Kavya sangrah - 6 books and stories free download online pdf in Gujarati

કાવ્ય સંગ્રહ - 6

" મારી લાડલી ""
મારી લાડલી.....મારી દીકરી..
જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું.
યાદ આવીશ મને ખૂબ,
પણ દુનિયાનો દસ્તૂર છે......
દીકરી તો પારકી કહેવાય !
લોહીથી મારા સિંચન કર્યું તારું,
પણ અસ્તિત્વ બીજાના ઘરનું બનજે તું.
પ્રતિબિંબ છે મારું તું....
પડછાયો બીજાનો બની રહેજે તું.
મારી લાડલી....મારી દીકરી
જયાં પણ રહે ખૂબ ખુશ રહેજે તું.
-જસ્મીના શાહ.

" ખુબસુરત હમસફર "
થોડી નટખટ તોફાની...
એની આંખો જાણે સમંદર...
એની વાતો જાણે વિસામો...
એનું હાસ્ય એક મરહમ...
એની ચાલ જાણે હરણી...
પ્રેમનું એ પૂર્ણવિરામ...
હું જોતો વાટ જેની...
એ હતી મારી ખુબસુરત
હમસફર...
- જસ્મીન

" દિવાળી "

બહાર દિવા ઝળહળે અંદર ઝળહળે
તો દિવાળી છે....
કોઈના ચહેરા પર સ્મિત લાવી શકો
તો દિવાળી છે....
ફટાકડાની લાગી રેલી,
સજાવી આતશબાજી છે....
ઘર કર્યા ચોખ્ખા, મન કરો ચોખ્ખા
આજે દિવાળી છે....
સંબંધોની સજાવટે રચી રંગોળી છે...
ગળે એકવાર મળી લેજો,
આજે દિવાળી છે....
જાતથીએ જેણે ચાહ્યા વધારે...
નમી એમને ખાસ લેજો,
આજે દિવાળી છે....
તવંગરોની "વાહ...વાહ"ખૂબ કરી,
ગરીબને જરા રિઝવી લેજો,
આજે દિવાળી છે....

~ જસ્મીન

" સ્નેહ ગુલાબી યાદ "

સ્નેહના

સરનામે લખી છે ટપાલ


તેને વાંચીને તું આપજે જવાબ..


અણધારી યાદ તારી સતાવે ખૂબ


તને કેમ કરી ભૂલાવું...??


જરા આપજે જવાબ...


બંધ આંખે જોવું તો લાગે નજીક


ખુલ્લી આંખે તું છે જોજનો દૂર


મનના આ માંડવામાં બેઠેલો દેખાય...


બોલાવવા જાઉં તો યુગોનુ અંતર...


સ્નેહના સરનામે લખી છે ટપાલ

તેને વાંચીને તું આપજે જવાબ..

~જસ્મીન

" સમય "

કદીક તડકો તો કદીક છાંયો હોય છે.

દુઃખ પછી સુખનો વાયરો હોય છે.

ઘોર અંધકાર પછી ક્યાંક

ઉજાસનો ક્યારો હોય છે.

મેઘધનુષનો પણ એક

સુંદર નજારો હોય છે.

એક પછી એક હરેકનો

વારો હોય છે.

ફિકર ન કર 'જસ્મીન'

સમય સૌનો ન્યારો હોય છે.

કદીક તારો તો કદીક

મારો વારો હોય છે.

મેઘધનુષનો પણ એક

સુંદર નજારો હોય છે.

કદીક તડકો તો કદીક છાંયો હોય છે.

~ જસ્મીન

" દીકરી "
આશ્ચર્ય વચ્ચે આજે મારી દીકરી મોટી થઇ ગઇ...!
પાંચિકા રમતી'તી, દોરડાઓ કૂદતી'તી,
ઝુલતી'તી આંબાની ડાળે....!
ગામને પાદરિયે જાન એક આવી તેનું
બચપણ ખોવાયું તેજ દાડે...!
કંકોત્રી જોઇ ભૂલી તે બાળપણ...!
જવાબદારીનો રેવન્યુ સ્ટેમ્પ લઈને...!
આવી માંડવે ઉભેલી એક જાન...!
પાનેતર પહેરીને પંખી ઉદાસ...!
મલકાતાં મામા ને કાકી...!
પાણીડા ભરતી'તી, આંગણીએ રમતી'તી...!
આજ ચાલી તે સાસરની વાટ...!
આશ્ચર્ય વચ્ચે આજે મારી દીકરી મોટી થઇ ગઇ...!
- જસ્મીન

" કર્મનું ગણિત "

કર્મનું ગણિત ખૂબ ચોખ્ખું અને
ન્યારું હોય છે.
તે ન કોઈનું સગુ ન વ્હાલું હોય છે.
પોતે કરેલા કર્મનું ફળ પોતે જ
ભોગવવાનું હોય છે.
ઇશ્વરની ન મહેરબાની ન તો માફી
હોય છે.
સારા કર્મોનો સરવાળો ને ખરાબ
કર્મોની બાદબાકી કરો__
અહીંયા જ સ્વર્ગ ને અહીંયા જ
નર્ક હોય છે.
કર્મનું ગણિત ખૂબ ચોખ્ખું ને
ન્યારું હોય છે.
-જસ્મીના શાહ....

" પ્રભુ તું ક્યાં છે..? "
ધર્મ ઉપર જયારે અધર્મનો વિજય થયો,
પ્રભુ તું કયાં છે ?
કળિયુગ માંહે ઘોર કળિયુગ આવ્યો,
પ્રભુ તું કયાં છે ?
સત્યનો પરાજય અને જૂઠનો વિજય થયો,
પ્રભુ તું કયાં છે ?
આવવાનું વચન આપીને ન આવ્યો,
પ્રભુ તું કયાં છે ?
ખેંચાયા ચીર જયારે દ્રૌપદીના ત્યારે ,
તું દોડતો આવ્યો ...આજે રોજ....
બહેન-દીકરીની લાજ લૂંટાય છે,
પ્રભુ તું કયાં છે ?
-જસ્મીના શાહ.

રેત હાથમાંથી સરકી જાય....
તેમ સમય પણ....
સમયનો હિસાબ એજ
જિંદગી છે....!!
બાકી, મૃત્યુની તારીખ ક્યાં
નક્કી છે....??

~ જસ્મીના શાહ 'જસ્મીન' દહેગામ

9/2/2021