Pollen 2.0 - 25 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 25

પરાગિની ૨.૦ - ૨૫



એશા અને નિશા રિનીને હેલ્પ કરવાનું નક્કી કરે છે. તેઓ ફેસબુક પર પરિતાનું અકાઉન્ટ શોધી નાંખે છે. નિશા પરિતાને ફ્રેન્ડ રીકવેસ્ટ મોકલે છે. પરિતા એક્સેપ્ટ પણ કરી લે છે... નિશા તેને મેસેજ કરે છે કે હું રિનીની ફ્રેન્ડ છું.. નિશા ખોટું બોલીને તેને મળવા બોલાવે છે.. ત્રણેયને ખ્યાલ હતો કે તેઓ પરિતાને કંઈક લાલચ આપશે તો જ પરિતા તેમને મળવા આવશે તેથી તેઓ પરિતાને મેસેજ કરે છે કે રિની પરાગ સાથે તારા જોબની વાત કરશે અને તને સારા એવા પૈસા પણ મળશે... બસ તારે એક વખત રિનીને મળવું પડશે..!

પરિતા તરત મેસેજ વાંચી પણ લે છે અને તે પૈસા મળશે તે વાંચી મળવાનું હા કહે છે...

નિશા તેને કેફેનું નામ આપે છે અને બપોરે ત્યાં મળવા બોલાવે છે.

બપોરે ચારેય છોકરીઓ કેફેમાં બેઠી હોય છે.

પરિતા- તમે મને જોબ માટે બોલાવી હતી...

એશા- હા, એ થઈ જશે... પણ પહેલા અમારા પ્રશ્નનાં જવાબ આપી દે..

પરિતા- કેવા પ્રશ્ન?

નિશા- એ જ કે તારા અને પરાગ વચ્ચે શું છે?

રિની- તારા અને પરાગ વચ્ચે શું સંબંધ છે? ગર્લફ્રેન્ડ- બોયફ્રેન્ડ તો નથી જ એ તો મને ખબર છે.... મને પરાગ પર એટલો તો વિશ્વાસ છે..! પણ આખરે એવું તો છે કે તે મને કહેતા નથી..!

પરિતા પહેલા કંઈ બોલતી નથી બધા સવાલોથી સ્તબ્ધ થઈ જાય છે..!

નિશા- કંઈક કહીશ?

પરિતા- રિનીભાભી તમે જે વિચાર્યુ ત બરાબર વિચાર્યુ... ભાઈ અને મારી વચ્ચે એવું કંઈ નથી...

એશા- ભાઈ?

પરિતા- હા, હુ પરાગની બહેન છુ્... સગી નહીં... સાવકી..!

રિની- પણ પરાગની તો કોઈ બહેન હતી જ નહીં... પરાગના મમ્મી તો પરાગ નાના હતા ત્યારે જ આ દુનિયા છોડીને જતા રહ્યા હતા...!

પરિતા- એ ફક્ત દુનિયાને બતાવવા માટે જ હતુ... તેઓ જીવતા હતા... મમ્મીએ તે ઘર છોડીને મુંબઈ જતા રહ્યા હતા...બીજા મેરેજ કર્યા હતા... હવે તેઓ આ દુનિયામાં નથી..!

એશા- તું જૂઠ્ઠું તો નથી બોલી રહી ને?

પરિતા- ના...

નિશા- પરાગને ખબર છે?

પરિતા- હા, તેમને બધુ ખબર છે...

રિનીને મનોમન ઘણું દુ:ખ થાય છે કે જાણ્યા વગર જ પરાગે કેવું બિહેવ કર્યુ એમ..!

રિની ત્યાંથી સીધી કંપનીમાં જાય છે અને પરાગની કેબિનમાં જાય છે. પરાગ દરવાજાથી ઊંધો ઊભો રહ્યો હોય છે અને ટેબલ પર બધી ફાઈલ એક સાઈડ પર કરતો હોય છે... રિની પાછળથી આવી પરાગને હગ કરી લે છે. પરાગ રિની તરફ ફરે છે અને રિનીનાં હાથ પકડીને પૂછે છે, શું થયું રિની? મારી સાથે બોલતી નહોતીને આમ અચાનક..?

રિની પરાગને કહે છે, સોરી પરાગ... મેં તમારી સાથે છેલ્લા બે-ત્રણ દિવસથી નહોતું કરવા જેવુ બિહેવ કર્યુ છે...!

પરાગ હસી પડે છે અને કહે છે, મને તો મજા આવતી હતી પણ...

રિની ખાલી ગુસ્સો બતાવી પરાગને મારતા કહે છે, શુ તમે પણ પરાગ..!

