Mission Rakhwala - 3 books and stories free download online pdf in Gujarati

મિશન 'રખવાલા' - 3

હિમાંશુ અને તેના મિત્રો સરદારને મળે છે.સરદાર ચાહે છે કે હિમાંશુ અને તેનાં મિત્રો તેમની મદદ કરે. પરંતુ ત્યારે તેજસ એક સવાલ પૂછે છે.પરંતુ જવાબ મળે તે પહેલા જ હિમાંશુને એવું લાગે છે કે કોઈ તેને ઢંઢોળી રહ્યું છે.પછી તેને લાગે છે કે આ સપનું હતું કે બીજું કંઈ. હવે આગળ,...

મિશન 'રખવાલા'- ૩

"કેવું છે બધા મિત્રોને ? કાલે બરાબર ઊંઘ તો આવી ગઈ હતી ને ?"હિમાંશુએ બધાને ઉત્સાહપૂર્વક પૂછ્યું."અરે, તું કાલે રાતની વાત જવા દેને યાર" કમલેશે કહ્યું. "કેમ એવું તે શું થયું તારી સાથે ?"હિમાંશુએ પૂછ્યું "અલા એમ તો મને રાત્રે ખાસ સપના આવતાં નથી. તો પણ કાલે ધડમાથા વગરનું સપનું જોયું."."અરે, પણ તે એવું તે શું જોયું ?"હિમાંશુએ પૂછ્યું. "મેં સપનામાં અજીબોગરીબ એલિયન જેવા દેખાતા માણસોને જોયા. મને બરાબર યાદ નથી કે તેઓ શું કહેતાં હતાં તે. અરે, પણ મજાની વાત તો એ છે કે તમે બધા મિત્રો મારા સપનામાં હતાં."કમલેશે ખુશ થઈને કહ્યુંં.

"અરે, મારા સપનામાં પણ અજીબો ગરીબ જેવા માણસો આવેલા. " દિવ્ય એ કહ્યું. હિમાંશુ આ લોકોની વાત સાંભળી રહ્યો હતો. એટલે તેને વિચાર આવ્યો," કદાચ કાલે રાત્રે અમે જે જોયું તે કદાચ સાચું હોવું જોઈએ. પણ સાથે સાથે એ શંકા પણ છે કે જો તે સપનું ના હોય તો મારા મિત્રોએ જે પણ જોયું તે યાદ કેમ નથી ? અને આખી વાત મને જ કેમ યાદ છે ? આની પાછળ શું રહસ્ય છે તે કાંઈ સમજાતું નથી." હિમાંશુ વિચારોમાં એકદમ ખોવાયેલો હતો.
"હિમાંશુ, હિમાંશુ, શું વિચારે છે?"દિવ્ય એ હિમાશુંને બોલાવતાં પૂછ્યું . "ના, યાર કંઈ તો નથી વિચારતો !"હિમાંશુ એ કહ્યું.
* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

એમ કરતાં આખો દિવસ નિકળી જાય છે . હિમાંશુ પોતાના મનની વાત ફક્ત કમલેશને કહે છે. રાત્રે તેઓ બધા મિત્રો પાછા હિમાંશુના ઘરે ભેગા થાય છે . કાલ રાતની ઘટનાને સમજવા માટે. અડધી રાત સુધી બધા મસ્તી કરતાં જાગતાં હોય છે. થોડી વાર થઈ હશે ત્યાં તો દિવ્યએ હિમાંશુને ક્યાંક બતાવતા કહ્યું"હિમાંશુ, ત્યાં જો આકાશમાં કંઈક ઉડતું દેખાય છે. શું હોઇ શકે ? કંઈ ખબર પડતી નથી." "હા યાર, તારી વાત તો સાચી છે. મને પણ ખ્યાલ નથી આવતો કે એ શું છે " હિમાંશુ એ આશ્વર્ય પૂર્વક કહ્યું.
તે આકાશમાં દેખાતી વસ્તુ ધીમે ધીમે હિમાંશુ ના ઘર તરફ જ આવતી હતી.જયારે તે પદાર્થ નજીક આવ્યો ત્યારે ધ્યાનથી જોતા હિમાંશુને ખબર પડી ગઇ.કે આ કોઇ પદાર્થ કે વસ્તુ નથી. એ તો કોઈ ગોળો હતો. અને એ ગોળામાં કંઈક હતું જે દૂરથી ન દેખાતું હતું.પણ શું હતું તે કોઈને ખ્યાલ આવતો ન હતો.

જેમ જેમ એ ગોળો નજીક આવતો હતો તેમ તેમ હિમાંશુ સિવાય બીજા બધા ભરઊંઘમાં સરી પડ્યાં. અને જેવો ગોળો હિમાંશુ ની નજીક આવ્યો તેમાં જે દેખાતું હતું તે જોઈને હિમાંશુને ખૂબ જ આશ્ચર્ય થયું. તેને કંઈપણ સમજ નહીં પડતી હતી કે તેની સાથે શું થઈ રહ્યું છે? તે ગોળા માંથી લીલા રંગનો પ્રકાશ નીકળતો હતો.તેને સમજાતું ન હતું. કે તે શું આ બધું ખરેખર જોઈ રહ્યો છે કે કોઈ સપનું છે ?

* * * * * * * * * * * * * * * * * * * * * * * * * *

હવે, આગળ શું થશે ? હિમાંશુના મિત્રો શા માટે ભર ઊંઘમાં સરી પડ્યાં ?તેગોળોમાં એવું તે શું હતું કે હિમાંશુને આશ્ચર્ય થયું? જાણવા માટે વાંચતાં રહો 'મિશન 'રખવાલા ".