Two parents books and stories free download online pdf in Gujarati

બે માવતર

"જો રિયા, કાલ તારે ઑફિસેથી રજા તો રાખવી જ પડશે, છોકરા સામે કઈ તું જેમ તેમ બોલજે નહિ. દેખાવડો સારો છે. સારી એવી નોકરી છે. સારું કમાઈ પણ લેતો જ હશે. અને એક જ દીકરો છે, તેનાથી વધુ શું જોઈએ હવે." રેશમા બહેન રિયાને છોકરા વિશે માહીતિ આપતા હતા.

"તો તું ફરી શોધી જ આવી છોકરો એમને, તને એટલા છોકરા મળે છે ક્યાં થી હે..." રિયાએ ચિડાઈ ને કહ્યું.
અને વાત રહી રજાની, તો એ હું નહિ રાખું, તું તારી રીતે તેને કહી દેજે બપોર પછી આવે, આમ તો તેઓને આવવામાં પણ કઈ માલ નથી... કારણ કે હું તો તેને પણ ના જ કહેવાની છું.

" તને મારે દર વખતે ના કહેવાનું હોય. તું સમજતી કેમ નથી. આજ નહિ તો કાલ તારે આ ઘર છોડીને જવું જ પડશે, અમને છોડીને જવું જ પડશે. લગ્નનો તારે જ કરવા જ રહ્યા ને." રિયાના મમ્મી તેને છોકરો જોવા વિશે સમજાવી રહ્યા હતા.

"તમે જ્યારે, બધું નક્કી કરો છો ત્યારે મને પૂછો છો, જ્યારે આવવાનો હોય ત્યારે કહો છો કે તૈયાર રહેજે.... અને શા માટે આટલી માથાકૂટ કરો છો. હું તમને લોકોને છોડીને ક્યાંય જવાની જ નથી સમજી તું." રિયા તેની મમ્મી સાથે દલીલ કરતા કહે છે.

"અરે, બેટા અમે તો આજ છીએ ને કાલ નહિ. આવડી મોટી જિંદગી એકલા કઈ નીકળતી હશે.આ સંસારમાં જીવનનો રથ ક્યારેય એકલો ચાલે જ નહીં. હમસફર તો જોઈએ જ. મંઝિલ બહુ લાંબી છે અને રસ્તો ખૂબ જ ખરાબ. ગમે ત્યારે ડગમગી જઈએ તો સંભાળનાર તો કોઈક જોઈએ જ ને. અને ક્યારેક તું એને સંભાળ, તો ક્યારેક તે તને સંભાળે. બસ એમ જ સંસારરૂપી સાગરમાં જીવનરૂપી નાવ ડોલ્યા કરે." સુરેશ ભાઈ, રિયાના પપ્પા પોતાના હાથ વડે વિહ્લચેર ચલાવી ને સામે થી આવતા તેને સમજાવી રહ્યા હતા

રિયા તેના પપ્પા પાસે ગઈ અને વ્હીલચેર પોતાના હાથ વડે દોરી ને બોલી રહી હતી. "પપ્પા હું તમારા બંનેની જિંદગી આખી સંભાળ લેવા માંગુ છું. હું તમારી સેવા કરવા માંગુ છું. તમને ખુશ જોવા માંગુ છું, બસ જીવનમાં મને બીજી કોઈ જ આશા માંથી."

"જો તું એમને ખુશ જોવા માંગે છે તો પછી તારે લગન કરવા જ પડશે. તારા લગ્નની તૈયારીઓ કરતા કરતા જ અમે સૌથી વધુ ખુશ થઈશું." રેશમા બહેને રિયાને કહ્યું.

જ્યારથી પપ્પાનુ એક્સીડન્ટ થયું છે, તેમની સ્થિતિ આવી થઈ ગઈ છે ત્યારથી મે આ ઘરની જવાબદારી સંભાળી છે અને તમારી પાસે મારા સિવાય બીજું હતું પણ કોણ કે મારા ગયા પછી એ તમારી સંભાળ લે. બસ હવે મારા છેલ્લા શ્વાસ સુધી આ જીમ્મેદારી હું સાંભળવા માંગુ છું બીજી એકેય નહીં.

ત્રણેયની દલીલો અકબંધ રહી.

