કોશિશ કરવાવાળા "primitives" ની સાથે શું થતું તે આજ સુધી કોઈને ખબર નથી. આ "primitives" ની મુખ્ય ખાસિયત હતી તેમનું શારીરિક બળ. કુદરતના અતિ વિકટ સંકટોનો સામનો કરી તેમની શારીરિક ક્ષમતા ખુબ જ વધી ગઈ હતી, જ્યારે અહીંયા આધુનિક નગરોના માનવીનો હાલ એનાથી તદન વિપરીત હતો. આ "primitives" સાથે મારે કોઈને કોઈ સંબંધ તો છે જ. કારણ કે જેમ જેમ હું મોટો થયો તેમ મારી શારીરિક ક્ષમતા પણ અન્ય નાગરિકો કરતાં વધારે હતી.


મોમ અને ડેડ આ વાતને લઇને ચિંતીત હતાં, તેથી મને અન્યો સામે આવવાં જ નથી દીધો. ઉમરની સાથે વધતી શારીરિક ક્ષમતા અને બુધ્ધિથી તેમને ખ્યાલ આવી ગયો હતો કે બુધ્ધિ બાબતે હું તેમના કરતાં પણ ખુબ વધારે આગળ છું, એટલે તેમણે મને હંમેશા બુધ્ધિનો વધું ઉપયોગ થાય તે રીતે જ ઉછેર કરવામાં ધ્યાન દોર્યું. પણ મને એનાં કરતાં બળમાં વધારે રસ હતો. એટલે જ મેં Robo-war ની રચના કરી હતી. જેમાં મનુષ્ય કરતાં વધુ ફાસ્ટ અને શક્તિશાળી રોબોટનો સામનો કરી હું મારી ક્ષમતાઓ ચેક કરતો.


મને બઘું સમજાતું હતુ કે શા માટે મોમ ડેડ મને શારીરિક બળનો ઉપયોગ કરવાની ના પાડતા હતા. તેમને કદાચ મારી ક્ષમતાઓ વિશે બધી જ જાણકારી છે અને એવું શા માટે છે તે પણ જાણતા હોય. પણ મને ક્યારેય નહીં ખબર પડવા દે. એટલે મેં ધીરે ધીરે તેમની સિસ્ટમમાં છુપાઈને ઘણી બધી જાણકારી મેળવી લીધી. બસ મારા વિશે કોઈ માહિતી આજ દિન સુધી નથી મળી. હવે એક શક્યતા દેખાઈ છે મને જેનાથી હું કદાચ જાણી શકીશ કે મારૂ સત્ય શું છે. તેનાં માટે પેલો વ્યક્તિ મળવો જરૂરી છે. જો એની કોઈ જાણકારી ન મળી તો પછી મારે એક નિર્ણય લેવો પડશે.


વૈભવ પોતાની પાસે જે જાણકારી હતી તે શિવિકા સાથે શેર કરી રહ્યોં હતો. શિવિકા તમામ વાતોને ધ્યાનથી સાંભળીને તેને સિસ્ટમમાં રેકૉર્ડ કરી રહી હતી. "અજાણ્યા વ્યક્તિને શોધવાનું કાર્ય પૂરું થયું. આધુનિક શહેરોના એકપણ વ્યક્તિ સાથે તેનો ડેટા મેચ થયો નથી." શિવિકાની સિસ્ટમે કામ પુરૂ થઈ ગયુ હોવાની જાણકારી આપી. "That's it. મને અંદાજો હતો કે તે વ્યક્તિ બહારનો જ છે. શિવિકા CCTV footage શું કહે છે ?" વૈભવ તેનાં પ્લાન મુજબ આગળ વધી રહ્યો હતો, જાણે એને ખબર ન હોય તે વ્યક્તિ વિશે.


