Losted books and stories free download online pdf in Gujarati

લોસ્ટેડ - 53

લોસ્ટેડ 53

રિંકલ ચૌહાણ

જીજ્ઞાસા એ અડધો દરવાજો ખોલી રયાન તરફ જોયું એ ઉંઘ્યો હતો, અવાજ ન થાય એમ ધીમે થી એ વોર્ડ મા આવી.
"હું જાણું છું તારા મન માં ઘણા સવાલ હશે‌ રયાન એટલે જ હું તારી સામે નથી આવવા માંગતી. હું ખુબ જ ગભરાઇ ગઈ હતી તને એ હાલત મા જોઈને, મને લાગ્યું કે હું તને હંમેશા માટે ખોઈ દઈશ. તને અહીં લાવતા સુધી હું હજાર મોત મરી છું, પળેપળ તને ખોવા નો ડર મારા વિશ્વાસ પર હાવી થઈ રહ્યો હતો ને ડોક્ટર ના હાથ મા મે તને નહીં મારુ જીવન સોપ્યું હતું. કાશ કે હું મારી લાગણી ઓ હક થી તને કહી શકતી હોત, પણ વિધિ ની વિટંબણા તો જો તારા જાગતા તારી સામે હું મારા પવિત્ર પ્રેમ ને વ્યક્ત પણ નથી કરી શકતી." જીજ્ઞાસા ની આંખ માથી આંસુ નીકળી ને રયાન ના હાથ પર પડ્યું.

એ ઊભી થઈ ને ઝડપભેર ત્યાં થી બહાર નીકળી ગઈ, જીજ્ઞાસા ના જતાં જ રયાન એ આંખો ખોલી. એ હોશ મા આવ્યો ત્યાર થી જીજ્ઞાસા વિશે વિચારી રહ્યો હતો, તેને ગોળી વાગી એના પછીનુ જીજ્ઞાસા નું વર્તન તેને જીજ્ઞાસા વિશે વિચારવા મજબૂર કરી રહ્યું હતુ.
જો કે જીજ્ઞાસા ના આવા વર્તન પાછળ નુ કારણ એ મહદંશે સમજી ચુક્યો હતો છતાંય એ પોતાની રીતે કોઈ ધારણા બાંધવા માં નહોતો માનતો. જીજ્ઞાસા ના વિચારો ન આવે એટલા માટે રયાન તેની આંખો બંધ કરીને ઉંઘવા નો પ્રયત્ન કરી રહ્યો હતો. ત્યારે જ‌‌ જીજ્ઞાસા આવી હતી અને હકીકત જાણવા એણે આંખો બંધ રાખવાનુ નક્કી કર્યું હતું.

"તારે ઘરે જવું જોઈએ, હું અહીં છું. કોઈ કામ પડશે તો તને બોલાવી લઈશ, ચિત્રાસણી થી આવતા કેટલી વાર લાગે. તુ જઈ ને થોડો આરામ કરી લે અને આંટી નુ ધ્યાન રાખજે." રાહુલ એ આધ્વીકા ને સમજાવી ને જીજ્ઞાસા સાથે ઘરે મોકલી દીધી.
રયાન ઠીક હતો એ વાત ની શાંતિ હતી હેતલબેન ને પણ રાજેશ ભાઈ માટે એ બહુ ચિતિંત હતાં. રાજેશભાઈ નો‌ જમણો હાથ હંમેશાં માટે નકામો‌ બની ગયો હતો. એમને ઠીક થવા મા પણ ઘણો સમય લાગવા નો હતો.

"રાજેશ એ જે બાળકો સાથે કર્યું એ જાણ્યા પછી તમે નિષ્ઠા થી એની સેવા કરી શકશો કે નહીં, એ વિચારી ને પરેશાન થઈ રહ્યા છો?" જયશ્રીબેન દરવાજા મા ઊભા હતા.
"તમને કેમની ખબર પડી કે હું શું વિચારું છું?" હેતલબેન ને આશ્ચર્ય થયું.
"કેમકે હું પણ સ્ત્રી છું અને માં છું, માતા અને સંતાન નો સંબંધ ખુબ અનોખો હોય છે હેતલબેન. જ્યારે તેનાં વહાલાં લોકોને કોઈ તકલીફ આપે ત્યારે કદાચ એક સ્ત્રી માફી આપી શકે પણ જ્યારે કોઈ સંતાનો ને તકલીફ આપે ને તો એક માં ક્યારેય માફી ન આપી શકે. તેના સંતાનોને તકલીફ આપનાર માટે એક માં ના હ્રદય માંથી હાય જ નીકળી શકે...."
"તમે સાચું કહો છો જયશ્રીબેન, કદાચ મારી દીકરી સહી સલામત મારી પાસે હોત તોય હું રાજેશ જી ને માફ કરી દેત. પણ મારી ફૂલ જેવી દીકરી ની વેદનાઓ, પિતા ના પ્રેમ માટે તરસતી એની આંખો અને તેની ગેરહાજરી સતત મને યાદ કરાવે છે કે રાજેશ જી ના કારણે મારી ઢીંગલી જીવી ત્યાં સુધી દુખી હતી‌ અને મર્યા પછીય એને સુખ નથી મળ્યું." હેતલબેન ની આંખો ભીંજાઈ ગઈ હતી.

"આધ્વીકા......" ધીમો અવાજ ગુંજ્યો અને મિતલ આધ્વીકા ના ઓરડા મા આવી, એને જોઈ આધ્વીકા ઊભી થઈ.
"મારી અધુરી ઈચ્છા પુરી થઈ ગઈ છે, હવે તું મારા મૃત શરીર ને શોધી એના અંતિમ સંસ્કાર કર જેથી મને હંમેશા માટે મુક્તિ મળી જાય." મિતલ એ સપાટ ચહેરે કહ્યું.
"તું દુખી હોય એવુ લાગી રહ્યું છે, તારી અધુરી ઈચ્છા શુ હતી એવું હું નહીં પુછું પણ તું દુખી કેમ છે એ પુછવા માંગુ છું."

"આખી જીદંગી જે શબ્દો સાંભળવા તરસી એ હવે મર્યા પછી સાંભળી શકી, અને હવે જ્યારે મારી એકમાત્ર ઈચ્છા પુરી થઈ છે તો હું એ ખુશી પણ માણી શકું એમ નથી. એક શરીર વિહોણી આત્મા ને માટે શું ખુશી ને શુ દુઃખ." મિતલ ધીમે ધીમે ત્યાં થી ગાયબ થઈ ગઈ.

ક્રમશઃ