Losted - 47 books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 47

લોસ્ટેડ 47

રિંકલ ચૌહાણ

રાઠોડ હાઉસ રંગબેરંગી ફૂલો અને સુંદર લાઈટ્સ થી‌ શણગારેલુ હેતુ, નવવધૂ જયશ્રી ની વિદાય ની વેળા હતી. બધા એ જયશ્રી ને રડતી આંખો એ વિદાય આપી, પરંતું આ ભીડ માં બે આંખો એવી પણ હતી જેમા દુખ ને બદલે પ્રતિશોધ ની જ્વાળાઓ હતી.
જયશ્રી ના બન્ને ભાઈ વિરાજ અને વિકાસ ની નજર પણ એ જ આંખો પર મંડાયેલી હતી. આ પ્રસંગ બગડે નઈ એ ચિંતા બન્ને ભાઈઓ ને કોરી ખાતી હતી, પણ સદભાગ્યે કોઈ પણ જાત ની ઉહાપોહ વગર પ્રસંગ પુરો થયો.
બે દિવસ પછી વિકાસ‌ જયશ્રી ને પગફેરા ના રિવાજ માટે સાસરે થી તેડી લાવ્યો.
"જયશ્રી બેન તમે જાઓ અને આરામ કરો, હું રસોઈ નું કામ પતાવી ને આવું પછી આપણે વાતો કરીએ." વિકાસ ની પત્ની આરતી એ કહ્યું.
"ઠીક છે ભાભી, પણ તમે જલ્દી આવી જજો." જયશ્રી ઓરડા મા આવી દરવાજો વળતો કરી આડી પડી.
"જયુ......"એક જાણીતો અવાજ જયશ્રી ના કાને પડ્યો.
જયશ્રી ગભરાઇ ને ઊઠી ગઈ, એનો ડર સાચો પડ્યો.
" રાજેશ, તું અહીં?" જયશ્રી ને કપાળે પરસેવો વળી ગયો હતો. પરિસ્થિતિ નું ભાન થતાં જયશ્રી બુમ પાડવા જતી હતી ત્યાં જ રાજેશ એ તેનું મોઢું બંધ કરી નાખ્યું.
"આટલી મહેનત થી આવ્યો છું અહીં અને તુ મારી મહેનત પર પાણી ફેરવવા માંગે છે. તને શું લાગ્યું હું આટલી આસાનીથી તારો પીછો છોડી દઈશ? ના જયુ ના, રાજેશ ને જે ગમે એ રાજેશ નું, સમજી? કેટલી આજીજી કરી કે મારા પ્રેમ ને‌‌ સ્વીકારી લે, મારી સાથે લગ્ન કરી લે પણ તે મારી વાત ન માની. ઊપર થી તારા ભાઈઓ ને‌ કહીને મને માર ખવડાવ્યો એ અલગ. હવે હુ તને અહીં થી લઈ જઈશ, દુર દુર લઈ જઈશ. પછી આપણે લગ્ન કરી સાથે રહીશું." રાજેશ હાલ સાઈકો પ્રેમી જેવુ વર્તન કરી રહ્યો હતો.
જયશ્રી રાજેશ ની ચંગૂલ માથી છુટવા નો પ્રયત્ન કરી રહી હતી, રાજેશ તેને બારી તરફ ખેંચી રહ્યો હતો ને અચાનક પાછળ થી તેના માથા પર વાર થયો. રાજેશ ની પકડ ઢીલી પડી અને એ ઉંધેકાંધ નીચે પછડાયો.

"તારી હિમ્મત કેમ થઈ જયશ્રીબેન ને હાથ લગાવવાની? નીચ, નરાધમ" આરતી ના હાથ મા લાકડી હતી, જયશ્રી દોડતી જઈ ને આરતી ને વળગી પડી. આરતી નો‌‌ અવાજ સાંભળી બીજા ઓરડા માથી વિરાજ, ‌વિકાસ ને એમનાં બા બાપુજી પણ દોડી આવ્યાં.

રાજેશ ને‌ અહીં જોઈ બન્ને ભાઈઓ નું લોહી ઉકાળ્યું અને બન્ને એ રાજેશ ને મારવા‌ નુ ચાલુ કર્યું. બન્ને ભાઈ રાજેશ ને પગ થી ઘસડીને સામે રાજેશ ના ઘર આગળ લઈ આવ્યા.
"આ શું કરો છો?" રાજેશ ના પિતા જી દોડતા બાર આવ્યા.
"સમજાવી દેજો તમારા નાલાયક દિકરા ને કે બીજી વાર મારી બેન સામે નજર પણ કરી છે ને તો એની આંખો ખોતરી કાઢીશ." વિકાસ એ ત્રાડ નાખી.
"તે પહેલી વાર જ્યારે જયશ્રી બેન માટે લગ્ન નુ કહેણ મોકલ્યું હતું ત્યારે જ જયશ્રી બેન એ સ્પષ્ટ શબ્દોમાં ના પાડી હતી, અને ના નો એક જ મતલબ થાય છે ના. આજ નો દિવસ યાદ રાખજે અને અમે કહ્યું એ સમજી જજે, અમે સમજાવીશુ તો તને‌ નઈ ગમે." આરતી એ રાજેશ ની સામે આગઝરતી નજરે જોઈ કહ્યું.

"યાદ રાખીશ આજ નો દિવસ પણ અને તમે આપેલી શિખામણ પણ, તમે પણ યાદ રાખજો ભાભી." રાજેશ ખંધૂ હસ્યો.


ક્રમશઃ