The Corporate Evil - 71 books and stories free download online pdf in Gujarati

ધ કોર્પોરેટ એવીલ - પ્રકરણ-71 - અંતિમ ભાગ

ધ કોર્પોરેટ એવીલ
પ્રકરણ-71
મી.કોટનીસ અને નીલાંગ તથા અન્ય સ્ટુડીયોનાં કર્મચારીઓ આશ્ચર્ય વચ્ચે બધાં અમોલ-અનુપસિંહ વીડીયો ચાલુ છે કોઇને ખબર નથી પડતી કે આ બધુ કેવી રીતે ચાલી રહ્યું છે... આખો દેશ રસપૂર્વક સરકાર અને ઉદ્યોગપતિ કુટુબનાં ગોરખધંધાની લાઈવ ટેપ જોઇ રહ્યાં છે. હજી આગળ શું આવશે એની ઉત્સુકતા બધાનાં ચહેરાં પર છે. મી.કોટનીસને આશ્ચર્ય છે અને નીલાંગને આશ્ચર્ય સાથે આઘાત... એનું મગજ જ બહેર મારી ગયુ છે આ બહુ તો મારી પાસે ક્યાં હતું ? આ બધુ ક્યાંથી આવ્યું ? કોણ લાવ્યું છે આ ?
છતાં બધાં રસપૂર્વક નિહાળી રહ્યાં છે. ટેપમાં આગળ...
અનુપસિંહ હોટલનાં સ્યુટમાં પહોચી એનો ડોર ખટખટાવે છે કેટલાય પ્રયત્ન પછી રૂમનો દરવાજો ખૂલે છે. નેન્સી ગુસ્સામાં બરાડે છે તારી બેરી એ મને રખાત કીધી એ સું સમજે છે ? એ કઇ સતિ સાવિત્રી છે ? તારાં કહેવાથીજ હોમમીનીસ્ટર દેશમુખ સાથે સાલી રાંડ સૂઇ ગઇ હતી એ ક્યો સોદો હતો ? બોલ ?
અનુપસિંહે એને ધક્કો મારી અંદર ફેકી એ રૂમમાં અંદર જઇ દરવાજો લોક કરી દે છે અને કહે છે. તું આમ રાડો પાડીને શું બોલે છે ? ભાન છે ? મારી ઇજ્જતનો ધજાગરો કરવો છે ?
નેન્સી હજી બોલીજ રહી હતી હું રાડોના પાડું તો શું કરુ સાલી રાંડે મને રખાત કીધી મેં તને પ્રેમ કેટલો કર્યો તારી બધીજ સગવડ, કામ, ગોરખધંધા મેં સંભાળેલા પેલાં અંભ્યકર પાસે તેં મને મોકલી હતી સાલા ચંડાળ તું તો ભડવો છે ભડવો અમારાં શરીર ચુંથાવી તારાં કામ કર્યા માલ કમાયો પાછો બૈરીનો પક્ષ ખેંચે છે તું ભડવો છે નીકળ અહીંથી...
નેન્સી નશામાં અને ગુસ્સામાં ગમે તેમ બોલી રહી હતી અનુપસિંહે રૂમમાંથી દારૂની બોટલ લીધી નીટ બોટલથી વ્હીસ્કી પીધી અને નેન્સીનાં માથામાં મારી નેન્સી નીચે કાર્પેટ પર પડી ગઇ અને અનુપસિંહનો ગુસ્સો શાંત ના થયો એ એનાં પર ચઢી બેઠો અને એનું ગળુ દબાવી દીધુ. નેન્સીનાં આંખમા ડોળા બહાર નીકળી આવ્યા એણે દુનિયા છોડી દીધી.
અનુપસિંહે પછી ઉભા થઇ એને લાત મારી પાછો એ દારૂપીવા બેઠો અને મોબાઇલથી ફોન કર્યો કલાકમાં એનો માણસ જોસેફ આવ્યો. એણે નેન્સીને ઊંચકી રૂમની બહાર નીકળ્યો.
જોસેફ નેન્સીને લઇને લોબીમાં આવી ત્યાંથી સ્વીમીંગપુલ નજીક હતો અને જોરથી ફંગોળી સ્વીમીંગપુલમાં ફેકી દીધી.
ટીવી સ્ક્રીન પાછો ડાર્ક થઇ ગયો પ્રસરણ બંધ થઇ ગયુ બધાં ટેકનીશીયન પ્રસારણ પાછું બંધ થઇ ગયુ એટલે બધી મશીનરી ડીવાઇસ તાપાસવા માંડ્યા કેમેરા ચાલુ કર્યો. નીલાંગ થોડીવાર એમજ જોઇ રહેલો એણે કહ્યું આખા દેશ આ ઉદ્યોગપતિનાં કારસ્તાન જોયા હશે આનાથી વધારે પુરાવા જોઇએ છે ?
