The Corporate Evil - 58 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-58

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-58
નીલાંગ તો બધાં જડબંસલાક પુરાવા જોઇને ખુશ થઇ ગયો હતો. વળી કાકા સાહેબનાં પેલી કામવાળી સાથેનાં નગ્ન લીલાનાં વીડીયો ફોટાં જોઇને થયું સાલા આ બધાં ઐયાશી અને ગોરખ ધંધાજ કરતાં હોય છે. કાંબલે સરે ગાડી દાદર સ્ટેશન તરફ લીધી. ત્યાંજ કાંબલે સર અને નીલાંગે જોયું કે સામેથી નીલાંગી આવી રહી છે.
હજી નીલાંગ નીલાંગીને હાથ કરી સામે રીસ્પોન્સ આપે ત્યાંજ કાંબલે સરે જોયું કોઇ મીલીટરી કલરની જીપ સામે આવી રહી છે અને એમાંથી કોઇ ઉતરે પહેલાંજ એમની સીકસથ સેન્સ એમને ગાડી રીવર્સ લઇને એકદમ ફાસ્ટ મેઇનરોડ તરફ દોડાવી દીધી અને નીલાંગને કહ્યું નીલાંગ સાવધાન કોઇ સ્પેશીયલ કોપની જીપ છે જરૂર આપણી પાછળ છે. પહેલાંજ તું લેપટોપ ચાલુ કર અને પુરાવા મેઇલ કરીને રાનડે સરને મોકલ હું ત્યાં સુધી કાર દોડાવું છું એ લોકોનાં હાથમાં આવે પહેલાંજ તું આ કામ ખૂબ ઝડપથી પતાવ.
નીલાંગે જોયું કે કાંબલે સરે જીપ હજી પાછળ આવે પહેલાં રીવર્સ મારી કરીને દોડાવી દીધી. નીલાંગે ઝડપથી લેપટોપ બેગમાંથી લેપટોપ કાઢી ચાલુ કર્યું. અને પેનડ્રાઇવમાં રહેલાં બધાંજ પુરાવા ફોટાં વીડીયો રાનડે સરને મેઇલ કર્યા સાથે સાથે એનાં ખાસ મેઇલ એડ્રેસ પર પણ કોપી કરીને મેઇલ કર્યા. હજી માંડ 10 મીનીટ કાર ચાલી હશે અને કાંબલે સરની ડ્રાઇવીંગની દાદ આપવી પડે કુલ ટ્રાફીકમાં પણ ગાડી એવી ચલાવી રહેલા કે જીપને પાછળ રાખી દીધી.
કાંબલે સરે કહ્યું નીલાંગ મેઇલ થઇ ગયાં ? હવે રાનડે સરને ફોન કર કે આ બધાં પુરાવા સેવ કરે અને ખાસ જગ્યાએ સાચવે આપણી પાછળ ચોક્કસ કોઇ લાગ્યાં છે કોઇ મોટીં ગરબડ છે.
નીલાંગે રાનડે સરને ફોન કરીને કહ્યું સર અમને બધાંજ પુરાવા મળી ગયાં છે એનાં ફોટાં વીડીયો મે તમને મેઇલ પર મોકલ્યાં છે અને વીડીયો હું ફોનમાં પણ મોકલું છું અમારી પાછળ કોઇ ક્યારની જીપ લાગી છે તમે સાવધાન રહેજો બની શકે પ્રેસ પર પણ આવે.
રાનડે સરે કહ્યું "વાહ શાબાશ ચિંતા ના કરીશ હું પ્રેસ પર છું પણ અગમ્ય જગ્યાએ જઊં છું અને બધાં પુરાવા સાચવી લઇશ પણ તમે લોકો તમારું ધ્યાન રાખજો. પછીથી પાછો ફોન કરુ છું અત્યારે પ્રેસ પરથી નીકળી જઊં છું અને નીલાંગ ખાસ વાત આપણાં ત્રણેનાં ફોન ટ્રેપ થવાની પણ સંભાવના છે એટલે સાથે બીજા સીમ છે એ નવા બદલી નાંખજે આપણી પાસે સીમનું લીસ્ટ છે હું પણ સીમ બદલી નાંખુ છું તમે લોકો પણ ચાન્સ જોઇ બદલી નાખજો નીલાંગે કહ્યું "હાં સમજી ગયો સર.. અમારાં પણ બદલુંજ છું અને ફોન કટ થઇ ગયો.
