Transition - 8 in Gujarati Fiction Stories by Kirtipalsinh Gohil books and stories PDF | સંક્રમણ - 8

સંક્રમણ - 8

શહેરના એક રહેવાશી વિસ્તારમાં રોડ પરની એક પાળી પર બેસીને યુવકોનું એક ગ્રુપ બેઠું છે. બે યુવતી એમની પાસે ઊભી છે અને હસી મજાક કરી રહ્યા હોય એવું જણાય છે. એક બીજા સાથે કોઈક જગ્યાએ જવાની યોજના બનાવીને ત્યાંથી તે છોકરીઓ નીકળે છે. પેલા છોકરાઓ આપસમાં ગંદા ઈશારા કરીને મસ્તી કરી રહ્યા છે.

"ચલો આજે તો કામ થઈ ગયું ..(ગાળ દઈને).." ગ્રુપ નો એક છોકરો પેલી જતી છોકરીઓ તરફ ઈશારો કરતા બોલે છે.

"થાય જ ને. માને શું નહીં. ક્યારની નાટક કરતી હતી. હવે જઈને સામેથી આઇ બધી. હવે જો ..(ગાળ દઈને).. કેવી મજા આવે છે." બીજો એક છોકરો બોલ્યો. ત્યાંજ એક યુવતી મોબાઈલમાં ધ્યાન દેતા દેતા એ બાજુથી પસાર થાય છે. જેને જોઈને આ ગ્રુપ સિટી મારે છે અને ગંદી ગંદી ટિપ્પણીઓ કરે છે. જે સાંભળી પેલી છોકરીઆ તરફ ધ્યાન ન આપીને ફટાફટ ચાલીને આગળ નીકળી જાય છે. આ જોઈને આ ગ્રુપ વધારે જોરથી બૂમો પાડે છે અને હસવા લાગે છે.

"..(ગાળ દઈને).. ભાગી ગઈ. એ જો બીજી બી આવે જ છે. અરે આ તો પેલી આપણી પાછળની જ કોલોની વાળી છે. બહુ હોશિયાર છે સાંભળ્યું છે. આ હાથમાં આવે તો મજા પડી જાય." દૂરથી બીજી છોકરીને આવતા જોઈ એક છોકરો બોલે છે.

પેલી છોકરી પણ આ લોકોની બાજુથી પસાર થાય એટલે પાછા આ લોકો એની છેડતી કરે છે. પેલી છોકરી કંટાળીને ઊભી રહે છે.

"બહુ હવામાં ઉડશો નહિ. એક વાર એવા પડશો ને નીચે કે ઊભા કરવા પેલી તમારી બધી ચાલુ ચુડેલો બી નહિ આવે." તેણી ગુસ્સાથી બોલીને ત્યાંથી નીકળી જાય છે.

એને જોઈને પણ આ નફ્ફ્ટો હસવા લાગે છે. ત્યાંજ એમના જ ગ્રુપનો એક છોકરો દોડીને એમની નજદીક આવે છે. ગ્રૂપના ખાસ યુવક જણાતાની સમક્ષ આવીને તે ઊભો રહે છે.

"યાર, તારી બહેન કોલેજથી આવી રહી હતી અને આપણા પેલા બસ સ્ટોપ પર કેટલાક લોકો તેણીની છેડતી કરી રહ્યા છે. એક છોકરાએ તો એનો હાથ જ પકડી લીધો છે અને છોડતો પણ નથી. જલદી ચલો." તે છોકરાની વાત સાંભળી પેલો યુવક તરત ઉછળે છે.

"..(ગાળ દઈને).. મારી બહેનને છેડવાની હિમ્મત કોણે કરી. ચલો બે. સાલાઓને છોડીશું જ નહિ." તે યુવક તરત બાજુમાં પડેલ બેટ લઈને દોડે છે. પાછળ તેના સાથીઓ દોડે છે.

બસ સ્ટોપ પર પહોંચીને તેઓ જુએ છે કે પેલાની બહેન અને તેણીની બે સહેલીઓ ઊભી છે અને તેમને ઘેરીને પાંચ હટ્ટાકટ્ટા યુવકો બંધુક લઈને ઊભા છે. એમાંના એક યુવકે પેલાની બહેનનો હાથ પકડી રાખ્યો છે. જેનો ચહેરો હજી દેખાતો નથી. આજુ બાજુ કેટલાક લોકો જ છે પણ માત્ર તમાશો જોઈ રહ્યા છે.

આ ગ્રુપ ત્યાં ગુસ્સેથી ગાળો બોલતા બોલતા હમલો કરવા જાય છે ત્યાંજ પેલા યુવકોમાંથી ચાર યુવકો તરત તેમની બંધુક કાઢીને તેઓની સામે ધરે છે. આ જોઈને પેલાના ગ્રુપના તમામ સાથીઓ ત્યાંથી ભાગી જાય છે. પેલા ચાર યુવકો પેલીના ભાઈને ઢોર માર મારે છે. એને અધમૂઓ કરીને તેને ગાડીમાં નાખીને તેની કોલોનીમાં લઈ જાય છે. કોલોની ના તમામ લોકો ભેગા થાય છે.

