Betrayal - A broken affair - 5 books and stories free download online pdf in Gujarati

વિશ્વાસઘાત – એક પાંગરેલા પ્રણયનો - 5

ભાગ : પાંચમો

તે ઊભો થાય છે અને કહે છે હું દિશા ને મળી લઉં ત્યાં તરત રવિ કહે છે.... સાંભળ, અત્યારે નહીં તેની સાથે વિશાલ છે. તું ઘરે જઈ ને ફોન કરી ને જાણી લેજે કોઈ અણસમજણ નો થાય. અત્યારે વળી કંઈક અલગ બનશે તો નહીં સારું લાગે એટલે પેહલાં તું ફોન માં વાત કરી લે. પાર્થિવ તેનાં મિત્ર રવિની વાત માને છે. પણ તેનાં તન મન જે માનસિક રીતે ફ્રેશ થવાં આવ્યાં હતાં એ વધુ ચિંતા અને તાણ માં આવી ગયો.
ઘરે જઈને પાર્થિવ સૌ પ્રથમ દિશાને ફોન કરે છે. તે જાણવા માગતો હતો કે દિશા મને તેની દિનચર્યા માં શું કહે છે. એટલે પહેલાં સામાન્ય વાતો કરે છે પછી પાર્થિવ પૂછે છે આજે રવિવારે તમે શું કર્યું દિશા કેવો રહ્યો રવિવાર.
દિશા કહે છે બસ કંઈ ખાસ નહીં સવારે બહાર ગઈ હતી અને બપોર પછી મમ્મીને ઘરકામ કરાવતી હતી. પાર્થિવ પૂછે છે બહાર ગઈ હતી શું ખરીદી કરી આવી, દિશા એ કહ્યું કંઇ નહીં બસ આમ જ. પાર્થિવ એ કહ્યું ગાર્ડન ગઈ હતી. આ સાંભળી દિશા થોડી ગભરાય જાય છે અને તે અચકાતાં અચકાતાં કહે છે હા… હા તને કેમ ખબર?
પાર્થિવ કહે છે, દિશા મેં તને ગાર્ડ માં વિશાલ સાથે જોઈ હતી એ પણ બહુ વિચિત્ર હાલત માં આ સાંભળતા દિશા વાત વાળતાં કહે છે અરે ઓહ… હા જો એ તો હું ભૂલી જ ગઈ કહેતાં કે કાલે વિશાલ નો ફોન હતો કે ચાલો આપણે મળીએ તને તો ખબર છે અમે સારાં મિત્રો છીએ એટલે મેં તેને હા પાડી. ત્યાં તરત પાર્થિવ બોલ્યો પણ હાથમાં હાથ નાખીને…?? દિશા ફરી ગભરાય….. કહે છે અરે પાર્થિવ એ તો મસ્તી કરતો હતો કે તું અને પાર્થિવ આમ જ મસ્ત રીતે એકબીજાં જોડે ચાલ જો હરવા ફરવા જજો. પાર્થિવ તમે કેમ આમ પૂછો છો…. તમને મારાં પર વિશ્વાસ નથી…?
પાર્થિવ એ મારો મિત્ર છે કદાચ તમારે સમજવા જોવા ફેર થયું છે તમે સાવ ચિંતા મુક્ત થઈ જાવ આ દિશા માત્ર એક જ દિશા એ ચાલી છે અને એ છે પાર્થિવ નાં જીવન ની દિશા માં. હું તો સદાય તમારી છું તમે એમ નાની નાની વાતો માં ચિંતા ના કરો હું જણાવતાં ભૂલી ગઈ તમને. વાત આ રીતે ઠંડી પડી જાય છે અને પાર્થિવ પણ દિશા ની વાત ને ખૂબ ખુશી સાથે માની જાય છે. તેને જે ચિંતા અને હૈયે જે ભાર હતો એ મુક્ત થઈ જાય છે. પણ આ તરફ દિશા ચિંતા માં આવી જાય છે કે આમ અચાનક પાર્થિવ એ મને ક્યારે વિશાલ ની જોડે જોઈ લીધી.
દિવસો વીતવા લાગ્યાં પરીક્ષા નજીક આવી, સૌ સાથી મિત્રો સાથે પરીક્ષા આપવા જતાં અને વળતી વેળા પેપર અંગે ચર્ચા અને આવનારા પેપર અંગે શું પૂછશે શું મહત્વ છે એ ચર્ચા સાથે સૌ છૂટાં પડતાં. જોત જોતામાં પરીક્ષા પૂરી થઈ ગઈ. પરીક્ષા પૂરી થયાં નાં ત્રણ દિવસ બાદ પાર્થિવ અને તેનાં મમ્મી પપ્પા દિશા નાં ઘરે જાય છે. સૌ બપોરે સાથે જમે છે અને બંને ની સગાઈ બાબતે ચર્ચા કરે છે અને સૌ એક નિર્ણય પર આવે છે કે બે મહીના પછી આપણે સગાઈ ગોઠવી દઈએ. આ સુંદર સમાચાર થી પાર્થિવ દિશા ખુશ થઈ જાય છે.
