Pollen 2.0 - 13 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 13

પરાગિની ૨.૦ - ૧૩



પરાગ રિનીને લઈને તેના ઘરે જાય છે અને બધાને સાંજે ડિનર માટે અને બંનેની ફેમીલીની મીટિંગ હોય છે પરંતુ આ વાત પર શાલિની કમેન્ટ કરે છે જેના લીધે પહેલા પરાગનું બોલવાનું થાય છે શાલિની સાથે અને પછી નવીનભાઈ શાલિનીને બોલે છે.


શાલિની તેની રૂમમાં જઈ એક વ્યક્તિને ફોન કરે છે અને કહે છે, હું તને થોડીવાર બાદ લોકેશન મોકલી જઈશ સાંજે આવી જજે મસ્ત સ્ટોરી મળશે તને પેપરમાં છાપવા માટે... એક કામ કર આપણે મળીએ.. હેડલાઈન પણ તને હું જ કહીશ..!


દાદી પરાગ અને રિનીને તેમની રૂમમાં લઈ જાય છે અને તેમના કબાટમાંથી એક જૂનું જડતરનું બોક્સ કાઢે છે જેમાં અમુક ખાનદાની વસ્તુ અને ઘરેણાં મૂક્યાં હોય છે. જેમાંથી તેઓ રૂબીનાં ડાયમંડની વીંટી કાઢી પરાગને આપતા કહે છે, બેટા આ વીંટી તું રિનીને પહેરાવજે.. જ્યારે બધુ નક્કી થઈ જાય પછી..! રિની પણ ત્યાં જ હોય છે.. તે દાદીને કહે છે, દાદી આ વીંટી બહુ કિંમતી છે, હું ના પહેરી શકુ..

પરાગ- દાદી, રિનીને વીંટી હું મારી લાવેલી જ પહેરાવીશ... અત્યારે તમારી પાસો રાખો..!


શાલિની પેલા વ્યક્તિને એક રેસ્ટોરન્ટમાં બોલાવે છે. એ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ પેલો ફોટોગ્રાફર જ હોય છે જે કંપનીમાં નવો આવ્યો હોય છે અને તે પત્રકારનું કામ પણ કરતો હોય છે.

જે દિવસે ન્યૂઝપેપરમાં પરાગ અને રિનીનાં ન્યૂઝ છપાયા હોય છે તે દિવસે જ શાલિની ન્યૂઝ એજન્સીના ઓફિસમાં જઈને પૈસા આપી તે વ્યક્તિનું નામ જાણી લે છે જેથી ભવિષ્યમાં તેના કામ આવી શકે..!

શાલિની તે વ્યક્તિને હોટેલનું એડ્રેસ આપે છે અને કહે છે, સાંજે આવી જજો... કાલે ન્યૂઝપેપરમાં આ હેડલાઈન હોવી જોઈએ કે... કરોડપતિ છોકરાને ફસાવનારી ગરીબ છોકરી...!


પરાગ રિનીને દાદી પાસે રહેવાનું કહી ઓફિસ જાય છે. વાસુદેવ દાદા પરાગની ઓફિસ કેવી છે બધુ ચેક કરવા પહેલેથી પહોંચી ગયા હોય છે. દાદા સિયા પાસે બેસીને પરાગ વિશે બધુ પૂછતા હોય છે કે એટલાંમાં પરાગ ત્યાં આવે છે. તે દાદાને અહીં ઓફિસમાં જોઈ નવાઈ પામે છે. તે દાદા પાસે જાય છે અને કહે છે, મિ. દેસાઈ તમે અહીં? (દાદાએ તેને હજી પરવાનગી નથી આપી હોતી તેમને દાદા કહેવાની..!)

દાદા- હા...

પરાગ- તમે મારી કેબિનમાં બેસો.. આવો આ તરફ..

પરાગ અને દાદા કેબિનમાં જાય છે. પરાગ તેની ચેર પર બેસતા કહે છે, તમે અહીં કેમ આવ્યા? કંઈ કામ હતુ?

દાદા તેની સામેની ચેર પર બેસે છે અને કહે છે, છોકરી આપીએ છે તો બધુ જોવું તો પડે ને..!

પરાગ- હમ્મ.. કેમ નહીં..! આજે રાત્રે બંને ફેમીલી એકબીજાને મળશે તેવું ગોઠવ્યું છે... તમે કહ્યું હતું ને કે મારા પેરેન્ટ્સને લઈ ને આવું... એટલે સાંજે ડિનર અને મીટિંગ છે.

દાદા- સારૂં


પરાગ તેનું કામ પતાવી ચાર વાગ્યે ઓફિસથી નીકળીને નવીનભાઈના ઘરે જાય છે અને તે રિનીને શોપિંગ મોલમાં લઈ જાય છે.

