Prem Pujaran - A Crime Story - Part 2 books and stories free download online pdf in Gujarati

પ્રેમ પુજારણ - એક ક્રાઇમ સ્ટોરી - ભાગ ૩૨


કીર્તિ ને ફરતે પોલીસ ઉભી હતી. આજુ બાજુ ભેગા થયેલા માણસો ને પોલીસ ત્યાં થી દુર કરી રહી હતી. દૂર ઉભેલા ટોળાઓ અંદરો અંદર વાતો કરી રહ્યા હતા.
કીર્તિ તો બહુ હિમ્મત વાળી છોકરી હતી. એકલી રહેતી પણ તે કોઈ થી ડરતી ન હતી. ઘણા લોકો ને આત્મહત્યા કરતા બચાવ્યા છે. કીર્તિ એ આત્મહત્યા કરી હોય એવું માનવામાં ન આવે. નક્કી કઈક રાજ છૂપાયેલું હશે.

ત્યાં બીજો એક માણસ બોલ્યો. જે પણ થયું તે સારું નથી થયું. જેણે કર્યું હોય તેને ભગવાન જ સજા આપે.
ચાલો... ચાલો.. નિકળો અહીંથી નહિ તો પોલીસ અહી આવીને ઘણા સવાલો કરવા લાગશે.

પોલીસે કીર્તિ નું પંચનામુ કર્યું અને બોડી ને પોસ્ટમોર્ટમ મોકલી. આજુ બાજુના રહીશો પાસેથી કીર્તિ વિશે ની માહિતી એકત્રિત કરવા લાગ્યા પણ કોઈએ એમ ન કહ્યું કે કીર્તિ કોઈ કારણ સર આત્મહત્યા કરે. હંમેશા કીર્તિ નો પક્ષ લઈ એટલું કહેતા કે કીર્તિ ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર પણ ન કરે તેવી છોકરી હતી.

બધા પાસેથી જાણી ને પોલીસ ને એટલો તો અંદાજ આવી ગયો હતો કે કીર્તિ એ આત્મહત્યા નહિ પણ તેનું ખૂન કરવામાં આવ્યું છે. પાકું તો ત્યારે થશે જ્યારે કીર્તિ નો પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવે. એટલે પોલીસ પોસ્ટમોર્ટમ ના રિપોર્ટ ની રાહ જોવા લાગી.

છાયા ને સમાચાર મળ્યા કે અહી આવેલી ન્યૂઝ રિપોર્ટર કીર્તિ મૃત્યુ પામી છે. એટલે છાયા એ વિક્રમ ને કહ્યું આવી સાહસિક છોકરી એ આત્મહત્યા કરી હોય તેવું માનવામાં મને નથી આવતું. જરૂર કઈક રાજ છૂપાયેલું હશે. તમારું શું કહેવું છે.?

છોડ ને આ વાત, જે થયું તે સારું થયું, આમ પણ તે અહી આવીને આપણા મગજ નું દહીં તો કરતી હતી. તેનું જે થયું તે. ચિડાઈ ને વિક્રમ છાયા ને કહેવા લાગ્યો. છાયા ને લાગ્યું વિક્રમ થાક્યો હશે એટલે આવું બોલી રહ્યો છે. તેણે વિક્રમ ની વાત ને અવગણના કરીને પોતાનું કામ કરવા લાગી.

ગોપાલભાઈ ને આશા હતી કે કીર્તિ મારા દીકરા માટે કઈક કરશે પણ તેણે કીર્તિ ના મોત માં સમાચાર સાંભળી ને તેની આશા પર પાણી ફરી ગયું હતું. તેને એક આશા નું કિરણ જોવા મળ્યું હતું તે પણ અસ્ત થઈ ચૂક્યું હતું. બસ હવે તો બે હાથ જોડી ને ભગવાન ને પ્રાથના કરવા લાગ્યા. હે પ્રભુ મારી દીકરો ક્યાં છે ને કઈ હાલતમાં છે તું જાણે છે. બસ તે જીવતો હોય તો સલામત રાખજે અને.....આટલું કહી તે રડવા લાગ્યા.

પોસ્ટમોર્ટમ રિપોર્ટ પોલીસ ના હાથમાં આવતા ખબર પડી કે કીર્તિ એ આત્મહત્યા નહિ પણ તેની હત્યા કરવામાં આવી છે. જ્યારે ફ્લેટ પરથી નીચે પડી હતી તે પહેલાં તેનું ગળું દબાવી તેને મારી નાખવામાં આવી હતી. કીર્તિ ના ગળે બારીક દોરીનું નિશાન હતું. એવું પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં લખ્યું હતું. અને બીજું પણ લખ્યું હતું. તેની સાથે જપાજપી થઈ હતી અને તેનું મો બંધ કરવાની કોશિશ પણ થઈ હતી. તેના શરીર પર ઉઝરડા ના નિશાન પણ મળી આવ્યા હતા. પોલીસ ને સ્પસ્ટ થઈ ચૂક્યું હતું કે કીર્તિ નું મર્ડર જ કરવામાં આવ્યું છે.

પોલીસ કીર્તિ ના ફલેટ પર પહોંચી અને બારીકી થી તપાસ કરવા લાગી. ફ્લેટ નો દરવાજો જોયો તો કોઈ ફોર્સ નું નિશાન ન હતું એવું લાગ્યું કે કીર્તિ એ જાણે જ દરવાજો ખોલ્યો હોય. પોલીસ કિચન માં જઈ તપાસ કરવા લાગી. ત્યાં એક ભોજન ની પ્લેટ પડી હતી અને તે પ્લેટ માં થોડું ભોજન પડ્યું હતું. એટલે તે પ્લેટ પર કીર્તિ એ ભોજન લીધું હોય તેવું પોલીસ ને લાગ્યું. પણ બાજુમાં પડેલ કાચના ત્રણ ગ્લાસ જોઇને પોલીસ સમજી ગઈ કે કીર્તિ સિવાઈ અહી બીજા બે લોકો જરૂર થી આવ્યા હશે.

સોફા પર એક પોલીસમેન તપાસ કરી રહ્યો હતો. કઈક જોઈને તેણે તેના ઉપલા સાહેબ ને અવાજ કર્યો.
સર... અહી આવો..
આ જુઓ...!!!

પોલીસ ઇન્સ્પેકટર ત્યાં આવી સોફા નીચે જુએ છે તો બે સિગારેટ પડી હતી અને તેની આગળ ખૂણા પર એક દોરી દેખાઈ. ઇન્સ્પેક્ટર સાહેબે કહ્યું સોફા નીચે વસ્તુ પડી છે તે બહાર લાવ તો.

એક પોલીસ તે સિગારેટ અને દોરી સોફા નીચે થી કાઢી ને ઇન્સ્પેક્ટર સાહેબ ને આપે છે. દોરી તો સામાન્ય લાગી પણ સિગારેટ કઈ કંપની ની છે તે જોઈ ને ચોંકી ઉઠ્યા. તે એક વિદેશ ની કંપની ની સિગારેટ હતી. અને આટલી મોંઘી તો કોઈ રહિસ જ પીતો હોય છે. અને એવા આ શહેર માં બસ થોડા લોકો જ હશે.


નામી સિગારેટ પીનાર કોણ હતું. જેણે કીર્તિ નું ખૂન કર્યું છે. તે જાણીશું આગળના ભાગમાં.

બધુ આવતાં ભાગમાં...

ક્રમશ....