Premkahaani sun 2100 ni - 5 books and stories free download online pdf in Gujarati

પ્રેમકહાની સને 2100 ની :- ચાહતથી જુનુન સુધી - 5

"What are you saying શિવિકા ? કેમ અહીંયા આવી રહયા છે ?" એક તરફ વૈભવ એ વિચારોમાં હતો કે પેલા વ્યક્તિને કેવી રીતે શોધવો, એમાં આ નવી મુસીબત આવીને ઊભી રહી હતી જેને શિવિકાએ trouble કહીને વર્ણવી હતી. વૈભવ આ trouble ને લીધે વધારે ચિંતાગ્રસ્ત બન્યો હતો. પછી તેણે પોતાની જાતને સંભાળી લીધી અને તૈયાર થઈ ગયો તેમનો સામનો કરવા માટે. "શિવિકા, એમને ઘરમાં આવવા માટેનો access આપી દે. જે થાય તે, જોયુ જશે પછીથી."


"Access granted to trouble....." શિવિકાએ વૈભવના ઓર્ડરનો અમલ કર્યો એટલે તેની સિસ્ટમમાંથી અવાજ આવ્યો. વૈભવે પોતને પૂરી રીતે તૈયાર કરી લીધો. 10 મિનિટ બાદ એક સ્ત્રી અને પુરૂષ વૈભવના ઘરમાં દાખલ થયા. શિવિકા તેમને મેઈન ગેટથી વૈભવ જ્યાં હતો ત્યાં સુધી દોરી લાવી. "Mr. વૈભવ, They are here. Now I am leaving for sometime. Please call me if you need anything. Have a good time Mr. વૈભવ." કહીને શિવિકા offline મોડમાં જતી રહી.


હવે માત્ર વૈભવ અને પેલા બે વ્યક્તિઓ જ ત્યાં હાજર હતા. વૈભવે તેમને આવકાર્યા. "Welcome, please make yourself comfortable." "Thank you son." કહીને આવનાર પુરૂષ સોફા પર બેઠા, જ્યારે સ્ત્રી વૈભવ તરફ આગળ વધી. વૈભવની નજીક આવીને પોતાના બંને હાથ આલિંગન આપવા માટે ખોલ્યા. "ઘણા લાંબા સમય બાદ મળીયે છીએ આપણે દિકરા, મોમને ગળે નહી મળે ?" વૈભવ તેની મોમ Dr. Damini ને હગ કરે છે, તેટલામાં સોફા પર બેસેલ વૈભવના પિતા Dr. Richard બંનેની નજીક આવીને ઊભા રહ્યા. તેમણે વૈભવના ખભે પોતાનો હાથ રાખ્યો. વૈભવે તેમને આંખોથી જ ઠીક હોવાનો સધિયારો આપ્યો.


ત્યારબાદ ત્રણેય જણા બેઠા અને તેમની વચ્ચે વાતોનો દોર શરૂ થયો. "So તમારા અહી આવવાનું કારણ જાણી શકું ?" વૈભવ વાતને ગોળ ગોળ ફેરવવાને બદલે સીધો જ મુખ્ય મુદ્દા ઉપર આવી ગયો. "અમારા એકના એક દિકરાને મળવા માટે કોઈ કારણની જરૂર હોય એમ મને તો નથી લાગતું." Richard એ જવાબ આપ્યો. "Oh come on. આખી દુનિયા જાણે છે કે જ્યાં ફાયદો અને ખતરો ના હોય ત્યા Dr. Richard અને Dr. Damini પગ પણ નથી મુકતા. So please no formality needed." વૈભવ ખુબ સારી રીતે જાણતો હતો તેનાં માતાપિતાને, એટલે એણે સીધી જ દુખતી નસ પકડવાનો નિર્ધાર કરી લીધો.


"વૈભવ, અમે કોશિશ કરવા માંગીએ છીએ કે આપડી વચ્ચે બધુ ઠીક થઈ જાય, તો તુ આવો વ્યવહાર કેમ કરે છે ?" Dr. Damini એ સમજાવવાની કોશિશ કરી. "જો તમે બંને ફેમિલી મેટર વિશે વાત કરવા આવ્યા છો તો I am really sorry. મારી પાસે તૂટેલી વસ્તુઓ જોડવાનો બિલકુલ સમય નથી. હું already એક પ્રોબ્લેમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું." વૈભવ એક દમ અતડો થઈને જ તેમની સાથે વાતો કરતો હતો. તેને ખબર જ હતી કે આવી રીતે જ સાચી મેટર શું છે તે જાણવા મળશે. બીજી તરફ Richard અને Damini એકબીજાની સામે જોઈ રહ્યા હતા. Richard એ ઈશારો કરીને Damini ને મુખ્ય મુદ્દા પર આવવા માટે કહ્યું.