મી.કોટનીસ પર ફોન આવ્યો અભ્યંકરે કહ્યું એમ કોટનીસ આ બધા પુરાવા ક્યાંથી લાવ્યો ? કોણ છે તારો જાસુસ ? કોટનીસે કહ્યું અભ્યંકર હવે ઘરે બેસી જા અને ફોન કટ થઇ ગયો.
ત્યાં ટીવી સ્ક્રીન પર પ્રસારણ થતું હતું એમાં આખી લાઇટ બ્લુ કલરની થઇ ગઇ અને ભયાનક હસવાનો અવાજ આવ્યો પછી નીલાંગી સ્ક્રીન પર આવી અને બોલી હજીતો પીક્ચર બાકી છે આતો રીલ હતું હવે જુઓ પીક્ચર આખું અને નવો વીડીયો ચાલુ થયો.
નીલાંગ તો સાવ બાઘો બની ગોય એ એની સીટ પરથી ઉભો થઇ નીલાંગીને શોધવા માંડ્યો. નીલાંગી ક્યાંય નહોતી એને ફડક પેઢી આ બધું કૌતુક શું ચાલી રહ્યું છે.
સ્ક્રીન પર નવો વીડીયો ચાલુ થયો અમોલની ઓફીસનો જે નવી લીધી હતી દરિયા કિનારે મરીલાઇન્સની એક એમાં અનુપસિહ અને અમોલ બંન્ને દેખાયાં ...
અનુપસિંહે અમોલને કહ્યું તારી નવી સેક્રેટરીને બોલાવી તેં ? કેટલી વારમાં આવે છે ? છેલ્લો સ્વાદ લઇ લઊં પછી મારે સ્વિત્ઝર્લેન્ડ ગોરીઓ પાસે જવાનું છે. અમોલે કહ્યું પાપા આવે છે એ ઘરે જવા નીકળી ગઇ હતી મેં કારણ ઉભું કરી બોલાવી છે આવતીજ હશે.
અનુપસિંહે ખંધુ હસતાં કહ્યું સાલા... તારાં કામનું કંઇ નથી તું દારૂ પીને નાચ્યાં કર આ મજા તો કદી મળશે નહીં.. તારી માં ના પેટે ફાતડો પાક્યો નામર્દ આટલી માલમિલ્કત પૈસો શું કામનો ? આટલુ ભેગું કર્યુ તોય તું..એટલામાં નીલાંગી ઓફીસમાં આવે છે. અમોલ એની ચેમ્બરમાં બોલાવે છે. અને પછી રૂમમાં અંધારુ થાય છે સ્ક્રીન પર એનાં અંગત ટીવી પર બ્લુ ફીલ્મ ચાલે છે અને નીલાંગી.....
નીલાંગીનાં મોં પર રૂમાલ આવે છે એને બેભાન બનાવીને ત્યાં અનુપસિંહ નીલાંગીનાં કપડાં ઉતારી એની ઇજ્જત લૂટે છે.
નીલાંગથી આ બધુ જોવાયુ નહીં એની આંખમાં ક્રોધ સાથે આંસુ ધસી આવે છે એ કઇ રીએક્ટ કરવા જાય ત્યાં આગળ વીડીયો ચાલે છે. અનુપસિંહ અમોલ દારૂ પીવે છે અને નીલાંગી હજી ભાનમાં આવે એ પહેલાં અનુપસિંહ પાછો આવી જાય છે અમોલ અટકાવે છે. નીલાંગી કપડાં પહેરે છે ભાનમાં આવીને નિલાંગને ફોન કરે છે અને ત્યાં જોસેફની એન્ટ્રી થાય છે નીલાંગી બૂમો પાડે છે જોસેફને પાસે પડેલી બોટલ મારે છે.
નીલાંગ હતપ્રભ બનીને જુએ છે કે નીલાંગીએ કપડાં પહેરી એને ફોન કર્યો હોય છે એણે ઉપાડ્યો નથી એ પરવશ થઇને પોતાની જાતને ધિક્કારે છે. નીલાંગી નામની બૂમો પાડે છે. નીલાંગી પાછી સ્ક્રીન પર આવીને ચીસો પાડતી બોલે છે. નીલુ જો આ રાક્ષસોએ મને પીંખી નાંખી તારી નીલોનું શિયળ લૂટ્યુ છે આ નરાધમોને હું તારી નજર સામે મારીશ.
પાછો વીડીયો ચાલુ થાય છે જોસેફ નીલાંગીને અમોલની ચેમ્બરમાંથી સ્ટોર રૂમમાં લાવી એનાં પર રેપ કરવાં જાય છે અને ફંગોળાઇને બારીમાંથી બહાર ફેકાય છે એ મરી જાય છે.
