Guess books and stories free download online pdf in Gujarati

અનુમાન

સવાર સવારમાં નેહા ના ફોન ની રીંગ થી નેહાની ઊંઘ ઊડી જાય છે.જોવે છે તો એની બેસ્ટ ફ્રેન્ડ કોમલ નો ફોન હોય છે કોમલ નું નામ જોતા જ નેહા ના ચેહરા ની રોનક જ બદલાઈ જાય છે. એકદમ જ ખુશ થઈ ને ફોન ઉપાડે છે . હેલો...

કોમલ:- hiii b'day girl...
Many many happy returns of the day.. happy birthday dear... તું હંમેશા ખુશ રહે મુસ્કુરાતે રહો....dear

નેહા:- ohh thank you so much dear.. તને યાદ હતો મારો બર્થ ડે!....

કોમલ:- હાસતો વળી,હું તારો બર્થ ડે ભૂલી જાવ એવું બને કાંઈ કોઈ દિવસ! તું તો મારી જાન છો. તારી બર્થ ડે ના ભુલાય ના બાબા ના...

નેહા:- હમમ..

કોમલ:- અરે! કેમ આજ ના આટલા સરસ દિવસે તારો મૂડ ખરાબ હોય એવું લાગે છે.શું થયું છે?,કેમ ઉદાસ છો?, સુરેશ ક્યાં છે?,આજ ના દિવસે સુરેશ એ તને શું સરપ્રાઇઝ આપી?..

નેહા:-તું વાત જ જવા દે સુરેશની એના લીધે જ તો મારો મૂડ ખરાબ છે..

કોમલ:-કેમ શું થયું છે? કઈક કહીશ મને?..

નેહા:-જો ને એ હર વખતે મારી બર્થ ડે ભૂલી જાય છે આજે મને wish પણ ના કર્યું સવારે વહેલા ઊઠીને ઓફિસે જતો રહ્યો ના તો કોઈ સરપ્રાઈઝ ગિફ્ટ આપી એ તો છોડ wish પણ ના કર્યું..

કોમલ:- શું વાત કરે છે. સુરેશ તારો બર્થ ડે ભૂલી જાય એ માનવામાં જ ના આવે સુરેશ એમ પણ કેટલીકવાર તને સરપ્રાઈઝ ગિફ્ટ આપતો હોય છે પછી તે ભૂલી જાય એ વાત તો હું માનું જ નહીં ને..

નેહા:-અરે સાચું જ કહું છું.ગયા વર્ષે પણ એ મારી બર્થ ડે ભૂલી ગયો હતો અને આ વર્ષે પણ ભૂલી ગયો છે. ગયા વર્ષે તો સમજ્યા કે ચાલો એ મુંબઈ એના કોઈ કામથી ગયો હતો અને કામમાં ને કામમાં ભૂલી ગયો પણ આ વખતે તો અહીં જ છે મારી પાસે તો પણ ભૂલી ગયો.મને તો એમ હતું કે એ કાલે રાત્રે બાર વાગ્યે મને સરપ્રાઈઝ આપશે મને wish કરશે પણ કાલે તો હું રૂમમાં આવું એ પહેલા જ સૂઈ ગયો. કાલે સરખી વાત પણ ના કરી મારી સાથે...

કોમલ:- ohh જરૂર કોઈ કામમાં બિઝી હશે એટલે જ ભૂલી ગયો હશે જો જે..

નેહા:- હવે તને શું કહું હું.સુરેશ હવે પેલા જેવો નથી રહ્યો.હવે એ ઘણો બદલાઈ ગયો છે.હવે એ મને પ્રેમ પણ નથી કરતો...

કોમલ:- એવું અનુમાન તું કઈ રીતે લગાવી શકે?..

નેહા:- હું કેટલા સમય થી એનું વર્તન જોઈ રહી છું.હમણાં હમણાંથી એ ઘણો ચેન્જ થઇ ગયો છે મારી સાથે વાત પણ નથી કરતો.મને સમય પણ નથી આપતો. મને તો ચોક્કસ કોઈ છોકરી નું લફરું લાગે છે....

