SAPSIDI - 11 books and stories free download online pdf in Gujarati

સાપસીડી ... - 11

બહુ મહેનત કોઈ કામ માટે કરી હોય તો પરિણામ પણ અlપણી ફેવરમાં જ આવે તેમ સો કોઈ ઈચ્છે છે.

અને માને પણ છે. જો કે તે એટલું સહજ નથી.

દર વખતે ચુંટણીઓ આવે ત્યારે ટીકીટ માટે પડાપડી બધી જ પાર્ટીઓ માં થાય છે.

અને જયારે લીસ્ટ બહlર પડે ,ઉમેદવારો જાહેર થાય એટલે અસંતોષનો ઉભરો

પણ એટલાજ જોરથી બહlર પડે છે.

બીજી પાર્ટીઓમાં પણ થોડા ઘણા અંશે ઉભરો અસંતોષ નો આવે જ છે.

રાજકારણનું આકર્ષણ એવુ જ છે.

કમસે કમ આ દેશમl તો એમ જ છે ...

મોટા નેતાઓ અને ઉમર લાયક થઈ ગયેલા નેતાઓ પોતાના સગા અને વારસદારોને ટિકિટ આપવા ઈચ્છે છે.


રાજકારણમાં હજુ પ્રોફેશનલિઝમ

ડેવલપ નથી થયો . અlપણે ત્યાં લોકશાહીના નામે એમજ ચાલે છે વર્ષોથી

બીજા દેશોની વાત જવા દઈએ…


આ દેશમાં અlનુજ નામ રાજકારણ છે જ્યાં પરિવાર અને જાતિની મહત્તા છે.

પરિવાર ને જાતિ નું રાજકારણ જ દેશ પર રાજ કરે છે અને કરતું આવ્યું છે.


જેમ જેમ લીસ્ટ બહાર પડતા હતા અસંતોસ વધતો હતો . કાર્યકરોનો રોષ ને વાંધો સ્પષ્ટ પ્રકટ થતો હતો.

નેશનલ પાર્ટી હોય કે ઇન્ડિયા પાર્ટી કે સેક્યુલર પાર્ટી ટિકિટ ન મળતા કાર્યકરો રાજીનામાં આપતા કે અન્ય રીતે રોષ પ્રકટ કર્રતા.

પlટી બદલવાની પ્રવૃત્તિ કે એવી ભાંગફોડીયા પ્રવૃતિ પણ થવા લાગી .

તૃપ્તિનું નામ વડોદરાના લિસ્ટમાં જાહેર થયું હતું. રવિવાર સવારથી સાંજ સુધી લગભગ અડધાથી વધુ નlમો બહાર પાડી દેવાયા હતા.


આમ તો તૃપ્તિ સિલેકશન કમિટીમાં હતી પણ અલકાપુરી થી પાર્ટી એ તેને પેનલ સાથે જાહેર કરી જ દીધી હતી.

જેવું એક્સપેક્ટ કરવામાં આવ્યું હતું.

ગણતરી તો હતી જ કે તૃપ્તિને પાર્ટી જિલ્લા સ્તરથી આગળ મોકો આપવા માંગે છે.

અને રાજકારણમાં ભાગ્યે જ કોઈ આવા મોકા છોડે છે.


અલકlપુરીથી પેનલની જીત નક્કી જ સમજવામાં આવતી હતી.

તૃપ્તિને પાર્ટી તરફથી કોઈ જવાબદારી સોંપીને એટલે કે હોદો પણ મહત્વનો મળશે તે પણ માનવામાં આવતું હતું .


કાર્યકરો ,મિત્રો, પરિવારવાળાઓ વગેરે સો કોઈ ખુશ હતા .પ્લાનિંગ કરવાનું હતું ,સ્ટ્રેટેજી તૈયાર કરવાની હતી …..

પ્રતિકે પણ ફોન કરીને અભિનંદન આપ્યા ને કહ્યું તે આવશે અને કામ પણ કરશે .

ટુડે today ના રિપોર્ટર સુધાંશું નો ફોન પ્રતીક પર આવ્યો.પત્રકારો અને મીડિયાવાળા પ્રતિકના સંપર્કમાં હતા ..

એમl ઘણા સાથે એને મિત્રતા પણ હતી.

