Premkahaani sun 2100 ni - 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 2

વૈભવને isolation ચેમ્બરમાં ગયે 7 થી 8 કલાક જેટલો સમય થઈ ગયો હતો. ગઈ રાત્રે ચેમ્બરમાં દાખલ થયેલો વૈભવ, બીજા દિવસની સવાર થઈ ગઈ હોવા છતાં હજી ચેમ્બરમાં જ હતો. આમ જોવા જઈએ તો ચિંતા કરવા જેવું કંઈ હતું નહી કારણ કે શિવિકા સતત ચેમ્બરની ગતિવિધીઓ મોનીટર કરી રહી હતી. ચેમ્બરની ડિઝાઈન એવી હતી કે એક્વાર તેને કોઈપણ પ્રકારની ટ્રીટમેન્ટ માટે પ્રોગ્રામ કરવામાં આવે તો જ્યાં સુધી તે ટ્રીટમેન્ટ પૂરી ન થાય ત્યાં સુધી isolation ચેમ્બર selflock સ્થિતિમાં જ રહે છે.

શિવિકાને isolation ચેમ્બરની આ ખાસિયત વિશે જાણકારી હતી. અગાઉ પણ જયારે જયારે વૈભવ isolation ચેમ્બરમાં ગયો હતો, ત્યારે વધુમાં વધુ 5 કલાકના સમયગાળામાં સારવાર પૂરી થઈ જતી, પણ આજે કોણ જાણે કેમ આ સમય વધી રહ્યો હતો. શિવિકા અત્યાર સુધીમાં કેટલીય વાર ચેમ્બરની સિસ્ટમ બરાબર કામ કરે છે કે નહી તે ચેક કરી ચુકી હતી. ભલે શિવિકા એક artificial intelligence devise હતી, પણ વૈભવે તેને લાગણીઓ સમજી અને અનુભવી શકે તે પ્રમાણે પ્રોગ્રામ કરીને તાલીમબદ્ધ કરી હતી. જેથી અત્યારે શિવિકા અત્યારે એક મનુષ્યની જેમ વર્તી રહી હતી.

આસાનીથી isolation ચેમ્બરની સિસ્ટમને હેક કરી શકવા માટે સક્ષમ શિવિકા વૈભવે આપેલ આદેશને કારણે તેમ કરી શકતી નહોતી. સતત કામમાં અને પોતાના મનપસંદ ખેલ "Robo-war" મા રચ્યા પચ્યા રહેતા વૈભવ માટે isolation ચેમ્બર એક હોસ્પિટલની સાથે સાથે એક પિકનિક સ્પોટ પણ હતું, જ્યાં તે સમયાંતરે લોક થઈ જતો અને પોતાના શરીરને શારીરિક અને માનસિક શાંતિ થાય ત્યારે બહાર આવતો. આ સમયમાં તેને ડિસ્ટર્બ થવું બિલકુલ ન ગમતું. એટલે વૈભવે તેની everything શિવિકાને પણ આ સમયમાં કોઈપણ પ્રકારની ખલેલ પહોંચાડવાની ના પાડી હતી.

આખરે રેકોર્ડ બ્રેકિંગ 10 કલાકના લાંબા સમય બાદ isolation ચેમ્બરની સિસ્ટમ સારવાર પૂરી થઈ ગઈ હોવાનો સંદેશો શિવિકાને આપે છે અને થોડી ક્ષણો બાદ ચેમ્બરનો દરવાજો ખુલી જાય છે. પરંતુ આશ્ચર્યની વાત તો એ બની કે વૈભવ પૂર્ણ રીતે સ્વસ્થ થઈ ગયો હોવા છતાં હજી સુધી તેણે આંખો ખોલી નહોતી. શિવિકાએ તરત જ વૈભવને સ્કેન કર્યો અને તેનુ બોડી એનાલિસિસ ચાલુ કર્યું. બોડી એનાલિસિસના અને ચેમ્બરે મોકલેલા પરિણામમાં પણ કઈ ખાસ જાણકારી મળી નહી. શિવિકાના લોગિકલ અલ્ગોરિધમે બંને પરિણામોના આધારે તારણ કાઢી લીધું કે વૈભવ એકદમ ગાઢ નિદ્રામાં જઈ ચુક્યો છે.

