Hu pachho aavish - 1 books and stories free download online pdf in Gujarati

હું પાછો આવીશ - 1

# હું પાછો આવીશ

(સપના અને પ્રિયજનોની વાર્તા)

લુસી અને અમર ઓસ્ટ્રેલિયાથી દિલ્હી પોતાના ઘરે જઇ રહ્યા હતા. ઘરે પહોચ્યા બાદ ખ્યાલ આવ્યો કે, તેમની બંનેની બેગ તેમના દેખાવને કારણે બદલાઈ ગઈ છે. એરપોર્ટ પરથી પૂછપરછ કર્યા પછી, અમર એક સંપર્ક નંબર લે છે અને લુસીને પોતાના સામાનની ખાતરી કરવા ફોન કરે છે અને નક્કી કરેલા સ્થળે બોલાવે છે અને સાંજે, બેગ સાથે નિયત સ્થળ પર પહોંચવાનું કહ્યું અને પહેલીવાર એકબીજાને મળ્યા. લુસી એક ઇન્ટરિયર ડિઝાઇનર હતી અને અમર એક આર્કિટેક્ટ હતો. બંને એક જ શહેરમાં રહેતા પણ એક બીજા થી અજાણ્યાં હતાં!

લુસી માતા-પિતાની એકમાત્ર સંતાન હતી. લુસી ની ખુશી તેમના માટે સર્વસ્વ હતી. લુસી ની દરેક નાની નાની ખુશીઓ તેમની ખુશીઓ સાથે જોડાયેલી હતી અને લુસી દેખાવમાં પણ ખૂબજ સુંદર હતી. તેને જોવા વાળા જોતા જ રહી જતા હતા. તેને જોતાં એવું લાગતું હતું કે, ઈશ્વરે તેને નવરાશની પળોમાં બનાવી છે. લુસીના વધુ પડતા મિત્રો હિન્દુ મિત્રો હતા તેને નાનપણથી જ એવું શીખવવામાં આવ્યું હતું કે,"હિન્દુ હોય કે મુસ્લિમ દરેકના લોહીનો રંગ લાલ હોય છે. સૌથી મોટો ધર્મ માનવતાનો હોય છે." આવતાવેંત જ તેની બેસ્ટ ફ્રેન્ડ ને મળવા જાય છે બંને નાનપણથી જ ખૂબ સારી મિત્ર હતી .બંને એકબીજાને નાનામાં નાની વાતો કહેતી હતી. થોડા સમયમાં શ્વેતાના લગ્ન તેના માતા-પિતા દ્વારા પસંદ કરેલા છોકરા સાથે થવાના હતા .તેથી શ્વેતા અને લુસી ની મુલાકાત હવે રોજ થતી હતી. ક્યારેક લુસી શ્વેતા ના ઘરે તો ક્યારેક શ્વેતા તેના ઘરે. શ્વેતા તેને તેના મંગેતર વિશે કહે છે કે," તે એક કંપનીમાં સી.ઈ.ઓ. છે અને મને ખૂબ પ્રેમ કરે છે. તે કહે છે કે હું ખૂબ ખુશ છું." લુસી કહે છે કે," જો તું ખુશ છો તો હું પણ ખૂબ ખુશ છું." શ્વેતા લુસીને તેની મંગેતર નીરવને મળવા લઈ ગઈ છે, સાંજે 6:oo વાગ્યે શ્વેતા અને નીરવ ઓફિસમાંથી નીકળતાંની સાથે જ હોટલમાં "સ્વાદ"માં મળ્યા, શ્વેતા નીરવને કહી છે કે,લુસી શ્રેષ્ઠ મિત્ર છે. શ્વેતાની સંભાળ રાખજો. એમ કહીને કે લુસી મારી શ્રેષ્ઠ મિત્ર છે. શ્વેતાની સંભાળ રાખો અને હું લગ્ન પછી પણ તમારી ઘરે આવતી રહીશ કારણ કે હું શ્વેતાને મળ્યા વિના રહી શકતી નથી, અમારા બંનેનો શાહી અને કલમ નો સંબંધ છે.શ્વેતા ખૂબ ખુશ હતી, પણ લુસીનું મન એને કહેતું હતું કે, દાળમાં કાંઈક કાળું છે, પણ શું? તે લુસીને સમજી શકતી ન નથી. લુસી શ્વેતા સાથે વાત કરે છે પરંતુ નક્કર પુરાવાના અભાવને કારણે તે કંઇપણ કરવા અસમર્થ છે અને શ્વેતા લગ્ન કરી લે છે. લગ્ન પછીના એક મહિના સુધી બધું બરાબર હતું. પરંતુ એવું કહેવામાં આવે છે કે અસત્યનું આયુષ્ય લાંબું હોતું નથી. એક દિવસ, અચાનક એક છોકરો નીરવ પાસે પૈસા લેવા આવ્યો, જેને નીરવે તેના ઓફિસના બોસ તરીકેની ઓળખ આપી હતી. સમયસર પૈસા ના મળતા ગુસ્સે થયા પછી તે તેના ઘરે ગયો.શ્વેતાને કહ્યું કે, "આ નીરવ એક કપટી માણસ છે, તેણે તમારી સાથે છેતરપિંડી કરી છે. તે જે હોટેલમાં તમને ખવડાવે છે તેનો વેઈટર છે. તેણે માત્ર પૈસા માટે તમારી સાથે લગ્ન કર્યા છે. તમારી તરફ થી મળેલી રકમ ના 10% આપવાનું વચન આપીને અમને ખરીદી લીધા હતા. "અમને બહેન માફ કરો". બહેન કહો છો અને છેતરપીંડી કરો છો મારી જગ્યા એ તમારી બહેન હોત તો? જાણે શ્વેતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.તેણે નીરવને પૂછ્યું, "શેની ખોટ હતી?"

ક્રમશ:

મહેક પરવાની