Nayna Mevani books and stories free download online pdf in Gujarati

નયના મેવાણી

આ પત્ર ગર્ભ સમૃદ્ધ પરિવાર , માવાણી પરિવાર ની મોટી વહુ પોતાની થનારી પુત્રવધુ ને લખી રહી છે.


વ્હાલી નેહા......,


બેટા, તું ભલે અમારી પસંદ નથી , તારી જાતિ, ગોત્ર, કુળ કંઈજ આ પરિવાર સાથે મળતું નથી. તારો પરિવાર પણ અમારી સરખામણી માં ઘણો ગરીબ છે , પણ આજે મારે તને એક વચન આપવું છે. હું નયના માવાણી ,તારી પડખે હમેશા ઉભી રહીશ. તને મારા માં તારી સાસુ નહીં હમેશા એક માં જ દેખાશે.


આજે મારે મન ખોલીને તને એ વાત કરવી છે જે મને આજ દિન સુધી ખૂંચે છે . હું કોઈ ની આગળ દિલ ખોલીને એ વાત નથી રજૂ કરી શકી. મારા લગ્ન ને ચાલીસ વર્ષ થઇ ગયા અને મારી ઉમર સાઈઠ વર્ષ .

આજે મારે તને મેં આ ઘર માં વિતાવેલા ચાલીશ વર્ષ ની વાત કરવી છે .


બેટા, મારા લગ્ન અરેન્જ મેરેજ છે અને હું મારા માં બાપ ની સૌથી મોટી દીકરી, મારા પછી બે બહેનો અને એક ભાઈ . મારા પિતાજી આપણી પેઢી માં મુનીમ નું કામ કરતા અને મારા સસરા કૃષ્ણ માવાણી ને એમની ઉપર ખૂબ ભરોસો. હું પહેલે થી હિસાબ માં ખૂબ હોશિયાર અને પેઢી ની એ વખત ની ઓફિસ મારા ઘર થી નજીક એટલે શાળા જતા પહેલા કેટલીય વાર હું પિતાજી ને ટિફિન આપવા જતી. તે વખતે એમનું કામ હું કરતી અને મારા સસરા એ બધું જાણતા . એમને પહેલે થી મારી વ્યવહારિક સૂઝ બહુજ ગમતી. એ મને અમુક આંટી ઘૂંટી વાળા પ્રશ્નો પૂછતાં અને મારા જવાબ સાંભળીને મને મીઠાઈ આપતા.


આમ ને આમ હું ઓગણીસ વર્ષ ની પણ થઇ ગઈ અને મારુ graduation પણ પૂરું થઇ ગયું . એ વખતે તો graduate હોવું પણ મોટી સિદ્ધિ ગણાતું. તારા સસરા, મેહુલ મારાથી બે વર્ષ મોટા એટલે ત્યાં સુધી તો એ પણ ઓફિસ આવવા લાગ્યા હતા. પણ એમને ઓફિસ ના કામ કરતા, ઓફિસ માં આવી ને જોહુકમી કરવામાં અને પોતાને સાહેબ કહેવડાવામાં વધારે રસ હતો.


આ ગાળા માં જ એક વાર મારા પિતા ને બહુ મોટો એટેક આવ્યો અને એમનું આખું ડાબું અંગ લકવાગ્રસ્ત થઇ ગયું. એમની એ બીમારી માં અમારી રહીસહી થોડી ઘણી બચત અને માં ના દાગીના વેચાઈ ગયા. ઘરે આવ્યા પછી પિતાજી કામ કરવા તો સક્ષમ હતા જ નહિ . અમારું પોતાનું એક રૂમ રસોડા નું ઘર એટલે માથા પર છત તો હતી પણ મારી સાથે ૬ જણા નું પેટ તો પાળવું પડે ને અને મારા સિવાય બાકી બધા હજી ભણતા હતા , આ મુશ્કેલ પરિસ્થિતિ માં કૃષ્ણ પપ્પા દેવદૂત બનીએ આવ્યા અને એમની મદદ થી માં ના વેચેલા ઘરેણાં પાછાં આવી ગયા. મને પિતાજી ને આપતા હતા એટલા જ પગાર સાથે નોકરી એ રાખી લીધી.


