Yakshi - 19 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 19

(દેવમને સોહમ વિશે ખબર પડતાં ફોરેનમાં પોતાનો પ્રોજેક્ટ છોડીને પાછો આવતો રહ્યો. સોહમનું બોડી કિમોથેરાપીની ટ્રીટમેન્ટને રિસ્પોન્સ ના મળવાથી બંધ કરી. સોહમની ઈચ્છા મુજબ યશ્વીએ 'ખીચડી' નામનું નાટક લખ્યું. હવે આગળ...)

સોહમની સ્કુલમાં યશ્વીએ લખેલું 'ખીચડી' નાટક રજૂ થયું.

એન્કરની એનાઉન્સમેન્ટ: "એક રેડિયોમાં ત્રણ જ ચનેલો આવતી હોય છે. અને એ ચેનલો ગમે ત્યારે ચાલુ થઈ જાય તો રેડિયો સાંભળનારની ખીચડી થઈ જાય. એ ખીચડી કેવી રીતે રંધાય છે. એ જુઓ..

(સ્ટેજ વચ્ચે એક બાજુ ખુરશી અને બે સાઈડમાં ટેબલ મૂકેલા છે.)

નમસ્કાર, આજતક થી લલિત શાહના જય હિંદ. સૌપ્રથમ મુખ્ય સમાચાર, આજે ગાંધી જંયતિ હોવાથી તેમને શ્રદ્ધાજંલિ આપવા માટે દેશના સંસદો અને પ્રધાનમંત્રી નરેન્દ્રમોદી એમના સમાધિ સ્થળ પર ગયાહતા.એ સમયે પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંઘ ને ધોઈને સાફ કરી લો, પછી નસો કાઢવા લાગો. અહીં મેં પહેલાં થી કાઢીને રાખી છે. પતાને ચોપડવા માટે એક બાઉલમાં પલાઠી વાળીને બેસો પછી શ્વાસ અંદર લો અને બહાર કાઢો. આમ પંદર-વીસ વાર કરો. આ પ્રાણાયામથી મન શાંત થશે. મન પ્રફુલ્લિત બનશે. શરીર રિલેક્સ બનશે અને શરીરને હૂંફ મળશે અને કસરત કરવા માટે શિકાગો પહોંચશે. ત્યાં તે યુએનએની મિટિંગ એટન્ડ કરશે. વળી, બિઝનેસમાં ઈન્વેસ્ટર જોડે 10,000 કરોડના એમઓયુ સાઈન કરશે. કોરોના નો કહેર હજી પણ ભારતમાં યથાવત છે. સર્વે પ્રમાણે ભારત હાલ વિશ્વમાં ફર્સ્ટ નંબરે મગજમાં લોહી પહોંચે છે. જેના લીધે વિચારવા ની શક્તિ વધે છે, મગજ શાર્પ બને છે. અને નાના મગજમાં લોહી પહોંચવા થી યાદદાસ્ત તેજ બનશે. બીજો ફાયદો શ્વાસોચ્છવાસ માં મીઠું સ્વાદ અનુસાર, એક ચમચી લાલ મરચું, એક ચમચી ગરમ મસાલો, બે ચમચા લીબું નો રસ, બે ચમચી ખાન્ડ અને અડધી ચમચી હળદર નાખી દો. એમાં થોડું નવાંયુ તેલ નાખો પછી એ મિશ્રણમાં પાણી નાખીને કાઢી દો. અને પ્રિયંકા વોડરા ને ક્રોન્ગેસના અધ્યક્ષ બનાવી દેવા જોઈએ એવું નિષ્ણાતોનું માનવું છે. એવી આશા છે કે 'પ્રિયંકા વોડરા અધ્યક્ષ બન્યા પછી એમના નેતૃત્વમાં ક્રોન્ગ્રેસ પક્ષની તાસીર બદલાઈ જશે અને તે મજબૂત પક્ષ બની ફરીથી સત્તા હાસિલ કરશે' એવું શશી થરૂર નો તકિયો બનાવો. જમીન પર તે તકિયો મૂકીને બે હાથ જમીન પર ટેકવીને તકિયા પર માથું મૂકો. એના સપોર્ટ થી એક પછી એક કરીને પગ ઉપર લઈ જઈને વરાળથી બાફવા મૂકો. 