Yakshi - 27 books and stories free download online pdf in Gujarati

યશ્વી... - 27

('વાંઢા મંડળ' નાટક રજૂ કરવાની તારીખ નક્કી કરવા બધા સોહમ ક્રિએશન ની ઓફિસે ભેગા થયા.હવે આગળ...)

'16મી એ 'વાંઢા મંડળ' પ્લે પ્રેઝન્ટ કરીશું.'સોહમ ક્રિએશન' અને નાટકનું ગ્રાન્ડ ઓપનિંગ રાખીશું.' આમ બધું નક્કી કરીને બધા છૂટા પડ્યા.

યશ્વીએ પણ લખેલો પાર્ટ મઠારી દીધો અને સિલેક્ટ કરેલા ગ્રુપને ભેગું કરી કોઈને કેરેક્ટર અને ડાયલોગ્સ રેડી કરવાનું કહી દીધું.

જેને કોઈ પાત્ર ના મળ્યું હોય તેમને હેલ્પ કરવાની કે બીજા કામ સોંપી દીધા.

આમ, પ્લેની પ્રેક્ટિસ જોરશોરથી ચાલુ થઈ ગઈ હતી. અશ્વિન અને ભાવેશ સ્પોન્સર શોધવા માટે મહેનત કરી રહ્યા હતા ત્યાં એક પાર્ટી ઈન્ટરેસ્ટ દેખાડયો તો એમને પ્રેક્ટિસ કરતાં બનાવેલો વિડીયો બતાવ્યો. તો તેઓ પણ હસીને લોટપોટ થઈ ગયા.

ભાવેશે એ જોઈને કહ્યું કે, "તમે જોઈ શકો છો કે પ્રેક્ટિસ વિડીયો માં હજી ગેટઅપ નથી, બ્રેકગ્રાઉન્ડ નથી. વળી, પ્લે પણ અધૂરો છે. છતાંય તમને આનંદ આવ્યો તો વિચારી જુઓ કે આખો પ્લે કેટલો કોમેડી હશે?"

આ સાંભળીને તે પાર્ટીએ સ્પોન્સર બનવાની હા પાડી દીધી. આમ, બે-ત્રણ સ્પોન્સર પણ મળી ગયા.

હવે યશ્વીને પણ ફટાફટ ના વધતી સ્ક્રીપ્ટ લખવાનું દબાણ વધી રહ્યું હતું. તેથી જ, યશ્વી પોતાની સ્ક્રીપ્ટ ફટાફટ પૂરી કરવા માટે લખવા બેઠી.

'(શામજીભાઈ નો ઈન્ટરવ્યૂ "પ્રેરણા" ન્યૂઝ પેપરમાં છપાય છે.)

ત્રીજો: "શામજીભાઈ... શામજીભાઈ..."
શામજીભાઈ: "અલ્યા, શાંતિ.. શાંતિ.. શું વાત છે? કેમ આટલા રાડો પાડે છે? અહીં આગ લાગી છે કે શું?"

ત્રીજો: "ના...ના...શામજીભાઈ, આ આગ તો પરણેલા મંડળના પ્રમુખ ને લાગવાની ને એની વાત છે."

ચોથો: "અલ્યા સમજણ પડે એમ બોલને ભાઈ."

શામજીભાઈ(કટાણું મ્હોં કરીને): "પણ ત્યાં કેમ કરીને આગ લાગી એ તારા મ્હોં થી ફાટ ને."

ત્રીજો: "એ તો તમારો ઈન્ટરવ્યૂ ફોટા સહિત છપાણો છો...ને એટલે. અને એટલું જ નહીં કુંવારી મંડળમાં પણ..."

શામજીભાઈ: "લાવ લ્યા ત્યારે પેપર જોઈએ તો ખરા."

(બધા પેપરમાં ઈન્ટરવ્યૂ વાંચે છે. તે વાંચતા)

પહેલો: " ઈન્ટરવ્યૂ સરસ છપાયોછે. સાથે શામજીભાઈ તમારો ફોટો પણ સરસ છપાયો છે. જલદી તમને કદાચ કન્યા મળી જાય."

શામજીભાઈ: "હાસ્તો એટલે તો મેં જુવાની નો ફોટો આપ્યો હતો. કદાચ આપણો કયાંક મેળ પડી જાય તો."

ત્રીજો: "હે શામજીભાઈ, તમે જે ઈન્ટરવ્યૂમાં કહ્યું કે 'કુંવારાઓ ને 33% અનામત આપે', એવો કાયદો પસાર થાય તો સરકાર રચના સમયે તમે કયું પદ માંગો?"

બીજો: "શામજીભાઈ એ તો 'અનામત વિભાગના મંત્રી' જ બનાવી દેવાના."

શામજીભાઈ: "અલ્યા કયો હેડે જાય છે. 'અનામત વિભાગ મંત્રી' શું કામ બનું. ના ભાઈ ના... સૌથી પહેલાં હું તો કુંવારાઓ માટેનું સ્ટેટ બનાવી દઈશ. પછી ત્યાં નો મુખ્યમંત્રી બની જઈશ."

ત્રીજો: "હે..તમે સ્ટેટ બનાવો, મુખ્યમંત્રી બની જાવ પછી શું કરશો તમે?"

શામજીભાઈ: "જો જેના લગ્ન ના થયા હોય તે જ એ સ્ટેટમાં રહી શકશે. એ સ્ટેટમાં વસવા માટે તેમને એક સરસ ઓફર આપવાની કે તે જો આ સ્ટેટમાં વસશે તો તેમના માટે બહારથી, ગામડાઓમાં થી કન્યાઓ લાવીને તેમની સાથે લગ્ન કરાવી દેવામાં આવશે. આમ તેમનું જીવન હર્યુભર્યુ થઈ જશે અને એ માટે એક સ્પેશિયલ વિભાગ બનાવી દઈશ."

પહેલો: "વાહ શામજીભાઈ, તમે જ આપણા માટે ખરા નેતા છો, જે આપણા વિશે વિચારો છો."

ત્રીજો: "એ વિભાગનો મંત્રી પદ મને આપજો."

પહેલો: "કેમ તને લ્યા? અમે જૂના સભ્યો મરી થોડા ગયા છીએ."

બીજો: "હાસ્તો વળી"

ત્રીજો: "એ તો 'વાંઢા મંડળ' ના સભ્યો ને કન્યાઓ ના પસંદ કરે તો એમના માટે પરણેલા મંડળમાં થી પણ કન્યાઓ લાવી શકાય. અને એ મારા જેવા જુવાન જોઈને મળી જાય ને, સમજયા."

બીજો: "તું અને જુવાન હા...હા... પણ એ તો ડીવોર્સી કહેવાય."

ત્રીજો: "અલ્યા ડીવોર્સી હોયકે ફીવોર્સી કન્યા તો મળે છે ને."

શામજીભાઈ: "અલ્યા બસ, શેખચલ્લી ચણાના ઝાડ પર જાતે જ ચડી જાય છે તે. કહે તે કરે એ નેતા ના કહેવાય."

(હવે આગળ નાટક માં કેવા કેવા વળાંકો આવશે? યશ્વી 16મી એ નાટક પૂરું કરી દેશે?
જાણવા માટે જુઓ આગળનો ભાગ....)