Operation Relief Part-2 - The Last Part books and stories free download online pdf in Gujarati

ઓપરેશન રાહત ભાગ-૬ - છેલ્લો ભાગ

40 કલાક સુધી ફુલ સ્પીડ પર પ્રવાસ ખેડયા બાદ આઈએનએસ સુમિત્રા 5 એપ્રિલ ની સવારે અલ મુક્કલ્લા પાસેથી પસાર થઈને અશ શિર્ તરફ આગળ વધે છે આ જગ્યાના નકશા તેમજ ઇન્ટેલિજન્સ રિપોર્ટ કમાન્ડર મોકાશી ને હેડ ક્વાર્ટર માંથી મોકલી આપવામાં આવે છે. નકશામાં દર્શાવ્યા મુજબ આ જગ્યા પર જહાજ ઊભું રહી શકે તેવી કોઇ વ્યવસ્થા હતી નહીં. આ જોઈને કમાન્ડર નક્કી કરે છે કે બંદર થી થોડી દુર જ જહાજ પોતાની સ્થિતિમાં રહેશે અને ભારતીય નાગરિકોને બોટની મદદથી જહાજ પર લાવવામાં આવશે.

બંદર પર પહોંચતાની સાથે જ દરેક સૈનિક પોતાની પોઝિશન સંભાળી લે છે તેમજ માર્કોસ જહાજ ની ફરતે એક સુરક્ષા ધેરો તૈયાર કરી દે છે. ભારતીય નાગરિકોને બોટમાં ભરીને જહાજ સુધી લાવવાનું કાર્ય ચાલુ કરી દેવામાં આવે છે. એવામાં અચાનક અમુક બોટ જહાજ તરફ આવતી જોવા મળે છે જે ભારતીય બોટ ન હતી. આ રેસકયુ મિશન ની ખબર બધી જગ્યાએ ફેલાઈ ગઈ હોવાથી આતંકવાદી સંગઠન તેમની રાહ જોઈને જ બેઠું હતું.
આ બોટો થોડી દુર આવીને ઊભી રહી જાય છે આ જોઈને માર્કોસ ના કમાન્ડર બોલે છે,

‘કઈ પણ થઈ જાય પણ નાગરિકો થી ભરેલી બોટ ઉભી ન રહેવી જોઈએ’

આ સાંભળતા જ માર્કોસ રેડી ટુ શૂટ પોઝિશનમાં આવી જાય છે આ જોઈને આતંકવાદી સંગઠન આગળ વધવાની હિંમત કરતું નથી. માત્ર બે બોટ ની મદદથી કુલ ૨૦૩ નાગરિકોનો સફળતાપૂર્વક બચાવ કરવામાં આવે છે.

આ તમામ ઓપરેશન દરમિયાન શિપ પર સ્થિત એક પણ બંધુક પરથી ભારતીય વીરની આંગળી એક ક્ષણ માટે પણ દૂર થતી નથી. તમામ નાગરિકો ના જહાજ પર આવી ગયા પછી આઈએનએસ સુમિત્રા ફરીથી તેનો સફર ફૂલ સ્પીડમાં ચાલુ કરી દે છે અને 7 એપ્રિલ ની સાંજ સુધીમાં જીભૂતી પહોંચી જાય છે.

જ્યાં ભારતીય નેવીના ૨ યુદ્ધ જહાજ આઈએનએસ મુંબઈ અને આઈએનએસ તર્કશ બચાવકાર્ય માટે આઈએનએસ સુમિત્રા ની મદદ માટે પહોંચી ચૂક્યા હતા. જેથી છેલ્લા અઠવાડિયાથી ભારતીય નાગરિકોની રક્ષા કરતા આઈએનએસ સુમિત્રા ના જવાનોને આરામ કરવાનો સમય મળી રહે છે અને પોતાની ચિંતા કરતા પરિવારજનો સાથે પણ શાંતિથી વાત કરી શકે છે.

કમાન્ડર મોકાશી ના નેતૃત્વ હેઠળ આઈએનએસ સુમિત્રા 9 અને 15 એપ્રિલ એ અલ હુદેદા માં બીજા બે રેસ્ક્યૂ ઓપરેશન કરે છે જેમાં ક્રમશઃ ૩૪૯ અને ૪૦૩ લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરે છે. કુલ 1,621 લોકોને આઈએનએસ સુમિત્રા રેસ્ક્યુ કરે છે જેમાં ભારત સહિતના ૪૧ અલગ-અલગ દેશોના નાગરિકો પણ સામેલ હતા. આ 41 દેશો પૈકી પાકિસ્તાનના લોકો નો પણ જીવ આઈએનએસ સુમિત્રા ના કમાન્ડર અને તેના ક્રૂ મેમ્બર એ પોતાનો જીવ જોખમમાં મૂકીને બચાવ્યો હતો. આવા ભારતીય વીરો ના લીધે જ તો દરેક ભારતીય ગર્વ થી કહી શકે છે કે ‘સારે જહાં સે અચ્છા, હિન્દુસ્તાન હમારા'

કમાન્ડર મોહન મિલિંદ મોકાશીએ આઈએનએસ સુમિત્રાના કમાન્ડિંગ ઓફિસર તરીકે શ્રેષ્ઠ ફરજ બજાવી હતી. યમનમાં ફસાઈ ગયેલા હજારો ભારતીય અને વિદેશી નાગરિકો ને બચાવવા માટે કરેલા ઉત્કૃષ્ટ પ્રયાસો બદલ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યું હતું. કમાન્ડર મોકાશી અને તેમના સાથી ક્રૂ મેમ્બર ની અથાક મહેનત અને નીડરતા ના પરિણામ સ્વરૂપ ‘ઓપરેશન રાહત’ સફળ થઈ શક્યું.
ધન્ય છે આવા ભારત ના વીર સિપાહીઓ ને અને તેમની જનેતાઓ ને. ભારત માતા ના વીર સપૂતો પોતાનો જીવ જોખમ માં મૂકી ને પણ માં ભારત ની અને ભારતીયો ની રક્ષા માટે કોઈ કસર નથી છોડતા.

જય હિન્દ
જય ભારત.
વંદે માતરમ્

સંપૂર્ણ