પરાગ રિનીને ગળે લગાવી લે છે અને માથે હાથ ફેરવતા કહે છે, જે થયું એ પણ હવે મારી પર વિશ્વાસ રાખજે..!

રિની- હમ્મ...

સમર દરવાજો ખખડાવ્યા વગર જ અંદર આવી જાય છે અને બોલવા જ જતો હોય છે કે ભાઈ.... પરંતુ બંનેને જોતા તે કંઈ બોલતો નથી અને બનાવટી ઉધરસ ખાય છે.. સમરનો અવાજ સાંભળતા પરાગ અને રિની છૂટા પડે છે અને સમર કહે છે, ભાઈ તમને બંનેને ઘરમાં રોમાન્સ ઓછો પડે છે કે ઓફિસમાં પણ બંને એકબીજાને નથી છોડતા..?

પરાગ- શું કામ હતુ એ કહે તું..! બાકી તો તને પછી જોઈ લઈશ...

સમર- દાદી એ આજે ઘરે ડિનર માટે તમને બંનેને કહ્યુ છે... બહુ સમય પછી બધા ભેગા થયા છે તો દાદીએ ઘરમાં બધાને કહી રાખ્યું છે.

પરાગ- ઓકે... અમે બંને પહોંચી જઈશું...

સમર- ઓકે તો હું જાઉં છું... યુ મે નાઉ કોન્ટીન્યુ યોર રોમાન્સ..!

પરાગ- જા હવે સીધો....

રિની પરાગ તરફ જોઈ હસે છે.... પરાગ રિનીને કપાળ પર કિસ કરે છે અને પછી બંને કામ પર લાગી જાય છે.

સાંજે બંને દાદીને ત્યાં ડિનર કરી ઘરે પાછા આવે છે.


બીજા દિવસે.. પરિતા ફોન પર કોઈના કહેવા પર પરાગ પાસે પૈસા માંગવા જાય છે... પરિતા પરાગની કેબિનમાં જાય છે...

પરિતા- સોરી ભાઈ.. આટલી સવારે તમને ડિસ્ટર્બ કરવા માટે પણ કામ એવુ હતું કે આવું પડ્યુ....

પરાગ- અરે.. કંઈ નહીં... શું કામ હતું?

પરિતા પૈસા માંગતા થોડી અચકાય છે....

પરાગ કહે છે, જે હોય તે કહી શકે છે....

પરિતા- ભાઈ થોડા પૈસા જોઈતા હતા... પછી હું તમને પાછા આપી દઈશ....

પરાગ- અચાનક? કંઈ જોઈતુ હતુ?

પરિતા- ના... થોડી લોન બાકી હતી તો ભરવાની છે.

પરાગ- હમ્મ... કેટલા જોઈએ છે?

પરિતા- એક લાખ રૂપિયા.....

પરાગ- ઓકે....

એટલામાં જ પરાગના મોબાઈલની રીંગ વાગે છે... પરાગ ફોન ઉપાડે છે. આ એ વ્યક્તિનો જ ફોન હોય છે પરાગે કામ સોંપ્યુ હોય છે પરિતા વિશે માહિતી ભેગી કરવા માટે...

વ્યક્તિ- સર તમે જે કામ આપ્યુ તે થઈ ગયું છે.... તમે જેમ કહ્યુ એ રીતે તપાસ કરી... કોઈ જગ્યા પરિતા નામની છોકરીનું નામ એ લીસ્ટમાં નથી... તમારા મમ્મી સાઈડથી પણ તપાસ કરાવી... એમણે કોઈ બીજા મેરેજ નથી કર્યા... એમણે બીજી કોઈ છોકરી નથી.... હા, કદાચ એમણે પરિતાને દત્તક લીધી હોય પરંતુ જન્મ નથી આપ્યો...!

ખરાં સમય પર જ એ વ્યક્તિનો ફોન આવે છે....

પરાગના હાવભાવ જોઈ પરિતા સમજી જાય છે કે પરાગને કંઈ થયું છે...

તે વ્યક્તિ પરાગને બીજી પણ એક વાત જણાવે છે જે સાંભળી પરાગ ના હાવભાવ કંઈક બીજા જ આવી જાય છે. ફોન પત્યા બાદ પરિતા પરાગને પૂછે છે, કંઈ થયું છે ભાઈ? કંઈ સીરિયસ વાત છે?

પરાગ- ના..

પરિતા- તો ફોન પર એવી તો શું વાત થઈ કે તમે ટેન્શનમાં આવી ગયા? હું કંઈ મદદ કરી શકુ?

પરાગ- ના... એ મારી મેટર છે.... તને તારા પૈસા મળી જશે...