નેહા:-અરે!આવું કેમ કહે છે તું. સુરેશ જેવો સજ્જન અને પ્રમાણિક માણસ આવું કરે એ માનવામાં ના આવે. મને ખબર છે એ તને ખૂબ જ પ્રેમ કરે છે તું ખોટું એના પર શક કરે છે યાર...

નેહા:- અરે સાચે કોમલ હમણાંથી એ ઘણો બદલાઈ ગયો છે. અને મે ખુદ નોટિસ કર્યું છે એ કોઈ સાથે chat માં વાત કરતો હોય અને મને જોવે એટલે ફોન સાઈડમાં મુકીદે.ક્યારેક ઓફિસેથી લેટ આવે બહારથી જમીને આવે હું પૂછું તો કે ક્લાઈન્ટ આવ્યા હતા તો એમની સાથે જમીને આવ્યો મારી સાથે સરખી વાત પણ ના કરે મને તો બહુ જ ચિંતા થાય છે નક્કી કોઈ બીજી છોકરી નું જ ચક્કર છે મને તો કંઈ સમજાતું જ નથી કે શું કરવું....

કોમલ:- અરે અરે તું ખોટી ચિંતા કરે છે.કયારેક આપણે જે વિચારીએ છીએ એવું હોતું નથી.ને કદાચ એવું હોય કે ઓફિસમાં કામનો લોડ વધી ગયો હોય એટલે ઘરે લેટ આવતો હોય...

નેહા:-માની લીધું ચલ કે ઓફિસમાં ખૂબ કામ છે. એટલે લેટ આવે છે સાચે જ ક્લાઈન્ટ સાથે જમીને આવે છે પણ મેં ઘણી વાર માર્ક કર્યું છે. એ મારી સાથે વાત પણ ના કરે અને ફોનમાં કોઈ સાથે chat કરતો હોય એનો શું મતલબ...

કોમલ:- નેહા તારી કોઈ ગલતફેમી થઈ હશે.તું આવ ખોટા અનુમાન લગાવી ને તું પોતે જ હેરાન થાય છે. સુરેશ ને આપણે બધા કૉલેજના સમયથી ઓળખીએ છીએ. સુરેશ તને ખૂબ જ પ્રેમ કરે છે એ એવું કરે જ નહીં ને એમ પણ જાણ્યા જોયા વગર તું શંકા કેવી રીતે કરી શકે.આ તારો કોઈ વહેમ હશે..

નેહા:-તો શું હું ખોટું બોલું છું?અને મને કોઈ વહેમ નથી થયો. મને કોઈ ખોટો શંકા કરવાનો શોખ પણ નથી.હું એની સાથે રહું છું તો મને એનામાં જે ચેન્જ આવ્યા છે એનો ખ્યાલ તો આવે જ ને.હું કોઈ નાની છોકરી તો નથી જ ને કે આટલું પણ ન સમજી શકું.એમ પણ દરેક પુરુષ લગ્ન ના થોડા વરસો માં બદલાઈ જ જાય.લગ્ન ના થોડા વરસો માં જ એ લોકો ને પત્ની માંથી રસ ઉઠી જાય ને બીજી ગમવા લાગે..

કોમલ:- અરે અરે આટલું બધું કેમ વિચારે છે તું.એક કામ કર પેલા તું એની સાથે વાત કરી લે એને પૂછ એના આવા વર્તન પાછળનું કારણ.તું આમ હવા માં તીર નહીં માર.ને તે ક્યારેય જોયો એને કોઈ છોકરી સાથે..

નેહા:- ના મે જોયું તો નથી પણ તને મારી વાત પર ભરોસો નથી?

કોમલ:-ભરોસાની વાત નથી નેહા હું તમને બંનેને ખૂબ સારી રીતે ઓળખું છું સુરેશ જેવા સજ્જન અને પ્રામાણિક માણસ એવું કરે એ વાત માનવામાં ના આવે. નક્કી કોઈ બીજી વાત હશે તું એક વાર શાંતિથી એની પાસે બેસીને વાત તો કર અને પૂછ કે શું વાત છે...