કાંબલે સરે પણ નીલાંગ અને રાનડે સરની વાત સાંભળી લીધી હતી કારણ કે નીલાંગે ફોન સ્પીકર પર રાખેલો. કાંબલે એ કહ્યું નીલાંગ આપણે સાવચેત રહેવું પડશે હું હવે આગળનાં ચાર રસ્તેથી ગાડી જમણીબાજુ ટર્ન મારીને એરીયા ચેઇન્જ કરુ છુ લાગે છે પેલી જીપ ટ્રાફીકમાં અટવાઇ છે આપણે હેમખેમ આમાંથી નીકળી જવું પડશે. હું તને મારો મોબાઇલ આપુ છું તારાં મારાં બંન્નેના ફોનમાં સીમ બદલી નાંખ અને આ સીમમાં નંબર ફલેશ નહીં થાય પ્રાઇવેટ નંબરજ દેખાશે એટલે વાંધો નથી એ લોકો સર્વેલેન્સ પર ફોન રાખ્યાં હશે તો પણ હવે જોઇ નહીં શકે તું બંન્નેનાં ફોન સ્વીચ ઓફ કરી દે.
નીલાંગ સ્ફૂર્તિથી કામ કરી રહેલો. ફોન સ્વીચ ઓફ કરીને સીમ ચેઇન્જ કર્યા. કાંબલે મીરરમાં જોઇને ડ્રાઇવીંગ કરી રહેલાં એમણે રાઇટ ટર્ન મારિને મેઇન રોડથી અંદરનાં સંબબમાં ગાડી દોડાવી દીધી. કાંબલે સરે અંદરનાં રોડ પર ગાડી લઇને સળંગ પાર્ક થયેલી ગાડીઓની લાઇનમાં વચ્ચે જગ્યા જોઇ ત્યાં ગાડી સ્ફુર્તિથી પાર્ક કરીને લાઇટો બંધ કરી દીધી અને ટીન્ટેડ ગ્લાસવાળી ગાડીનાં કાચ બંધ હતાં કોઇને ખ્યાલ આવે એમ નહોતું કે ગાડીમાં કોઇ બેઠું છે.
કાંબલેએ એકદમ ધીમેથી નીલાંગને પૂછ્યું સીમ બદલાઇ ગયાં ? પણ હમણાં ફોન ઓન ના કરીશ. કદાચ આપણો પીછો કરતી જીપ આવી શકે પણ ટ્રેક નહીં કરી શકે.
લગભગ 10 મીનીટ શાંતિથી ગાડીમાં બેસી રહ્યાં પછી નીલાંગે જોયું કે પેલી જીપ એ રસ્તા પર આવીજ જે જોતી જોતી આગળ નીકળી ગઇ. નીલાંગે ધીમેથી હાંશ કહ્યું કાંબલે સરે કહ્યું હાંશ ના કર હજી એ લોકો શોધતાં આવશેજ હમણાં આપણે આ ગાડીઓની લાઇનમાંજ રહેવાનું છે.
કોઇ અવાજ નથી કરવાનો નીલાંગે કહ્યું હાં ઓકે સર તમારો અનુભવ અત્યારે કામ લાગ્યો છે. કાંબલે સરે કહ્યું પેનડ્રાઈવ નું તે કોપી કરીને મોકલી દીધું છે હાર્ડ કોપીમાં ફોટાં છે એ ? નીલાંગ કહ્યું એ ફોટા આ રહ્યાં પણ એનાં પણ ફોટાં પાડીને મેઇલ કરી દીધાં છે હવે કોઇ ચિંતા નથી પુરાવા ત્રણ અલગ અલગ મેઇલ એડ્રેસ પર જતાં રહ્યાં છે ગમે ત્યારે એનો ઉપયોગ કરી શકીશું.
નીલાંગે આગળ કહ્યું પરાંજપે અને દેશમુખ બંન્ને જણાં ગભરાયેલાં હતાં એમને ચોક્કસ કોઇ શંકા હતી કે કોઇ એમનો પીછો કરે છે. એમની માહિતી કોઇપણ પાસે કેવી રીતે જાય ?
કાંબલે સરે કહ્યું મેં ડીપાર્ટમેન્ટમાં કામ કર્યું છે કોઇને કોઇ ધ્યાન રાખતું હોય આપણને ખબર પણ ના પડે અને પૈસો અને સ્ત્રી એવી ચીજ છે કે ભલભલાં એમાં લપસી જાય. હવે પરાંજપેને હમણાં ફોન નથી કરવો પહેલાં આપણે આ સ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળી જઇએ એ જરૂરી છે.
નીલાંગે એક શંકા જાહેર કરતાં કહ્યું "સર કદાચ આપણને કોઇ પકડે તો આ પેનડ્રાઇવ અને ફોટાનું શું કરવું છે. ભલે બધાં પુરાવા આપણે સાચવી લીધાં છે પણ હવે એને ક્યાં રાખવાં ?