પેલા યુવકોના ગ્રુપના સાથીઓ પણ ત્યાં આવી પહોંચે છે. તેઓ પેલાની હાલત જોઈને ફફડી ગયા છે. તમામ લોકો પ્રશ્નો કરવા લાગે છે. ત્યાંજ ગાડીમાંથી પેલાની બહેન ઉતરે છે અને તેણીનો હાથ પકડીને ચાલનાર યુવક બીજું કોઈ નહિ પણ ઢોલીરાજ પોતે જ છે. તે અને તેમની ટીમ સામાન્ય વસ્ત્રોમાં છે. પેલાની બહેન તરત એના ભાઈને સહારો આપીને એક ઓટલા પર બેસાડે છે.

સહુ કોઈ આશ્ચર્યચકિત છે. ઢોલીરાજ તમામને પોતાની ઓળખાણ કરાવે છે. પેલા ગ્રુપવાળા બધા ચોંકી ઉઠ્યા કે આ તો પોલીસ અધિકારીઓ છે.

"અમને ખબર મળી હતી કે તમારી કોલોનીના આ યુવકો આવતી જતી છોકરીઓની છેડતી કરે છે. અમને ફરિયાદ મળી. હું ચાહેત તો આ લોકોને જેલમાં પૂરી શકેત પણ એનાથી તેઓને એ ભાન ન આવેત જે શીખનું ભાન આજે એમને મળ્યું છે." ઢોલીરાજ બોલે છે. પેલાની બહેન એના ભાઈને પ્રેમથી એના ઘાવ પર હાથ ફેરવે છે અને રડવા લાગે છે.

"જ્યારે મૈં મારી આંખે જોયું કે આ બધા ભેગા મળીને અવાર નવાર આવતી જતી છોકરીઓની છેડતી કરે છે તો મૈં આ બધાને સબક શીખવવાનું નક્કી કર્યું. પણ મારી મદદ માત્ર એક જ વ્યક્તિ કરી શકેત એમ હતું. એ છે ઇન્સ્પેકટર ઢોલીરાજ. એકવાર તેઓ અમારા કોલેજ માં આવ્યા હતા. ત્યારે મારી મુલાકાત થઈ હતી. મૈં એમનો સંપર્ક કર્યો અને તમામ બાબત કહી અને તેમણે મને એક ઉત્તમ યોજના કહી. જોકે તેમણે તો મને કહ્યું હતું કે તેઓ મારા ભાઈને મારશે નહિ પણ મૈં જ આગ્રહ કર્યો હતો કે આને પાઠ પઢાવે." છોકરીની વાત સાંભળી કોલોની ના તમામ લોકો આશ્ચર્યમાં પડી ગયા.

"તે આવું કેમ કર્યું, દીદી? હું તારો ભાઈ છું." પેલો રોતા રોતા પૂછે છે.

"અને પેલી છોકરીઓ જેમને અવારનવાર તમે બધા હેરાન કરો છો એ બધી પણ કોઈ ને કોઈની બહેન તેમજ દીકરીઓ છે. તારી બહેન સાથે કોઈએ દુર્વ્યવહાર કર્યો જાણીને તું કેવો ગુસ્સે થઈ ગયો. જરા વિચાર કર કે તારા અને તારા સાથીઓને કારણે અત્યાર સુધી કેટલી છોકરીઓ બિચારી દુઃખી થઈ હશે. એમનું કેટલું અપમાન થયું અને કેટલું દુઃખ પહોચ્યું હશે. એ તમે લોકોએ ક્યારેય વિચાર્યું? મને શરમ આવે છે તને મારો ભાઈ કહેતા પણ શું કરું. આખરે ન જોઉં તો પણ છું તો તારી બહેન જ ને. તારા કરેલ કર્મોના છાંટા તો મારા પર પણ ઉડવાના જ હતા. આપણા પરિવાર પણ ઉડેત જ." તેણી વધારે બોલી નથી શકતી અને ધ્રુસકે ને ધ્રુસકે રોવા લાગે છે.

ઢોલીરાજ તેણીની પાસે આવે છે અને તેણીના માથા પર હાથ મૂકીને તેણીને આશ્વાસન આપે છે.

"મને ગર્વ છે કે મારા શહેરમાં આવી બહેન - દીકરીઓ છે જે સાચું અને સારું કરવા માટે સંબંધો સામે પણ કમજોર નથી પડતી. હું તેણીની વાત અને વિચાર સાથે એકદમ સહેમત છું. આ છોકરાઓને પાઠ ભણાવવો જરૂરી હતો. આ લોકોને અહેસાસ થવો જરૂરી હતો કે શેર ઉપર સવા શેર હમેશા હોય છે. તમારી બુદ્ધિ અને શક્તિઓનો ઉપયોગ લોકોની સેવા, મદદ અને વિકાસમાં લગાવો. અને મિત્રો એવા બનો કે બનાવો જે મુસીબત માં સાથ દે ન કે ડરીને એકલા મૂકીને ભાગી જાય." ઢોલીરાજની વાત સાંભળી કોલોની ના તમામ લોકો પોતાની સહેમતી દર્શાવે છે.

તમામ લોકો પેલા ગ્રુપને આ બધા ઉપરથી શીખ લેવા માટે કહે છે. ગ્રુપના અને પેલી છોકરીનો ભાઈ બધાને હાથ જોડીને માફી માંગે છે. અને પછી ઢોલીરાજ અને તેમની ટીમ ત્યાંથી રવાના થાય છે.

* * *

Rate & Review

Chandrika Gamit

Chandrika Gamit 2 years ago

Heena Suchak

Heena Suchak 2 years ago

Parul

Parul Matrubharti Verified 3 years ago

Vipul Petigara

Vipul Petigara 3 years ago

ashit mehta

ashit mehta 3 years ago