Sapsidi - 19 books and stories free download online pdf in Gujarati

સાપસીડી.... - 19

સાપસીડી 19….

મહારાજ સાહેબ નુ પણ કામ કરે.


પણ આ વખતે ખાસ બે દિવસ એકાત માં હતા.


કામ મો ટા સાહેેેબ નું જ હતું વળી….


આમ જોવા જોઈએ તો સાહેબ ના આવા

ઘણા સંપર્ક હતા.


મોટl સાહેબ આમ તો ચાર બંગલામાં રહેતા .એક એમના રહેવા નો ,એક કાર્યાલય નો તો બીજા માં એમના સીકયુરીટી વાળા અને ચોથા માં ગેસ્ટહાઉસ…..આ ગેસ્ટ એટલે આવા બધા કામ માટે આવતા ખાસ મહેમાનો….


સાહેબ પાસે અlસlમ થી ઠેઠ આવનારા હતા તો દક્ષિણથી આવનારા પણ અહીં બે ત્રણ માસ આવી વિધિ વિધાન કરી જતા . હિમાલય ને ઉત્તર ભારતથી આવનારા વિશેષ હતા અને નિયમિત આવતા જતા રહેતા . આવા તો કઈ કેટલાય આવતા સાહેબની સેવા કરતા અને મહેમાનગતિ માણતા. સાહેબ પણ બધાને ખુશ કરતા સારી એવી દક્ષિણl પણ મળતી રહેતી.


એક રૂમ વિથ એટેચ ટોઇલેટ્સ અને ભોજન માટે સવાર ,બપોર ,સાંજ ટિફિન સેવા ...આમ વ્યવસ્થા રહેતી….બસ દિ આખો મંત્ર જાપ કરો કે વિધિ કરો, પૂજન કરો...સાધના કરો ને કામ ફતેહ કરો…


પેસl અને દક્ષિણl માંગો તેટલી મળતી. થોડી વધુ જ અપાતી એટલે પડિતો અને સંતોને ખુશ રાખવામાં આવતા.


ટૂંકમાં પેસl પાણીની જેમ ખૂબ છુટથી આ પ્રકારના રાજકીય કમ ધાર્મિક ક્રિયા કાંડમાં વાપરવામાં આવી રહ્યા હતા. આખરે સતા છે તો જ બધુ છે ...

એ પણ હકીકત હતી કે સાપસીડી જેવું સાહેબ માટે હવે નહોતું રહ્યું. પહેલાં ચાલતું હતુ ,જેમ બધા રાજનેતાઓનું ચાલે .

પણ વિધિ વિધાન કર્યા પછી એમની પ્રગતિ એકધારી અને અવિરત ચાલતી રહેતી. મુશ્કેલીઓ નાની બની જતી.


પ્રશ્નો ,વિરોધ કે સમસ્યાઓ બધા આ બધા તપ અને ક્રિયા ઓથી ગૌણ બની ગયા હતા.

રાજના કામકાજમાં તો એમનો કોઈ હરીફ જ નહોતો બચ્યો.

તો સફળતા જ બધે રહેતી.નેગેટીવ તત્વો બધા શાંત થઈ ગયા હતા. એવો પ્રભાવ એમનો દિવસે દિવસે બની રહ્યો હતો. જાણે સર્વત્ર તેઓ શ્રી જ છવાઈ ગયા હતા.


સો કોઈ એમ માનવl જ લાગ્યા હતા કે આ વખતે બસ હવે સેક્યુલર પાર્ટી અને તેના નેતાઓનો યુગ આથમી જ જશે અને સાહેબ સાથેની ઇન્ડિયા પાર્ટી જ સર્વત્ર છવાઈ જશે.


ટોચ નુ સિંહાસન અને સતા હવે પાર્ટીના મુખીયાઓ અને સેવક સમાજના સર્વોપરીઓને હાથવેંતમાં લાગતું હતું.