મેં ૩ મહિના માં જ સાબિત કરી દીધું કે મને નોકરી ભલે દયા ને લીધે મળી હોય પણ હું એ નોકરી માટે ચોક્કસ લાયક છું જ અને કૃષ્ણ પપ્પા મારી ઉપર મારા પિતાજી જેટલો જ વિશ્વાસ કરવા લાગ્યા.


એક વાર કૃષ્ણ પપ્પા ને સામાજિક કામ માટે પંદરેક દિવસ ગામ માં જવું પડ્યું અને ઓફિસ માં મેહુલ અને એમના બે કાકા જ હતા. કૃષ્ણ પપ્પા મારી પાસે સાઈન કરેલા ચેકે મૂકીને ગયા હતા જેથી ઓફિસ માં જરૂર પડે ત્યારે વાપરી શકાય.૫ હજાર થી વધારે રોકડ ની જરૂર હોય તો મને આગળ ના દિવસે કહેવું પડતું કારણ કે હું ૫ હજાર થી વધારે ની રોકડ ન રાખતી. અને ઉપાડ માટેનું ખાતું અને ધંધા ના રોકડા ચૂકવવા માટે નું ખાતું અલગ હતા જે હું ક્યારેય મિક્સ ન કરતી.


જેમ તને ખબર છે મારા સસરા અને એમના બે ભાઈ એમ ત્રણ જાણો નો સંયુક્ત ધંધો અને પરિવાર છે . મેહુલ એ ઘર માં પહેલો દીકરો છે. બાકી બન્ને કાકા જે મારા સસરા થી અનુક્રમે પાંચ અને આઠ વર્ષ નાના છે એમને પહેલા અને બીજા ખોળે છોકરી છે અને એટલે મેહુલ ક્યાંય સુધી એક માત્ર પુત્ર રહ્યા . મેહુલ ના પોતાનો ભાઈ પણ મેહુલ થી ૬ વર્ષ નાનો છે . આમ આટલું ધનાઢય પરિવાર અને એક માત્ર પુત્ર હોવાથી મેહુલ અજાણતા માં જ બહુ રેઢિયાળ થઇ ગયા હતા . ના એમણે કોઈ સ્ત્રી અને નશો વગેરે ખરાબ આદત ન હતી પણ પૈસા ઉડવાના બહુ મોટો શોખ હતો અને એમણે એટલે એવા ખરાબ મિત્રો પણ મળ્યા હતા . આ બધા ને સેહ આપી હતો મારી સાસુ યમુના માવાણી એ.