15 મિનિટ પછી ટૂથપીક નાખીને ચેક કરી લો કે ચડયા છે કે નહીં. લગભગ 20 મિનિટમાં પત્તા ચડી જશે. 20-25મિનિટ પછી રૂમ ટેમ્પરેચર પર નો શાહરૂખ ખાનને બનાવીને મેડમ તુસાદના મોમ મ્યુઝિયમ આજથી લોકો માટે મૂકવામાં આવ્યું છે. મેડમ તુસાદ ના મ્યુઝિયમ માં ત્રીજા ભારતીયનું સ્ટેચ્યુ મોમનું બનાવીને મૂકવામાં આવ્યું. આના પહેલાં અમિતાભ બચ્ચન, એશ્વર્યા રાય બચ્ચન ના શ્વાસોચ્છવાસ ધીમે ધીમે છોડો. શરીરને રિલેક્સ કરો. પછી પાંચ મિનિટ સવાસાન કરવું. હવે શીખીશું બીજું આસન બાલાસન, આ એકદમ ઈઝી આસન છે. આ આસન બાળક જ્યારે માતાના ગર્ભમાં રહેતા હોય એવું છે. આ આસનમાં પગને ચીનના પ્રાઈમ મિનિસ્ટર જિનપિગ દ્રારા ઉદ્ઘાટન કરીને કહ્યું કે 'હવે ચીની ભારતીય ભાઈ ભાઈ છે. તે ભારત સામે યુધ્ધ કરવા ઈચ્છતા નથી. તે વિશ્વમાં શાંતિ ની હિમાયત કરે છે.' હવે તે બ્રીજ ખુલ્લો મૂકવાથી ચીનના લોકોનો ટ્રાવેલિંગનો ઘણો સમય બચશે. શિકાગો પરિષદમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત પાકિસ્તાનની આંતકવાદી ના કટકા કરી લો. બહુ મોટા નહીં અને બહુ પાતળા પણ નહીં. મીડીયમ સાઈઝના ટૂકડા કરવા. જમવાના સમયે વ્રજાસનમાં જેમ બેસીએ તેમ બેસવું. પછી ધીમે ધીમે પોતાનું માથું જમીન પર અડાડવુ. ઘૂંટણ છાતી પર એવી રીતે જમીન પર માથું અડાડવુ. અને હાથ લાબા અમિત શાહે કહ્યું કે, '370(a) ની કલમ તો હટાવી લેવામાં આવશે. આજથી કાશ્મીર એક અલગ સ્વતંત્ર સ્ટેટ નહીં પણ ભારતનો એક ભાગ જ ગણાશે. કાશ્મીર નાગરિક પર ભારતનું જ બંધારણ લાગુ પડશે. આ કલમ હટાવવા માટે ટ્રમ્પ અને હિલેરી કિલન્ટન નો વઘાર કરવા માટે કડાઈમાં તેલ, રઈ તતડે એટલે તેલ નાખો. તેને બરાબર હલાવો. પછી તેને પ્લેટમાં કાઢીને તેના પર ઉપરથી કોથમીર અને નાળિયેર નું છીણ નાખીને ગાર્નિશ કરો. તો થઈ ગયા બહાર જેવા જ અળવી પાનના પત્તરવેલિયા. તે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે."

સોહમ તો કોમેડી નાટક જોઈને તે હસીને લોટપોટ થઈ ગયો.

સોહમ તેની મોમને કહ્યું કે, "થેન્ક યુ, નાટક ફાઈન હતું. મને તો હસવાની મજા પડી ગઈ. અને જો આ બધા ખુશ થઈ ગયા. લવ યુ મોમ એન્ડ થેન્ક યુ."

દેવમ અને યશ્વી પ્રિન્સિપાલનો આભાર માને છે કારણકે એમના કારણે જ સોહમની ઈચ્છા એ લોકો પૂરી કરી શકયા પછી ઘરે આવ્યા.

