Depression books and stories free download online pdf in Gujarati

ડિપ્રેશન

જય શ્રી કૃષ્ણ દોસ્તો આ એક કાલ્પનિક વાર્તા છે. પરંતુ મેં આ વાર્તા દ્વારા આપણા સમાજમાં ફેલાયેલા અતિ ભયંકર માનસિક રોગ માટે મદદરૂપ થવા માટેનો એક પ્રયાસ કર્યો છે આશા છે કે આ વાર્તા તમને લોકોને અચૂક ગમશે. મારી વાર્તા લખવા માં જો કોઈ ભૂલ થઈ હોય તો જણાવવા વિનંતી...

સીમા, મહેક અને રાધિકા કોલેજ ના દિવસોના બેસ્ટ ફ્રેન્ડ હતા. કોઈ પણ કામ એક બીજા વગર ના કરે. એકબીજા થી કોઇપણ વાત નહિ છુપાવવાની એવા વચન સાથે બંધાયેલા મિત્રો સમય જતા ક્યારે પોતાની લાઈફમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે ખબર જ ના રહી. સીમા અને મહેક લગ્નગ્રંથિથી જોડાઈને પોતાનાં પરિવારમાં વ્યસ્ત થઈ ગયા જ્યારે રાધિકા પોતાના પિતાના વ્યવસાયમાં વ્યસ્ત રહેતી. એક દિવસ અચાનક જ સીમા અને મહેક નો ભેટો થઈ ગયો.

હાય સીમા શું વાત છે ઘણા દિવસે દેખાઈ ક્યાં ખોવાઈ ગઈ હતી તું? મે તને કેટલી વાર કોન્ટેક્ટ કરવાની પણ કોશિશ કરી પણ તારો ફોન પણ બંધ આવે છે. શું થયું છે બધું all right છેને?( મહેકે સીમાને જોઈને એકદમ ઉત્સાહથી કહ્યું)
સીમા એ થોડી વાર ખચાઈને જવાબ આપ્યો " હ..હા મહેક હું એકદમ ઠીક છું.

મહેક:- પણ મને તો તું કોઈ પરેશાન હોઈ એવું લાગે છે. જો સીમા તું મને નીસંકોજ થઈને કહી શકે છે જો કોઈ પ્રોબ્લેમ હોઈ તો કદાચ હું તારી કોઈ મદદ કરી શકું..

સીમા :- ના મહેક thnx પણ સાચે કોઈ પ્રૉબ્લેમ નથી. બસ થોડી તબિયત સારી નથી રહેતી એટલે એવું લાગે છે..

મહેક:- સીમા શું થયું છે તારી તબિયત ને? તારો ચહેરો કેમ આટલો ફિક્કો પડી ગયો છે? આંખની નીચે એટલા darck circle?..

સીમા:- ના ના મહેક એવું કંઈ ગંભીર નથી. બસ થોડું પેટમાં દર્દ રહે છે. એવું કંઈ ચિંતા કરવા જેવું પણ નથી. ચાલ મહેક હું તને પછી મળું છુ. મારી પાસે તારો નંબર છે હું એમાં તને ફોન કરીશ. પણ અત્યારે મારે ઘરે જવાનું મોડું થાય છે. તને તો ખબર છે કે મારો બાબો સાવ નાનો જ છે હજી. એને હું મારી મમ્મી પાસે મૂકીને આવી છું. એ સૂતો હોય ત્યારે જ હું બહાર ના કામ પતાવી શકું એ ઊઠી જશે ને મને નહિ જોવે તો રડશે એટલે હો પ્લીઝ ડોન્ટ માઈન્ડ.

મહેક:- અરે! સીમા it's ok હું સમજુ છુ વાંધો નહિ તું જા અત્યારે આપણે પછી મળીશું. Ok byee..

સીમા તો ત્યાં થી જતી રહી પરંતુ તેની હાલત જોઈને મહેક ખૂબ બેચેન હતી. એટલે ઘરે પહોંચીને મહેકે તરત જ એની અને સીમાની કોમન ફ્રેન્ડ રાધિકાને ફોન કરીને મહેક અને સીમાની આમ અચાનક થયેલી મુલાકાત વિશે જણાવ્યું. ને રાધિકાએ મહેકને જણાવ્યું કે" તને ખબર નથી કે સીમા ના ડિવોર્સ થઈ ગયા છે."

મહેક:- શું શું ડિવોર્સ? ના હોય પણ એને તો એક બાબો પણ છે! તો પછી કઈ રીતે આ પોસીબલ થાય?

