The Pain of Deprivation of Aspiration Part-2 (Last Part) books and stories free download online pdf in Gujarati

આકાંક્ષાની વિરહની વેદના ભાગ -૩ (છેલ્લો ભાગ)

આકાંક્ષાની વાર્તા ખૂબ રસપ્રદ રીતે આગળ વધી રહી છે. હવે આપણી આકાંક્ષાની વાર્તા એના અંત ભાગ તરફ પ્રયાણ કરવા જઈ રહી છે. પણ એની પહેલાં છેલ્લા ભાગની થોડીક વાત કરી લઈએ. છેલ્લા ભાગમાં આપણે જોયું કે અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે એને જોવા માટે આવે છે. એ વખતે આકાંક્ષા ઘરે નથી હોતી એ એની બહેનપણીને મળવા માગે નજીકમાં ગઈ હોય છે અને આ બાજુ અમિત અને એના મમ્મી પપ્પા આકાંક્ષાના ઘરે પહોંચી ગયા હોય છે. અમિત જ્યારે ગાડી પાર્ક કરીને આકાંક્ષાના ઘરે અંદર આવી રહ્યો હોય છે ત્યાં આકાંક્ષા પણ એજ સમયે એના ઘરમાં એની બહેનપણીને મળીને આવી રહી હોય છે અને અચાનક બંનેની નજર એક બીજા સાથે ટકરાઈ જાય છે અને બંનેને એકબીજાને જોઈને એવો વિચાર આવવા લાગે છે કે બંને એક બીજાને પહેલાં પણ મળી ચૂક્યા છે પણ બંનેમાંથી કોઈને યાદ નથી આવતું કે એ કયા મળ્યા છે. પછી આકાંક્ષાની મમ્મી રચના બેન એને જોવે છે તો એને કહે છે કે ત્યાં કેમ ઉભી છે આપણું જ ઘર છે અંદર આવી જા. એમ કહ્યા પછી આકાંક્ષા હસી પડે છે જે અમિત જોઈ જાય છે અને તે શરમાઈને એના રૂમમાં જતી રહે છે. પણ અહીંયા બંનેમાંથી કોઈને ખબર નથી કે જે છોકરા સાથે નજર ટકરાઈ છે એ એને જ જોવા માટે આવ્યો છે અને અમિતને પણ એ ખબર નથી આ એજ છોકરી છે. પછી આકાંક્ષાની મમ્મી એના રૂમમાં એને બોલાવવા માટે જાય છે ત્યારે આકાંક્ષા એની બહેનપણી સાથે બેઠી બેઠી વાત કરતી હોય છે અને કહે છે કે બહાર આવે તને છોકરા વાળા જોવા આવ્યા છે. તો આ સાંભળીને આકાંક્ષા ચિડાઈ જાય છે અને કહે છે કે મારા લગ્નની વાત ચાલી રહી છે અને મને જ ખબર નથી તો એની મમ્મી એને કહે છે અમે તને સરપ્રાઈઝ આપવા માંગતા હતા એટલે ના કીધું. અને પછી આકાંક્ષા કહે છે કે હું હજી ૨૦ વર્ષની છું અત્યારથી મારા લગ્ન લઈને મને ઘરમાંથી બહાર કાઢવા માંગો છો એમ કહેતા એની આંખમાંથી આંસુ આવી જાય છે. ત્યારે એની મમ્મી કહે છે રડ નહી. તું પહેલા જોઈ લે છોકરાને પછી બધું નક્કી થશે.

હવે વાર્તાનો આગળનો ભાગ મતલબ કે છેલ્લો ભાગ

હવે રચનાં બેન આકાંક્ષાને કહે છે કે જલ્દી રેડી થઈ જા બહાર બધા રાહ જોઈ રહ્યા છે અને ત્યારે અચાનક આકાંક્ષાની આંખમાં આંસુ આવી જાય છે. તો રચનાં બેન કહે છે શું થયું તો આકાંક્ષા કહે છે કઈ નથી થયું મમ્મી આ તો બસ એમ જ અને પછી આકાંક્ષા એની મમ્મીને હગ કરીને થોડી શાંત થઈ જાય છે. પછી રચના બેન આકાંક્ષાના માથે હાથ મૂકીને એને કહે છે કે તું ચિંતા ના કર બેટા તને ગમે તો જ અમે વાત આગળ વધારીશું, ત્યારે આકાંક્ષાના ચહેરા પર સ્માઇલ આવી જાય છે.