બીજે દિવસે રિયાને જોવા માટે છોકરા વાળા આવ્યા. રિયા ખૂબ જ સુંદર અને પગભર હોવાથી દીકરાને અને તેના પરિવારને પસંદ આવી. આ બાજુ દીકરો પણ એટલો જ દેખાવડો અને સુડોળ બાંધો ધરાવનાર હતો. તેના માં કોઈ જ કચાસ નીકળે તેમ નહોતી. આ વખતે રિયાને દૂધમાંથી પોરા કાઢવા પડે તેમ હતા.

જ્યારે રિયા અને પેલો છોકરો અમુક વાતચીત માટે એકલા બેઠા હતા ત્યારે રિયાએ તેને સાફ શબ્દોમાં કહી દીધું કે તે આ લગ્ન ઈચ્છતી નથી. પહેલાં તો છોકરાને ઝટકો લાગ્યો, પણ કારણ સાંભળ્યા પછી તેને પણ રિયા પર ગર્વ થવા લાગ્યો.

રિયા એ જણાવ્યું કે હું મારા માતા પિતાની એકને એક સંતાન છું. અને છેલ્લા ૫ વર્ષથી તેના પપ્પા અકસ્માતમાં તેમના બંને પગ ગુમાવી બેઠા હોવાથી કશું કરી શકે તેમ નથી તેથી મે જ ૫ વર્ષથી આ ઘરની જવાબદારી મારા ખંભે લીધી છે, પણ મમ્મી પપ્પા મારા ભવિષ્ય લઈને ચિંતા કર્યા કરે છે. મારા લગ્ન કરાવવા ઈચ્છે છે પણ હું તેમને આમ અહી છોડી હું મારું ઘર સંસાર માંડવા નથી ઈચ્છતી. તેથી હું આ લગ્ન પણ કરવા નથી ઈચ્છતી .

રાજીવે તુરંત એક નિર્ણય લીધો. તેને કહ્યું કે મને તમે પસંદ છો, અને તમને પહેલીવાર જોતા જ મે તમને ભાવિ પત્ની માની લીધા છે, હું તમને પસંદ આવ્યો હોય, અને જો તમે લગ્ન કરવા ઇચ્છતા હોય, તો મારે તમને એટલું કહેવું છે કે આપડા લગ્ન બાદ આપડું બંને નું ફેમિલી સાથે રહેશે તેમાં મને કોઈ જ પ્રોબ્લેમ નથી. તમે તેમની પણ સેવા કરી શકશો અને તમારા ભવિષ્ય વિશે જે તમારા માતા પિતાને ચિંતા શતાવી રહી છે તેનો પણ અંત આવશે.

પ્રથમવાર કોઈ આવું વ્યક્તિ રિયાને મળ્યું હોવાથી, રાજીવે રિયાને લગ્ન માટે વિચારવા મજબૂર કરી દીધી.

રાજીવ, જે રિયાને જોવા માટે આવ્યો હતો તે પણ રિયાની જેમ એકના એક સંતાન હતો. રિયા થી મળ્યા બાદ તેને કહ્યું કે મને તમે પસંદ છો, તમારો જે જવાબ હોય તે તમે જણાવી દેજો.

ત્યારબાદ છોકરા વાળાએ રાજા લીધી અને સમયસર તેમને ફોન કરી જણાવવા કહ્યું.

રાજીવના ગયા પછી, રિયા એ જે પણ વાત બંને વચે થઈ તે તેના માતા પિતાને કહી સંભળાવી. રિયા લગ્ન માટે રાજી થઈ. તેના પિતા એ સામે રાજીવના પપ્પા સાથે વાત કરી લગ્ન નક્કી કર્યા. લગ્ન બાદ રિયાનું પરિવાર પણ તેની સાથે જ અહી રહે તેના વિશે રાજીવ ના મમ્મી પપ્પા ને કોઈ જ પ્રોબ્લેમ ન હતો. તેમનું માનવું હતું કે પાછળની ઉંમરે તેમણે એક સારા દોસ્ત અને પરિવાર બંને મળી રહેશે.

આખરે રિયા અને રાજીવના લગ્ન લેવાયાં. ખૂબ ધામધૂમથી લગ્ન થયા. લગ્ન બાદ રિયા તેના માતા-પિતા ની સાથે સાથે સાસુ અને સસરાની પણ સેવા કરવા લાગી. રાજીવને યોગ્ય પત્ની અને સાથ મળી ગયો જ્યારે રિયાને એક પ્રેમાળ પરિવાર મળી ગયું. જ્યાં તેને પ્રેમ કરવા વાળા એક નહિ પણ માવતર હતા.

__________

- હીનાબા ઝાલા જાડેજા