નીલાંગીને અમોલ કબાટમાં મૂકવા પ્રયત્ન કરે છે પણ.. આગળ જોસેફનાં કરેલાં પ્રયત્ન નિષ્ફળ જાય છે નિલાંગીનું શબ ત્યાંથી અદશ્ય થઇ જાય છે.
માય ઇન્ડીયા ટીવી પરથી લાઇવ પ્રસારણ ચાલુ છે આખો દેશ જોઇ રહ્યો છે અને પાછો અમોલનો બંગલો દેખાય છે નીલાંગી એ બંગલામાં અમોલનાં બેડરૂમમાં આવે છે અમોલ એને જોઇને ભડકે છે દોડીને પોતાની જાત બચાવવા બાલ્કની તરફ દોડે છે અને નીલાંગી ચીસ જેવો અવાજે બોલે છે સાલા નામર્દ એમ કહીને અમોલને બાલ્કનીમાંથી નીચે ફેકે છે નીચે પડતાં જ્યાં અનિસા મરી હત્યાં ત્યાંજ પડીને જીવ છોડે છે.
હવે નીલાંગી અનુપસિંહનાં બેડરૂમમાં જાય છે ત્યાં અનુપસિંહ ડરેલો ટીવી પર લાઇવ જોઇ રહેલો ખૂબ ગભરાયેલો હોય છે નીલાંગીને જોઇને હાથ જોડી માફી માંગે છે પણ નીલાંગી એનાં બધાં કપડાં ફાડી નાંખે છે એને સાવજ નગ્ન કરીને ગોળ ગોળ ફેરવે છે ચારેબાજુ ભયંકર પવનનું તોફાન સજાય છે નિલાંગીની ચીસો ભંયકર વાતાવરણ સર્જે છે અનુપસિંહને બોટલથી માથામાં મારે છે આંખો લોહીલોહાણ કરે છે જ્યાં સુધી એનો જીવ ના નીકળે ત્યાં સુધી એને મારે છે એનાં હાથ ચહેરો બધુ લોહીથી ખરડાયેલું હોય છે અને ભયાનક હાસ્યથી આખો માહોલ ડરામણો બનાવેં છે અને બોલે છે નીલું મેં બદલો લઇ લીધો છે પણ તારી નીલો તારે લાયક નથી રહી તારાં માટેની પાત્રતા આ પિસાચોએ ક્યારની હણી લીધી હતી.
નીલો હું તને રેલ્વે સ્ટેશન મળી ત્યારે મારું પ્રેતજ તારી સાથે હતું મેં આ ક્ષણ માટેજ રૂપ ધરી રાખેલું નીલુ મને માફ કર તારી અનેકવારની સલાહ મેં અવગણી અને આ પિશાચો પર ભરોસો કરેલો પણ... મને માફ કરજે.
નીલુ મારી આઇ બાબા કે તારી આઇ બધાંજ આ દ્રશ્ય જોતાં હશે એમને પણ હવે ખબર પડી ગઇ હશે કે હું.. હું નથી રહી નીલુ તું આપણાં સ્થળે આવી જા હું તારી રાહ જોઉ છું તારાથી વિદાય લેવા માટે નીલુ... તારી થઇને પણ તારી નથી રહી.. નીલુ મને માફ કર.. માફ કર....
નીલાંગ માય ઇન્ડીયાની ઓફીસ છોડીને તાત્કાલીક ટેક્ષી કરીને બાબુલનાથ મંદિર પહોંચી ગયો ત્યાં દરિયા કિનારે જ્યાં જે બાંકડે બેસતાં ત્યાં પહોચી ગયો. આજુબાજુ જોઇ નીલાંગીને શોધવા માંડ્યો. ત્યાં નીલાંગીનો પ્રેતે કહ્યું નીલુ હું અહીં છું આવ...
નીલાંગે જોયુ કે નીલાંગી ત્યાં ઉભી છે પ્રેત સ્વરૂપે એની આંખમાંથી દડ દડ આંસુ વહી રહ્યાં છે. નીલાંગે એટલુજ કહ્યું તેં આટલુ સહ્યું અત્યાર સુધી મને કંઇ ના કહ્યું ? કેમ ? હું એલોકોને...
નીલાંગીએ કહ્યું નીલુ તારાં વિના જીવવું શક્ય નહોતું હવે તો મોત પણ પામી ચુકી છું હવે કહેવા સાંભળવાનું કંઇ રહ્યું નથી નીલુ મને માફ કર.. એમ કહીને દરિયા તરફ ચાલવા લાગી.
નીલાંગ એની પાછળ પાગલની જેમ દોડતો રહ્યો નીલાંગી ધીમે ધીમે સાગરમાં સમાવવા માંડી અને પાછળ નીલાંગ જતો રહ્યો. થોડે આગળ જતાં નીલાંગી અને નીલાંગ બંન્ને સાગરમાં સમાઇ ગયાં.
----- સમાપ્ત --------