હવે તો રોજ પ્રેમ ભરી વાતો આખી આખી રાત થતી, એકબીજા ને મળવાનું અંગત સમય સાથે વિતાવવા ની મજા અને સાથે પરિવાર જોડે લગ્ન પહેલાં જ સમય વિતાવવા ની સુંદર તક. અહીં સૌ કોઈ બંને પરિવાર ખુશ હતાં. પણ દિવાસો જેમ વીતતાં હતાં એ રીતે દિશા નાં વાણી વર્તન માં ફેરફાર જોવા મળી રહ્યો હતો. એક સમયે જે ઢગલાબંધ પ્રેમ અને આખી રાતભર વાતો અને અંગત સમય નો સાથ મળતો તે આજે ધીમે ધીમે ઓછો થવા લાગ્યો કોઈને કોઈ બહાને તે પ્રેમ સંબંધિત વાત, વિચાર બધી ટાળવા લાગી આ તરફ પાર્થિવ એમ સમજતો કે દિશા થાકી ગઈ હશે ઘરકામ માં એટલે તે વહેલી સૂઇ જતી હશે અને વાતો કરવા નો મૂડ નહીં હોય એમ મન ને મનાવી લેતો પણ દિવસે દિવસે આ પ્રેમ ધીમે ધીમે નકારાત્મક ભાવે દિશા તરફ થી આવતો જણાયો કોઈ પણ વાત હોય તે જેમ ફાવે તેમ પાર્થિવ ને કહેવાં લાગતી, તેની જોડે અણગમતું વર્તન કરતી પાર્થિવ ખૂબ ધીરજ થી સમજાવતો એટલે વળી દિશા પાછી માની જતી.
દિશા એક તરફ એમ કહે કે હું થાકી ગઈ છું એટલે સૂઇ જવું છે એટલે પાર્થિવ ખૂબજ કાળજી સાથે તેને શુભ રાત્રિ નો વ્હાલો પ્રેમ કરી ને સૂઇ હતો. આ તરફ મોડી રાતે જ્યારે પાર્થિવ ની નિંદર ઉડે તો એ દિશા ને યાદ કરતો એટલે તે વ્હાલ થી દિશા ને મેસેજ કરવા ફોન ખોલી દિશા ને મેસેજ કરે ત્યાં તો…. દિશા મોડી રાતે ઓન હોય આ જોઈ પાર્થિવ ને અંદર થી દુઃખ થતું ઘણી વાર તેને પૂછયું કે તું કેમ અત્યારે ઓન તો દિશા વાત ટાળતા કહે મને નિંદર ઉડી તો હું મેસેજ જોતી હતી.
પાર્થિવ ને મનોમન મૂંઝવણ જાગવા લાગી એવાં માં આ મૂંઝવણ હજી વધી ગઈ જ્યારે તેણે ચાર – પાંચ વાર કોઈને કોઈ સ્થળ પર, કોફી શોપ પર વિશાલ અને દિશા ને સાથે જોયાં. પાર્થિવ થી આ સહન ના થયું તેને ફોન દ્વારા અને રૂબરૂ દિશા ને સમજાવ્યું કે આપણે એક થવાં જઈ રહ્યાં છીએ જે તારે મારાં જોડે કરવાનું છે એ તું વિશાલ ની જોડે રહી ને સમય વિતાવે છે એ મને ગમતી વાત નથી. દિશા આ સાંભળીને જેમ ફાવે તેમ બોલવા લાગી અને કહે હું તો મિત્ર રૂપે મળું છું તમે આ વારંવાર કેમ આમ કરો છો મને જીવવા દેશો કે આમ જ કરશો….
પાર્થિવ કશું બોલ્યા વગર વાત ને પૂરી કરી મનોમન ચિંતા કરે છે એ ઘરે હિમ્મત કરીને કહીં નથી શકતો. એક દિવસ તેણે વિચાર્યું કે હું આ વાત તેનો મીટર રવિ એને જણાવું. એટલે એકવાર રવિ ને ઘરે બોલાવે છે અને આજ સુધી બનેલી બધી ઘટના વિશે રવિ ને વાત કરે છે, વાત કરતાં કરતાં પાર્થિવ ઢીલો પડી જાય છે અને રડવાં લાગે છે તરત રવિ બારણું બંધ કરી પાર્થિવ ને છાનો રાખે છે. પાર્થિવ કહે છે હું તેને કેમ રાખું છું, ઘર માં પણ સૌ તેને દીકરી ની જેમ સાચવે છે પણ દિશા નું વર્તન રોજ અલગ થતું જાય છે.

(ક્રમશઃ)