Hu pachho aavish - 2 books and stories free download online pdf in Gujarati

હું પાછો આવીશ - 2

હું પાછો આવીશ 2


(ગયા અંક માં શ્વેતા ને નીરવે તેની સાથે કરેલા વિશ્વાસઘાત ની ખબર પડે છે.હવે આગળ........)
શ્વેતા: શેની ખોટ હતી,નીરવ?
તમને ખોટું બોલવાની જરૂર
કેમ પડી?
શું માત્ર પૈસા માટે?

નીરવ ચૂપચાપ ઊભો હતો.

શ્વેતા:પૈસા તો માણસ મહેનત
કરીને પણ કમાઈ શકે છે.
કોઈક નું દિલ જીતીને પણ
કમાઈ શકે છે.તમે મને એક
વાર તો કીધું હોત.
અરે! પ્રેમ ની સામે પૈસા શું
છે ?
પ્રેમ અને વિશ્વાસ ક્યારેય
ખરીદી શકતા નથી.

બસ,આટલું કહીને શ્વેતા પોતાનો સામાન પેક કરીને તેના માતા પિતા ની ઘરે જતી રહે છે.અને માતા પિતા ને કહે છે.

શ્વેતા:તમારી યાદ આવી રહી
તેથી, મળવા આવી
હતી. પણ હવે આવી છું
તો થોડા સમય માટે
રોકાઈશ.

શ્વેતા ને થોડી શાંત જોઈને માતા પિતાને ચિંતા થશે આથી , તેણે હકીકત છુપાવી રાખી પણ આવતાવેંત જ તેની શ્રેષ્ઠ મિત્ર લુસી ને ફોન કર્યો અને કહ્યું કે,મહેબાની કરીને જલ્દી મારી ઘરે આવ.

શ્વેતા:(લુંસી ને કહે છે.)
દાળ માં કંઈ કાળુ નહી પણ
આખી દાળ જ કાળી હતી.
મારો પ્રેમ આંધળો હતો કે,
મને કંઈ દેખાયું નહીં.


લુસી પણ શ્વેતા ના એક ફોન પર આવી ગઈ.બંને શ્વેતા ના રૂમમાં ગઈ.શ્વેતા ને ચિંતાતુર જોઈને શ્વેતાની માતાએ છુપાઈને તેમની બધી વાતો સાંભળી.શ્વેતા લુસી ને પકડીને ખૂબ રડી રહી હતી.આ બધુ સાંભળતા જ શ્વેતાની માતાએ તેના પિતાને આખી વાત કરી.આ વાત ની ખબર પડતાં જ તેના પિતા બેહોશ થઈ ગયા.તેમને ચક્કર આવી ગયું.તેમનું બી.પી. લો થઈ ગયું હતું.થોડી વાર બાદ પિતાજી શ્વેતા ને કહે છે.


પિતાજી: મને માફ કરી દે મારી, દીકરી.
અમને માફ કરી પણ દે તો પણ અમે પોતાની જાત ને ક્યારેય માફ કરી શકીશું નહીં. તારે તો
આગળ એમ.બી.એ કરવું હતું પણ અમારી
ખુશી માટે તે લગ્ન કર્યા.અમે સારો છોકરો
સમજી તને લગ્ન માટે મનાવી અને તારા લગ્ન કરાવ્યા.અમને માફ કરી દે મારી દીકરી.
પણ હું એ નીરવ ને છોડવાનો નથી.તે જ સમયે પોલીસની સાથે નીરવને પકડવા જાય છે .
અને પોલીસ તેણે છેતપીંડીના કેસ પકડીને
જાય છે.

શ્વેતા મનમાં વિચાર છે હવે, આ બધા નો શું ફાયદો?શ્વેતા ની આવી હાલત જોતા લુસીને તેને એકલા છોડવાનું યોગ્ય લાગતું ન હતું.આથી,તે તેની સાથે જ રહે છે.તેના મન ને વાળવામાટે અન્ય વાતો કરે છે.તેને બહાર લઈ જાય છે.ક્યારેક કૉફી પીવા જાય છે.ક્યારેક ચાટ ખાવા જાય છે પણ છતાંય શ્વેતા નું મન ક્યાંય નથી લાગતું.એક દિવસ અચાનક તેની મુલાકાત એ જ અમર સાથે થાય છે જેની સાથે તેનો સામાન બદલાઈ ગયો હતો. લુસી ને યાદ ન્હોતું પણ અમર ને યાદ હતું કે આ એ જ છોકરી છે.અમર તેના શ્રેષ્ઠ મિત્ર ધીરજની સાથે રોજ સાંજે સાત વાગ્યે એકબીજા ને મળતા. બંને દરરોજ કૉફી શોપમાં આવતા હતા.અમર સામેથી જઈને લુસીને હાય હેલો કરે છે અને પ્રથમ મુલાકાત યાદ કરાવે છે.લુસી શ્વેતાને દરરોજ બહાર લઈ જાય છે.કદાચ તેનું મન બદલાઈ જાય પણ સ્ટના દરેક પ્રયત્ન નિષ્ફળ જાય છે.શ્વેતાની ઉદાસી જરાય ઓછી થતી નથી. નીરવે શ્વેતાની સાથે જે કર્યું તે શ્વેતા માટે અસહય હતું. રાત ના દસ વાગ્યા હતા.અમાવસ્યનો દિવસ હતો.શ્વેતા બારી ની બહાર જોઈ રહી હતી.બારીની બહાર જોતા તે વિચારી રહી હતી કે,બરાબર આવો જ અંધારું
મારી જિંદગીમાં છવાઈ ગયો છે.આકાશમાં તો સવારે પ્રકાશ થશે પણ મારી જિંદગીનું શું?મારા જીવનમાં તો હંમેશા માટે અમાવસ્યા આવી ગઈ છે.જેની કોઈ સવાર નથી.આ વિચારતા વિચારતા શ્વેતા પોતાની જિંદગીનો અંત કરી નાંખે છે.....ક્રમશઃ

મહેક પરવાની