Hu pachho aavish - 4 books and stories free download online pdf in Gujarati

હું પાછો આવીશ - 4

( ગયા અંક માં અમર ના પિતાજી રોજ નવી છોકરીના ફોટા બતાવે છે.હવે,આગળ.......)
અમર માટે માંગા આવવા લાગ્યા હતા.અમર ને રોજ નવી છોકરીની ફોટો દેખાડવામાં આવતી હતી પણ અમર દરરોજ ટાળતો હતો.તેથી, પિતાજીએ પૂછ્યું,"કોઈ ગમે છે?"આટલું પૂછતા જ અમરનો નાનો ભાઈ લુસીની ફોટો પિતાજી ને આપે છે.અમર કહે છે કે છોકરી ઇનટીરિયર ડિઝાઈનર છે.આના સિવાય હું કોઈની સાથે લગ્ન કરવાનું વિચારી પણ નથી શકતો.બસ,એક તકલીફ છે લુસી ક્રિશ્ચન છે પણ ખૂબ સારી છોકરી છે બસ,તમારા આશીર્વાદ ની જરૂર છે . અમર તેના પિતાજીને દરેક રીતે સમજવાનો પ્રયત્ન કરે છે પણ તેને માત્ર નિષ્ફળતા સાંપડે છે.અમરના પિતા તેને જીદ પકડીને બેઠા હતા.અમરનો નાનો ભાઈ પણ અમર ની આ હાલત જોઈ શકતો નહોતો પણ તેના પિતાજી સામે બોલવાની કોઈની હિંમત નહોતી.અમર ખૂબ વ્યથિત હતો અને પોતાના મનની વાત ધીરજને કહે છે કે,"ધીરજ હું વિના નહિ રહી શકું અને પિતાજીના આશીર્વાદ વિના હું પોતાના ગૃહસ્થ જીવન ની શરૂઆત ક્યારેય નહિ કરું.હવે તું જ કહે કે હું શું કરું?"ધીરજ અમર ની આ હાલત જોઈ ન શક્યો હોવાથી તેની ઘરે જાય છે અને અમરના પિતાને સમજાવવાનો પ્રયત્ન કરે છે.કહે છે કે,"અમર લુસી વિના જીવતી લાશ બની ગયો છે અને હવે તમે જ તેના માં પ્રાણ નાખી શકો છો.તે ભાગીને પણ લગ્ન કરી શકતો હતો.પણ તમારા આશીર્વાદની રાહ જોઈને બેઠો છે અને જાત પાત નો આટલો ભેદ ભાવ કેમ? જાત પાત ના નામ પર આટલો ભેદ ભાવ કેમ? શું જન્મ સમયે ડોક્ટરે તમારાથી જાત પૂછી હતી કે મૃત્યુ સમયે સ્મશાન કે કબરની જમીન એ ક્યારેય તમારા થી જાત પૂછી?

આ જાત પાત ના કાનૂન પર પોતાના પુત્રની ખુશીઓની બલી ના ચઢાવશો.બસ,સમાજના ડર થી! કેવી રીતે બાંધશો ધર્મની દોરીથી નસીબને?શું અમર ના લગ્ન હિન્દુ છોકરી સાથે થશે તો અમર એવો જ પ્રેમ તેને કરી શકશે ?મને માફ કરજો.નાના મોઢે મોટી વાત પણ,"અમર અને લુસી એક બીજા માટે બન્યા છે."બે દિવસ વિચાર્યા બાદ અમરના પિતા લગ્ન માટે સંમતિ આપી દે છે.અમર બહુ જ ખુશ હતો અને ધીરજ નો આભાર વ્યક્ત કરવા જાય છેઃ ત્યાર બાદ લુસી ને આ ખુશ ખબર આપવા જાય છે અને કહે છે કે પિતાજીને માટે માત્ર અને માત્ર ધીરજ જ મનાવી શક્યો છે.લુસી પણ ધીરજ નો આભાર માને છે.

હવે, લુસી અને અમર ના ઘરના સભ્યો મુલાકાતનો કાર્યક્રમ ગોઠવે છે.અમરની માતા જ્યારે લુસીને મળે છે ત્યારે જોતા જ કહે છે આટલી સુંદર વહુ!બસ,નજર ના લાગે.અમરના પિતાજી જ્યારે લુસીના ઘરવાળા સાથે મળતાં જ તેમના મનની દરેક શંકા દૂર થઈ ગઈ અને તેમના મનમાં શાંતિ થઈ કે,અમરની પસંદ એકદમ સારી છે અને ખાનદાન પણ ખૂબ સારું છે.બંનેનું સંબંધ નક્કી થઈ ગયો.

હવે,અમર અને લુસી બંને ખૂબ ખુશ હતા.સાથે સાથે તેમના કુટુંબીજનો પણ.અમર ધીરજ ને કહે છે કે,"તે તો પિતાજીની વિચારસરણી જ બદલી દીધી.તારા વિના આ લગ્ન ક્યારેય શક્ય નહોતા."હવે દિવસો પસાર થતા જતા હતા અને લગ્ન ની તારીખ નજીક આવી જાય છે.બધા જ સબંધીઓને નિમંત્રણ આપવામાં આવે છે.ધીરજ પણ ખૂબ ખુશ હતો.લગ્નની બધી જ તૈયારીઓ ની જવાબદારી ધીરજ અને અમર ના નાના ભાઈ નમનને સોંપી દેવા આવે છે.ધીરજ એકલો મોટો થયો હતો પણ તેનામાં એક પણ ખરાબ ટેવ હતી નહી.લગ્નનો માહોલ હતો.અમરના ત્યાં આવેલા કોઈક સગાએ ધીરજ ને માત્ર ખુશી માં શામિલ થવા માટે એક પેગ મારવાનો આગ્રહ કર્યો.પહેલી વખત પીવાને કારણે તેને ચડી ગઈ.નશામાં ડ્રાઇવિંગ કરવાના લીધે એક્સિડન્ટ થઈ જાય છે અને અમર ને ફોન આવે છે કે........ક્રમશ:

મહેક પરવાની