I am also a daughter ... books and stories free download online pdf in Gujarati

હું પણ એક દીકરી છું...



દીકરી નાની હતી ત્યારે ખૂબ જ બોલતી
દીકરી બાળપણ માં પોતાની જ ધૂન માં રહેતી..
તમને ખબર દીકરી જ્યારે બોવ બોલતી ત્યારે માં કહેતી ચૂપ રે દીકરી છે તું બોવ ના બોલાય...

દીકરી થોડી મોટી થઈ ત્યારે પણ માં કહેતી દીકરી ની જાત છે બોવ ના બોલાય. કેમ કે હવે તું નાની નથી મોટી થઈ.કઈ તો સમજ અને બોવ ના બોલતી.

દીકરી થોડી મોટી થઈ યુવતી બની ત્યારે દીકરી જ્યારે પણ બોલતી તો માં કહેતી અને હવે તો ઠપકારતી પણ કે થોડી તો ભોઠી પડ હવે તું કઈ નાની છે તને વારંવાર કહું એ સારું ના લાગે કાલે તારે પારકા ઘરે જવાનું થશે..

લોકો તને નહિ મને કેસે કે માં એ કઈ શીખવ્યું નથી..

થોડી મોટી થઈ નોકરી કરવા ગઈ.
તો બોસ બોલિયાં તમારા કામ થી કામ રાખો બીજા ની વાત માં દખલગીરી ના કરો..


થોડી મોટી થઈ લગ્ન થયા સાસરે ગઈ.ત્યાં કંઈપણ બોલું તો સાસરી વાળા બોલે ચૂપ રહો આ તમારું પિયર નથી..પુત્ર વધુ છો પુત્ર વધુ બની ને જ રહો દીકરી બનવાની કોશિશ ના કરો.આ તમારું ઘર નથી એટલે લિમિટ માં રહો અને જે પણ કઈ એ એ જ કરો વધારાનું દિમાગ ના ચલાવો.

પત્ની બની પતિ ને કઈ કેવા ગઈ તો પતિ એ કીધું ચૂપ રે આ મારું ઘર છે ..
તારા બાપ નું નહિ ઘર નું કામ કરો અને પતિ ની સેવા કરો..
ખોટી શિખામણ મને ના આપો આ બધું તમારા માં બાપ ને ત્યાં કરવાનું અહીં નહિ આ ઘર મારુ છે..

માતા બની ને બાળકો ને કઈ કહેવા ગઈ તો બાળકો ..
ઓ મમી તમને આ બધી ખબર ના પડે એટલે ચૂપ રો ઘર કેમ ચલાવું એ અમે વિચારીસુ..તમે તમારું ધ્યાન રાખો..

વહું આવી ..સાસુમા આ ઘર હવે મારુ છે તમે તારે મંદીર માં જાવ ને ભગવાન ની ધૂન કરો ..ઘર માં બધું હું જોય લઈશ. અને હા જે મળે એ શાંતિ થી ખાય લેવાનું નઈ તો જાતે બનાવો ને ખાવ..



ઝીંદગી આમજ જતી રહી ખાલી થોડું બોલવામાં ..જીવન ના એ બોલ બોલવા માટે પણ બીજા ની પરમિશન લેવી પદે એવી છે ઝીંદગી આ દીકરી ની..


જ્યારે ઉંમર થઇ ને છોકરા ને વહુ ને સાચું કેવા ગઈ તો પણ ચૂપ કરવી દીધી.. કે તમને ના ખબર પડે..

અરે મારા વ્હાલા જે આખા જગત ની માં છે.
આખા સંસાર નું ગાડું હકાવે છે ..

જો એ ક્યારેક ચૂપ રેસે ને તો જીવન માં તમે પણ કઈ બોલવા ને લાયક નહિ બચો..

કેમ કે એક દીકરી નાની હોય છે ને જ્યારે એના પાયલ ના ઝણકાર નો જે અવાજ હોય ને એ જો તમે સાંભળીયો ના હોય ને તો ધિકાર છે તમારી આ ઝીંદગી ને
.

એની કાલી ઘેલી વાતો ના સાંભળી હોય ને તો જીવન વ્યર્થ છે તમારું..

દીકરી અને દીકરો..

દીકરો તો એક ઘર ને તારે છે જ્યારે દીકરી પિયર અને સાસરી બને ને પાર પાડે છે..

જોજો હો દીકરી ની આંખો માં ક્યારેય એક પણ આંસુ ના આવે ..અને આવે તો એ ખુશી નું હોવું જોઈએ..

દીકરી એતો વ્હાલ ની દરિયો છે..

પ્રીત નું પાનેતર છે
અને

મેઘધનુષ ની એ ચુંદડી છે

એના વિશે જે પણ લખો ઓછું પડે કેમ કે એતો આપણી જગત જનેતા છે..

એના વગર સૃષ્ટિ માં પાંદડું પણ ના હલે..

અને આવું જનેતા ને તમે એમ કો કે ચૂપ થઈ જા..

ધન્ય છે એ લોકો ને જે દીકરી

વહુ

માં

કે

બહેન નું આદર નથી કરતા..

બસ એટલું જ કહીશ કે સ્ત્રી શક્તિ નું આદર સન્માન કરજો..

અને એને કોટી કોટી વંદન કરજો..

એટલે જીવન તમારું ધન્ય બની જાશે..