રચના બેન અને આકાંક્ષા બંને બહાર હોલમાં આવે છે, જ્યાં બધા બેઠા હોય છે. રચના બેન આકાંક્ષાને અમિત જ્યાં બેઠો હોય છે એની બિલકુલ સામેની તરફ બેસવાનું કહે છે. હવે આકાંક્ષા અને અમિત એક બીજાને ધીમે રહીને જોઈ લે છે. પછી બંને એક બીજાની સામે જોતા જોતા વિચાર કરે છે કે બંને એકબીજાને ક્યાં મળ્યા હતા પણ બંનેમાંથી કોઈને યાદ આવતું નથી. આ દરમિયાન બંને પરિવાર વચ્ચે લગ્ન વિશેની વાતચીત ચાલતી રહે છે અને થોડો સમય વીત્યા પછી અચાનક આકાંક્ષા કહે છે કે મારે કંઇક કહેવું છે, ત્યારે રચનાં બેન પૂછે છે કે શું કહેવું છે? ત્યારે આકાંક્ષા કહે છે કે મારે એક વાત કહેવી છે પણ એના પહેલા હું અમિત સાથે કંઇક વાતચીત કરવા માંગુ છું.

હવે આકાંક્ષાના મમ્મી અને પપ્પા વિચારવા લાગે છે કે છોકરાવાળાને કંઈ ખોટું તો નહી લાગેને આ વાત માટે, ત્યારે રચના બેન અમિતના મમ્મી અને પપ્પાને પૂછે છે કે તમને આના માટે કોઈ વાંધો નથીને, ત્યારે અમિતના મમ્મી અને પપ્પા કહે છે કે ના અમને કોઈ વાંધો નથી આના માટે અને આમ પણ બંને એકબીજાને પસંદ છે કે નાપસંદ એના માટે વાતચીત કરવી પણ જરૂરી છે. તો આકાંક્ષા આવું કહે એના માટે અમને કોઈ વાંધો નથી અમે પણ મોડર્ન જમાના પ્રમાણે જ ચાલીએ છે. છોકરા અને છોકરીમાં અમે કોઈ ભેદભાવ કરતા નથી.

હવે આકાંક્ષા અને અમિત બંને વાતચીત કરવા માટે આકાંક્ષાના રૂમમાં જાય છે. પછી આકાંક્ષા અને અમિત એક બીજા સાથે વાત કરવાનું શરૂ કરી જ રહ્યા હોય છે, ત્યારે આકાંક્ષા અમિત ને પૂછે છે કે શું આપણે પહેલા મળી ચૂક્યા છે? ત્યારે અમિત કહે છે કે હા મને પણ એવું લાગી રહ્યું છે. પછી આકાંક્ષા અને અમિત બંને એમના સ્કુલ અને કૉલેજ વિશેની થોડી ચર્ચા કરે છે અને વાતચીત શરૂ કરે છે. ત્યારે બંનેને ખબર પડે છે કે એ બંને એક જ સ્કૂલમાં સાથે ભણતા હતા, પણ બંને નો ક્લાસ અલગ હતો. આકાંક્ષા એ અમિતને સ્કૂલમાં એક બે વાર જોયો હતો અને ત્યારથી એને એ પસંદ આવી ગયો હતો. ત્યારે અમિત પણ આકાંક્ષાને કહે છે કે એને પણ તેને એક બે વાર જોઇ હતી અને ત્યારથી એને એ પસંદ આવી ગઈ હતી. પછી આકાંક્ષાની આ વાત સાંભળીને અમિતને આશ્ચર્ય થાય છે કે તો તમે આ વાત કહી કેમ નહી. ત્યારે આકાંક્ષા અમિતને કહે છે કે એ વખતે હું સ્કૂલમાં નવી નવી હતી, એટલે કોઈને વધારે ઓળખતી નહોતી. ત્યારે આકાંક્ષા પણ અમિતને પૂછે છે કે તમે પણ ના કીધું. ત્યારે અમિત કહે હું પણ નવો નવો હતો. આ સાંભળીને બંને એક બીજાને સ્માઈલ આપે છે.