સુધાંશું એ પ્રતિક ને કહ્યું કદાચ આ પ્રકારના આ છેલ્લા ઇલેક્શન છે.

એથી એને ટિકિટ મળે તો સ્વીકારી લેવી રહી.

હવે પછી આ બધી સ્વરાજ સંસ્થાઓ જિલ્લા પંચાયત ,તાલુકા તેમજ નગરપાલિકાઓ, મ્યુનિસિપલ વગેરેમાં પાર્ટીઓ નહિ હોય વ્યક્તિગત ધોરણ પ્રમાણે ચૂંટણીઓ લડાશે.

આ પ્રકારનું બિલ ટુક સમયમાં આવશે ,દેશની પાર્લામેન્ટ માં …

હવેથી પાર્ટી ઓ માત્ર લોકસભા ને વિધાનસભા પૂરતી જ રહેશે.

વ્યક્તિગત લાયકાત ને ધોરણ ઉપર ગ્રામ પંચાયતની જેમજ આ બધા માં આખા દેશમાં ચૂંટણીઓ અને વ્યવસ્થા રહેશે.

આઝાદી પછી અનેક ફેરફારો આપણી વ્યવસ્થામાં વખતો વખતો થયl છે.

પાર્ટી બદલવા સામે થયેલા ફેરફારો હોય કે ચૂંટણી પંચની રચના અને તેને મળેલી સ્વાયતા જેવા અનેક ફેરફારો આ જ સેકુલર પાર્ટી દ્વારા થયા છે.

ભલેને બીજી દસ પાર્ટીઓ સાથે મળીને સિંઘ સરકાર દેશ પર રાજ ચલવતી હોય .

હવે માહિતી બીલ રજુ થઇ રહ્યું છે એની સાથે જ સ્વરાજનું બિલ પણ રજૂ થનાર છે.

એક્ટિવિસ્ટ મધુસુદનભાઈ એ જણાવ્યું કે આ બધી ગ્રાન્ટ પણ બંધ થનાર છે.

એની સામે સુપ્રિમ માં રીટ થઈ છે અને તપાસની માંગ થઈ છે.


રીપોર્ટર સુધાંશું પ્રતિકના મિત્ર અને શુભેચ્છક જેવો હતો .

મધુસુદનભાઈ જાહેર હિત માટે સરકાર સામે લડતા હતા .

કોર્ટમાં પણ એમના દ્વારl અનેક કેસો અવારનવાર થયા હતા .

દેશમાં પ્રજાના હિત માટે સરકારમાં જો ઘણા હતા તો બહાર પણ ઘણા હતા ....

આમl ngo વાળા થી માંડી ને એક્ટિવિસ્ટ ,પત્રકારો પણ હતા.

બુદ્ધિજીવીઓ કહેવાતા લોકોના પડદા પાછળના દોરી સંચાર પણ રહેતા.

આ લોકો વ્યવસ્થા પરિવર્તનથી માંડીને અનેક મોટા કોન્ટ્રેકટો સામે સરકારને ભીંસમાં લેતા અચકાતા નહી.

પછી તે મીડિયા નો સાથ લેતા કે અદાલતનો.

કે પછી લોકશાહી રિતરસમો પ્રમાણે મોરચા ધરણા વગેરે રસ્તા પણ લેતા.


આ બધું દુનિયા ના અન્ય દેશોમાં હોય કે ન હોય પણ લોકશાહી કહેવાતા આ દેશમાં લોકશાહીના નામે ચાલ્યા કરે છે.

એ હકીકત છે કે પહેલા જેમ પ્રજાના સેવકો ગરીબ નહોતા રહ્યા.

પણ અમીર બની ગયા હતા .કહો કે કરોડપતિ થઈ ગયl હતા.


એનું એક કારણ એ કહેવાતી વિકાસની ગ્રાન્ટ હતી જે દર વરસ પ્રજાના ચૂંટાયેલા સભ્યો ને મળતી હતી.

આમ તો આ શીરસ્તો સેક્યુલર પlર્ટી ના રાજમાં જ અમલ માં આવ્યો હતો .

જેમl દેશની બીજી પાર્ટીઓ દ્વારા સાથ આપવામાં આવ્યો હતો.