રિની- મોલમાં કેમ આવ્યા છે આપણે?

પરાગ- સાંજે ડિનર માટે જવાનું છે તો પહેરવા માટે તારે કંઈક લેવું હોય તો...

રિની- પરાગ... મારા પાસે સારા ડ્રેસ છે... એની માટે મારે નવો ખરીદવાની જરૂર નથી.

પરાગ- હા.. પણ મારે તને લઈ આપવો છે...

રિની- મેરેજ પછી લઈ આપજો ત્યારે ના નહીં કહુ... અત્યારે નહીં.... અત્યારે મારી પાસે છે તેમાંથી જ પહેરીને આવીશ.... હું જેવી છું તેવી જ બધા સામે રહેવા માગું છું... પ્લીઝ...

પરાગ- ઓકે... હું તને ફોર્સ નહીં કરું... તને જેમ ઠીક લાગે એમ જ કરજે..

રિની- હમ્મ...

પરાગ રિનીને ઘરે મૂકીને તેના ઘરે જાય છે.

પરાગ ઘરે જઈ શાંતિથી સોફા પર બેસે છે. તે ઘણો ખુશ હોય છે કે જે વ્યક્તિને તે પસંદ કરે છે તે ભલે નાદાન છે પણ સમજદાર પણ છે... અને તેની સાથે તે હવે નવી લાઈફ શરૂ કરવા જઈ રહ્યો છે પરંતુ સવારથી તેને અંદર કંઈક અજીબ ફિલીંગ્સ આવી રહી છે કે કંઈક અઘટિત થવાનું છે. તે આ બધુ વિચારવાનું બંધ કરી ન્હાવા જાય છે અને પછી ખુશ થતો થતો તૈયાર થાય છે અને સાથે પહેલી વખત રોમેન્ટિક ગીતો પણ ગાતો હોય છે.


આ બાજુ રિની તેના કબાટ માંથી બધા ડ્રેસ કાઢે છે... એશા અને નિશા તેને સિલેક્ટ કરવામાં મદદ કરે છે.. રોયલ બ્લ્યુ કલરનો ડ્રેસ સિલેક્ટ કરે છે. રિની એકદમ સિમ્પલ રીતે તૈયાર થઈ હોય છે પણ બહુ જ સુંદર લાગતી હોય છે. રિની તૈયાર થઈને બહાર આવે છે તે તે જ વખતે સિયા એક ડ્રેસ લઈને રિનીના ઘરે આવે છે.

રિની- સિયા તું અહીં?

સિયા- આ ડ્રેસ જૈનિકા મેમએ મોકલાવ્યો છે અને હમણાં જે ડિનર માટે જવાનું છે તેમાં પહેરીને જવા કહ્યું છે.

રિની- પણ હું તો તૈયાર થઈ ગઈ છું...

સિયા- તું આ ડ્રેસમાં સારી જ લાગે છે પણ તારે આ ડ્રેસ જ પહેરવો પડશે એવું જૈનિકા મેમએ કહ્યું છે.

એશા- રિની તું જૈનિકામેમએ જે ડ્રેસ મોક્લાવ્યો છે તે પહેરી લે આમ પણ આ પહેરેલો ડ્રેસ ઠીક છે... તારા સાસુ-સસરા સામે આવું પહેરીને જઈશ?

રિની- હું જેવી છું એવી જ જઈશ....

સિયા- આ ડ્રેસ લઈ લે... નહીંતર જૈનિકા મેમ મને તો લડશે સાથે તને પણ... બાકી તો તને ખબર જ છે...

થોડી આનાકાની બાદ રિની ડ્રેસ લઈ લે છે.


આ બાજુ નવીનભાઈનાં ઘરે બધા તૈયાર થઈને બેઠા હોય છે તેઓ શાલિનીની રાહ જોઈ રહ્યા હોય છે. નવીનભાઈ કંઈ વિચારતા હોય છે તે જોઈ દાદી કહે છે, શું વાત છે નવીન.. કંઈ વિચારે છે?

નવીનભાઈ- કંઈ નહીં મમ્મી... એ જ કે એમનું ફેમીલી કેવું હશે?

દાદી- મળીશું એટલે ખબર પડી જશે..

સમર- દાદી... ફાઈનલી હવે ભાઈ મેરેજ કરશે....

દાદી- હા.. બેટા...

શાલિની બધાની વાત સાંભળતી હોય છે અને નીચે આવે છે, મનમાં કહે છે, જેટલા ખુશ થવું હોય એટલા થઈ લો કાલે મોટો બોમ્બ ફૂટવાનો છે... કાલે હું ખુશ થઈશ...

સમર- ચાલો મોમ પણ આવી ગઈ... નીકળીએ...