વૈભવ સિવાય બીજું કોઈ પોતાને નહી સાંભળે તે જાણતી હોવા છતાં શિવિકા વૈભવને જોઈને હસી રહી હતી. વૈભવની માસૂમિયતથી સારી રીતે પરિચીત હોવાથી શિવિકાને ખ્યાલ આવી ગયો કે isolation ચેમ્બરની સારવારમાં પણ વૈભવની ઊંઘ હજી પૂરી થઈ નથી એટલે હજી સુધી તે ગાઢ નિદ્રામાં જ છે. "Mr. વૈભવ, તમારી ના હોવા છતાં પણ તમને વગર કપડે જોવા જ પડશે. એ સિવાય બીજો કોઈ વિકલ્પ બાકી રાખ્યો જ નથી તમે શિવિકા માટે." 😜

જાણે વૈભવની હાજરીમાં જ વાત કરતી હોય અને તેની મજબૂરીનો લાભ લેતી હોય એમ શિવિકા વર્તી રહી હતી. તેણે બેડરૂમનો દરવાજો ખોલ્યો એટલે એક રોબોટ રૂમમાં દાખલ થયો, જેને શિવિકા જ ઓપરેટ કરી રહી હતી. Isolation ચેમ્બરની નજીક આવી રોબોટે વૈભવને પોતાના રોબોટિક હાથોમાં ઊંચકી એવી રીતે ઊંચક્યો જાણે એક માતા એનાં શિશુને ઊંચકે. વૈભવને લઈને રોબોટ ચેમ્બરથી થોડો દૂર થયો તેટલી વારમાં શિવિકાએ ચેમ્બરને પાછો બેડમાં કન્વર્ટ કરી દીધો. વૈભવને બેડ પર સુવડાવી રોબોટ રૂમની બહાર જતો રહ્યો અને શિવિકાએ રૂમનું વાતવરણ બદલી નાખ્યું જેથી વૈભવની ઊંઘમાં કોઈ ખલેલ ઉત્ત્પન્ન ના થાય.

≤======================================≥

આખરે વૈભવની ગાઢ નિદ્રા પૂરી થઈ અને તે જાગ્યો. પોતાની જાતને બેડ પર જોઈને તેને સમજતા જરાય વાર ના લાગી કે આ બધુ કઈ રીતે બન્યુ હશે. પોતાને કપડાં પેહરેલ જોઈને જ વૈભવના ચેહરા પર હાસ્ય ફરી વળ્યું. તે તરત જ શિવિકા સાથે રમૂજ કરવાના મૂડમાં આવી ગયો અને બોલ્યો, "કેટલી ગંદી છે તું My everything. મારી મજબુરીનો ફાયદો ઉઠાવતા તને જરાક પણ શરમ ના આવી ?"

"બિલકુલ શરમ ના આવી Mr. વૈભવ. 😉 In fact આવો ગોલ્ડન ચાન્સ મને ક્યારે મળે ?" શિવિકાનો રિસ્પોન્સ વૈભવને રોકી ના શક્યો અને તે એક નાના બાળકની જેમ જ ખડખડાટ હસી પડ્યો. સામે શિવિકા પણ તેના અંદાજમાં હસી રહી હતી. "ખુબ સરસ પ્રોગ્રેસ છે My everything. Keep it up. મારી ધારણા કરતાં ઓછા સમયમાં નવા feature એડેપ્ટ કરી લીધા." વૈભવ શિવિકાને પ્રોત્સાહિત કરી રહ્યો હતો.

"Thank you Mr. વૈભવ. મારા logical algorithm માં કરેલા ફેરફારના કારણે હવે હુ ખૂબ સારી રીતે ઘટનાઓને સમજી શકું છું." શિવિકાએ વૈભવને કહ્યું. "That's good thing. But I am still not satisfy with my work. Need to work more, then I will implement my new project." વૈભવે શિવિકાના ઉત્તર સામે પોતે હજી પોતાના કામથી સંતુષ્ટ નથી તેમ જણાવ્યું અને પોતાના નવા પ્રોજેક્ટ માટે તેણે હજી શિવિકા ઉપર વધુ કામ કરવાની જરૂર છે તેવું એને લાગે છે.