દેશમાં કોઈ એક પાર્ટીનું રાજ નહોતું .તો દિલ્હીમાં પણ કોઈ એક પક્ષને બહુમત નહોતી મળતી.

અનેક પાર્ટીઓના બે જૂથ બની ગયા હતા અને તેમનું રાજ હતું.

એટલે કે સેક્યુલર પાર્ટી અને ઇન્ડિયા પાર્ટીના બે મોટા જૂથ બીજી આઠ...દસ પાર્ટી ઓ સાથે મળીને ચૂંટણી લડતા હતા.

બધાને સાથે રાખવા ગ્રાન્ટ પ્રથl શરૂ થઇ હતી .

જે એક મજબૂરી માંથી જન્મી હતી .


એટલે વિકાસના નામે શરૂ થયેલી આ વ્યવસ્થામાં વિકાસ માત્ર ચૂંટાયેલા સભ્યો નો થતો હતો .

શહેર કે ગામ નો નહિ ...વિસ્તારનો નહિ.

લોકોના ફાયદા ની તો વાત જ ક્યાં આવી ...પરિણામ સાફ હતું,

ચૂંટણી વખતે ઉમેદવારોની મિલકતો કરોડો માં બોલતી હતી.

એક્ટિવિસ્ટો અને ngo વાળાએ સુપ્રિમકોર્ટ પાસે દર વર્ષે આ લોકોને મળતી વિકાસની કરોડોની ગ્રાન્ટના હિસાબની તપાસ માંગી હતી.

.દેશના જુદા જુદા રાજ્યોના ngo દ્વારા થયેલી રીટનું પરિણામ ગમે ત્યારે સામે આવે તેમ હતું.


આ કોરપોરેટરો તો માત્ર બાંકડા બનાવવામાં કરોડો ની ગ્રાન્ટ વાપરતા હતા.

દર વર્ષે 50 લાખ વિકlસની ગ્રાન્ટમાં મળતા હતા.

શો વિકાસ કર્યો તે કોઈ તપાસ થાય તો જ બહાર આવે એમ હતું.

બીજી તરફ કરોડ કરોડ વિધાન સભ્યોને અને પાંચ કરોડ સાંસદોને વિકાસ માટે ગ્રાન્ટ મળતી હતી.

વિકાસના નામે બાંકડા મુખ્ય હતા . 30 ટકા લેખે હિસાબ થતો હતો તેમ કહેવlતું …

.પણ મોટા ભાગે ફાઈલો જ ચાલતી રહેતી હતી.


કારણ સરકlરી ,વહીવટી અને રાજકીય બને મિલીભગતમાં પ્રજાના પેસાનો વહીવટ ચાલતો રહેતો હતો.

સેવકોની આવક તગડી થતી હતી .બાકી બધું સાફ હતું.

માત્ર કાગળ પર સાબિત કરવાનું હતું.

જે આ સુપ્રીમ કોર્ટમાં કરાયેલી સંખ્યાબન્ધ રીટો માંથી થવાનું હતું.

આ બધું આગામી મુખ્ય ચૂંટણીઓ પૂર્વે થઈ જાય તો તેની અસર લોકમાનસ પર પડ્યા વગર નજ રહે.

ભલેને એક્શન સિંહ સરકારે પોતેજ કેમ ન લીધું હોય …


પ્રતિક ને પણ લાગતું હતું કે દેશની રાજકીય સ્થિતિ જોતા જે પણ પાર્ટી તક આપે તે ઝડપી લેવી .

વધુ સમય ન બગાડવો. .


ચૂંટણીઓ પછી પ્રતિક ના મમીએ તેની બહેન માયા ને મયુરનl લગ્ન પણ બીજા મહિને પતાવી દેવાનું મુહરત જોવા માંડ્યું.

પ્રતિક ફ્રી હોય તે જરૂરી હતુ .એકાદ મહિનો તો રાખવો જ રહયો વચમાં ચૂંટણી પછી …


પ્રતિક ના લગ્ન માટે પૂછવાની જરૂર જ નહોતી. અત્યારે તો ચૂંટણી માથે હતી .

આ ચૂંટણી પણ એક લગ્નજ આ લોકો માટે તો હતી.