આ સાંભળી પરિતા ખુશ થઈ જાય છે.... પણ હવે તેને ઝટકો પણ લાગવાનો હોય છે...

પરાગ- પૈસા તને મળી જશે પરંતુ પહેલા મને એ જણાવ કે તું કોણ છે?

આ પ્રશ્ન સાંભળી પરિતાને શોક લાગે છે.

પરિતા- એટલે ?

પરાગ- એટલે એ જ કે તું ખરેખરમાં કોણ છે?

પરિતાને લાગે છે કે હવે તેની સચ્ચાઈ બહાર આવવાની છે તેથી તે ઊભી થઈ જાય છે અને નાટક કરતા કહે છે, એટલે તમે કહેવા શું માંગો છો? હું તમારી બહેન છુ... પૈસા માંગ્યા એટલે આવું કરવાનું? હું જાઉં છુ અહીંથી.. હું તો મદદ માંગવા આવી હતી...

પરાગ પરિતાનો હાથ પકડી તેને રોકતા કહે છે, એક મિનિટ... મને ફક્ત એટલું જણાવ કે તું મારી મમ્મીને કેવી રીતે ઓળખે છે અને તું એમણે અહીં કેવી રીતે લાવી હતી? મને આખી વાત જાણવી છે..

પરિતા- કંઈ વાત હા? આ દુનિયામાં ફક્ત મારી એક મમ્મી જ હતી જે હવે નથી રહી... બસ આ જ છે એ વાત... હું ફક્ત મદદ માટે આવી હતી... ખબર નહીં કોણે તમને શું કહ્યું છે? તમારા ભરોસે આવી હતી અને હવે એ ભરોસો તમે તોડી નાંખ્યો છે...

પરિતા તેનું નાટક ચાલુ રાખતાં કહે છે, ભૂલ થઈ ગઈ મારાથી કે તમારા પાસે આવી હુ.. મારે આવવાનું જ નહોતુ... નથી જોઈતા મારે તમારા પૈસા... આટલું કહી પરિતા ત્યાંથી નીકળી જાય છે.

પરાગને ખબર હોય છે કે પરિતા નાટક કરે છે તેથી તે તેને રોકતો પણ નથી...

બહાર જઈ પરિતા તરત જ કોઈને ફોન કરે છે અને કહે છે, બધુ પૂરું.... પૂરું... આપણે પકડાઈ જવાના છે... પરાગને ખબર પજી ગઈ છે.. આપણી સચ્ચાઈ ક્યારેય પણ બહાર આવી શકે છે.... પહેલા પૈસા માટે હા પાડી અને પછી કોઈનો ફોન આવ્યો અને પછી એને કંઈ જ ના કહ્યું...!

રિની પરિતાને ઓફિસની બહાર જોતા તેની પાસે જાય છે. પરિતા પહેલા રિનીનો જોતા ગભરાય જાય છે અને પછી રડવાનું ચાલુ કરી દે છે... પરિતા રિની આગળ રડીને નાટક ચાલુ કરી દે છે અને કહે છે કે મારુ આ દુનિયામાં કોઈ નથી ફક્ત ભાઈ છે તેમની પાસે પૈસા માંગ્યા તો આવું કરે છે... રિનીને ઈમોશનલી બ્લેકમેઈલ કરે છે. રિની તેની વાતમાં આવીને કહે છે, હુ તને પૈસા આપીશ પણ લાખ રૂપિયા તો ના આપી શકુ.... પરાગ સાથે વાત કરીશ...

પરિતા- ના ભાભી, ભાઈને ના કહેતા... તે નહીં આપે...

રિની- ઓકે.. નહીં કહુ...

રિની ત્યાંથી પરાગ પાસે જાય છે અને પરિતા તેના ખોટા આંસું લૂછી ત્યાંથી નીકળી જાય છે અને કોઈને ફોન કરીને કહે છે, બહુ નહીં પણ થોડા પૈસા ત મળશે જ...!

રિની પરાગ પાસે થોડા પૈસા માંગે છે... પરાગ તેને કહે છે, તું તો હવે કંપનીની માલિક છે... તારી પાસે છે જ ને...!

પરાગ રિનીને કહે છે, ઘરે મળીએ... મારે મીટિંગ છે.

રિની હા કહી ત્યાંથી જતી રહે છે.. અને રિનીનાં ગયા બાદ એક વ્યક્તિ પરાગની કેબિનમાં આવે છે.



શું પરિતા રિનીનાં પૈસા લઈને જતી રહેશે?

પરાગ પરિતાને પકડી શક્શે? બીજી કંઈ નવી વાત બહાર આવશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૨૬


Share

NEW REALESED