હવે તો સોહમની તબિયત વધારેને વધારે નાજુક રહેવા લાગી, યશ્વી એને એકલો એક પળ માટે પણ છોડતી જ નહોતી. રામભાઈનો પરિવાર અને સાન્વી, રજત બધાં જ જનકભાઈના ઘરે હતા.

સોહમનો જયારે છેલ્લો સમય ચાલી રહ્યો હતો ત્યારે તેની રૂમમાં બધા ભેગા થઈ ગયા. સોહમ યશ્વીને કહેવા લાગ્યો કે, "મોમ... મને ખબર છે કે મને માઉથમાં થી લોહી આવે એવો ડીસીઝ છે. પણ મને ખબર છે કે હું ના ડરું એટલા માટે તું રોતી નથી. મોમ થેન્ક યુ એન્ડ લવ યુ."

આટલું બોલતાં જ એને એકદમ ઉધરસ આવી અને મ્હોંમાં થી લોહી પડવા લાગ્યું. તે લોહી યશ્વીએ પોતાના દુપટ્ટાથી સાફ કરી રહી.

દેવમે કહ્યું કે, "સોહમ બેટા, તું બહુ બોલ નહીં. તને તકલીફ પડશે."

છતાંય સોહમ પાછો બોલ્યો કે, "મોમ હું ભગવાન જોડે જતો રહું ને તું રોતી નહીં અને તારું ધ્યાન રાખજે. તું તો સુપર મોમ છે ને. પ્રોમિસ.. અને તમે બધા પણ ના રોતાં, પ્રોમિસ.."

સોહમને આવું બોલતો સાંભળીને તે રૂમમાં રહેલા બધાં જ રોવા લાગ્યા પણ જેવી યશ્વીની ધારદાર નજર પડી જાણે કે કહી ના રહી હોય કે, 'મારા દીકરાને ખુશ રાખવાનો છે, તેના છેલ્લા સમય સુધી. એની સામે ઢીલું નથી પડવાનું તો, એની સામે રોવાની તો સખત મનાઈ છે.'

એ ધારદાર નજરથી જ જનકભાઈ, રજત, દેવમ, નમન અને યશ્વી સિવાયના બધા રૂમની બહાર જતાં રહ્યાં.

સોહમ પાછો બોલવા લાગ્યો કે, "મોમ, મારી લાસ્ટ વિશ એ જ છે કે, તું રડતી નહીં મારા ગયા પછી અને તું સરસ લખે છે ને તો તારું સપનું પુરૂ કરજે. અને એ ક્રિએશનને બહુ જ આગળ લઈ જજે. પછી મારા પર કે મને થયેલા રોગ પર એક નાટક લખજે. પ્રોમિસ મમા..."

યશ્વીએ સોહમને પોતાના ખોળામાં લઈ લીધો અને કહ્યું કે, "પ્રોમિસ મારા બેટું. હું તારા આ રોગ પર ચોક્કસ નાટક બનાવીશ."

સોહમે તેના પપ્પાનો હાથ પકડીને બોલ્યો કે "પપ્પા મમ્મીનું ધ્યાન રાખજો. લવ યુ મોમ, લવ યુ પાપા..."

દેવમે પણ બોલ્યો કે, "લવ યુ લોટ બેટા" આંખના આસું રોકીને બધા નીચે જોઈને રડી રહ્યા હતા ત્યાં જ...

સોહમે તેની મમ્મી નો હાથ પકડી લીધો અને એ હાથ પકડીને જ અંનત ની વાટે ઉપડી ગયો.

એ જોઈને યશ્વીએ એક જોશથી ચીસ પાડી 'સોહમઅઅઅઅઅ....' અને સ્તબ્ધ થઈને સોહમને જવા ના દેવો હોય તેમ ગળે વળગાડી લીધો.

(શું યશ્વી સોહમના મોતને માની શકશે? યશ્વી અત્યાર સુધી રોકેલા આસું હવે બહાર આવશે? કે પછી સૂકાઈ જશે? યશ્વીને રોવડાવા માટે મહેનત કરવી પડશે? ડૉક્ટર આવીને શું કહેશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ...)