MEDITATION MYTHS - 2 books and stories free download online pdf in Gujarati

ધ્યાનવિશ્વમાં વિહાર - 2 (લેખાંક 2 - ધ્યાન - ભ્રામક માન્યતાઓ)

ધ્યાન - ભ્રામક માન્યતાઓ (2)
💜💜💜💜💜💜💜💜💜


🌈 ધ્યાન વિષયક ભ્રમણાઓની ચર્ચા કરી રહ્યા હતા. આવી ૩ માન્યતાઓ અને તેની વજૂદ વિષે ગયા હપ્તે ચર્ચા કરી.

(1) ધ્યાન એ કોઈ વિશેષ ધર્મ સાથે જોડાયેલી વાત છે.
(2) અરે ભાઈ, ધ્યાનના ફાયદા મેળવવા માટે તો વર્ષો વીતી જાય.
3) ધ્યાન તો સાધુ કરે, જો ગૃહસ્થી કરે તો વહેલો-મોડો સાધુ થઈ જાય (સંસારમાંથી રસ ઉડી જાય).

અન્ય ભ્રામક માન્યતાઓ હવે જોઈએ.


4) "સમયનો વ્યર્થ બગાડ છે."

અત્યંત ઊંચા વ્યાજદર, ચક્રવૃદ્ધિ વ્યાજ અને સલામતી પણ ખરી - આવું કંઈ મળે તો રોકાણ કરીશું? એમ જ માની, દિવસની 20 થી 30 મિનિટનું રોકાણ કરી જોઈએ. બીજા ફાયદાઓ તો બાજુ પર રાખીએ, સૌથી પહેલાં તો કાર્યક્ષમતા એટલી વધી શકે કે જે કામ 2 કલાકમાં કરી શકતા તે કદાચ ૧ કલાકમાં અને તે પણ વધુ સારી રીતે થઈ શકશે. અત્યંત મોટી, નફો જ જેનો મૂળભૂત ઉદ્દેશ છે, તેવી કંપનીઓ પણ આ સમજી ગઈ છે; માટે જ ગૂગલ, માઈક્રોસોફ્ટ, એપલ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, નાઈકી, સોની, ફેસબૂક જેવી પ્રતિષ્ટિત કંપનીઓમાં ધ્યાન માટે ખાસ સમય ફાળવવામાં આવે છે, ધ્યાન શીખવવા માટે વ્યવસ્થા પણ કરવામાં આવે છે. જો સમયનો વ્યર્થ બગાડ હોય તો શું આ શક્ય છે? આપણા દેશની અનેક કંપનીઓમાં પણ ધ્યાન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. એટલું જ નહિ, કોર્પોરેટ ક્ષેત્રમાં મેડિટેશન ઝોન ઉભા કરવા માટે ભારતમાં તો Start Up પણ શરુ થયા છે.


5) "ધ્યાન એ ભાગેડુ વૃત્તિ છે, શાહમૃગ વૃત્તિ છે, સમસ્યાઓથી ભાગવાનો પ્રયાસ છે."

જે વ્યક્તિએ ધ્યાનમાં જવાનો કોઈ દિવસ પ્રયાસ કર્યો હશે તો તેને ખ્યાલ હશે કે આ કેટલી ખોટી વાત છે.
જે સમસ્યાઓ અથવા વિચારો ન જોઈતા હોય તે તો ધ્યાન દરમ્યાન સામે જ આવે. જયારે નવું-નવું ધ્યાન કરવાનું શરુ કર્યું હોય ત્યારે તો વિશેષ.

ઓક્સફર્ડ ડીક્ષનેરીમાં Escapismનો જે અર્થ બતાવ્યો છે તે જોઈએ તો ડિસ્ટ્રેક્શન અથવા ફેન્ટસીમાં જઈએ તેને ભાગેડુવૃત્તિ કહેવાય. TV, સોસીઅલ મીડિયા, આલ્કોહોલ, ડ્રગ એ બધું આ કક્ષામાં આવે. ધ્યાન તો એવી વસ્તુ છે કે જાગૃતિ લાવે, છેક અંદરથી બધું ઉખેડીને બહાર લાવે. ખુદના પડછાયાથી ભાગવાનું ધ્યાનમાં શક્ય જ નથી. એટલે તો જે લોકો ધ્યાનમાં નવા હોય ત્યારે તેમને અઘરું લાગે, જેનાથી છટકવા માંગતા હોય તે બધી જ વાતો સામે જ આવી જાય. જયારે ધ્યાન જીવનમાં વણાય જાય ત્યારે આ બધી સમસ્યાઓ અથવા અણગમતી વાતોનો સામનો કરવાની હિમ્મત આપોઆપ આવી જાય.

6) "ધ્યાન મોટી ઉંમરની વ્યક્તિઓએ કરવાની વસ્તુ છે."

ધ્યાનના જે અગણિત ફાયદા છે તેમના ફક્ત અમુક જોઈએ, નક્કી કરીએ કે શું આ બધું નાની ઉંમરની વ્યક્તિને વધુ લાગુ પડે કે મોટી ઉંમરની વ્યક્તિને !

(A) એકાગ્રતા વધે

(B) ક્રિયાત્મક્તા - Creativity વધે.

(C) ગુસ્સો ઓછો થાય, જુસ્સો વધે.

(D) મગજના કોષો અત્યંત ક્રિયાશીલ થાય.

(E) વિપરીત સંજોગોમાં શાંત રહી શકાય. માનસિક તણાવ ઓછો રહે અથવા ન રહે.

(F) સ્પર્ધાત્મક સંજોગોમાં પણ શાંત રહી શકાય.

(G)યાદશક્તિ તીક્ષ્ણ થાય.

(H)આત્મસ્ફૂર્ણા (Intuition) શક્તિ વધે, પરીક્ષામાં પહેલેથી ઘણી વખત ખ્યાલ આવી જાય કે ક્યા પ્રશ્નો પુછાવાની સંભાવના વધુ છે.
અનાવશ્યક ગભરાટ દૂર થાય, જેમ કે અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમ્યાન થાય છે.

(I)અનાવશ્યક ગભરાટ દૂર થાય, દા.ત. અનેક વિદ્યાર્થીઓને પરીક્ષા પહેલાં અને પરીક્ષા દરમ્યાન થાય છે.

આ સિવાયના અનેક ફાયદાઓ છે કે જે ભવિષ્યમાં ચર્ચા કરીશું. હાલમાં ઉપર દર્શાવેલા ફક્ત થોડા જ ફાયદાઓ તપાસી નિર્ણય લઈએ કે ધ્યાન કઈ ઉંમરની વ્યક્તિને વિશેષ લાભદાયક છે.

🌈આજે અહીં વિરામ લઈએ. થોડી વધુ ભ્રમણાઓ વિષે આ પછીના હપ્તે સમજી, ધ્યાનના ફાયદાઓ તરફ પ્રયાણ કરીશું.

(ક્રમશઃ)

✍🏾 જીતેન્દ્ર પટવારી ✍🏾

FB: https://www.facebook.com/jitpatwari
FB Page: https://www.facebook.com/Self-Tune-In-274610603329454/
jitpatwari@rediffmail.com
7984581614: