dreaming life.... books and stories free download online pdf in Gujarati

એક સ્વપ્ન

એક સુંદર ગાર્ડન રેસ્ટોરન્ટ ના ટેબલ પર વત્સલ અને પ્રિયા હાથ માં હાથ નાખી બેઠા હતા. ચારે તરફ હરિયાળી ,ફૂલો ના ગુચ્છા અને તેની મહેક, બરાબર વચ્ચે એક જીલ જેવું સ્વિમિંગ પુલ , બહાર ની સાઇડ એક ગીચ હાઈ વે અને ચારો તરફ અદભૂત નજારો આં બધું પ્રિયા અને વત્સલ એક ઉપર ની બાલ્કની સાઇડ ની ટેબલ પર બેઠી નિહાળી રહ્યાં હતા. વાતાવરણ એક દમ શાંત હતું. બંને જણા પોતાના દિલ ની વાત , ખુશી અને પ્રેમ વ્યક્ત કરવામાં મશગૂલ હતા . બાજુ ના ટેબલ પણ રિઝર્વ હતા .વત્સલ નું પ્રિય વાયોલિન મ્યુઝિક વાગતું હતું અને બંને એક બીજા ની આંખો માં ખોવાયેલા હતા. અહી બંને એકલા હતા ,બસ એકલા એક બીજા માટે.

પ્રિયા એ આજે વત્સલ માટે આં ડેટ પ્લેન કરી હતી અને વત્સલ ને પણ આં સરપ્રાઈઝ બોવ જ ગમ્યું હતું. આખરે રોજ ના જગડા અને કામ ની વ્યસ્તતા માં બંને એક બીજા ને સમય આપવાનું ભૂલી જ ગયા હતા અને આનાથી તેમના અંગત જીવનને ખૂબ જ અસર થતી હતી.ઘણી વાર તો એક બીજા નું મોઢું પણ જોતા ન હતા, એટલી બધી નારાજગી પ્રસરી જતી હતી. કોઈ કઈ જ ન શકે કે આં એ જ વત્સલ અને પ્રિયા છે જે એક બીજા વગર રહી જ નોતા શકતા. ઘણા સમય ના એક બીજા ના ગળાડૂબ પ્રેમ અને ખૂબ મુશ્કેલી પછી બન્ને ના પરિવાર તેમની શાદી માટે સંમત થયા હતાં. અને પછી બન્ને શાદી ના બંધન ના બંધાયા હતા.

પ્રિયા અને વત્સલ બંને અલગ સમાજ અને કલ્ચર માંથી આવતા હતા.વત્સલ ના જીવન માં એકદમ રૂઢિ ચુસ્તતા જ્યારે પ્રિયા ખુલા મન અને વિચારો વાળી હતી. જોકે વત્સલ એવો ન હતો પણ તેની માતા ની તે અવગણના કરતો ન હતો. એક બીજા ને આમ જ જીવન ભર સાથ આપીશું ના વચન તો આપ્યા પરંતુ શાદી પછી માતા અને પત્ની વચ્ચે હમેંશા વત્સલ નો ઝુકાવ માતા તરફ રહ્યો. ખુલા વિચારો વાળી પ્રિયા હંમેશા એકલી પડી જતી.