"Mr. વૈભવ, આ અજાણ્યા વ્યક્તિને Robo-war ના venue થી બહાર નીકળતી વખતે ટ્રેક કર્યો. આ વ્યક્તિ આખા શહેરમાં ફર્યા બાદ શહેરના ઉત્તર છેડે બોર્ડરની નજીકના એક ગોદામ પાસેથી ગાયબ થઈ ગયો છે. તેવી જ રીતે જ્યારે મેં રીવર્સ ટ્રેક કર્યો એ જાણવા કે તે કઈ રીતે venue સુધી આવ્યો ત્યારે પણ આવું જ થયું. જે ગોદામ પાસેથી ગાયબ થયો હતો ત્યાં જ સૌથી પહેલા દેખાયો હતો. તથા શહેરની વિવિધ જગ્યાઓએ ગયા બાદ venue પહોંચ્યો હતો." શિવિકાએ અજાણ્યા વ્યક્તિનો આખો ટ્રેક રેકૉર્ડ વૈભવને સંભળાવ્યો અને સ્ક્રીન ઉપર પણ બતાવ્યો.


સ્ક્રીન ઉપર ટ્રેક રેકૉર્ડ બતાવતી વખતે શિવિકાએ રેડ ડોટને તે અજાણ્યા વ્યક્તિ તરીકે દર્શાવ્યો હતો અને જ્યાં જ્યાં આ વ્યક્તિ ગયો હતો તે રસ્તો અને જગ્યાએ ડોટને ફરતો બતાવ્યો. ડોટને ફરતો જોઈને વૈભવના ચેહરા પર હાસ્ય આવી ગયું. "શિવિકા, આખા પથ ઉપર ડોટને move કરવાને બદલે ત્યાં લાઈન બનાવ. પછી જો એક સરપ્રાઈઝ મળશે તને." અચાનક જ વૈભવે શિવિકાને એક task આપ્યો, શિવિકાએ તરત લાઈન બનાવી અને સ્ક્રીન ઉપર વૈભવનો "વી" બની ગયો. "Mr. વૈભવ, આ તો તમારા માટે મોર્સ કોડનો મેસેજ છે. કોઈ તમને આ દુનિયાની બહાર બોલાવી રહ્યું છે ફાઇટ માટે." શિવિકા મેસેજનો મતલબ સમજી ગઈ.


"આ વ્યક્તિ બીજું કોઈ નથી My everything શિવિકા. આ મારી ચાહત છે. ☺️😊🤗. મને બિલકુલ આશા નહોતી કે મને એ શોધી લેશે. પણ આખરે મને શોધવામાં સફળતા મળી જ ગઈ. વૈભવની ચાહત "ધારા". 😃😃. " વૈભવ જેના વિશે વાત કરી રહ્યો છે તેનાં વિશે શિવિકાને કોઈ જાણકારી નહોતી એટલે તેને વધું જાણવાની ઈચ્છા થઈ. "Mr. વૈભવ, આ ધારા કોણ છે ? અને જો એ તમારી ચાહત, તમારો પ્રેમ છે તો અહીંયા શહેરમાં કેમ નથી ? શું એ "primitives" છે ? તો તમે ક્યાં મળ્યાં એને ?" શિવિકા એક પછી એક સવાલ પૂછી રહી હતી અને વૈભવ માત્ર સ્મિત કરતો કરતો ઊભો રહ્યો.


"વૈભવની ચાહત છે ધારા, તો ગમે તેવી તો હોય જ નહીં ને શિવિકા. ચાલ હું કહું એને ક્યાં મળ્યો હતો."

≤======================================≥

મોમ ડેડ સાથે હું સેટ જ નહોતો થઈ રહ્યો. મારી ખૂબીઓ છૂપાવી રાખવા તેઓ હમેશાં મારા પર પ્રેશર રાખતા અને મારાથી એ થતું નહી. એટલે મેં મારું graduation અને masters અહીથી દૂર જઈને કરવાનુ નક્કી કર્યું અને શહેર મારી પસંદનું હશે તે શરત રાખી. પેહલા તેમણે બહુ આનાકાની કરી પણ છેવટે તેઓ મારી જીદ સમજીને માની ગયા. જાણી જોઈને મેં એવું શહેર પસંદ કર્યું જ્યાં security સિસ્ટમ હજી installation ફેઝમાં હતી.