હવે અમિતના કલાસની એક છોકરી જેનું નામ ખુશી હતું. તેની સાથે આકાંક્ષાની મિત્રતા થાય છે. આકાંક્ષા એને બધી વાત કહે છે.પછી આકાંક્ષા અમિતને કહે છે કે આમને આમ સ્કુલનું વર્ષ પુરું થઈ જાય છે અને સ્કૂલનો વાર્ષિક સમારોહ આવી ગયો હોય છે. જ્યાં વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે સ્કૂલ તરફથી દર વર્ષે અમુક કમ્પેટીશન રાખવામાં આવતી હોય છે અને જે જીતે એને ઈનામ વિતરણ પણ કરવામાં આવતું હોય છે. ત્યારે અમિત કહે છે કે હા મને યાદ છે. પછી છેલ્લે જે ઈનામ જીત્યા હોય છે એમનો એક સાથે ફોટો પણ લેવામાં આવતો હોય છે. ત્યારે આકાંક્ષા અમિતને પૂછે છે કે શું આપની જોડે એ ફોટો છે? ત્યારે અમિત આકાંક્ષાને કહે છે કે હા મારા મોબાઈલમાં એ બધા ફોટો છે. પછી આકાંક્ષા એ ફોટો જોઈને ખુશ થઈ જાય છે અને એની સ્કૂલની યાદો તાજી થઇ જાય છે અને અચાનક એની નજર ફોટોમાં બાજુમાં બેઠેલા છોકરા ઉપર પડે છે. ત્યારે એ અમિતને પૂછે છે કે આ કોણ છે? ત્યારે અમિત કહે છે કે એ હું છું. ત્યારે આકાંક્ષા થોડી શરમાઈ જાય છે અને આ જોઈને અમિત હસવા લાગી જાય છે. ત્યારે આકાંક્ષા અમિતને પૂછે છે કે કેમ હસવા લાગ્યા? ત્યારે અમિત કહે છે કે જેને પસંદ કરતા હતા એ બાજુમાં બેઠેલા છે એ પણ ના ખબર પડી. ત્યારે આકાંક્ષા અમિતને કહે છે કે એમાં એવું હતું કે મારું ધ્યાન ફોટો પડાવવામાં હતું એટલે ધ્યાન ના ગયું. પછી એક દિવસ અચાનક આકાંક્ષાને એની બહેનપણી ખુશી દ્વારા ખબર પડે છે કે અમિત તો બીજા શહેરમાં રહેવા માટે જતો રહ્યો. આ સાંભળીને આકાંક્ષા થોડી દુઃખી થઈ જાય છે. પછી ખુશી એને સમજાવે છે કે જો તારો અમિત પ્રત્યેનો પ્રેમ સાચો હશે, તો તને એ જરૂરથી મળશે. આ સાંભળીને આકાંક્ષાના ચહેરા પર થોડું સ્માઈલ આવી જાય છે. પછી આકાંક્ષા તો એના ભણવામાં ધ્યાન આપવા લાગી જાય છે. આમને આમ વર્ષો વીતી જાય છે અને આકાંક્ષા એનું કૉલેજનું ભણવાનું પણ પુરું કરી લે છે.

હવે અહીંયા આકાંક્ષા અને અમિત એના રૂમમાં આગળની વાતચીત શરૂ કરે છે. ત્યારે આકાંક્ષા અમિતને પૂછે છે કે કેમ તમારે બીજા શહેરમાં અચાનક જવાની જરૂર પડી, ત્યારે અમિત કહે છે કે મારા પપ્પા જે કંપનીમાં જોબ કરતા હતા ત્યાંથી કંપનીવાળા એ એમને બીજા શહેરમાં ટ્રાન્સફર કર્યા હતા બે વર્ષ માટે ,તેથી અમારે અચાનક ત્યાં જવું પડ્યું અને અત્યારે એમની કંપનીએ પાછા એમને બોલાવી દીધા આજ શહેરમાં એટલે અમે પાછા આવી ગયા. ત્યારે આકાંક્ષા અમિતને કહે છે કે સારું કહેવાય ને આ તો, નહી તો આપણી બંનેની મુલાકાત જ ના થાત ક્યારેય. ત્યારે અમિત કહે છે કે સાચી વાત છે આપની. હવે આકાંક્ષા અમિતને કહે છે કે ચાલો હવે આપણે બહાર હોલમાં જઈએ. ત્યાં બધા આપણી રાહ જોતા હશે. અમિત કહે છે કે સારું.