"Alright son. જેવી તારી ઈચ્છા. તું સારી રીતે જાણે છે કે મેં અને તારા પિતાએ આખી માનવ જાતિને સુરક્ષિત રાખવાની જવાબદારી લીધી છે. આ ભવિષ્યની દુનિયા જે તું જોઈ રહ્યો છે તે મારી અને તારા પિતાની અથાક મહેનતનું ફળ છે. આને સાચવવાની જવાબદારી પણ અમારી માથે જ છે. જેને નિભાવવા માટે અમે ઘણાં પરિવર્તનો લાગુ કર્યા છે. એમાંના જ એકમાં કોઈએ unothorized access કર્યો છે. જેને અમારી security system પકડી શકી નથી. અમારે એટલે જ અહી આવવું પડ્યું." Damini એ આડકતરી રીતે શિવિકા તરફ ઈશારો કરતા વૈભવને વાત કરી.


"Alright, 1st of all that wasn't unothorized, કેમ કે મે જ પરમિશન આપી હતી My everything ને એમ કરવા માટે. After all તમે જ મને human database ને access કરવાની છૂટ આપી હતી. એટલે મે મારા પ્રોબ્લેમને સોલ્વ કરવા તેનો ઉપયોગ કર્યો છે." વૈભવે બેધડક જવાબ આપી દિધો કે તેમના database માં access વૈભવની મરજીથી જ કરવામાં આવ્યો છે. "તમારાં સિક્યોરિટીને લઈને જે questions છે તેના જવાબો પણ આપીશ. Dear શિવિકા ?" વૈભવના બોલાવતા જ શિવિકાની સિસ્ટમ online આવી ગઈ.


"Mr. વૈભવની everything શિવિકા હવે online છે. Waiting for your commands Mr. વૈભવ." શિવિકાએ online આવતા જ પ્રીપ્રોગ્રામ કરેલ વોઇસમાં વૈભવ સાથે વાત કરી. "શિવિકા, હ્યુમન ડેટાબેઝમાં તને access આપ્યો ત્યારથી લઈને ડેટાબેઝમાંથી logout કર્યું ત્યાં સુધીની each and every activity નો રીપોર્ટ Dr. Richard અને Dr. Damini ના પર્સનલ આઈડી પર મોકલી આપજે." "ઓકે Mr. વૈભવ. રીપોર્ટ send કરી દિધો છે." શિવિકાએ પોતાની સ્પીડનો પરિચય આપી દિધો. Dr. Richard અને Dr. Damini શોકમાં હતાં. પોતે આ દુનિયાના બેસ્ટ scientists હોવા છતાં તેમની પાસે આવી intelligent system નહોતી.


"હવે અમે નીકળીએ, એક urgent મીટીંગ છે ન્યૂ ટાઉન પ્લાનિંગ માટે." Richard એ હવે નીકળવું હતું વૈભવના ઘરેથી એટલે તેણે મીટીંગનું બહાનું બનાવ્યું. Damini ને ના ચાહવા છતાં તેની સાથે જવું પડ્યું. તેમના ગયા બાદ વૈભવ હતાશાથી પોતાનું મો હાથોમાં છૂપાવીને બેસી ગયો. શિવિકાએ આખી વાત ન્હોતી સાંભળી એટલે તેનું કોઈ logic કામ લાગ્યું નહીં અને વૈભવે પોતાનો ફેસ છુપાવેલો હતો એટલે તેનાં હાવભાવ સમજવા શક્ય નહોતા. વૈભવ સાથે કઈ રીતે interact કરવું તે શિવિકા નહોતી સમજી શકતી. એવામાં પ્રોજેકટ "universe" નું સેટઅપ તૈયાર થઈ ગયું છે એનો notification સંભળાયું.


"શિવિકા, Activate project universe right now. મને થોડીવાર એકલો રેવા દે આમ જ." વૈભવ જેમ બેઠો હતો તે જ સ્થિતિમાં તેણે શિવિકાને universe ને ચાલુ કરવાનું કહી દીધું. શિવિકા ઓર્ડર મુજબ આગળ વધી અને universe project ને ચાલુ કરી દીધું. અડધી કલાક બાદ એક હોલોગ્રાફિક સ્ક્રીન જેવી જ એક યુવતીની આકૃતિ જે સામાન્ય માણસ જેવી જ લાગતી હતી તે વૈભવની સામે આવીને ઊભી રહી ગઈ. તેણે વૈભવના ખભે હાથ મૂક્યો એટલે વૈભવે તેને નિહાળી. વૈભવની આંખોમાં આંશુ હતાં છતાં આ યુવતીને જોઈને તેના ચેહરે સ્મિત આવ્યું.


