Festival! No between life and death! books and stories free download online pdf in Gujarati

ઉત્સવ ! જીવન મરણ વચ્ચે નો !




ઉત્સવ ! જીવન મરણ વચ્ચે નો !

" મમ્મી મમ્મી મમ્મી મમ્મી મમ્મી જલદી આવ મમ્મી મમ્મી મમ્મી " નિરવ જોર જોર થી બૂમો પાડતો ધર માં આવ્યો .

" શું થયું કૂતરું કરડી ગયું? કે સિંહ ખાઈ ગયો તને ? કેમ આટલી બધી બૂમો પાડે છે હવે બોલ ઝટ શું થયું " સવિતા બેન હાંફતા હાંફતા બોલ્યા .
" ના , ના તો મને કૂતરું કરડયુ છે કે ના તો મને સિંહ ખાઈ ગયો છે પણ એનાથી પણ વિશેષ છે તું વિચાર ને " નિરવ હસતો હસતો સવિતાબેન ને વ્હાલ કરતો બોલ્યો . " નિરવ હાલ મજાક કરવાનો ટાઈમ નથી બોલ ને શું થયું ? જલદી બોલ જીવ ગભરાઈ છે મારો જટ બોલ નિરુ બોલ ને ટ " નિરવ ઉત્સાહ માં બોલે છે " મમ્મી તું પહેલા બેસી જા આ વાત થી તને ઝટકો લાગશે તું પહેલાં બેસી જા " સવિતાબેન ચિંતા માં બોલ્યા " તું કોઈ છોકરી સાથે લગ્ન કરી ને આવ્યો છે કે ભગાડી ને લઈ ગયો તો મને ઝાટકો આપવાનો વિચાર છે ને તારો " નિરવ સવિતાબેન ને બેસાડ્યા અને બોલ્યો " મમ્મી એવું કાંઈ જ નથી . આજે મારી કોલેજમાં પ્લેસમેન્ટ હતું એમાં મારું સિલેકસન થયું છે અને મને જોબ મળી ગઈ છે ત્રણ મહિના પછી જોબ શરુ કરવાની છે એક મિનિટ લે આ કાજુકતરી ખા " એમ કહીને નિરવે સવિતાબેન ના મોંમાં કાજુકતરી મૂકી .

સવિતાબેન ઉભા થઇ ને નિરવને વળગી પડ્યા અને બોલવા ગયા પણ કંઈ બોલી જ ના શકાયું એમનાથી રડી પડાયું . "મમ્મી બસ રડ નહીં હવે આપડા દુઃખ ના દિવસો ગયા હવે સુખ ના દિવસો આવ્યા છે બસ મમ્મી હવે ખુશ રહીયે હો રડ નહીં " સવિતાબેન બોલ્યા " હા બેટા આ ખુશી ના આંસુ છે " નિરવ બોલ્યો " હા મમ્મી હું મંદિર જઇ ને આવું છું અને પપ્પા ને સાંજે સરપ્રાઈઝ આપીશ ઓકે " નિરવે સવિતાબેન ને ભેટી ને બોલ્યો . સવિતાબેન એ નિરવ ના માથે હાથ ફેરવતા કહ્યું " હા તું જઈ આવ હું ઘર ના મંદિર માં ફૂલ ચડાવું છું " નિરવ બોલ્યો " સારું હું જાવ " સવિતાબેન એ હકાર માં માથું હલાવ્યું .

નિરવ મંદિર એ ગયો અને સવિતાબેન ધર ના મંદિર માં ગયા ફૂલ ચડાવ્યા અને બોલ્યા " હે ભગવાન તે સુખ આપ્યું પણ જોડે દુઃખ પણ આપ્યું " એટલું બોલી ને એ રડી પડ્યા એમને બ્લડ કેન્સર હતું એમને એક અઠવાડિયા પહેલાં જ જાણ થઈ એ આજે હિંમત કરી ને નિરવ ને કહેવાના હતાં . પણ એની ખુશી સામે એ બોલી ના શક્યા . એમને ડોક્ટર એ કહ્યું કે " તમારું કેન્સર છેલ્લા સ્ટેજ સુધી પહોંચી ગયું છે અને ખર્ચ ખૂખ મોઘો છે " તોપણ એમણે સારવાર ચાલુ કરાવી પણ ધર માં કોઈ ને જાણ ના થાય એ રીતે . એમનો પરિવાર એક મધ્યમવર્ગીય પરિવાર હતો પોળમાં રહેતા હતા ભાડા ના મકાન માં રહે છે નિરવ ના પપ્પા સુરેશભાઈ એક ફેક્ટરી માં નોકરી કરતા હતા સવિતાબેન એ બહુ જ સંઘર્ષ કરી ને નિરવ ને ભણાવ્યો . નિરવ પણ ભણવામાં હોશિયાર હતો એ નાનપણથી જ શાંત હતો અને થોડીક વસ્તુ હોય એની જોડે તો એ ચલાવી લેતો ક્યારેય જીદ ના કરતો બહુ સમજુ છોકરો હતો . સવિતાબેન ને બહુ ગર્વ હતો .

સવિતાબેન આ બધા માંથી બહાર આવ્યા અને આંખ ના આંસુ ને લૂછી લીધા અને બોલ્યા " બસ બહું થયું આ રોવા નું નિરવે શું કિધું હતું કે હવે ખુશી ના દિવસો આવ્યા હવે બસ હવે રડવા નું નહીં અને જેટલા મહિના છું ત્યાં સુધી હું નિરવ સાથે સમય વિતાવા માગું છું .

ત્રણ મહિના વીતી ગયા , પાંચ મહિના વિતી ગયા છઠ્ઠો મહિનો વિત્યો . નિરવ ની જોબ માં પણ સારી એવી પ્રગતિ થઈ ગઈ હતી . ઘર માં બધાં સુખી હતા .નિરવ નો જન્મ દિવસ આવ્યો . સવિતાબેન એ ઉત્સવ મનાવાનું વિચાર્યું . એમણે આખું ઘર ફુગ્ગા ઓથી ફરી દિધું હતું . નિરવ ઓફિસે થી જેવો ઘરે આવ્યો તો એ આશ્ર્ચર્ય પામી ગયો કે આખું ધર ફુગ્ગા થી કેમ સજાવેલું છે ? એ હોલ માં આવ્યો અને દિવાલ પર ફુગ્ગા ચોટાડેલા હતા અને લખ્યું હતું " Happy birthday Nirav "
નિરવ ને ખબર હતી કે આ બધું મમ્મી એજ કયું હશે એ આ વિચારતો હતો ત્યાં જ સવિતાબેન એ પાછળ થી આવી ને એને બાથમાં લઇ લીધો અને કિધું " જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છાઓ મારા દિકુડા " હસીને બોલ્યા . પછી એમણે ખૂબ મસ્તી કરી અને નિરવ ને બધી વાત જણાવી અને કહ્યું " બેટા મારા મોત નો માતમ નહીં પણ ઉત્સવ મનાવજે " નિરવ ભાંગી પડ્યો પણ આ વાક્ય એ એને હિંમત આપી

નિરવ બોલ્યો " મમ્મી કેવી પરિસ્થિતિ છે ને નહીં આપણે ઉત્સવ મનાવિયે છીયે પણ જીવન મરણ વચ્ચે નો " સવિતાબેન અને નિરવ એક બિજા ની સામે જોતા