હિન્દુસ્તાન એવો દેશ છે જ્યાં રાજ સતા દેવી કૃપા ગણાય છે. એટલે સામાન્ય રીતે નથી મળતી. પણ તંત્ર મંત્ર ની મહેરબાની થી જ મળતી હોય છે. ખાસ દેવો અને ગુરુઓ તેમજ સંતો ના આશીર્વાદ જરૂરી છે.


આ બધી મહેરબાની જાણે અજાણે ઇન્ડિયા પાર્ટી પર અને આ લોકો પર આ વખતે વરસવાની હોય તેવો માહોલ શરૂ થયો હતો.


આ દેશમાં વરસો થી આ બધું ચાલ્યા કરે છે અને હજુ ચાલશે.એનો કોઈ છેડો નથી કે અંત પણ નથી. ઘણા બધા આશ્રમો છે તો સાધુ સંતો અને ઋષિ મુનિઓની પણ કોઈ ખોટ નથી .


દરેક પ્રદેશ ના આશ્રમો કે સાધુ સંતોની પોતાની રીતે રસમો છે. પોત પોતાની વિધિ વિધાનો છે કે ક્રિયા કાંડો છે.પશુ પંખીની બલી તો દેવી ને ચડાવવી જ પડે ...આ માન્યતા લગભગ સાર્વત્રિક છે.


એમાં પણ જlન બચાવવાના પ્રયોગોમાં તો માનવ બલી ચડી જાય છે એટલે કે કોઈ બચે અને કોઈને સામે મારી નખાય...આવી ખતરનાક કળા… પણ લોકો અlને પણ તંત્ર વિદ્યા કહે છે. એમાં પણ નેતાઓ માટે તો ભલભલાના બલી ચડાવતા જોયા છે .રાજકારણનો અને આવા વિધિ વિધાનોમાં બહુ પુરાણો નાતો દેશની સંસ્કૃતિ માં ચાલ્યો આવે છે. લોકશાહી માં પણ આ જ પ્રથા બરકરાર છે.

જો કે આ બધા ક્રિયા કાંડ એકાંતમાં અને ખાનગી માં ચાલે છે. એની ચર્ચાઓ ભાગ્યે જ થાય છે. જો કોઈ વિવાદ કે વિરોધ કરે તો જાનથી હાથ ધોઈ બેસે છે.


દેશ ભરના તમામ રાજ્યોના સાધુ સંતો આવા પ્રત્યેક આશ્રમોમાં રહેતા હોય છે. હિન્દૂ ધર્મ માનતા હોય કે વેદોમાં માનતા હોય વિચારધારા ગુરુ અને સંપ્રદાય પ્રમાણે ,પંથ પ્રમાણે રહેવાની.


આ લોકોનો સારો એવો ઉપયોગ નેતાઓ કરે છે .દરેક રાજકારણી એ કોઈને કોઇની કંઠી બાંધેલી હોય જ.. પક્ષોને પણ એ જ રીતે આવા ધર્મ ગુરુઓના આશીર્વાદ જોઈએ જ...ઇલેક્શન વખતે આ બધા લોકો ની મબલખ કમાણી થતી હોય .

સામાન્ય માણસ તો ખરો જ અને વેપારીઓ અને અમીરો ના પણ ફેમિલી ગુરુ હોવાના...


આપણે ત્યાં જૈન અને બોદ્ધ ધર્મના વિધિ વિધાનો અને ક્રિયા કંlડો પણ એટલા જ પાવરફુલ છે જેટલા હિન્દૂ અને વેદિક સંપ્રદાયો અને સંસ્થાઓના છે.રાજકારણીઓ અl બધાંનો ઉપયોગ અવારનવાર સતા માટે કરતા રહે છે.


ઇસ્લામને ઈસાઈ ને પણ કેમ ભુલાય ...આમાં પણ દવા અને વેદક માં ઘણાંને આસ્થા છે અને ખૂબ મજબૂત તેમજ અસરકારક પણ છે.


