Paranormal protector co books and stories free download online pdf in Gujarati

પેરાનોર્મલ પ્રોટેક્ટર કૉ

દ્રશ્ય એક-
ઓસ્ટ્રેલિયા માં ક્યાંક નાનકડા શહેર માં એક યુવતી સાંજ સમયે જમવા માટે રેસ્ટોરન્ટ શોધતી હતી એટલા માં તે એક ડેવિલ કોલોની પાસે પહોંચી. ડેવિલ કોલોનીમા બધા જ રેસ્ટોરન્ટ અને દુકાનો ને આગળ ડેવિલ નામ લખેલું હતું. એટલામાં જ એની નજર ડેવિલ રેસ્ટોરન્ટ ઉપર પડી જેના બોર્ડ માં નીચે ગુજરાતી ફૂડ લખ્યું હતું. સવારની ભૂખથી કકડતી એ છોકરી જરા પણ વિચાર્યા વગર રેસ્ટોરન્ટમાંં ચાલી ગઈ. તેને અંદર આવતી જોઈને રિસેપ્શનિસ્ટ એ આવકારો આપીને ટેબલ ખસેડીને બેસાડી અને તમે કેવા પ્રકાર નું જમવાનું લેવા માંગો છો જવાબ માં ગુજરાતી સંભળી રિસેપ્શનિસ્ટે એને કહ્યું અમારા શેફ તમને આવીનેે તમારા જમવા માટેની ચોઇસ વિષેેેેેે પૂછશે માટે હું રજા લઉ છું. રિસેપ્શનિસ્ટ ત્યાંથી આગળ જઈને ફોન ઉપર વાત કરી પાછો તેની જગ્યા ઉપર પહોંંચી ગયો. થોડા ક્ષણો પછી ધીમેથી અવાજ આવ્યો ”મેેડમ હું તમારી શું મદદ કરી શકું?" એ અવાજ પોતાનો હોય આવું લાગ્યું એ છોકરી ને માથું ઊંચું કરી ને જોયું પણ એ કોઈ અજાણી વ્યક્તિ હતી. જરા પણ સમય બગાડ્યા વગર શેફ્ ને પૂછ્યુ “શુ તમારી પાસે ગુજરાતી સદુ જમવાનું છે?" અને જવાબ માં હા આવી એ છોકરી ને તરતજ જમવાનો ઓર્ડર આપી દિધો. રેસટોરન્ટ નાનું અને નવું હતું બ્રાઇટ ડેકોરેશન અને પાંચ નાના મોટા ટેબલ હતા. જેમાં એ છોકરી સિવાય બીજું કોઈ દેખાતું ન હતું. એનો ઓર્ડર આવ્યો અને તેણે જમવાનું સરું કર્યું. જે શેફ્ ને જમવાનું બનાવ્યું હતું તેજ બાકીનું બધું કામ કરતો હતો. જેટલા સમય માં તે જમે તેટલામા તો બાકી બધી દુકાનો બંદ થઈ ગઈ.