વૈભવ કઈ બોલે તે પેહલા જ આ યુવતી બોલી ઉઠી, "કેવી લાગે છે વૈભવની girlfriend એના નવા અવતારમાં ? ☺️☺️☺️" હા, આ યુવતી બીજું કોઈ નહીં પણ શિવિકા જ હતી. પ્રોજેક્ટ universe માં વૈભવે હોલોગ્રાફિક સ્ક્રીનને ફિઝિકલ ટચ આપી શકાય અને સ્ક્રીન તેનાં સેન્સરથી ઇનપુટ લઈ શકે તેવો અતિઆધુનિક અને એડવાન્સ પ્રોગ્રામ બનાવ્યો હતો, જેથી Artificial Intelligence ને યોગ્ય ફિઝિકલ ફોર્મમાં ઢાળી શકાય. શિવિકાની આખી સિસ્ટમને એક સ્વરૂપ મળી ગયું હતું. હવે શિવિકા એક મનુષ્યની જેમ વૈભવ સાથે રહી શકે તેમ હતી. પોતાનું સ્વરૂપ શિવિકાએ જાતે જ પસંદ કર્યું હતું અને આ સ્વરૂપ વૈભવને ખરેખર પસંદ આવ્યું હતું.


વૈભવે તેને પોતાની પાસે બેસાડી. પોતાની રચનાને નજરો સમક્ષ જોઈ વૈભવ આજે ખુબ જ ખુશ હતો. બીજી તરફ શિવિકાને આજે પ્રથમ વખત વૈભવને સ્પર્શ કરવાનો અનુભવ મળ્યો હતો. આ નવા અવતારમાં તેને ઢળતા સમય લાગવાનો હતો, છતાં શિવિકા ખુશ હતી. "શિવિકા, આજે બહુ જ ખુશ છું હું. આજે તારે જેટલા પણ સવાલો પૂછવા હોય પૂછી શકે છે. કોઈ લિમિટ નહી સેટ કરું" વૈભવની ખુશી દેખાઈ રહી હતી તેની વાતોમાં. જ્યારે શિવિકા એક એડવાન્સ લેવલ પર આવી ગઈ હતી. પેહલા તો માત્ર વાતોને સાંભળી અને હાવભાવ જોઈને જ પોતાના નિર્ણયો લેતી શિવિકા હવે અનુભવવા લાગી હતી.


"Mr. વૈભવ. મારે તમને જાણવા છે. 22 મી સદીમાં બધા મનુષ્યોથી કેમ તમે અલગ છો ? Dr. Richard અને Dr. Damini ના son વૈભવ કેમ એમનાથી અલગ પ્રકૃતિના છે ? અને બીજા બહુ બધા આવા સવાલોના જવાબો જાણવા છે." શિવિકા એ પોતાના સવાલોનો પટારો ખોલી નાખ્યો. વૈભવે તેની તરફ જોયુ અને બોલ્યો, "હું આજ દિવસની રાહ જોઈ રહ્યો હતો. આજે સમય આવી ગયો છે તને ભૂતકાળની સફરે લઈ જવાનો. તો સાંભળ આ 22 મી સદીની દાસ્તાં." આખરે શિવિકાને બધું જણાવવાનો નિર્ણય વૈભવે લઈ લીધો.

≤======================================≥


સને 2050. જ્યાં પાયા નખાયા હતા 22 મી સદીના. કુદરતી સંપત્તિઓનો આડેધડ ઉપયોગ, વિશ્વને એવી આપત્તિ તરફ લઈ જઈ રહ્યો હતો જેની કલ્પના ક્યારેય આ માનવ જાતિએ કરી જ નહોતી. આમ તો શિવિકા તારા ડેટાબેઝમાં વિશ્વ ઈતિહાસની બધી જ માહિતી ઉપલબ્ધ છે કે કઈ રીતે તેમનો નાશ થયો એટલે આપડે એનાં ઉપર કોઈ ચર્ચા નથી કરવી. આપડે 22 મી સદીની શરૂઆત કઈ રીતે થઈ એની જ ચર્ચા કરીશું.


પોતાની જ મૂર્ખાઈથી મનુષ્ય મોતના મુખમાં આવીને ઊભો રહ્યો હતો એવાં સમયે મનુષ્ય જાતિને બચાવવા માટે એક જ ઉપાય હતો. Artificial Intelligence. અને તે સમયે આ ફિલ્ડમાં મોટા નામ હતાં, Dr. Richard અને Dr Damini. હા, મારા મોમ અને ડેડ. ભવિષ્યના શહેરોને artificial intelligence થી સજ્જ કરીને આખી સિટીને ઓપરેટ કરી શકાય તેવી સિસ્ટમ તૈયાર કરવાં માટે Dr. Richard અને Dr. Damini એક સાથે આવ્યા.