નેહા:-સારું તું કહે છે તો હું એની સાથે વાત કરીશ બસ આજે સાંજે છ વાગ્યે એના કોઈ ક્લાઈન્ટ સાથે ડીનર પાર્ટી છે અને એના ક્લાઈન્ટ ના વાઈફ પણ ત્યાં આવવાના છે એટલે એણે મને પણ ડિનર પર આવવાનું કહ્યું છે સાંજે છ વાગ્યે પીકપ કરવા આવશે.જે રીતનું એનું વર્તન છે. મને તેના ઉપરથી એમ જ લાગે છે કે કોઈ છોકરીનું લફરું જ છે. સાંજે જતી વખતે કારમાં બેસી ને પૂછી લઈશ એને કે શું કારણ છે અને આવા વર્તન પાછળના. તું ભલે ગમે તે કહે પણ બધા પુરુષો લગ્ન પછી બદલાય જ જાય..

કોમલ:- હા માનું છે કે ઘણા પુરુષો લગ્ન પછી બદલાઈ જાય છે ઘણા લોકો તો ફક્ત પોતાના શોખ માટે આવું કરે પણ છે પણ શું તને તારા પ્રેમ પર વિશ્વાસ નથી.તું સુરેશ ને નથી ઓળખતી?

નેહા :- તને તો ખબર છે ને કોમલ કે હું સુરેશ ને કેટલો પ્રેમ કરું છું.મારી ચિંતા પણ એના પ્રત્યે નો પ્રેમ જ છે.પણ અત્યારે જે રીતે એનું વર્તન છે એના પર થી કોઈ ને પણ એવુ જ લાગે..

કોમલ:-હા હું સમજુ કે તું શું કેવા માંગે છે પણ આમ અંધારા માં તીર મારવાથી કાઈ નહિ થાય. આમ ધારી લેવા કરતાં પૂછી લેવું સારું...

નેહા:- ઠીક છે તો હું એની સાથે આજે જ વાત કરીશ..

કોમલ:- સારું ચલ તો પછી હું તને કાલે ફોન કરીશ પહેલા તું સુરેશ સાથે વાત કરી લે ને જો સાચે એવું કંઈ હશે તો આપણે કોઈને કોઈ સોલ્યુશન કાઢી લેશું તું ચિંતા નઇ કરતી ok ચલ byee...

નેહા :- ok byee thanks dear😊...

કોમલ સાથે વાત કરીને નેહા ફોન મૂકી દે છે અને પોતાના કામમાં લાગી જાય છે આજે એના બર્થ ડે ના દિવસે પણ તેને ક્યાંય ચેન નથી લાગતું બસ એક જ વિચાર મનમાં ઘૂમરાયા કરતો હોય છે સુરેશ બહુ જ ચેન્જ થઈ ગયા છે નક્કી કંઈક લફરું તો છે જ કોમલ ભલે ને કહે પણ મેં ખુદ જોયું છે કે કેટલી વાર એ ફોન પર કોઈ સાથે chat કરતો હોય છે. ને હમણાંથી એ એનો ફોન પણ લોક રાખે છે જેથી હું એના ફોન ના મેસેજ જોઈ ના લવ એટલે. ખબર નહીં કોણ હશે એ છોકરી.સુરેશ ને મારો બર્થ ડે પણ યાદ ના આવ્યો.આજનો દિવસ તો એને મારી સાથે રહેવું જોઈએ.પણ એ તો જાણે સવાર નો ગાયબ જ છે.નક્કી અમારા પ્રેમ ને કોઈ ની નજર લાગી ગઈ છે.પેલા તો સુરેશ ઓફિસ જાય એ પેલા કાયમ મને ભેટી ને ચુંબન આપ્યા વગર ઘરે થી નીકળતો જ નહીં. ને હવે એની પાસે મારી સાથે વાત કરવાનો પણ સમય નથી..

નેહા આખો દિવસ જેમ તેમ આવા બધા વિચારો માં પસાર કરે છે સાંજે પાંચ વાગ્યે તેને યાદ આવે છે કે સુરેશ અને તેના ક્લાઈન્ટ સાથે ડીનર પર લઈ જવાની વાત કરતો હતો. હમણાં છ વાગે સુરેશ આવી જશે. હું જલ્દી તૈયાર થઈ જાવ. મન તો નથી જ તૈયાર થવાનો પણ જવું તો પડશે જ એટલા માં તો કાર નો હોર્ન સંભળાય છે.અરે સુરેશ તો આવી ગયો હું તો હજી તૈયાર પણ નથી થઈ. ઓહ નો હવે આવીને રાડો પડશે મારા ઉપર કે હજી તૈયાર નથી થઈ...