દાદી- તમે ત્રણ એક ગાડીમાં જાઓ... હું પરાગના ઘરે જાવ છું એની સાથે આવીશ..


દાદી પરાગના ઘરે પહોંચે છે. પરાગને કહે છે, કેટલા વાર તૈયાર થતાં..?

પરાગ- દાદી.. આજે મારો દિવસ છે તો તૈયાર તો થઉ ને?

દાદી- હા.. મારા છોકરા કેમ નહીં..! હા, પણ આપણે પહેલા પહોંચવાનું છે..

પરાગ- હા.. તમે ગાડીમાં બેસો... હું રીંગ અને પેલી ચેઈન લઈને આવું..!

દાદી- હા...

દાદી નીચે જઈને ગાડી પાસે જાય છે કે એટલામાં એક કુરીયર વાળો ત્યાં આવે છે. પરાગ પણ બહાર આવે છે. કુરીયરવાળો પરાગને એક કવર આપે છે.

દાદી- શું છે બેટા?

પરાગ- ઓફિસનું કોઈ ડોક્યુમેન્ટ લાગે છે.

દાદી- હા.. તો હમણા રહેવા દે પછી જોજે... પહેલા નીકળીએ આપણે...

પરાગ તે કવર ગાડીમાં જ મૂકી દે છે.

આ બાજુ રિની બે કેબ બૂક કરાવી દે છે. એક ગાડીમાં દાદા, આશાબેન અને રીટાદીદી જાય છે અને બીજી ગાડીમાં એશા, રિની અને નિશા...! બંને ગાડી તાજ સ્કાયલાઈન હોટેલ પાસે આવીને ઊભી રહી જાય છે. બધા ગાડીમાંથી નીચે ઊતરે છે. પાછળ સમરની ગાડી આવી ઊભી રહે છે જેમાં નવીનભાઈ અને શાલિની હોય છે.

શાલિની- આ મિડલક્લાસ લોકો બધાને જ લઈને આવી જાય...

સમરને નથી ગમતું જે શાલિની બોલે છે પણ તે કંઈ બોલતો નથી અને તે કહે છે, તમારે જ્યારે અંદર આવું હોય ત્યારે આવજો.... હું તો જાવ છું...

સમર સીધો જ્યાં બધા ઊભા હોય છે ત્યાં પહોંચે છે તે બધાને અંદર લઈ જાય છે. રિસેપ્સનીસ્ટને કહી બધાને બૂકીંગ વાળી જગ્યાએ સઈ જવા કહે છે. સમર પછી નિશા સાથે જઈને ઊભો રહે છે અને કહે છે, કેમ છે નિશા?

નિશા સમરનો જોઈને બ્લ્સ કરવા લાગે છે, હું એકદમ મજામાં... તું કેમ છે?

સમર- હું પણ... બાય ધ વે બહુ જ સુંદર દેખાય છે તું....

નિશા- તું પણ કંઈ ઓછો નથી લાગતો...


હોટલનાં પાછળનાં ગાર્ડનમાં મોટું લાંબું ટેબલ ગોઠવ્યું હોય છે. આખી જગ્યા પરાગે રિઝર્વ કરાવી હોય છે. રિસેપ્સનીસ્ટ બધાને ત્યાં બેસવાનું કહે છે. થોડીવાર રહી નવીનભાઈ અને શાલિની આવે છે. નવીનભાઈ પહેલા દાદાને મળે છે બંને વચ્ચે નોર્મલ ઓળખાણ અને વાતચીત થાય છે. નવીનભાઈ શાલિનીની પણ ઓળખાણ કરાવે છે.

પંદર-વીસ મિનિટ થઈ જાય છે પણ હજી સુધી દાદી અને પરાગ નથી આવ્યા હોતા... ત્યાં સુધી બધા નોર્મલ વાતચીત કરે છે... એનાં શાલિની વચ્ચે વચ્ચે પૈસાનું ઘંમડ અને રિનીના ફેમીલીને ટોન્ટ મારી લેતી...! તે એશા અને નિશાને જોઈને પણ કહે છે, ઓહ... તમે બંને અહીં??

નિશા પણ સામે જવાબ આપતા કહે છે, અમે ત્રણ હંમેશા સાથે જ હોઈએ છે... ખુશીનો સમય હોય કે દુ:ખ નો...!

શાલિની- ગુડ

એશા સમરને કહે છે, માનવ આવાનો છે?

સમર- મેસેજ તો મેં કર્યો હતો... ખબર નહીં..!