રાધિકા:- સીમાના એના પતિ સાથે ઘણા સમયથી problem ચાલતા હતા અંતે બન્ને છુટા પડવાનો નિર્ણય કર્યો અને ડિવોર્સ લીધા. બાળક અત્યારે સીમા પાસે જ છે અને સાંભળ્યું છે કે સીમા આ આઘાત સહન ના કરી શકી એટલે એ ડિપ્રેશન માં આવી ગઈ છે. ટૂંક માં કહું તો એ પાગલ થઈ ગઈ છે.યાર..

મહેક:- શું વાત કરે છે રાધિકા તુ?. આ વાત તે મને પેહલા કેમ ના કહી? રાધિકા એને આઘાત લાગ્યો છે એટલે એ ડિપ્રેશન માં છે. ડિપ્રેશન એક સામન્ય બીમારી છે. અને એ સ્વાભાવિક કોઈને પણ થાય એનો મતલબ એવો નથી કે એ પાગલ થઈ ગઈ છે. ને તું કોના વિશે આવું બોલે છે. એ આપણી કોલેજની ખાસ દોસ્ત છે. આવા મુશ્કેલીના સમય પર એને આપણી જરૂર છે. આપણે જ એને પાગલ કહી દેશું તો એનું દુઃખ કોણ સમજશે. તને ખબર છે ડિપ્રેશન ની દવા શું છે? એક એવો મિત્ર જે એને સાંભળે એને સમજે. એને કોઈની લાગણીની હુંફની જરૂર છે. પણ જો આપણે જ તેના મિત્રો થઈને એને પાગલ સમજીને આમ મજાક ઉડવશું તો એક દિવસ એવો આવશે કે સીમા પાસે susaid કરવા સિવાય કોઇ રસ્તો નહીં રહે. હવે આપડે જ આપણી દોસ્તને આ ડિપ્રેશન નામની બીમારી માંથી બહાર લાવવાની છે..

એ દિવસ પછી મહેક અને રાધિકાએ સીમાને મળવા તેની મમ્મીના ઘરે જવાનું નક્કી કર્યું. પહેલા તો સીમા તેમને આમ અચાનક જોઈને ગભરાઈ ગઈ. પછી થોડી વાર અડાવડી વાતો કરીને મૂળ મુદ્દાની વાત શરૂ કરી. પોતાના પતિ સાથેના બગડેલા સંબંધને લઈને વાત કરતા જ સીમા તે બંનેની સામે ભાંગી પડી. ખૂબ રડી અને બંનેને વળગીને કહેવા લાગી મહેક મારી સાથે જ કેમ આવું થયું? મે આજ સુધી કોઈનું ખરાબ નથી કર્યું પછી ભગવાને મને કઈ વાતની સજા આપી છે?

મહેક:- ના સીમા આ સજા નથી આ તો જીવનની એક નવી શરૂવાત છે. તું જ કહે છે ને કે તારો પતિ તને ખૂબ મારતો અને ઝઘડતો હતો તારી સાથે. તો પછી એવા માણસ સાથે રહી ને તું સજા ભોગવત. સમજ કે હવે તું એ સજા થી મુક્ત છે. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. તારે હવે બધું ભૂલીને એક નવી શરૂવાત કરવી જોઈએ.

સીમા:- પરંતુ આ બાળકનું શું એ તો હજુ કેટલો નાનો છે. એને પણ પિતાના પ્રેમ ની હૂફ મળવી જોઇએ. પણ એ માણસ શેતાન છે એટલે મેં મારા બાળકને મારી પાસે જ રાખવાની ભલામણ કરી. પણ હવે એકલા હાથે આ બાળકનો ઉછેર કરવો ખૂબ મુશ્કેલ છે ..

મહેક:- હા તારી વાત સાચી છે. પણ હવે તું વધુ નહિ વિચાર ભગવાને એના માટે પણ કઈક વિચારીને જ રાખ્યું હશે. ભગવાને મંજૂર હશે તો તારા જીવનમાં પણ કોઈ નવા વ્યક્તિનું આગમન થશે અને તારા બાળકને પણ પિતાનો પ્રેમ મળી રહશે. હું જાણું છું કે તારા માટે આ બધું અઘરું છે. પણ આ બાળક ખાતર તારે હવે બધું ભૂલીને આગળ વધવું જ પડશે. અને હું ને રાધિકા છીએને તારી સાથે તારી દરેક તકલીફમાં અમે સાથે જ છીએ..