વળી જ્યારે જ્યારે કોઈની જાન બચાવવા મરણપથારીએ પડેલાને માટે આવા પ્રકારની વિધિ વિધાન થાય ત્યારે તો ખાસ બલી ચડવાય છે.

અને તેમાં માનવ બલી એટલેકે

આસપાસના કોઈ કે પછી દૂરના પરિવારના કોઈનું નામ લઈ બલી તરીકે ચડાવી જાન બચાવવાના પ્રયોગો આ દેશમાં બહુ સામાન્ય છે. એક બચે તો સામે કોઈ ની જાન જlય...


અહીં પણ એવું જ રાજકારણ ચાલે છે. આશારામ ના મંત્ર તંત્ર તો બીજા ઘણાની સાથે સાથે અદાલતમાં ચડી ગયા જ છે .


.શ્રી શ્રી રવિશંકર ના આર્ટ ઓફ લિવિંગ દુનિયામાં પ્રસિદ્ધ થયા છે.બાબા રામદેવની ઔષધો અને યોગ, દવાઓ હવે ભારતની પહેચાન અને ગૌરવ બન્યા છે.

પ્રતિક બને સ્થાને અને આશ્રમમાં જઇ આવ્યો હતો.

બાબા રામદેવ પાસે યોગની તાલીમ લીધી હતી. તો 15 દિવસ હરદ્વાર માં કેમ્પ પણ કરી આવ્યો હતો.

મોટા સાહેબ તો બાબા ના ચાહક હતા જ. ગુજરાત થકી દેશમાં ને દુનિયામાં તેમનું સામ્રાજ્ય વિસ્તારવામાં સાહેબ નો સાથ તો ખરો જ …

એજ રીતે શ્રી શ્રી ને પણ દુનિયા સામે લઈ જવામાં સેવક સમાજ થી માંડી ને સાહેબને તેમના સાથીઓ ની મહેનત …


.દેશ ને દુનિયા માં હિન્દુત્વ અને ભારતીય સંસ્કૃતિ ની ભવ્યતા નો અહેસાસ કરાવવામાં આ બધા ના અથાગ પ્રયાસો હવે જ કારગત નિવડવાના ….


પ્રતિકે આર્ટ ઓફ લીવીંગ નો કોર્સ બેંગ્લોરમાં શ્રી શ્રી ની છત્ર છાયામાં જ કરેલો...આ બને ને તે પોતાના ગુરુ જ માનતો હતો. રાષ્ટ્ર ઘડતર માં આજે આ બને ધર્મ ગુરુઓનો બહુ મોટો ફાળો છે. એ સ્વીકારવું જ જોઈશે.


દર દિવાળીએ શ્રી શ્રી ખાસ અમદાવાદ આવે જ ત્યારે પ્રતિકે અચૂક સમય કાઢીને એમના દર્શન કરવાના અને એકાદ વાર તો ધ્યાન ના શેશન માં જવાનુજ ..


પ્રતીક તો આ બને ગુરુઓને પોતાના ગુરુ તો માનતો જ પણ રાષ્ટ્ર ગુરુ પણ માનતો હતો. ઘણા આમ માને છે.


મહારાજ કામ પ્રમાણે તો કોન્ટ્રેક્ટ લેતા જ સાથે સાથે સમય કે વર્ષના કોન્ટ્રેક્ટ પણ લેતા હતા. પ્રતિકે જોયું કે વિધાનસભા અને ચૂંટણી એકાદ વરસમાં આવે જ છે અને ટિકિટ ને બધું ફાઇનલ થાય ત્યાં સુધી લગભગ વરસ જlય એમ છે.


એમ વરસનું કામ કરવા ના 20 લાખમાં ડીલ કર્યું. જો કે એમાઉન્ટ હાલ આપવાની નહોતી. હપ્તા કે જે રીતે ચૂકવવાની થાય રકમ તે પ્રમાણે કામ પણ સામે થવાનું જ હતું.