Paranormal Protector Co-2 books and stories free download online pdf in Gujarati

પેરાનોર્મલ પ્રોટેક્ટર કો - 2

દ્રશ્ય બે -
એ સ્ત્રી ગાર્ડન ના ગેટ આગળ એની છોકરી ને બચાવવા માટે બૂમો પડીને રોતી હતી. એ ગાર્ડન નામ માત્ર ગાર્ડન હતું સુકાયેલા ઝડીઝખડા એને પત્તા થી ગાર્ડન ભારાયેલું હતું. એનો ગેટ લોખંડ નો કાટ ખવાયેલો હતો.ગેટ ની બંન્ને બાજુ એ વિશાળ વિચિત્ર અને બિહામણા પક્ષીની મૂર્તિઓ હતી. એની વચ્ચે જૂની પત્થરો ની બનેલી ઇમારત જેની પર બ્લેક રંગ ના નિશાન હતા એ ઇમારત ને ત્યાંની લોકલ પબ્લિક હાઉસ ઓફ ડેવિલ કહેતી હતી એ ગાર્ડન ની નેગેટિવ વેવ આજુબાજુ ના લોકો ના મનમાં ભય લાવતી હતી. ડેવિલ કોલોની ની બંને બાજુ દુકાનો અને રેેેેસ્ટોરંટ હતા. સેમ નું રેસ્ટોરન્ટ ડેવિલ કોલની ની ડાબી બાજુ હતું એનો બેકયાર્ડ ગાર્ડનની એકદમ સામે હતું એનેેેેે ક્યારેય પણ એના બેકયાર્ડ નો દરવાજો ખોલ્યો નહતો. આવી પરિસ્થિતિમાં સ્ત્રીને જોઈને શક્તિ એને પૂછ્યું કેેેેે આની મદદ કરવા કોઈ તૈયાર કેમ નથી. સેમ એને સમજવા માટે કઈ બોલે એ પેહલા શક્તિ પોલીસ અને સેમ ની કોઈ પણ વાત સમજ્યા વગર ગાર્ડન ના ગેટ ને ખોલી ને અંંદર જઈ. પોલીસ,સેમ એને તે સ્ત્રી બસ એને જોતા જ રહી ગયા. કોઈપણ કઈ સમજે એ પહેલા તેે દોડીને બહુ દૂર જતી રહી હતી.
સેમ ત્યાં જ દંભ રહી ગયો એને કઈ સમજાય એટલા માં શક્તિ બે એકર ના એ ગાર્ડન માં ગાયબ થઈ ગઈ હતી.
સેમ જ્યારે પરિસ્થિતિ સમજ્યો ત્યારે “ હે ભગવાન હવે શું થશે. મારા કારણે આ બધુ થયુ છે......" એમ કહીને જોર જોર થી રડવા લાગ્યો. ત્યાં એટલામાં તો બીજી બે પોલીસ ની ગાડી આવી અને ગાર્ડન ની બહાર લોકો એકઠા થવા લાગ્યા. પોલીસ ને સેમ ને પકડી રાખ્યો હતો સેમ આ માટે પોતાને બ્લેમ કરતો હતો. હવે આ ન્યૂઝ જલ્દી ફેલાવા લાગી “એક નાની છોકરી ને બચાવવા મટે એક યુવતી હોન્ટેડ ગાર્ડન માં છે. " હવે ત્યાં પ્રેસ અને પોલીસ અને લોકલ પબ્લિક આવી ને ઉભી હતી. બધા એ બને માટે પ્રેય કરવા લાગ્યા. સેમ પણ એમની સાથે પ્રેયર માં જોડાયો એ નાની છોકરી ના માતા પિતા પણ પ્રેયર માં જોડાયા. પરિસ્થિતિ બહુ ગંભિર થતી જતી હતી એક કલાક વીતી ગયો હતો પણ શક્તિનો બહાર આવવાનું દૃશ્ય દેખાતું ન હતું. આ સમયે એક બ્લેક કાર માંથી એક યુવતી દૂરથી આ દ્રશ્ય જોઈ રહી હતી. તેની કાર પર પેરા નોર્મલ પ્રોટેક્ટર કંપનિ લખેલું હતું. ગાડીનો કાચ અડધો ખોલીને ફોન ઉપર તે કોઈને પરિસ્થિતિ ની માહિતી આપતી હતી. આ યુવતી નું નામ હતું મેઘના તે પેરાનોર્મલ પ્રોટેક્ટર કંપની માટે કામ કરતી હતી. તે બધી માહિતી આ કંપની ની ઓનર ને આપતી હતી.
મેઘના ફોન પર કહે છે “ આ પરિસ્થિતિ માં હું તેને પાગલ કે બ્રેવ સમજુ એ મને સમજાતું નથી."
સામે થી કોઈ અજાણી વ્યક્તિ એ પૂછ્યું “ શુ તે યુવતી વિશે કઈ માહિતી મળી"
મેઘના એ જવાબ માં કહ્યું“ હા તેનું નામ શક્તિ છે તે ઇન્ડિયા ની છે બે દિવસ પેહલા અહીંયા ફરવા માટે આવી હતી."
એ અજાણી વ્યક્તિ ને કહ્યું “ફરવા માટે આવું કોઈ શહેર કોઈ કેમ પસંદ કરે એ ના વિશે વધુ માહિતી એકઠી કરી ને મને મોકલ."