એ દિવસ પછી એ ત્રણે મિત્રો બહાર રોજ મળવાનું નક્કી કર્યું. રોજ ત્રણે મિત્રો એક ગાર્ડન માં મળતા અને એક બીજા સાથે દિલની તમામ વાતો શેર કરતા. સાથે યોગા પણ કરતાં. મહેક અને રાધિકાએ સીમાને તેના બાળકના ઉછેર માટે પણ મદદ કરી. સીમા સાથે નવી નવી પ્રવૃતિમાં જોડાતા. અને એકબીજા સાથે ખૂબ મસ્તી કરતા. સીમા એકલી છે એવું ક્યારેય એને લાગવા જ ના દીધું. સીમા ક્યારેક ડિપ્રેશન ના લીધે હાયપર થઈ જતી ત્યારે મહેક અને રાધિકા તેના ગુસ્સામાં કહેલી તમામ વાતો સાંભળી ને સમજતા તેને ક્યારેય ખોટી રીતે જજ ના કરતા. અને તેને સમજાવતાં આ રીતે તેના બંને મિત્રોના સપોર્ટ થી સીમા ધીરે ધીરે ડિપ્રેશન માંથી બહાર આવી ગઈ. અને તેને પોતાના જીવનની નવી શરૂઆત પણ કરી...


**********************************
સાચું કહું મિત્રો તો અત્યારે આ ડિપ્રેશનનો મુદ્દો ખૂબ જ ચર્ચિત થઈ રહ્યો છે ઘણા લોકો ડિપ્રેશનને લઈને પોતાના મત જાહેર કરે છે કહે છે કે ડિપ્રેશન વાળી વ્યક્તિને પોતાના અંગત મિત્ર કે કોઈ સગા સંબંધી સાથે દિલ ખોલીને વાતો કરી લેવી જોઈએ પણ ડિપ્રેશન વાળી વ્યક્તિ ના મનમાં હજારો સારા ખરાબ વિચારો ચાલતા હોય છે આવી વ્યક્તિ ખરેખર હંમેશા એ મૂંઝવણમાં હોય છે કે જો હું કોઈને મારા વિચારો કહીશ તો એ લોકો મને પાગલ સમજી ને મારો મજાક ઉડાવશે. આવી વ્યક્તિને કહેવું તો ઘણું હોય છે પણ એને સમજવા વાળું કોઈ હોતું જ નથી મનમાં ઘણું બધું ચાલતું હોય છે અંદર ને અંદર મુંઝાયા કરે છે માણસ. પણ કોને કહે કોણ સમજે.આપણા સમાજમાં પણ ડિપ્રેશન વાળી વ્યક્તિને પાગલ માં ખપાવી દે છે અંતે suicide સિવાય એમની પાસે કોઈ રસ્તો જ રહેતો નથી.
ખરેખર કહું તો આવી વ્યક્તિ તમને તમારી આસપાસ દેખાય તો પહેલા એમને એ વાતનો વિશ્વાસ અપાવો જો કે એને કહેલી કોઈ પણ વાતને ખોટી રીતે judeg કરવામાં નહીં આવે.એને પાગલ સમજીને એનો મજાક કરવામાં નહીં આવે.અને જો ડીપરેશન વાળી વ્યક્તિ જો કોઈ સાથે વાત ના કરી શકતી હોય તો તેને કહો કે એના વિચારો સારા હોય કે ખરાબ હોય એક ડાયરીમાં લખે સારા વિચારો ને સાચવી રાખે અને ખરાબ વિચારોને લખીને ફાડી નાખે તમારા જીવનમાં જે કાંઈ પણ સારો બનાવ થયો હોય તેને એક ડાયરીમાં લખો અને જ્યારે પણ suicide ના વિચાર આવે ને ત્યારે તે ડાયરીને વાંચવાનું રાખો તમને એમાંથી જ મદદ મળશે તો suicide ના વિચારો આવતા ઓછા થઇ જશે અને ડિપ્રેશનમાંથી બહાર આવવાની પ્રેરણા તમને એમાંથી જ મળશે. સારું વાંચવાનું રાખો નવું નવું શીખવા નું રાખો લોકો સાથે હળવું-મળવું. મનગમતું સંગીત સાંભળો. યોગા કરો પ્રાણાયામ કરો જેથી મગજ ફ્રેશ રહે. કોઈ એવા વ્યક્તિની મદદ લો જે ખરેખર તમને સમજી શકે.એક એવા મિત્રની મદદ લો જે તમારી કોઈ પણ વાત પર તમને જ્જ ના કરે. મિત્રો પ્રોબ્લેમ તો દરેકના જીવનમાં આવે જ છે. પરંતુ દરેક પ્રોબ્લમ નું સોલ્યુશન susaid તો નથી જ.ડિપ્રેશન એક માત્ર એક જ દવા છે એક એવો મિત્ર જે તમને સાંભળી ને સમજે...

_Meera soneji
મિત્રો મારી વાર્તા વાચવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏.તમારા કીમતી પ્રતિભાવ અને રેટિંગ આપવા વિનંતી...