Asamanjas.... - 5 books and stories free download online pdf in Gujarati

અસમંજસ.... - 5

આગળના ભાગમાં જોયું કે કનક નક્ષિતના પ્રેમ પ્રસ્તાવનો કોઈ જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતી રહે છે અને તે કોઈક દુવિધામાં પોતાના ભણતર વિશે પણ ભૂલીને કોલેજમાં રજા પાડે છે.

ત્રણ દિવસ પછી એકાએક ફોનમાં રિંગ વાગી. કનકે કોલ રિસીવ કર્યો

"હેલ્લો. કોણ?"

" કનક હું રિયા બોલું. તું ક્યાં છે.?"

" ઘરે "

" કેમ આટલા દિવસ કોલેજ ન આવી તું? તારી તબિયત તો સારી છે ને?"

" બસ એમજ. મન નતું"

" મન નતું કે કોઈને જવાબ આપવાથી ડરતી હતી?"

" એટલે?"

" નક્ષિતે બધી વાત કરી મને."

" તો તું એને સમજાવને."

" એને કઈ રીતે સમજાવું? એને તો હવે કદાચ કોઈ નહિ સમજાવી શકે. કોઈ સમજાવી શકે એટલો સમય જો નથી એની પાસે."

" શુ કહે છે તું રિયા? કંઇક સમજાય એવું કહે મને. શું થયું છે.?" - રડમસ અવાજે કનકે કહ્યું.

" શું કહું કનક. ત્રણ દિવસ તું ન આવી અને રોજ નક્ષિત તારા વિશે પૂછતો. અને તેં કહ્યું હતું કે કોઈ કઈ પૂછે તારા વિશે તો ખબર નથી એમ કહી દેવાનું. એટલે મેં એમજ કહ્યું કે કઈ ખબર નથી કનક વિશે એમ."

" તો શું ચિંતાની વાત છે?"

" પણ એણે મને કસમ આપીને પૂછ્યું એટલે મારે કહેવું પડ્યું કે કનક રજા પર છે એમ." - રિયાના સ્વરમાં નિરાશા લાગતી હતી

" તે શું કામ કહ્યું યાર. તને તો ખબર છે ને ઘરનું વાતાવરણ." - કનક ચિંતામાં માથે હાથ દઈને કહે છે.

" હા, પણ તને નથી ખબર કે અહીંયા બહારનું વાતાવરણ કેવું છે."

" એટલે?"

" નક્ષિત સીટી હોસ્પિટલમાં છે."

" કેમ શું થયું નક્ષિતને?" - ચિંતામય અવાજે કનકે પૂછ્યું.

" નક્ષિત આઈ.સી.યુ. માં છે."

" શું થયું છે નક્ષિતને? "

" કૅન્સર..."

" તને કઈ ભાન છે શું બોલે છે તું? " - ગુસ્સે થઈને નક્ષિત માટે ચિંતાગ્રસ્ત કનક ગભરાઈને બોલી દે છે.

" હા કનક સાચું જ કહું કહું"

કનક કઈ પણ વિચાર્યા વગર દોડતી નક્ષિતને મળવા હોસ્પિટલ જાય છે. નક્ષિતને બેહોશ હાલતમાં જોઈને ખૂબ જ રડે છે. એની આંખોની નદીઓ વહ્યે જતી હતી. આજુબાજુમાં કોણ છે એનું ભાન કનકને રહ્યું જ નહીં.

" કનક સંભાળ ખુદને." - નક્ષિતના પરિવારજનો અને મિત્રોને ધ્યાનમાં રાખીને રિયા કનકને આશ્વાસન આપતા કહે છે.

કનક પોતાને સંભાળવા મંદિર તરફ ધસી ગઈ. જાણે જીવન અને મૃત્યુ વચ્ચે જુજી રહેલા નક્ષિતને અગર કઈ થશે તો કનકથી શ્વાસ લેવું પણ શક્ય નહિ બને એવો આભાસ તેને થવા લાગ્યો. તે એકધારું ભગવાનનું ધ્યાન ધરવા લાગી. અને નક્ષિતના જીવને બદલે પોતાના પ્રાણનું બલિદાન આપવા તૈયાર થઈ. ભક્તિભાવ તો કનકમાં નાનપણથી ખૂબ જ હતો. આજે કનક એ ભક્તિભાવની શક્તિથી નક્ષિતને જીવંત કરવા મથતી હતી. આખો દિવસ આમજ પોતાના કાન્હા પર વિશ્વાસ રાખીને કનક નક્ષિતને ઉઠવાની રાહ જોતી બેસુધ બેઠી હતી. થોડી ક્ષણ તો કનક ઈશ્વરથી જાણે રિસાઈ ગઈ અને જીદ્દ કરી કે, " હે ઈશ્વર..! નક્ષિતને જીવનદાન આપ, અને જો ન આપી શકે તો મને મૌત આપીને નક્ષિતને બચાવ. " કનક આ રીતે પ્રાથના કરતા જમીન પર ઢળી પડે છે. અને છતાં એના હોઠ ફરકતા રહે છે જેમાં માત્ર એક જ શબ્દ છે...નક્ષિત..નક્ષિત...

શુ કનકની ભક્તિ રંગ લાવશે? લાવશે તો શું કનક નક્ષિતને અપનાવી શકશે ખરી?

જોઈશું આગળના ભાગમાં.

કમશઃ....

★ અહીં દર્શાવેલ દરેક પાત્ર, કથાવસ્તુ-ઘટના, પરિવેશ અને સંવાદ કાલ્પનિક છે. વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી.★