એટલામાં સુરેશ ઘરમાં પ્રવેશતા જ નેહા ને કહે છે અરે સારું થયું તું હજી તૈયાર નથી થઈ આજે જે ક્લાઈન્ટ અને એમના વાઈફ આવવાના છે એ લોકો બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલ ના માલિક છે એટલે એ લોકો સામે આપણી ઇમ્પ્રેશન બનાવવા માટે આપણા બંને માટે મે શોપિંગ કરી છે. લે આ સાડી તું આજે આ જ સાડી પહેરી ને આવજે મારી સાથે..

નેહા:-સુરેશ મારે તને કંઈક પુછવું છે..

સુરેશ:-નેહા અત્યારે ટાઈમ નથી મારી પાસે તને ખબર નથી એ લોકો કેટલા મોટા માણસો છે પ્લીઝ જરાય મોડું કર્યા વગર એકદમ મસ્ત તૈયાર થઈને આવ...

નેહા પગ પછાડતી રૂમમાં તૈયાર થવા જાય છે.સુરેશ પણ તૈયાર થઈ જાય છે થોડી જ વારમાં નેહા રૂમમાંથી તૈયાર થઈને નીકળે છે.નેહા બ્લેક કલર ની સાડી માં એકદમ સુંદર અને આકર્ષક લાગે છે સુરેશ એને બ્લેક સાડીમાં જોઈને જોતો જ રહી જાય છે પણ પોતાની લાગણી પર કંટ્રોલ કરીને જાણે એને નેહા સામે જોયું જ ના હોય તેવી રીતે ઘરમાંથી બહાર નીકળતા કહે છે ચાલ નેહા હવે લેટ થાય છે એ લોકો આપણી વેઇટ કરતા હશે...

નેહા પણ સુરેશ ની પાછળ પાછળ ઘરમાંથી નીકળી જાય છે અને બંને જણા કારમાં બેસીને પાર્ટી માટે રવાના થાય છે આખા રસ્તે નેહા વિચારી રહી કે કેવી રીતે સુરેશ ને પૂછું. અગર સાચે જ એ જે વિચારે છે તે સાચું હશે તો એ શું કરશે? એટલામાં સુરેશ રાજકોટ ની મોટા માં મોટી ફાઈવ-સ્ટાર હોટલ ઇમ્પેરિઅલ પેલેસ પાસે કાર ઊભી રાખે છે.કાર સ્ટોપ થતાં જ નેહા વિચારોમાંથી બહાર આવીને જૂએ છે અને કહે છે ઓહ આતો ઈમ્પિરીયલ પેલેસ છે ફાઈવસ્ટાર હોટલ...

સુરેશ:-હા કહ્યું હતું ને કે એ લોકો બહુ જ મોટા ક્લાઈન્ટ છે અહીંયા આવવાના છે તું અહીંયા ઉતરીને ગેટ પાસે ઊભી રહે હું કાર પાર્ક કરીને હમણાં આવું છું...

નેહા કારમાંથી ઉતરીને ગેટ પાસે ઊભી રહે છે. સુરેશ પણ કાર પાર્ક કરીને જલ્દીથી નેહા પાસે ગેટ પર આવી જાય છે અને બંને જણા હોટલમાં પ્રવેશે છે હોટલમાં પ્રવેશતા જ ત્યાંના વેટરસ બંને જણા નો ફૂલોથી સ્વાગત કરે છે બંને જણા હોટલ માં પ્રવેશ છે ત્યાં જ નેહા ની આંખો ચકિત થઈ જાય છે અંદર પ્રવેશતા જ મોટા અક્ષર થી લખેલું હોય છે" happy birthday my dear love Neha"આખી રેસ્ટોરન્ટ ફૂલો અને balloons થી સજાવેલી હોય છે એક તરફ નેહા નું મનપસંદ મ્યુઝિક વાગતું હોય છે. એની મનપસંદ ડીસ એની મનપસદ કેક આ બધું જોઇને નેહા એકદમ સરપ્રાઇઝ થઈ જાય છે અને બોલી ઊઠે છે સુરેશ તને યાદ હતો મારો બર્થ ડે?