દાદી અને પરાગ હોટેલ પર આવી જાય છે. તેઓ બધા બેઠા હોય છે ત્યાં પહોંચે છે. પરાગ અને દાદીને આવતા જોઈ બધા ઊભા થાય છે. દાદા પણ ઊભા થઈને પાછળ ફરે છે તો દાદીને જોઈને શોક લાગે છે.... દાદી પણ વાસુદેવ દાદાને જોઈ છે અને તેઓ પણ નવાઈ પામે છે... બંને એકબીજાને જોતા જ રહી જાય છે... બંને એકબીજાને જોઈ થોડા ભાવુક થઈ જાય છે... એવું લાગતું હતું કે બંને એકબીજાને વર્ષોથી જાણતાં હોય છે.

પરાગ તેની દાદીને કહે છે, દાદી.. આ છે વાસુદેવ દાદા... રિનીના દાદા... અને દાદા.. આ છે મારા દાદી... રેખાબેન..!

દાદી- જય શ્રી કૃષ્ણ...

દાદા- જય શ્રી કૃષ્ણ...

પરાગ દાદીને દાદાની સામેની ચેર પર બેસાડે છે અને તે પછી રિની પાસે જઈ બેસી જાય છે... પરાગ જોઈ છે કે રિની વાઈન કલરનાં ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હોય છે.

શાલિનીના ફોનમાં પત્રકારનો મેસેજ આવી જાય છે કે તેઓ આવી ગયા છે તેથી શાલિની વોશરૂમનું બહાનું કાઢી બહાર જાય છે.

શાલિની મેનેજર પાસે જાય છે અને કહે છે, શું પ્રોબ્લમ થયો?

મેનેજર- પરાગ સરે અમને કહ્યું હતું કે કોઈ પત્રકાર કે ન્યૂઝ વાળી વ્યક્તિ અંદર ના આવવી જોઈએ...

શાલિની- મેં જ આમને ઈન્વાઈટ કર્યા છે... બસ બે-ત્રણ ફોટો લેશે પછી એ જતા રહેશે...

મેનેજર- ઓકે તમે બોલાવ્યા છે તો કોઈ પ્રોબ્લમ નથી..!

શાલિની એ પત્રકારને પાછળ લઈ જાય છે અને કહે છે, કામ બરાબર થવું જોઈએ...!

શાલિની તેની જગ્યા પર જઈ બેસી જાય છે. માનવ પણ ત્યાં આવે છે. તે પરાગના હાલચાલ પૂછી સમર સાથે બેસી જાય છે. એશા માનવને જોઈ ખુશ થઈ જાય છે. બધા ડિનર કરતાં હોય છે સિવાય દાદા અને દાદી..!

દાદી- વાસુદેવ ભાઈ.. આપણે અહીં આપણા છોકરાઓની ખુશી માટે મળ્યાં છીએ.. બંને એકબીજાને પ્રેમ કરે છે તો આપણી ફરજ છે તેમને આપણે સાથે રહેવાની પરવાનગી આપીએ...

દાદા- જી રેખાબેન... પ્રેમ તો બહુ જ અમૂલ્ય લાગણી છે જેને એમ જ જીતી ના શકાય... પણ એ પ્રેમનો સોદો કરવામાં આવ્યો હતો

બધા દાદા અને દાદીની વાત સાંભળતા હોય છે.

દાદી- તમારી વાત સાચી છે વાસુદેવભાઈ.. ખરેખર પ્રેમ અમૂલ્ય લાગણી છે.. જે પૈસાથી ના ખરીદી શકાય..

દાદા- હા.. તો જો કોઈને ખરેખરમાં સાચો પ્રેમ હતો તો બીજ સાથે કેમ લગ્ન કરી લીધા?

ત્યાં બેઠેલ કોઈને પણ સમજ નહોતી પડતી કે દાદા અને દાદી શું કહેવા માંગે છે..?

દાદી- વાસુદેવભાઈ.. હવે ભૂલી જઈએ એ વાતો...

દાદા- કેવી રીતે ભૂલી જાવ? પચાસ વર્ષથી એક પળ માટે નથી ભૂલ્યો હું..

પરાગ અને રિની એકબીજા સામે પ્રશ્નસૂચક ચહેરા સાથે જુએ છે અને કહે છે, શેની વાત કરી રહ્યા છે આ લોકો??

પરાગ- મને જ નથી ખબર...

ફોટોગ્રાફર છૂપાયને ફોટો ક્લિક કરતો હોય છે.

દાદી- બસ હવે આગળની વાત કરીએ.. બંને પરાગ અને રિની એકબીજાને વીંટી પહેરાવશે...

દાદા ઊભા થઈ જાય છે અને કહે છે, કોઈ વીંટી નહી પહેરાવાની...! હું મારી છોકરી તમને નહીં આપું....



દાદાએ કેમ મેરેજ માટે ના કહી દીધી? દાદાઅને દાદીનું શું જૂનું કનેક્શન છે?

પરાગ અને રિનીના લાઈફમાં હવે નવી શું પ્રોબ્લ્મસ આવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૧૪