શાદી પછીના એક વર્ષ બધું સીધું અને ખુશનુમા રહ્યું.બંને પોતાના ફેવરિટ હીલ સ્ટેશનો પર ફરવા ગયા. ઘણી વાર બહાર ડિનર અને લોંગ ડ્રાઇવ, કેટ કેટલા ગિફ્ટ અને સરપ્રાઈઝ એક બીજા ને ખુશ કરવા માટે પૂરતા હતા... આમ બંને જાણે એક બીજા માટે પ્રેમ ના સાત માં આસમાન પર હતા. વત્સલ એક ડોક્ટર હતો અને તેને પોતાનું હોસ્પિટલ હતું જ્યારે પ્રિયા એ M. B. A માં ટોપ કર્યા પછી વત્સલ ની હોસ્પિટલ માં H. R માં હેડ હતી. અને આમ જ બંને ની મુલાકાત પ્રેમ માં પરિણમી હતી.પરંતુ શાદી પછી સમય વીતતાં કામ, રીત ભાત ને લય ને જગડાં વધવા લાગ્યા. વત્સલ ની માતા એક ગૃહિણી ઈચ્છતી હતી જે સંસ્કારી હોય ,આખા ઘરને સંભાળે, સાડી પહેરી ઘર ની શોભા વધારે જ્યારે પ્રિયા જોબ કરવા માંગતી હતી , તે આત્મનિર્ભર રેવા માં વિશ્વાસ રાખતી હતી. સાડી તો દૂર રહી પ્રિયા એ તેના પિયર માં ક્યારેય ડ્રેસ પણ પેહર્યો ન હતો, રસોડામાં તો તે ક્યારેક જ જતી. અને આજ બધું વત્સલ ની માતા પ્રભબહેન ને ખટકવા લાગ્યું હતું. તેમના એક ના એક દીકરા માટે તેમના પસંદ ની ગુણો ની ખાણ વાળી, પોતાના સ્ટેટ્સ ની વહુ નું સપનું તૂટ્યું હતું અને આં જ કારણે તે પ્રિયા ને અપનાવી શક્યા ન હતાં.રોજ કંઇ ને કઈ ખોટ કાઢવામાં અને પ્રિયા ને નીચો દેખાડવામાં બાકી રાખતા ન હતા અને ખુલ્લા વિચારો વાળી પ્રિયા આં બધું સહન ન થતાં બોલી પડતી અને ઝગડો મોટો થઈ જતો.

જોકે વત્સલ માતાની સામે તો કઈ કેતો નહિ પણ પ્રિયા ને તે પોતાના થી દુર કરવા માંગતો ન હતો આથી તેને આશ્વાસન આપી સમજાવતો. અત્યારે પણ પ્રિયા ને વત્સલે એમ કહી ને સમજાવી હતી કે અલગ સ્વભાવ અને ખુલા વિચારો ને લીધે પ્રભાબહેન ને થોડો સમય લાગશે તને અપનાવવા માં પણ એક વાર તેમના દીકરા નું સંતાન તેમના હાથ માં આવશે તે બધું ભૂલી તને અપનાવી લેશે. જોકે આં ઈચ્છા પણ પ્રભા બહેન ની જ હતી.જેને વત્સલ ના નો કહી શક્યો. પ્રિયા અત્યારે તો બાળક માટે તૈયાર ન હતી પરંતુ ઘર અને ખાસ વત્સલ ને ખુશ રાખવા જે પ્રભા બહેન ની ખુશી પર નિર્ભર હતું તે તૈયાર થઈ ગઈ હતી.

એટલા બધા સપના અને આશ ની વચ્ચે બંને ફરી એક બીજા ની સાથે બધું ભૂલી આગળ વધ્યા.અને અત્યારે ક્વોલિટી ટાઈમ સ્પેન કરતા હતા .પ્રભા બહેન પણ પોતાના વંશ ને આગળ વધારવાની વાત વત્સલ ના મુખે થી સાંભળી કેટલાયે સપના ને ગોઠવી લીધા હતા.બંને જણા ખુશ મિજાજી થઈ બેઠા હતા અને ત્યાજ વત્સલ નો ફોન રણક્યો અને ડો ઉષા નું નામ જોઈ ખુશ થઈ ગયો. ફોન ઉપાડતાં ડો ઉષા બોલ્યા ,
"ડો વત્સલ પ્રિયા ના રિપોર્ટ આવી ગયા છે અને તે નેગટિવ છે અને તેના પ્રેગ્નન્સી માટે ઘણી કમ્પ્લિકેશન છે સાયાદ માં બનવાના ચાન્સ ઘણા ઓછા છે ,"આમ વત્સલ અને પ્રભાબહેન ના સપનાઓ ફોન ની સાથે જ કટ થઈ ગયા. અને પ્રિયા એ નોતી સમજી શકતી કે સંબંધો શું સપનાઓ નું ભારન પૂરું કરવા પૂરતા જ ટકાઉ હોય છે ??