સુરેશ:-હા જાન તારો બર્થ-ડે કેમ યાદ ના હોય મને! ગઈ સાલ મારી મિટિંગમાં બીઝી હતો એના કારણે ભૂલી ગયો હતો એની સજા હજી પણ ભોગવું છું હવે આ સાલ તારો બર્થડે ભુલી ને મરવું છે મારે.(એકદમ કટાક્ષ કરતો સુરેશ ખડખડાટ હસી પડે છે)..

નેહા પણ હસીને જવાબ આપે છે સારું થયું આ વખતે તું મારો બર્થ ડે ભુલ્યો નથી નહીં તો આજે તો તારી ખેર નોતી. ખરેખર સુરેશ i like your surprise મેં ક્યારેય વિચાર્યું જ નહોતું કે તું મારા માટે આવી રીતે સરપ્રાઈઝ arrange કરીશ મને તો એમ હતું કે મારો બર્થ ડે આ વખતે પણ ખરાબ જ
જશે...

સુરેશ:- એમ કાંઈ હોય મારી જાન આ તો કંઈ જ નથી હજી ખરું surprise તો બાકી છે..

નેહા:- હજી શું surprise છે?...

સુરેશ તેના ખિસ્સામાંથી એક કવર કાઢીને નેહા ના હાથમાં આપે છે નેહા તો તે જોઈ ને એકદમ ચકિત થઈ જાય છે અને ખુશખુશાલ થઈ જાય છે જુએ છે તો એમાં શિમલા મનાલી ની tickets હોય છે..અરે વાહ વોટ અ સરપ્રાઇઝ! શિમલા મનાલી ની tickets!wow....

સુરેશ:-અરે નેહા આના માટે જ તો બધી મહેનત ચાલતી હતી.તારા બર્થ ડે માં હું તને સરપ્રાઈઝ આપી શકું ને તારી સાથે એક week ની છૂટી ગાળી શકું એના માટે જ તો હું ઓફિસ એ ઓવરટાઈમ કરતો હતો...

નેહા:- શું ઓવરટાઈમ?

સુરેશ:- હા નેહા તને એમ લાગતું હશે કે હું તને હમણાં થી સમય નથી આપતો.તારી સાથે વાત નથી કરતો. પરંતુ તારા બર્થ ડેના સેલિબ્રેશન માટે થઈને જ મેં ઓફિસે થી ઓવરટાઈમ કર્યો હતો જેથી મને ઓફિસ માંથી એક વીક ની છુટ્ટી મળી શકે અને હું તારી સાથે થોડો સમય ગુજારી શકું.એક મહિના થી આ બધું palnig ચેલી રહ્યું હતું. ગયા વર્ષે જે મે તારો બર્થ ડે ભૂલીને જે ભૂલ કરી હતી એ ભૂલ આ વર્ષે મારે સુધારવી હતી..

સુરેશ ની વાત સાંભળીને નેહાને એકદમ જ કોમલ સાથે થયેલી વાતો યાદ આવી જાય છે એકદમ જ નેહા ની આંખમાં પાણી આવી જાય છે અને નેહા ને મનોમન પસ્તાવો થાય છે કે હું સુરેશ પર ખોટી શંકા કરતી હતી.કોમલે એ સાચું જ કહ્યું હતું કે હું ખોટા અનુમાન લગાવી ને દુઃખી જ થાવ છું નેહા મનોમન સુરેશ ની માફી માંગવા લાગે છે.....
સારાંશ

આ ઘટનાથી એક વસ્તુ જરૂર સાબિત થાય છે કે સબંધ માં ખોટા અનુમાન લાગવા કરતા પૂછી લેવું વધારે યતાર્થ સાબિત થશે. એનાથી આપના મગજ માં ઉપસેલી શંકા નું સાચું સમાધાન ચોક્કસ થશે. ઘણીવાર આપણે જે ધારી લઈએ છીએ એવું હોતું નથી.બાકી એક અનુમાન ના કારણે જ ઘણા પરિવારો ને આપણે તૂટતાં પણ જોયા છે....