બે કલાક પૂરા થયા પછી શક્તિ એ નાની બાળકીને પોતાના બંને હાથ થી ઉંચી કરી ને આવતી દેખાતી હતી એને દરવાજાને જોથી ધક્કો માર્યો અને બહાર આવી. નાની છોકરી ને એની માતા ને સોંપી બધા એને જોઈ જ રહ્યા હતા. આ પહેલાં ક્યારેય નહોતું બન્યું કે કોઈ વ્યક્તિ હોન્ટેડ ગાર્ડનમાંથી બહાર જીવતું આવ્યું હોય પણ આજે બે વ્યક્તિઓ બહાર જીવતા આવ્યા હતા. ત્યાં રહેલા બધા જ લોકોની પ્રાર્થના જાણે ભગવાને સાંભળી લીધી હોય એવું લાગતું હોતું. જેવી શક્તિ બહાર આવે છે તેને પોલીસ અને પ્રેસ તેની આજુબાજુ આવી ગયા હતા. રિપોર્ટર તેને સતત એક જ પ્રશ્ન કરે છે કે તે ડેવિલ થી છોકરી ને કેવી રીતે બચાવી ને બહાર લાવી. જવાબ શક્તિ કહે છે “ડેવિલ શું મજાક કરો છો અહીંયા કોઈ ડેવિલ કે ભૂત નથી બસ આ છોકરી એ ગાર્ડન માં ખોવાઈ ગઈ હતી અને હું તેને શોધીને બહાર લાવી છું બીજું કંઈ વધારાનું કામ કર્યું નથી." એમ બોલી ને તે ભીડ માંથી દૂર આવી ને ઊભી રહી.
શક્તિ નો આવો જવાબ સાંભળીને સેમ વિચારમાં પડી ગયો સેમ તેને પાસે જઈને ઘણા બધા પ્રશ્ન કરવા માગતો હતો પણ તે કઈ પ્રશ્ન કરે તે પહેલા જ મેઘના શક્તિ સામે આવીને ઊભી રહી ગઇ મેઘનાએ પોતાને ઈન્ટ્રોડ્યુસ કરી ને કહ્યું. “હું પેરાનોર્મલ પ્રોટેક્ટર કંપની માંથી આવી છું."
શક્તિ જવાબમાં કહ્યું “પેરાનોર્મલ પ્રોટેક્ટર કંપની ઈન્ડિયા થી ઓસ્ટ્રેલિયા ક્યારે શિફ્ટ થઈ ગઈ."
મેઘનાએ હસીને તેને માટે ગાડીનો દરવાજો ખોલ્યો અને તે તેને શક્તિને ગાડીમાં બેસવા માટે આગ્રહ કર્યો તેને કહ્યું “જો તમે આવવા મટે રેડ્ડી નથી તો મારે તમને મારી રીતે લઇ જવા પડશે મેડમ" તેની વાત સાંભળીને શક્તિ તેની સામે માથું હલાવી ને ગાડીમાં બેસી ગઈ. સેમ શક્તિને જતા માત્ર જોઇ જ રહ્યો હતો તેના મનમાં પ્રશ્નો વાવાઝોડું ઉપડ્યું હતું. તેને એ મોડી રાત યાદ હતી જેને એનું જીવન બગડ્યું હતું.
એક વર્ષ પહેલાની આ વાત હતી જ્યારે સેમ અને તેના મિત્ર રાજીવે રેસ્ટોરન્ટ ખોલ્યું હતું એમને સસ્તા રેસ્ટોરન્ટ માટે જગ્યા મળી હતી. રેસ્ટોરન્ટ ખોલીને હજુ થોડા દિવસ થયા હતા સેમ અને રાજીવ મોડી રાત્રે ગાર્ડન આગળથી પસાર થતા હતા. તેમને કોલોની અને ગાર્ડન વિશે ઘણી વાતો સાંભળી હતી પણ રાજીવ અંધવિશ્વાસમાં માનવાવાળો માણસ નહતો. એ અફવાઓ રાજીવને સિરિયસલી ના લીધી અને એ રાત્રે રાજીવના જીવનની છેલ્લી રાત બની ગઈ. રાજીવ જોશ માં ગાર્ડન આગળ જઈ ને ઉભો રહ્યો. રાજીવ એ સાબિત કરવા માગતો હતો કે કોઈ ભૂત કે ડેવિલ નથી તેને ગાર્ડન નો ગેટ ખોલી ને અંદર ગયો બે ડગલાં આગળ ચાલ્યો અને સેમ ને કેહવા લાગ્યો “જો કોઈ નથી" એટલામાં તો રાજીવ ના પગ કોઈ ને ખેંચ્યા અને નીચે પડી દિધો અને ખેચી ને અંદર લઇ ગયો. સેમ બહાર બૂમો પડતો હતો એની બૂમો સંભળી ને ફરી રાજીવ ને ઘસેડી ને બહાર લાવ્યો રાજીવ ને ઊંચો કરી ગાર્ડન ના ગેટ ની બાજુ વળી મૂર્તિ પર તેને જોરથી ફેક્યો પછી ઊંચો કરી ને ગાર્ડન ના ગેટ પર ફેક્યો. ગાર્ડન નો દરવાજો ખુલી ગયો રાજીવ અડધો ગાર્ડન માં હતો અને અડધો ગાર્ડન ની બહાર હતો સેમ એની મદદ કરવા કૂદીને નીચે પડ્યો પણ એનો હાથ પકડી બચાવે એની પેહલા રાજીવ ને ખેંચી ને પાછો અંદર લઇ ગયો. રાજીવ ની બૂમો લાંબા સમય સુધી સેમ ને સંભળાઈ પણ તે બહાર લાચાર હતો એ જોર જોર થી રોતો રહ્યો. સેમ ને રાજીવ સિવાય કોઈ દેખાયુ નહિ પણ કોઈ ત્યાં હતું એ તે ચોક્કસ જાણતો હતો. રાજીવ સાથે બનેલી આ ઘટના સેમ ક્યારે ભૂલી ના શખ્યો એના થી બહાર આવવા માટે તેને ઘણો સમય લાગ્યો હતો.