Betrayal - A broken affair - 4 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 4

ભાગ : ચોથો

કોલેજમાં ઉજવાતો વાર્ષિક ઉત્સવ, નવરાત્રિ, વિવિધ દિવસોની ઉજવણી અને શિક્ષક દિવસ માં પાર્થિવ હંમેશા મુખ્ય ભૂમિકામાં જ જોવા મળે અને સૌને તેની વાણી વર્તણૂક પણ એટલી જ હદે વ્હાલી લાગે.
આટલું સુંદર વ્યક્તિત્વ અને મિલનસાર સ્વભાવ કોને મોહિત નો કરે.? વર્ગ ની અને અન્ય શાખાની છોકરીઓ પણ પાર્થિવ જોડે પ્રેમ અંગે નો પ્રસ્તાવ મુકતા અને આ સ્વાભાવિક છે આ ઉંમર જ કંઈક એવી છે. જેમાં વિજાતીય આકર્ષણ અને લાગણી નાં અંકુરનું પ્રણય નગરીમાં ફૂટી નીકળવું.
પાર્થિવ સૌને બહુજ પ્રેમ થી કહેતો આપણે મિત્ર જ રહીશું વધીને ગાઢ મિત્ર એ સિવાય હું કોઈ આગળ નો સંબંધ નથી ઈચ્છતો સાથે એ તે પણ જણાવતો કે તમને મારાં પ્રત્યે જે પ્રેમ છે તેનો હું આદર, સદકાર કરું છું અને આત્મીય ભાવ રાખું છું કે તમે મને એ લાયક સમજો છો. પણ જો તમને ગમે તો આપણે મિત્ર જ રહીશું એથી આગળ કશું નહીં.
પાર્થિવનાં આ વિચારો થી આપ સૌ એટલું તો સમજી ગયાં હશો કે એ વફાદાર, નીતિમત્તા, પ્રામાણિક, મિલનસાર, સરળ સ્વભાવ, સત્સંગમાં સક્રિય અને સર્વે પ્રત્યે આત્મીય ભાવ રાખનાર છે. મુખ્ય એ કે તેનાં તન મનમાં કોઈ બીજી વ્યક્તિ માટે લાગણી જન્માવી સામે વાળી વ્યક્તિની લાગણી હેત સાથે રમવાની કપટ નીતિ નથી.
પાર્થિવ નું હ્રદય ખૂબ જ સંવેદનશીલ અને પ્રેમ માટે બહુ જ પવિત્ર હતું. દિશા સાથે ની આ પ્રેમ મુલાકાત બાદ તે પેલા પણ અને પ્રેમ પછી પણ કોઈ અન્યને એવી ખરાબ નજર થી જોતો નહોતો.
કોલેજમાં એકબીજાં સાથે સુંદર સમય વીતતો જાય છે સાથે સાથે હવે દિશા પાર્થિવ નાં ઘરે પણ આવ જા કરે છે. પાર્થિવ નાં મમ્મી પપ્પા તેમનાં પર ખૂબ વિશ્વાસ રાખતાં એટલે કોઈ બીજાં પ્રશ્નોની અહીં જગ્યા જ નહોતી.
પાર્થિવનાં ઘરે જ્યારે પણ કોઈ ઉજવણી અથવા કોઈ પ્રસંગ હોય તો સૌ મિત્રોની સંગાથે દિશા પણ આવતી અને તેનાં મમ્મીને કામકાજમાં મહેનત કરતી.
એક દિવસ પાર્થિવ અને તેનાં મમ્મી પપ્પા સૌ બપોરે સાથે જમી રહ્યાં હતાં એવાં માં પ્રેમ ની આમ જ સુંદર વાતો થતી હતી એમાં રીના બેન એ પાર્થિવ ને ચીડવવાનું શરૂ કર્યું
હરેશ તમને ખબર છે કંઈ..? પાર્થિવ માં ફેરફાર જોયો છે..! મેં તો જોયો છે પ્રેમ ભર્યા ગીતો, અંતર ની મહેક, ચહેરા પર અનોખું સ્મિત અને હરખ ઘેલી વાતો.. ખ્યાલ આવ્યો કંઈ..!
હરેશ ભાઈ : એટલે વાત ત્યાં સુધી પહોંચી ગઈ એમ... જીવન ની દિશા આજે વ્યક્તિગત દિશા નાં રૂપે જોવાય રહી છે એમ.. ( હસે છે)
પાર્થિવ : શું તમે બંને... ( શરમાય છે )
બંને : જોતો જોતો ચહેરા પર પ્રેમ ની લાલાશ અને શરમ ક્યાં અસ્તિ રહે છે.. કહીં દે હવે બહુ શરમાવાનું ના હોય... બોલો બોલો રાજકુંવર માગું નાખી દેવું છે...?? ( હસે છે)
પાર્થિવ : તમે મને સારી રીતે જાણો છો સમજો છો અને મારું સારું મોળું શું છે એ ખ્યાલ છે. હા, અમે બંને ઘણાં સમય થી એકબીજાં ને પસંદ કરીએ છીએ હું તમને યોગ્ય સમયે આ વાત કરવાનો જ હતો એવાં માં આજે આ વાત છેડાય ગઈ.