કૃષ્ણ પપ્પા ની પંદર દિવસ ની ગેરહાજરી માં મેહુલ અને કાકા બધા બેકાબુ બન્યા અને ઓફિસ ના પૈસા નો ઉપાડ કરીને બેફામ વાપરવા લાગ્યા . મેહુલ ની એક ખરાબ આદત એ પણ હતી કે પૈસા લેવા એ પોતે ક્યારેય ન આવતો પણ એના ભાઈબંધ ને મોકલતો. અને એના ભાઈબંધ આનો ફાયદો ઉઠાવતા હશે એવું મને લાગ્યું. એક અઠવાડિયા માં આવું બે ત્રણ વાર થતા મેં એવો આગ્રહ રાખ્યો કે મારી પાસે મેહુલ ની લખેલી ચિઠ્ઠી આવે અને એના પછી જ હું પૈસા આપીશ મને નથી ખબર કે આ પછી એના એ ભાઈબંધ એ એને શું કીધું કે એને મને ઇન્ટરકોમ પર ફોને કરી ખુબ તુમાખી સાથે બોલ્યો કે આ પૈસા એના બાપ ના છે અને મને કોઈ હક નથી એને ના કહેવાનો. મને ખબર હતી કે ચિઠ્ઠી તો એ લખી આપશે નહિ એટલે મેં કહ્યું કે મારી પાસે શેઠ જે ઉપાડ માટે ના પૈસા ની જોગવાઈ કરી ગયા હતા એ પૈસા પતી ગયા. હવે એની પાસે કોઈ મુદ્દો બચ્યો ન હતો એટલે એને જોરથી ફોન મૂકી દીધો. આ વાત એના નાના કાકા સાંભળી ગયા અને રખ્ખે ને એમને પણ પૈસા નહીં મળે એમ માનીને મેહુલ ને ભડકાવા લાગ્યા કે મારી પાસે ધંધા ના ખર્ચ માટેના ચેક તો હશેજ એમાંથી પૈસા આપું. અને પછી તો મેહુલ મને ફોન કરીને રીતસર ધમકાવા મંડ્યો. પણ હું ટસ ની મસ ના થઇ અને એમ ને એમ મેં ૪ દિવસ ખેંચ્યું. પાંચ માં દિવસે મને મારા સાસુ અને એ વખત ના મારા મોટા શેઠાણી નો ફોન આવ્યો અને એમણે પણ મને ખખડાવતા કહ્યું કે આ બધા પૈસા મેહુલ ના છે અને હું કોઈ નથી એને રોકવા વળી પણ હું તોય મારી વાત પર અડી રહી.


ખબર નહિ કેમ મને એમ લાગી રહ્યું હતું કે ભલે શેઠ આવ્યાપછી મને નોકરી માંથી કાઢે પણ હું જ્યાં સુધી આ નોકરી પર છું મારે પાઇ પાઇ માટે પણ લડી લેવું જોઈએ. અને એજ દિવસે એક્સસાઈઝ માં એક મોટી પેનલટી આવતા મારે ધંધા માટે રૂપિયા એક લાખ નો ચેક તાબડતોડ આપવો પડ્યો. આમ તો ઘંઘા માટે પચાસ હજાર સુધી નો ચેક જ રેડી રાખતા હતા પણ શેઠ ની આવાનું નિશ્ચિત ન હોવાથી એમને મને એક બીજો ચેક આપ્યો હતો અને એ વાત ની જાણ કાકા ને હતી એટલે જ એ મેહુલ દ્વારા વારે વારે એ પૈસા માંગતા હતા કારણકે ઉપાડ ના પૈસા તો ખલાસ થઇ ગયા હતા એવું મેં કહ્યું હતું.



બીજા દિવસે શેઠ આવ્યા એમને ઘરે યમુના શેઠાણી એ મારા વિરુદ્ધ ઘણું કહ્યું હતું પણ મારા પર ના વિશ્વાસ ને લીધે એમને મારી પાસે થી વાત સાંભળવાનો આગ્રહ રાખ્યો. અને મેં એમને મારુ અનુમાન અને કેવી રીતે મારી પાસે ઉપાડ માટે ધંધા ના પૈસા માંગવામાં આવ્યા એ વાત કરી. એમને મારા અનુમાન ને પાક્કું કરવા માટે મેહુલ અને કાકા ને પૂછ્યું કે એમને કેટલા પૈસા માંગ્યા હતા અને મેં આપેલા પૈસા ના રજિસ્ટર માં જોતા એમને મારી વાત ની સચ્ચાઈ નો અંદાજો આવી ગયો. હું પૈસા આપતી વખતે હમેશા મેહુલ ના ભાઈબંધ ની સહી લેતી અને મેહુલ નો એ ભાઈબંધ જાણતો હતો કે આજે નહિ તો કાલે એ પકડાઈ જશે એટલે જ એ જેટલા બને એટલા વધારે પૈસા બનાંવી ભાગી જવા માંગતો હતો.આ બનાવ પછી શેઠ ને મારી કુનેહ અને વ્યાપારી બુદ્ધિ પર માન થયું અને એટલે એમણે મને એ જ દિવસે પોતાની વહુ બનાવવાનું નક્કી કર્યું.