કાંબલે સર વિચારમાં પડી ગયાં... ત્યાંજ પેલી જીપ એમદમ ધીમી ધીમે ચાલે બધી ગાડીઓ જોતી જોતી આવી રહી હતી.. કાંબલે સરે કહ્યું નીલાંગ સાવધાન એ લોકો ચેક કરતાં કરતાં આવી રહ્યાં છે એક કામ કર પેનડ્રાઇવ અને ફોટાં તું સીટની નીચે એક ચોરખાના જોયું છે એમાં મૂકી દે ઝડપથી અને આપણે કારની બહાર નીકળી જઇએ એ લોકો કાર ચેક કરશે આપણે નહીં હોઇએ અંદર એટલે અટવાઇ જશે.
કાંબલે સરે બતાવેલી જગ્યાએ નીચે નમીને નીલાંગે જોયું કે સીટ નીચે એક સ્લીવ જેવું ખાનુ છે એણે ફોટાં અને પેનડ્રાઇવ મૂકી દીધાં. અને એની જીપ-વેલક્રો બંધ કરી દીધી. એ લોકોએ જોયું કે હજી પેલી જીપ 50 મીટર દૂર છે એ લોકો નીચા નમી અઁધારામાં ગાડીમાંથી બહાર નીકળી ગયાં ગાડી લોક કરી દીધી.
આખો રસ્તો અંધારીયો અને ઓછી અવરજવરવાળો હતો. કાંબલે નીલાંગને ધીમેથી કહ્યું નીલાંગ આ કોઇ માર્કેટ લેન લાગે છે સવારે ધમધમતું હશે લોકોનું કીડીયારું ઉભરાતું હશે પણ અત્યારે બધુ બંધ જેવું છે ગાડીઓ અહીંથી પુરપાટ પસાર થઇ જાય છે. એ લોકો ગાડીમાંથી નીકળી ગયાં અને નીચા નમી ગાડીઓની પાછળથી ધીમે ધીમે આગળ વધી રહ્યાં હતાં. પેલી જીપમાંથી બે જણાં નીચે ઉતરી ગયાં.
નીલાંગ પાછળ વળીને જોયુ કે હવે એ લોકો ગાડીઓનાં કાચમાંથી અંદર જોઇ રહ્યાં છે ચેક કરી રહ્યાં છે નીલાંગને એ લોકોનો અવાજ સંભળાઇ રહ્યો હતો પણ બધુ સ્પષ્ટ નોહતું થતુ કે શું બોલે છે. કાંબલે સરની પારખી નજરે દૂર એવું દુકાન ખૂલ્લી હોય એવું જોયું એમાં સામાન ગાડીમાંથી અંદર ભરાતો હતો. એમણે નીલાંગને કહ્યું કોઇપણ રીતે પેલા લોકોથી નજર ચૂકાવીને એ દુકાન સુધી પહોચી જઇએ પછી આગળનો ખેલ હું કહું છું.
જીપમાંથી ઉતરેલાં બંન્ને જણાં હવે કાંબલેની ગાડી નજીક આવ્યાં જીપ ધીમે ધીમે આગળ ચાલી રહી હતી. પેલાં કોઇસ એ કાંબલેની ગાડી પાસે આવીને કાચની અંદર જોવાં લાગ્યાં કોઇ હતું નહીં. એમાનાં એકે જોરથી કહ્યું સર આ ગાડીનું બોનેટ ગરમ છે આ ગાડી થોડીવાર પહેલાંજ પાર્ક થઇ લાગે છે. જીપમાંથી બીજા બે જણાં ઉતરીને કાંબલે સરની જીપ પાસે આવી ગયાં ચારે બાજુની ગાડીમાં જોવાં લાગ્યાં. એ લોકો ગાડીને તપાસવામાં બીઝી રહ્યાં એ તકનો લાભ લઇને નીલાંગ અને કાંબલે હળવેથી રોડ ક્રોસ કરીને ચાલું દુકાન સુધી પહોચી ગયાં.
**************
જોસેફે અમોલને કહ્યું હવે આનો અહીંજ ક્યાંક નિકાલ કરવો પડશે આ લાશ જ થઇ ગઇ ત્યાં એનાં મનમાં આઇડીયા આવ્યો સર દરિયે જવાનો સમય નથી તમારી ચેમ્બરમાં જે ચોરકબાટ છે એમાંજ આને દફન કરી દઇએ. પછીથી યોગ્ય સમયે નીકાલ કરીશું. ત્યાંજ ખડખડાટ હસવાનો અવાજ આવ્યો ત્રણે જણાં સ્તબ્ધ થઇ ગયાં......
વધુ આવતા અંકે ---- પ્રકરણ-59