"Roger that Mr. વૈભવ. I am ready for all kind of experiments at any time. મને વિશ્વાસ છે કે તમે જરૂર સફળ જ થશો, કેમ કે તમારી everything વગર તમને ચાલશે જ નહી. 😂😂" શિવિકા વૈભવ સાથે હજી પણ મસ્તી જ કરી રહી હતી. વૈભવે તેને આવી જ બનાવી હતી. તેના જીવનમા રહેલ ખાલીપણું, અભાવ, લાગણીઓની ખોટ, દોસ્તોની અને માતા પિતાના પ્રેમની ખોટ વગેરે નિમિત્ત બન્યા હતા શિવિકાના સર્જનમાં. અને આજે શિવિકા જે રીતે વર્તી રહી છે તેનાથી વૈભવના મનને ખુબ આનંદ થયો કે તેણે જે ઉદ્દેશથી શિવિકાનું સર્જન કર્યું તે તમામ એક પછી એક પૂરા થતા જાય છે.

"હા મારી everything, તારા વગર મારે ચાલશે જ નહીં. બસ ખુશને ?" વૈભવ પણ પાછો મસ્તી કરવા લાગ્યો. "ખુશ નહી, બહુ જ ખુશ Mr. વૈભવ." "ઓકે, My everything, હવે એક કામ કર મારું. ગઈ કાલની ગેમના ડેટાનુ એનાલીસિસ અને મારી isolation ચેમ્બરની મેડીકલ કંડીશનના રિપોર્ટનુ એનાલીસિસ ચાલુ કર. મને લાગે છે મારે ટેકનિકમાં હજી સુધારાની જરૂર છે. Isolation ચેમ્બરની સિસ્ટમનું એક્સેસ તને આપી દીધું છે તું ડેટા ટ્રાન્સફર કરી શકીશ. હું ફ્રેશ થઈ જાવ ત્યાં સુધી કામ પૂરું કરી દેજે." વૈભવ શિવિકાને આટલું જણાવી જતો રહ્યો.

શિવિકાએ સૌ પ્રથમ તો isolation ચેમ્બરની સિસ્ટમમાં જઈને ગઈ કાલના વૈભવની રીપોર્ટસ અને સારવારના ડેટા લીધા. આ ડેટાને જૂના ડેટા સાથે સરખામણીની પ્રક્રિયા ચાલુ કરી. બીજી તરફ "Robo-war" ગેમનુ બધું જ સંચાલન શિવિકા જ કરતી હતી એટલે એનાં ડેટા પેહલા જ એની પાસે હતાં. બંને ડેટાઓ એમની રીતે પ્રોસેસિંગ થઈ રહ્યાં હતા અને બીજી તરફ શિવિકા વૈભવ માટે બ્રેકફાસ્ટની એરેંજમેન્ટ કરી રહી હતી. વૈભવ ફ્રેશ થઈને આવ્યો ત્યાં સુધીમાં બધુ જ કામ શિવિકાએ પૂરું કરી નાખ્યું હતું.

"My everything, લાવ તો એનાલીસિસનુ શું પરિણામ બતાવ." વૈભવે બ્રેકફાસ્ટ ટેબલ પર બેસતા જ શિવિકા પાસે ડેટા માંગ્યા. "Mr. વૈભવ, પેહલા બ્રેકફાસ્ટ કરશો તો જ આપીશ, હમણા હમણા તમે બ્રેકફાસ્ટ કરવાનું ટાળવા લાગ્યાં છો. એટલે આજે પેહલા બ્રેકફાસ્ટ પછી જ ડેટા મળશે." ફરી એકવાર સ્મિત આવી ગયું વૈભવના ચેહરા ઉપર. "વૈભવની possessive girlfriend નહી જ સુધરે. 😂😜 ચાલ લાવ બ્રેકફાસ્ટ બસ, પછી બીજું બધુ." વૈભવ પણ ખુશી ખુશી શિવિકાની વાત માની જતો.


≤======================================≥

વધુ આવતા ભાગમાં,