તને આ બધું વાંચ્યા પછી એવું લાગતું હશે કે આ બધું તો મારા માટે સારું જ થયું નહિતર હું આટલા મોટા ઘર ની વહુ કેવી રીતે બનીશ .....પણ બેટા અહિયાંથી જ મારી જિંદગી એક એવા વળાંક તરફ જતી રહી કે મારા જીવન માંથી સુખ પ્રેમ અને શાંતિ આ ત્રણેય છીનવાઈ ગયા.


શેઠ સિવાય ઘર માં કોઈ મારા અને મેહુલ ના લગ્ન ની વાત થી ખુશ ન હતા. હું પોતે પણ ક્યારેય આ ઘર માં લગ્ન કરીને આવવા માંગતી ન હતી કારણકે મારો અને એમનો કોઈ મેળ ન હતો. પણ શેઠ ની વાત આગળ એમના ઘર ના કોઈનું ચાલ્યું નહીં. મારા માતા પિતા તો આમેય શેઠ ના ઉપકાર હેઠળ દબાયેલા હતા વળી મારા લગ્ન જો આટલા મોટા ઘર માં થાય તો મારી બહેનો અને ભાઈ ની પણ જિંદગી બની જાય.


અને બસ પછી શરૂ થયો મારા જીવન નો એ સમય જે મારે ક્યારેય જીવવો જ ન હતો.


યમુના સાસુ ના પોતાની વહુ ને લઈને અલગ સપના હતા જેમકે એમની વહુ ખુબ દેખવાડી હોય, એમના જેવા સમૃદ્ધ પરિવાર માંથી હોય જેનું બહુ મગજ ના ચાલે અને એમના કહ્યા માં રહે. જયારે મેહુલ આ બનાવ પછી સમજી ગયો હતો કે મારા માં એના કરતા ધંધા માટેની કુનેહ વધારે છે અને કૃષ્ણ પપ્પા મારા પર એના કરતા વધારે વિશ્વાસ કરે છે એટલે એ શરૂઆત થી લઘુતા ગ્રંથિ થી પીડાતો હતો. કાકા કાકી પણ આજ વાત ને લઈને ને મારાથી નારાજ હતા અને પછી તો મને ઘર માં ડગલે ને પગલે મેણાં ટોણાં મારવામાં આવતા . વારે- વારે મારા સાસુ "મને કાગડો દહીંથરું લઇ ગયો " એમ કહી ખીજવતા. મારા કપડાના ની પસંદગી હોય કે મારી ખાવાની સાદગી કે જરૂર જેટલું ખર્ચ કરવા ની બાબતે મેણાં ટોણાં મારવામાં આવતા . હું કોઈ પણ સાડી પહેરું મને એવું જ કહેવામાં આવતું કે મેવાણી પરિવાર ની વહુ આમ ના રહે. આવા સાદા બ્લૉઉસ ન પહેરે, આવી જગ્યાએ થી સાડી ના ખરીદે. મને મેકઅપ ના કરવા પર વાળ સ્ટાઈલિશ ન રાખવા પર , મોંઘા ઘરેણાં ના પહેરવા પર એમ દરેક વાત પર ટોકવામાં આવતી. એમ ન હતું કે હું વ્યવસ્થિત ન રહેતી પણ મને દેખાડો પસંદ ન હતો. મને શાંતિ વાળી અને સાદગી વાળી જીવન શૈલી પસંદ હતી પણ અહીંયાં એ શક્ય ન હતું. આ બધાથી ઉપર મેહુલ પોતાનું પુરુષત્વ મારી ઉપર જતાવવા અને પોતે મારાથી ચઢિયાતો છે એમ સાબિત કરવા માટે રાત્રે મારી સાથે પલંગ પર ..............


