Operation Relief Part-2 in Gujarati Adventure Stories by Akshay Bavda books and stories PDF | ઓપરેશન રાહત ભાગ-૩

ઓપરેશન રાહત ભાગ-૩

‘ કમાન્ડર 5:30 પછી કંઈ પણ કરવું એ ખૂબ ખતરનાક છે, મને ખબર છે કે સાંજના સમયે અહીં બોટ નો ઉપયોગ વર્જિત છે’
આવો જવાબ સાંભળીને કમાન્ડર પ્રિન્સિપાલ ને કહે છે

‘ હું જાણું છું તમારી વાત સાચી છે પરંતુ અહીં આમ જ કઈ કર્યા વગર ઉભા રહીને સમયને બરબાદ કરવા હું નથી ઈચ્છતો’

આ વાર્તાલાપ સાથે આઈએનએસ સુમિત્રા ના ક્રૂ મેમ્બર સાંજને ઢળતી જોઈ રહ્યા હોય છે. થોડી જ વારમાં અંધકાર પોતાની ચાદર ફેલાવી દે છે પહેલેથી જ ખતરનાક આ મિશન હવે અત્યંત ખતરનાક સ્વરૂપ લઇ રહ્યું હોય છે.

રાત થઈ ગઇ હોવા છતાં કોઈ જવાબ સાઉદી તરફથી ન મળતાં કમાન્ડર જે થશે તે જોયું જશે તેમ વિચારીને પોતાની માર્કોસ ની ટીમને હુકુમ આપી દે છે. પોતાના હથિયારોથી સજ્જ માર્કોસ ટીમ ના જવાનો પોતાની એક બોટ લઈને આ બંદર તરફ આગળ વધે છે. માર્કોસ જાણતા હતા કે આ જગ્યા ખૂબ જ સુરક્ષિત છે તેમજ આતંકવાદી સંગઠનો થી ઘેરાયેલી છે અને આ આતંકવાદીઓ કોઈપણ જહાજ પર હુમલો કરતા પહેલા એક વખત પણ નહીં વિચારે. છતાં આ માર્કોસ બધી જ સમુદ્રી ગતિવિધિઓ પર નજર રાખીને જરા પણ અવાજ કર્યા વગર થોડી જ વારમાં બંદર પર પહોંચી જાય છે.

બોટ ને ડોક કર્યા બાદ એક પછી એક સાવધાનીથી બધાં જ માર્કોસ નીચે ઉતરે છે અને પરિસ્થિતિનું અનુમાન લગાવે છે. તેમનો ટીમ લીડર કમાન્ડર ને કહે છે કે
‘ સર, અત્યારે તો અહીં તમામ પરિસ્થિતિ સામાન્ય છે પરંતુ કંઇ પણ થઇ શકે છે માટે આપણે આ મિશન ખૂબ જલદીથી અને ચૂપચાપ પૂર્ણ કરવું પડશે.’

આ સાંભળતાની સાથે જ કમાન્ડર પોતાના જહાજને બંદર તરફ આગળ વધવાનો હુકમ આપે છે અને તમામ ક્રુ મેમ્બર ને હાય એલર્ટ પોઝિશન લઈ લેવાનું જણાવે છે.

7:30 Pm 6Km from Port of Aden.

છ કિલોમીટર દૂરથી જ માર્કોસ ના લીડર નો મેસેજ કમાન્ડર ને મળે છે કે તે લોકોએ બંદર પર હિન્દુસ્તાની નાગરિકોને શોધી લીધા છે. ડરેલા ભારતીયો પોતાનો જીવ બચાવવા માટે કન્ટેનરમાં છુપાઈ ગયા હોય છે. આ સાથે જ બીજો સંદેશ મળતા કમાન્ડર ચિંતાતુર થઈ જાય છે.

બીજો સંદેશ આપતા માર્કોસ ના લીડર જણાવે છે કે,
‘બંદર પર ભારતીય નાગરિકો ની સંખ્યા લગભગ સાડા ત્રણસો જેટલી છે જે આપણી તૈયારી કરતા અને આઈએનએસ સુમિત્રા ની ક્ષમતા કરતા લગભગ ત્રણ ગણી છે.

7:45 Pm Ground zero at Port of Aden

આઈએનએસ સુમિત્રાને ગ્રાઉન્ડ પર આવતા જોઈને એક યમન નો અધિકારી આવે છે અને કહે છે,
‘ ફટાફટ તમારા જહાજને ડોક કરો, અને તમારા માણસોને ભરીને અહીંથી નીકળી જાઓ. અને હા આ તમામ કાર્ય કરવા માટે તમારી પાસે માત્ર ૪૫ મિનિટનો સમય છે’

આ સાંભળીને કમાન્ડર મોકાશી તેમના એક્ઝિક્યુટિવ ઓફિસર તરફ વિવશતા થી જોવા લાગે છે તે બંને જાણતાં હતા કે આટલા સમયમાં ભારતીય નાગરિકોને રેસક્યું કરવા મુશ્કેલ નહિ પરંતુ અસંભવ છે.

તમામ લોકોને વર્જિત વસ્તુઓ માટે ચેક કરવા અને આ સિવાય એક ખૂબ મોટો ખતરો એ પણ હતો કે કોઈ સુસાઇડ બોમ્બર આતંકવાદી જહાજમાં ચઢી ન જાય તે માટે ખૂબ ચીવટ પૂર્વક ચેકિંગ કરવું જરૂરી હતું. જો કોઈ પણ આતંકવાદી છૂપા વેશે ભારતીય નાગરિકોની સાથે જહાજમાં ચડી બેસે તો આ 500 લોકોથી ભરેલું જહાજ કોઈ પણ ક્ષણે જળ સમાધી લઈ શકે.

આ વિષય પર વિચાર જ કરતા હોય છે કે કમાન્ડરને હેડ ક્વાર્ટર માંથી એક સંદેશો મળે છે કેે...

ક્રમશઃ

Rate & Review

Parash Dhulia

Parash Dhulia 2 years ago

Nilesh Bhesaniya

Nilesh Bhesaniya 2 years ago

Krishna

Krishna Matrubharti Verified 2 years ago

Vijay

Vijay 2 years ago

Akshay Bavda

Akshay Bavda Matrubharti Verified 2 years ago

Share