બંને પોતપોતાના ક્ષેત્રમાં એક્સપર્ટ હતાં. બંનેમાં કોમન વસ્તુ હતી artificial intelligence ને બનાવવા માટેનું નૉલેજ. બંનેએ ભેગા મળીને કામ ચાલુ કર્યું અને બાદમાં તેમણે લગ્ન કરી લીધા અને હું જન્મ્યો. મારા જન્મ બાદ પણ તેમણે ભવિષ્ય નિર્માણને વધારે મહત્વ આપ્યું. હું નાનપણથી જ એકલો રહ્યો છું અને મોટો થયો છું. મારા પરેન્ટ્સ દુનિયા માટે તો મહાન બની ગયા, પણ મને જે મળવુ જોઈએ એ તો આપ્યું જ નહીં.


દુનિયાની ઘણી આબાદીને નવી ટેકનોલોજીથી બનાવેલ શહેરોમાં મોકલીને મનુષ્યોનો અંત તો અટકાવી દીધો. પણ એની આડઅસરો પણ ખુબ જ થઈ. નવા શહેરોના કાયદાઓ મુજબ વસવાટ કરતા કરતા મનુષ્ય પોતાની શારીરિક ક્ષમતા ધીરે ધીરે ગુમાવતો ગયો. દરેક પ્રકારના કામો માટે રોબોટ ઉપલબ્ધ હતાં. વ્યવસ્થાઓ Artificial Intelligence સાચવતી હતી. કહેવાતી આધુનિક દુનિયાએ મનુષ્યો પાસેથી બધું જ છીનવી લીધું. તેઓ માત્ર મગજથી જ આઝાદ રહયા, બાકી બધા કામો માટે રોબોટ અને સિસ્ટમની પરમિશન લેવી પડતી.


2100 આવતા આવતા તો દુનિયાની આખી સિસ્ટમ મોમ ડેડના હાથમાં આવી ગઈ. કોઈપણ શહેરની વ્યવસ્થાનુ સંચાલન આ બંને જ કરે છે. તેમણે નવી જનરેશન માટે દુનિયાના ઇતિહાસને જ છૂપાવી દીધો. અત્યારના લોકો પોતાનાં ભૂતકાળ વિશે જેટલું જાણે છે તે પૂર્ણ સત્ય છે જ નહીં. આટલા પાવરફુલ વ્યક્તિ સામે કોઈ વિરોધ ન કરી શકે એટલે તેમણે જ બધું પોતાના કંટ્રોલમાં રાખ્યું છે. પણ મને એ છુપાવેલા સત્ય વિશે ખબર પડી ગઈ છે. ગઈ કાલની ગેમમાં જે કંઈ બન્યુ હતું, તેનાં મૂળ મને મનુષ્યના ભૂતકાળના સમય સુધી લઈ ગયા છે.


શિવિકા:- "કઈ રીતે Mr. વૈભવ ?" "My everything, બધું સમજાવું છું, પણ એ પેહલા એક કામ કરી આપ મને. હું તને મોમ અને ડેડની કંપનીના એ સર્વરમાં access આપું છું જ્યાંથી કોઈપણ વ્યક્તિને લાઈવ ટ્રેક કરી શકાય છે અને દુનિયાના કોઈપણ શહેરના લાસ્ટ એક યરના CCTV footage જોઈ શકાય છે. તું પેલા વ્યક્તિને ટ્રેક કર જેની સાથે ફાઇટ થઈ હતી. તારું કામ complete થશે ત્યાં સુધી હું તને બઘું સમજાવી દઈશ." વૈભવે શિવિકાને ફરી એકવાર અગત્યના કામે લગાડી દીધી.


હવે તો શિવિકા વૈભવની સામે જ બેઠી હતી એટલે તેણે પોતાના હાથથી જ અમુક gesture બનાવ્યા એટલે તેની સિસ્ટમ તરત એક્ટિવ થઈ ગઈ અને ડેટા શોધવાનું અને ટ્રેકિંગનુ કામ ચાલુ થઈ ગયું. "Work in progress dear .... ☺️☺️☺️" વોઇસ આવ્યો અને શિવિકા વૈભવ તરફ઼ જોઈને આગળ શું થયું તે જનાવવા માટે કહે છે.

≤======================================≥

વધું આવતા ભાગમાં,