Year 5000 - 1 books and stories free download online pdf in Gujarati

Year 5000 - 1

દ્રશ્ય એક -
૧ જાન્યુઆરી ૫૦૦૦ યાન અપ્સરા નો ત્રીજો પડાવ શરૂ થઈ રહ્યું છે આ યાન હવે મહિલાઓ અને બાળકોને લઈ જવાનું કાર્ય કરશે. 3000 પરિવારને આ યાનમાં લઈ જવા માટે પસંદ કરવામાં આવ્યા છે જેમના પરિવારના સદસ્ય ત્યાં બીજાા પડાવમાં ગયા હતા તે જ પરિવારો ત્રીજા આ પડાવમાં જવાના.
વર્ષ 5000 મા પૃથ્વીની હાલત બદલાઈ ગઈ હતી પૃથ્વી ઉપર હવે ગ્લોબલ વોર્મિંગ નથી કે ગલેશીયાર પણ ઓગડ તા નથી હાલ જંગલ પૂરી જમીન વિસ્તાર ના ૩૦% છે અને આ બદલાવ છેલ્લા બસો વર્ષ માં આવ્યો હતો વર્ષ ૩૦૦૦ થી ૪૦૦૦૦ ભયાનક હતા પૃથ્વી ની હાલત કલ્પનાથી પણ વધારે ખરાબ હતી. પણ વિશ્વના દેશો ને મળી ને ફાઈન્ડ ન્યૂ હોમ નામ નો પ્રોજેક્ટ સરું કર્યો જેમાં વૈજ્ઞાનિકો અને સરકારે મળી ને પૃથ્વી ની નજીક ના પ્લેનેટ ને રેહવાલયક બનાવ્યા અને આવી રીતે પૂરા યુનિવર્સ ૧૦૦ પ્લનેટ બનાવ્યા હતા જેના પર પૃથ્વીવાસી હાલ રહે છે. પછી રેવા માટે જગ્યા ખૂટી માટે પાછળથી સ્વતંત્ર રીતે દેશ પોતાના ગ્રહ નો વિકાસ કરવા લાગ્યા આવીજ રીતે આપડા દેશ ને પણ સ્વતંત્ર રીતે પાંચ પ્લાનેટ વિકસાવ્યા. પછી યાન દ્વારા લોકો ને એ ગ્રહ પર શિફ્ટ કરવામાં આવ્યા હાલ છેલ્લા પ્લાનેટ IND-z5 પ્લાનેટ પર અપ્સરા યાન નો ત્રીજો ફેરો હતો અને જે છેલ્લો પણ હતો z5 પ્લાનેટ નાનો હોવાથી 6000 લોકો ને જ ત્યાં લઈ જવાશે.
બાકી ના ચાર પ્લાનેટ પેહલા જ ભરાઈ ગયા હતા ગણા એવા લોકો પણ હતા જે પૃથ્વી છોડી ને જવા માગતા ના હતા અને ગણા જવા માગતા હતા પણ જગ્યાના અભાવે લઇ જવાયા નઈ. પૃથ્વી ની હાલત સારી હતી પણ આવી પૃથ્વી એવી ના હતી જેવી પેહલા હતી ભલે વૃક્ષો ઊગ્યા હતા પણ તે જમીન પર નહતા પણ પ્લાસ્ટિક ના કચરા ના ઢગલા પર એને બીજા વેસ્ટ વચ્ચે ઊગ્યા હતા.નવી જગ્યા માં વૃક્ષો ઊગ્યા અને જૈવિક પરિવર્તન આવ્યું નવી પ્રજાતિ ના જીવજંતુ અને પ્રાણીઓ ઉત્પન્ન થયા. હાલ ના માણસો આ પ્રાણીઓ ના સ્વભાવ થી અગણ્યા હતા એટલે ગણા લોકો પૃથ્વી પર રેહવ માગતા ના હતા. ગણા એવા લોકો હતા જેમને નવા પ્રાણીઓ ને પણ પાલતુ બનાવ્યા. પૃથ્વી પર ખેતી માટે જમીન ખૂબ ઓછી બચી છે પણ લોકો જમીન ને સુધારી ને ખેતી લાયક બનાવી.
યાન અપ્સરા એક થાળી જેવા આકાર નું યાન હતું જેના તળિયે ઈજીન લગાવ્યું હતું તે એક દમ ગોળ આકાર નું ના હતું પણ ગોળ આકાર આપવાનો પ્રયત્ન કર્યો હતો એક નાનું શહેર જેવડું તે યાન હતું જેમાં બધી સગવડ હતી આ યાન નો સફર ત્રણ મહિના સુધી ચાલવાનો હતો અને ત્રણ મહિના પછી યાન z5 પ્લાનેટ પર પોહોચવાનુ છે z5 પ્લાનેટ આકાર માં નાનો અને ગોળ હતો એનો રંગ આછો કથાઈ હતો એની આજુ બાજુ કોઈ સૂર્ય નહતો માટે ત્યાં આરટીફિશીયલ વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું.એની પર વૃક્ષો નું રોપણ કર્યું હતું અને નાના પાણી ના સ્ત્રોતો ઊભા કરવામાં આવ્યા હતા જમીન ને ગણા પ્રયત્નો પછી માંડ ખેતી લાયક બનાવી હતી અને તે ગ્રહ પૃથ્વી જેવું વાતાવરણ ઉભુ કરવામાં આવ્યું હતું.
અપ્સરા યાન ને ભરવાનુ સરું કરી દેવાયુ એક અઠવડિયાથી આ પ્રક્રિયા ચાલુ હતી બધાને સગવડ પ્રમાણે રૂમ અપાયા માતા અને બાળકો એક રૂક આપવામાં આવ્યા એમ એક પરિવાર માટે એક રૂમ આપવાનો હતો ત્યાં જમવામતે એક અલગ હોલ હતો. અને સાથે સાથે પ્લેય રૂમ, સ્વિમિંગ પૂલ,થિયેટર, જેવી સગવડો પણ હતી. ત્રણ મહિના ના સફર માં પોહચી વડે એટલું જમવાની એને ત્રણ હજાર મહિલા એને બાળકો માટે બધી સગવડો સાથે યાન અપ્સરાને એની ઉડાન ભરી એને સફર અહીંયાથી સરું થાય છે. ગણતરી સરું થઈ 9,8,7...... વિશાળ માત્રામાં ધુમાડા સાથે ચાર રોકેટ એન્જિન વડું અપ્સરા યાન ધીમે ધીમે હવે આકાશ તરફ જઈ રહ્યું હતું.