Snake Island - 4 books and stories free download online pdf in Gujarati

સર્પ ટાપુ - 4

હું ને મારિયા બન્ને ફરી ટાપુ પર જવા નીકળી પડ્યા અમે ફરી લાઈટહાઉસ તરફ ગયા ત્યાં પહોંચી અમે ફરી અંદર સાપ શોધવાનું ચાલુ કર્યું કમનસીબે ત્યાં એક પણ સાપ નહોતો લગભગ બપોર થવા આવી હતી માથે વાદળછાયું વાતાવરણ હતું મોટાભાગે વહેલી સવારે અને રાત ના સમયે ખોરાક ની શોધ માં બહાર નીકળતા હોય છે અને ઉનાળા ની ગરમી માં દિવસે દર્શન આપે !!

અમે લાઈટહાઉસ થી ઉત્તર તરફ ઝોળી લઈ નીકળી પડ્યા હાથ માં લાકડી અને ખભે ટીંગાવેલું લેધર નું બેગ જેમાં સાપ નું સાઈઝ માપવા માટે ની ટેપપટ્ટી જરૂરી એન્ટી વેનોમ અને બીજું પરચુરણ સાથે જ રાખતા.

અમે ગોલ્ડન લાન્સહેડ ની તલાશ માં હતા બીજી ઘણી પ્રજાતિ ના સાપ મળ્યા પણ અમારે ફિલહાલ આ પીળા સાપ પર જ રિસર્ચ કરવું હતું

અમે લાઈટહાઉસ થી ખાસ્સા દૂર નીકળી ગયા હતા મારિયા નું બેગ મારાથી વધુ વજન વાળું હતું જેના લીધે એ થાકી ગયી હતી મેં મારિયા ને કહ્યું થોડી વાર આરામ કરીયે પછી આગળ વધીએ.

મારિયા એ પોતાનું બેગ જમીન પર મૂક્યું અને બેગ માંથી નાનો રૂમાલ કાઢ્યો અને પોતાનું જેકેટ કાઢી પરસેવો લુછવા લાગી તેના બદન પરથી પરસેવો ધીમે ધીમે વહેતો હતો ઉપર વાંકડિયા વાળ અને એની એક લટ તેની આંખ સુધી આવતી હતી

મારિયા અચાનક બોલી ટોની શુ આવું તાકી તાકી ને જોયા કરે છે જહાજ પર પણ રાત્રે આવું જોતો હતો. મને જોઈ નથી કે શું ?

હું તરત વળતા જવાબ માં માથું ધુણાવ્યું અને બીજે જોવા લાગ્યો. તેણે હલકું સ્મિત કર્યું મને એના સ્મિત પરથી અંદાજો આવ્યો કે તે કદાચ જાણતી હશે કે હું તેને પસન્દ કરું છું બસ મારામાં હિંમત નહોતી થતી કેવી રીતે એને કવ કે હું એને જોતા જ બધુ ભૂલી જવ શું, તું સાથે હોય એટલે મને કોઈનો ડર નથી લાગતો અને તું દૂર જાય તો મને ચેન નથી પડતું કાશ હું આ તેને કહી શક્તો !!

થોડી વાર બેઠા પછી અમે આગળ જવા નીકળ્યા મારિયા એ જેકેટ પોતાના ખભે મુકી બેગ લઇ મારી પાછળ આવવા લાગી અમે ત્યાં દૂર એક મોટું ઝાડ જોયું અને અમે બન્ને ચોંકી ગયા..

ઉપર ગોલ્ડન લાન્સેહેડ નું ફેમિલી હતું !!!

એક ડાળી પર ૨-૩ પીળા ગોલ્ડન લાન્સેહેડ હતા કે જે આખા ઝાડ પર કબજો જમાવી ને બેઠા હતા. અમે બન્ને દૂર ઉભા ઉભા બસ જોઈ રહ્યા હતા ત્યાં એક પક્ષી આવ્યું હજુ તો તે પક્ષી ને કશુ ખબર પડે એ પહેલાં જ સાપે તેને ઝેર થી ભરી દીધું ગણતરી ના સમય માં જ તે મૃત્યુ પામ્યું અને સાપ તેનો ખોરાક બનાવી ગયું. ગોલ્ડન લાન્સેહેડ નો મુખ્ય ખોરાક આ પક્ષી હતા અમે બીજે પણ જોયું તો ઘણી બધી જગ્યા એ આ બેજ પક્ષી ની સમાનતા જોવા મળી કે જે ગોલ્ડન લાન્સેહેડ નો મુખ્ય ખોરાક હતો.

આ બન્ને દૂર થી ટાપુ પર માઇગ્રેટ કરતા હોય છે અને ગોલ્ડન લાન્સેહેડ ઝાડ ની ડાલી ઓ પર છુપાઈ ને બેઠા હોય જેવું પક્ષી આવે કે તરત તેનો ખોરાક બનાવી લેતા.

સામન્ય રીતે ઝેર ને શરીર માં ફેલાતા વાર લાગે સાપ ના કરડવા પછી જ્યાં સુધી આખા શરીર માં ઝેર ના ફેલાય ત્યાં સુધી માં પક્ષી તો ઉડી ને જતા રહે અને આ સાપ માટે તેના શિકાર ને શોધવો મુશ્કેલી થઈ જાય એટલે સમય જતાં ગોલ્ડન લાન્સેહેડ નું ઝેર પણ સામાન્ય સાપો કરતા ૩-૪ ગણુ વધારે જેરીલું બન્યું જેથી શિકાર તેની ગણતરી ના સમય માં જ મોત ને હવાલે થઈ જાય.

અમે આ બધું નિરીક્ષણ કરતા હતા ત્યાં મારિયા હળવે થી રડવા જેવા અવાજ માં ધીમેથી બોલી 'ટોમી.."

મેં પાછળ ફરી ને જોયુ તો તે ઝાડ નજીક ઉભી હતી અને ગોલ્ડન લાન્સેહેડ તેના ખભા ના ભાગ પરથી નીચે આવી રહ્યો હતો ...મારી તો ફાટી ને લાલ થઈ ગયી કેમ કે આ ગોલ્ડન લાન્સેહેડ હતો ના કે દરિયાઈ સાપ !!

આના કરડ્યા પછી બચવું લગભગ ના બરાબર કહી શકાય ...!!