હું પતિ ના પ્રેમાળ સ્પર્શ માટે , એની હૂંફ માટે તરસતી રહી. ઘર વાળા મારી સાથે પ્રેમ થી વાત કરે એ માટે ઝૂરતી રહી પણ .....મારી એ તરસ નો, એ તડફડાટ નો કોઈ અંત ન હતો. બધું હોવા છતાં મારી પાસે કંઈજ ન હતું. મેં એમના પ્રમાણે ઢળવાનો પ્રયત્ન કરી જોયો પણ તોય મારી ઠેકડી ઉડવામાં આવતી, "કાગડો ચાલ્યો હંસ ની ચાલ " એમ કહીને મને હડધૂત કરવામાં આવતી.


હું પોતાને પણ ખોઈ બેસતી એમના રંગ માં રંગવા માટે અને છત્તા પણ પરિણામ કંઈજ ન આવતું. મારા આ બધા દુઃખ ના સાક્ષી હતું મારા સસરા. એમને સતત એવું લાગતું કે એમના પોતાના ધંધા માટેના લગાવ ને લીધે એમણે મારી જિંદગી બગાડી દીધી અને એ દર્દ માં એમની તબિયત બગાડવા લાગી પણ અમે બંને આ બાબત ની અસર ધંધા પર ન થવા દેતા. આ પેઢી એમનું સપનું હતી એમણે ઘણી મહેનત થી એને સીંચી હતી અને મારા જેવા કેટલાય લોકોના ઘર આ ધંધા થી ચાલતા હતા એટલે હું પણ મારો જીવ આપી દેતી મારા કામ પર અને અમારી બંને ની મહેનત થી અમારો ધંધો ઘણી પ્રગતિ કરી રહ્યો હતો.


પણ આ પ્રગતિ મારા ઘર ના ને એટલા માટે ખૂંચતી કે એમના બધા પ્રયત્નો છત્તા સમાજ માં અમારા ધંધાકીય વર્તુળ માં મારુ નામ બહુ ચર્ચાવા લાગ્યું . મારી ગણના એક બહુ જ સફળ ઘંઘાદારી વ્યક્તિ માં થવા લાગી પણ એથી તદ્દન વિપરીત મારી અંગત જિંદગી ખરાબ થવા લાગી. પતિ ની સફળતા પર પત્ની ખુશ થાય પણ ગરીબ ઘર ની પત્ની ની સફળતા એની સૌથી મોટી દુશ્મન બની ગઈ. લગ્ન ને દશ વર્ષ થવા છત્તા મને બાળક ન હતું એટલે એના માટે પણ મને મેણાં ટોણાં મારવામાં આવતા અને રાત્રે એજ પુરુષાતન સાબિત કરવાના પ્રયત્નો……………... અને જે પહેલા નોહ્તું થતું એ પણ મારી સાથે થવા લાગ્યું. હા મારા પર હાથ ઉપાડવો ,પરસ્ત્રી ગમન અને દારૂ આ બધા વ્યસનો મેહુલ ને થઇ ગયા.


ઘણી વાર મને આ જિંદગી ટૂંકાવી દેવાના વિચાર આવતા પણ મારા સસરા ની કથળતી તબિયત , ધંધાનું વધતું ભારણ, મારા જેવા કેટલાય ના પરિવાર નો વિચાર અને મારા સંસ્કારો મને આ આત્મહત્યા નું પગલું ભરતા રોકતો.