આપ જેમ કહેશો એમ કરી આ ઉંમર જ એવી છે પણ સાચું કહું મેં આ વિષય સાથે ભણતરમાં ક્યાંય ઓછાપ નથી આવવાં દીધી...
બંને : તારે શું સાબિતી આપવાની હોય, ગાંડો સાવ. તને ગમે છે અને એ આપણાં ઘરે પણ આવી ગઈ છે સમય વિતાવ્યો છે સાથે સારી લાગે છે. તમારી કોલેજ પૂરી થાય પછી આપણે તેના પરિવાર જોડે વાત કરીશું.
આ સાંભળીને પાર્થિવ ખુશ થઈ જાય છે.
દિવસો વીતતાં જાય છે. દિશાની પાર્થિવનાં ઘરે અવર જવર ચાલુ હતી અને આ સમયમાં વચ્ચે ઘણીવાર બંને નાં પરિવાર પણ સાથે મુલાકાત કરી હતી અને વાત વાતમાં દિશા અને પાર્થિવ નાં સંબંધ વિશે પણ ચર્ચા કરી હતી. દિશાનાં મમ્મી પપ્પા એ પણ આ વિષયમાં ખુશી વ્યક્ત કરી.
કોલેજમાં પણ હવે તો "ભાવિ દંપતી" એવી ક્યાંક ખૂણે ખાંચરે શીર્ષક મળી રહ્યું હતું. હવે કોલેજ માં છેલ્લાં વર્ષે અને એમાં પણ છેલ્લાં સત્રમાં હતાં. બસ માત્ર છેલ્લાં ત્રણ મહિના બાકી રહ્યાં હતાં કોલેજ પૂરી થવાને આરે.
આ સમયગાળામાં ઘણીવાર દિનેશ એ પાર્થિવ સાથે દિશાની જોડે બનેલી ઘટના અંગે વાત કરવા પ્રયત્ન કર્યો પણ પાર્થિવ હંમેશા તેની વાત શરૂ થયાં પહેલાં જ ટાળી દેતો.
પરીક્ષા નજીક હોવાથી પાર્થિવ મુખ્ય ધ્યાન ભણતરમાં આપી રહ્યો હતો અને દિશા ને જણાવ્યું કે રાતે જે આપણે કલાકો સુધી વાતો કરતાં એ આ પરીક્ષા સુધી બંધ રાખીશું પછી આજીવન સાથે જ રહેવું છે એટલે આપણે બન્ને ખૂબ સરસ રીતે ભણી લઈએ જેથી આગળ જતાં આપણે આ કામ આવે. દિશા એ પણ જેમ તેમ હા પાડી. દિવસ માં થોડા સમય વાતો થતી અને મુખ્ય કામ પરીક્ષાની ભરપૂર તૈયારી.
પરીક્ષા ને હવે એક મહિનો આડો હતો. પાર્થિવ એક બપોરે વાંચી રહ્યો હતો એવામાં તેનો મિત્ર રવિ નો ફોન આવ્યો, ભણતર ની ચર્ચા થઈ કેવી તૈયારી ચાલે છે, ઘરે સૌના ખબર અંતર પૂછ્યા અને કીધું કે જો આવતી કાલે રવિવાર છે તું કહે તો ગાર્ડન જઈએ થોડાં ફ્રેશ થઈ જઇશું, વાંચન માંથી એક અલગ માહોલ મળશે જે આપણે માનસિક રીતે પણ મદદરૂપ થશે. પાર્થિવ એ પણ આ વાતને સમજી કે વાત સાચી છે એટલે તેણે હા પાડી.
સવારે પાર્થિવ સાડા નવ વાગે ઘરે થી નીકળે છે અને રસ્તામાં જ રવિ જોડે મળીને બંને ગાર્ડન સુંદર હરિયાળી અને મોહક વાતાવરણ ની મજા લે છે. તે બન્ને એક બાંકડા પર બેઠા હોય છે અને આમ જ ભણતર સિવાય ની ભવિષ્ય ની કારકિર્દી અંગે ચર્ચા કરતાં હોય છે એવાં માં રવિ નું ધ્યાન અચાનક સામે થી ચાલી આવતી દિશા પર જાય છે તે જોવે છે કે દિશા તેનાં જ વર્ગ નાં વિદ્યાર્થી વિશાલનાં હાથમાં હાથ નાખીને સામે ચાલી આવી રહી હતી. પણ આ અંગે દિશા ને ખબર નહોતી કે તેને રવિ જોઈ રહ્યો છે, રવિ એ તરત પાર્થિવ ને કહ્યું, એય પાર્થિવ સામે જો તો... મારી ભૂલ નથી થતી ને.. તે દિશા જ છે ને અને તેની સાથે પેલો વિશાલ આપણાં વર્ગ નો જ... જો તો જરા....
પાર્થિવ જુએ છે તે આ દ્રશ્ય જોતાં જ જાણે તન મનમાં એક જટકો લાગે છે તે કહે છે હા એ જ છે.
પાર્થિવ કહે છે અમારી સગાઈ થવાની છે યાર આ દિશા આમ......

(ક્રમશઃ)