જમવાનું પૂરું થયું અને બિલ પે કર્યું પછી શેફ એનો કોટ લઈ ને રાહ જોતો હતો એ સમયે રેસ્ટોરન્ટ માં એ છોકરી સિવાય બીજું કોઈ હતું નહિ. શેફ ને ડિશ લઈ ને મૂકી અને જમવા વિશે પૂછ્યું યુવતી ને જમવાનું ઘર જેવું લાગ્યું. એ બને જોડે બહાર આવ્યા રેસ્ટોરન્ટ બંદ કરી ને ત્યાંથી સાથે આગળ નીકળ્યા. શેફ ને કહ્યું “ મારું નામ સિદ્ધાર્થ છે પણ મારા મિત્રો મને સેમ કહી ને બોલાવે છે." "સેમ મારું નામ શક્તિ છે. મારે પૂછવું છે કે આ કોલોની નું નામ ડેવિલ કોલોની કેમ છે." સેમ ને કહ્યું “ અહીંયા ડેવિલ છે." એની વાત સંભળી ને શક્તિ જોર જોર થી હસવા લાગી અને લાગ્યું કે સેમ મજાક કરે છે. “હા મારા ઘર ની બાજુ માં એક ઝાડ હતું એમાં પણ ભૂત હતું." સેમ આગળ કઈ બોલ્યો નહીં. સેમ ને વાત બદલી અને પૂછ્યું “શુ તમે એકલા આવ્યા છો?" શક્તિ એનું માથું હલાવી ને હા પડી અને તે સમયે સેમ ને શક્તિ ને ધ્યાન થી જોઈ શક્તિ થોડી શ્યામ વર્ણ ની હતી એના હોઠ પાતળા અને ગાલ પર ડિમ્પલ પડતા હતા આંખો બ્લેક અને ચેહરા પર હમેશાં સ્માઈલ હતી એનો લુક વેસ્ટર્ન અને ટ્રેડિશનલ મિક્સ હતો. વેસ્ટર્ન કપડા સાથે તેની જ્વેલરી હન્ડ લૂમ ની હતી. તેની હાઇટ સેમ ના ખભા સુધી હતી અને પાતળું પાણી જેવું એનું શરીર. જ્યારે સેમ એનાથી એકદમ અલગ દેખાવ નો હતો તે લાંબા સમય થી વિદેશ માં રેહવાના કારણે ગોરા વર્ણ નો હતો. સેમ ને ક્લીન શેવ અને સરો ડ્રેસ ઉપ થઈ ને રેહવું ગમતું હતું. અને તે સ્વાભાવિક હતું અખો દિવસ શેફ ના કપડાથી તે કંટાળી જતો. પણ સાથે એને શેફ ના કપડા માં ગર્વ પણ થતો. સેમ ની આંખો ભૂખરા રંગ ની હતી અને નાક નાનું અને ગોળ હતું એના હોઠ બોલ્ડ કલર ના હતા જે જન્મથી જ આવા હતા. થોડું આગળ ચાલી ને સેમ ને પૂછ્યું “તમારે ક્યાં જવાનું છે." શક્તિ એ કહ્યું “ હોટેલ માઉન્ટેન માં મે ચેક ઇન કર્યું છે મારે ત્યાં જવા માટે ટેક્સી ની જરૂર છે પણ અહીંયા ક્યાંય દેખાતી નથી." સેમ બોલ્યો “ ટેક્સી સ્ટેન્ડ નજીક છે હું તમને ત્યાં ડ્રોપ કરીને પછી ઘરે જઇશ." શક્તિ ને માથું હલાવી ને હા પાડી બીજા દેશ માં પોતાના દેશ નું કોઈ વ્યક્તિ મળે અને મદદ કરે તે સમયે જે રાહત થાય તે રાહત શક્તિ ની આંખો માં હતી. એના મનમાં સેમ માટે વિશ્વાસ હતો અને જે શેહેર માં આવી હતી તેને લઈ ને ગણા પ્રશ્નો હતા.
શક્તિ પૂછ્યું “સેમ અહીંની શોપ આટલી જલ્દી કેમ બંદ કરે બધા"
સેમ “અમારા જીવ ની સેફ્ટી માટે" અને તે આગળ કઈ બોલ્યો નહિ.
શક્તિ ને કઈ સમજાયું નહિ એ સૂમસામ રોડ પર બંને એકલા ચલતા આગળ જતાં હતા. એટલામાં આગળ સ્ત્રી અને પુરુષ ને પોલીસ પકડી ને ઉભી હતી ત્યાં બે પોલીસ કર્મચારી એ બંને ને પકડી ને રોકતા હતા.સ્ત્રી ચીસો પાડતી હતી “સેવ મય ડોટર...... પ્લીઝ સેવ માય ડોટર......" એ સ્ત્રી ની ચીસો અશહનીય હતી તેની મદદ કોઈ કરવા તૈયાર ના હતું.