આખરે મને જયારે અગિયાર વર્ષે ખબર પડી કે હું માં બનવાની છું તો મને રાહત થઇ કે હાશ હવે તો મારે નવ મહિના એ હેવાનિયત નહિ સહેવી પડે. પણ મને હજી સાવ મહિનો માંડ થયો હશે અને કૃષ્ણ પપ્પા અચાનક હાર્ટ એટેક આવતા ગુજરી ગયા અને મારે ધંધો સંભાળવો પડ્યો. હું છેક નવ મહિના સુધી ઓફિસ ગઈ અને બાળક ની ડિલિવરી થઇ કે તરત પંદર દિવસ માં નંદ ની સાથે ઓફિસ આવવા લાગી. નંદ મોટો થતા મને લાગ્યું કે મેહુલ અને મારા સાસુ એને એમના જેવો કરી મુકશે અને એટલે મેં ના છૂટકે મારા ૫ વર્ષ નાના નંદ ને મારા થી દૂર મારી કુંવારી બહેન પાસે મોકલી દીધો. એ પરણવા માંગતી ન હતી અને એને પણ નંદ ની સાથે ફાવી ગયું હતું. એ બંને નો બધો ખર્ચો હું ઉપાડતી અને નંદ પણ એજ રીતે મોટો થયો જે રીતે હું મોટી થઇ હતી. મારે એને બીજો મેહુલ કોઈ સંજોગો માં બનવા દેવો ન હતો.


જયારે એ ૨૦ વર્ષ નો થયો ત્યારેજ મેં એને આ ઘર માં બોલાવ્યો. વારે તહેવારે એ અહીંયા આવતો પણ હું કોઈ પણ રીતે એને એક અઠવાડિયા થી વધારે રહેવા જ ન દેતી અને મારી નાની બહેન હમેશા પડછાયા ની જેમ એની સાથે જ રહેતી. ભગવાનનો જેટલો પાડ માનું એટલો ઓછો છે કે નંદ મારાથી બિલકુલ નારાજ નથી અને મારી આ પરિસ્થિતિ સમજે છે. હું દર મહિને ઘંઘાકીય બહાનું કરીને એની સાથે એક આખો દિવસ ગાળતી , આવા જવા માં હવાઈ સફર થી પણ એક આખો દિવસ લાગે એ ગણતરી કરીને મેં એને દૂર રાખ્યો હતો જેથી મારા પૈસાદાર ઘરવાળા વારેવારે એને મળી ના શકે .


હવે તો રાત્રે ઊંઘ પણ નથી આવતી અને સતત એજ વિચાર આવે કે આ બધું કેમ ? હજી કેટલા વર્ષ હું મારા પોતાના ના પ્રેમ થી વંચિત રહીશ. ના પતિ નો પ્રેમ મળ્યો ,ના મમતા આપી શકી. આટલો ધન વૈભવ હોવા છત્તા મારા ભાગે શું આવ્યું ? મેરા જીવન કોરા કાગજ , કોરા હી રહે ગયા " એ ગીત કદાચ મારા માટે જ લખાયું હશે.





જયારે અઠવાડિયા પહેલા નંદ એ તારી સાથે મારી ઓળખાણ કરાવી ત્યારથી હું તારા પર નજર રાખી રહી હતી. બેટા મને ખોટી ના સમજતી પણ મારે એ જાણવું જરૂરૂ હતું કે તું નંદ ને ચાહે છે કે એની “માવાણી અટક ને અને આખરે તને જાણ્યા અને સમજ્યા પછી તારી આગળ મારા મન નો બોજો હલકો કરું છું અને તારી પાસેથી વચન માંગુ છું કે નંદ ની સાથે મળીને તું મારા આ તપ ને વ્યર્થ નહિ જવા દે.


મારુ આ આયખું હવે બહુ ખેંચે એમ લાગતું નથી કારણકે માણસ રૂપી છોડ ને પ્રેમ રૂપી ઓક્સિજન જોઈએ એના વગર જીવવું મુશ્કેલ છે તોય મેં તો આટલું ખેંચી કાઢ્યું ,થાક લાગે છે અને હા જેમ મેં આગળ પણ વચન આપ્યું તારી સાથે મારા જેવું કંઈજ નહિ થાય.


તમે બન્ને આ ઘંઘો સંભાળી લો એટલે હું મારા બચેલા થોડા વર્ષ તને અને નંદ ને લાડ લડાવામાં પુરા કરું નહિતર મારી અંદર રહેલી માં મને માફ નહિ કરે.


તારી સાસુ .............ના તારી બીજી માં

નયના મેવાણી



@આનલ ગોસ્વામી વર્મા