મોમ અને ડેડની બનાવેલ હાઈ ક્લાસ security ને પણ ઉલ્લુ બનાવી તે મારી જ કોલેજમાં ભણવા આવતી. મારી સાથે પ્રથમ મુલાકાતમાં જ તેનાં ગુસ્સાથી ભરપુર તેવર મને તેની તરફ ખેચી ગયા. હવે જે છોકરી વૈભવના સંપર્કમા આવે તે ક્યાં બચી શકે ? બે દિવસની અંદર જ એની સચ્ચાઈ મેં શોધી કાઢી અને તેની સામે લાવીને મૂકી દીધી. મારા આ કારનામાથી એ ડરી ગઈ અને મને request કરવા લાગી કે તે માત્ર સ્ટડી કરવાં માટે જ આ બધું કરી રહી છે. In fact તેમની સાઇડ પણ કોઈને જાણ નથી કે તે અહીંયા આવે છે.


મે તેને એક ટ્રેક યંત્ર પેહરાવ્યું અને રોજ મને મળવાનું કીધુ સાથે સાથે મારી સાચી ઓળખ પણ આપી દીધી. અમે 5 વર્ષ સુધી સંપર્કમા રહયા. મે તેને મારી feelings પણ કહી દીધી હતી. પણ એને આ સંબંધ આગળ વધારવાની ના પાડી દીધી. મેં એને કહ્યું હતું કે વૈભવ તેની ચાહતની આખી જિંદગી રાહ જોશે. તેણે કોઈ જવાબ નહોતો આપ્યો, પણ વૈભવને વિશ્વાસ હતો કે તેની ચાહત "ધારા" તેને શોધી જ લેશે. આજે ખુદ તેની સામે આવીને જતી રહી પણ પોતે જ એને ઓળખી ના શક્યો.


હવે વૈભવને એક આશા મળી હતી કે તે તેની ધારાને પાછી મેળવી શકશે. આમ કરવા માટે ધારાએ નિશાન છોડી જ દીધું હતું. શહેરના ઉત્તર છેડે આવેલું ગોદામ. વૈભવને ત્યાંથી જ પોતાનાં સફરની શરૂઆત કરવાની હતી. શિવિકા બધું સમજી ગઈ હતી અને તેણે વૈભવની સાથે આવવાં માટેની તૈયારી પણ કરી લીધી હતી. શિવિકાએ વૈભવને હાથ પર બાંધવા માટે ઘડિયાળ જેવું એક devise આપ્યું હતું. આ devise વૈભવના ઘરે મોજૂદ શિવિકાના મેઈન સર્વર અને devise સાથે કનેક્ટેડ હતું. આથી વૈભવ જ્યાં પણ હોય, જરૂર પડ્યે શિવિકા આ devise ની મદદથી ત્યાં પહોંચવા માટે સક્ષમ હતી.


વૈભવ પોતાની રીતે બધી તૈયારી કરી રહ્યો હતો તેની ધારાને મળવા માટે. બીજી તરફ એક ખેલ રમાઈ ગયો હતો જેની જાણ વૈભવ કે શિવિકા બે માંથી કોઈને નહોતી. Dr. Richard અને Dr. Damini જ્યારે વૈભવને મળવા આવ્યા ત્યારે એક ષડયંત્ર રચ્યું હતું. Damini વૈભવને લાગણીઓના ઢોંગ કરી મનાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે Richard એ એક માઇક્રો ચીપ સોફાની સાઈડમાં ચોંટાડી દીધી હતી. જેથી અહી જે કાંઈ પણ વાતચીત થાય તેઓ તેને સાંભળી શકે. અત્યારે પણ શિવિકા અને વૈભવ વચ્ચે જે પણ વાર્તાલાપ થયો તેની જાણકારી Richard અને Damini ને મળી ગઈ હતી.


તેમણે પણ વૈભવને ગોદામ સુધી પહોંચતા અટકાવવા પોતાની તમામ તૈયારીઓ શરૂ કરી દીધી હતી. વૈભવ કોઈપણ હાલતમાં "primitives" સાથે સંપર્ક બનાવે તે તેમને મંજૂર નહોતું. જરુર પડ્યે તેઓ વૈભવને ગાયબ કરવાં માટે પણ તૈયાર હતાં. ખેલ શરૂ થઈ ગયો હતો. એક તરફ છે પ્રેમની ચાહત, બીજી તરફ છે સત્તાની લાલચ. કોણ જીતશે ? જવાબ સમય પાસે.