હવે આકાંક્ષા અને અમિત રૂમમાંથી બહાર આવતા હોય છે ત્યારે બંનેના ચહેરા પર એક અલગ જ પ્રકારની સ્માઈલ હોય છે. આ જોઈને બધાને આશ્ચર્ય થાય છે કે આ કંઈ રીતે બન્યું અને રૂમમાં એવી કંઈ વાત થઈ, જેના કારણે આ બંને ના ચહેરા પર આવી અલગ જ સ્માઈલ દેખાઈ રહી છે. પછી આકાંક્ષા કહે છે કે હું અમિતને ઓળખું છું પહેલેથી, ત્યારે આકાંક્ષાના મમ્મી અને પપ્પા બંને આશ્ચર્ય સાથે આકાંક્ષા સામે જોવા લાગે છે. કેમકે એમને બંનેને સરપ્રાઈઝ થાય છે કે સરપ્રાઈઝ તો એ બંને આકાંક્ષાને આપવાના હતા અને આ તો આકાંક્ષા એ જ ખૂબ મોટી સરપ્રાઈઝ આપી દીધી. આ સાંભળીને આકાંક્ષા અને અમિત બંનેના પરિવારને આનંદ થયો કે ચાલો સારું થયું કે છોકરો અને છોકરી એકબીજાને ઓળખે છે. પછી આકાંક્ષા અને અમિત બંનેનો પરિવાર પૂછે છે ત્યારે આકાંક્ષા અને અમિત બંને જે રૂમમાં વાત થઈ હોય છે એ બધું કહે છે. આ સાંભળીને બંનેનો પરિવાર આનંદિત થઈ જાય છે.

હવે આ સાંભળીને આકાંક્ષાના ચહેરા પર થોડા ઉદાસીનતાના વાદળ છવાઈ જાય છે. અને આ દ્રશ્ય અમિતના મમ્મી સાધના બેન જોઈ લે છે તો એ આકાંક્ષાને પૂછે છે કે શું થયું આકાંક્ષા બેટા? ત્યારે આકાંક્ષા કહે છે કે મારે આગળ ભણવું છે, ત્યારે અમિતના મમ્મી સાધના બેન કહે છે કે કંઈ વાંધો નથી અમને એના માટે તારે આગળ ભણવું છે તો ભણી લે. અત્યારે તો અમે તારા અને અમિતના લગ્નની વાતચીત કરવા માટે જ આવ્યા છે અને લગ્ન લેવાની તો હજી ઘણી વાર છે. અમને ખબર જ છે કે કે તે હાલમાં જ તારું કૉલેજનું ભણવાનું પૂરું કર્યું છે અને તું આગળ ભણવા માંગે છે એવું તારા મમ્મી અને પપ્પા એ કીધું અમને. આ સાંભળીને આકાંક્ષા ચહેરા પર સ્માઈલ સાથે કહે છે કે સારું.

હવે બંને પરિવાર આકાંક્ષા અને અમિતની સગાઈ નક્કી કરવા માટે એક દિવસ નક્કી કરે છે, પણ એની પહેલાં પંડિતજી જોડે એનું મુહર્ત જોવા માટેનું કહે છે. ત્યારે રચનાં બેન કહે છે કે અમારે બાજુમાં જ પંડિતજી રહે છે બે ઘરને છોડીને એમને અત્યારે બોલાવી દઈએ. આ વાત ચાલતી હોય છે ત્યારે આકાંક્ષાનો નાનો ભાઈ સમીર જે એના મિત્રો સાથે રમવા ગયો હોય છે એ આવી જાય છે. ત્યારે રચના બેન કહે છે કે સમીર સારું થયું તું આવી ગયો જા જઈને પેલા ત્રિભુવન કાકાને બોલાવી લાવ. ત્યારે સમીર પૂછે છે કે શેના માટે ? ત્યારે રચના બેન કહે છે કે તારી મોટી બેનની સગાઈ નક્કી કરવાની છે એના માટે મુહર્ત જોવાનું છે. ત્યારે સમીર કહે છે કે મને તો કીધું પણ નહી. ત્યારે રચના બેન કહે છે કે અહીં અમે ખુદ સરપ્રાઈઝ છે એના માટે, ત્યારે સમીર પૂછે છે કે શું સરપ્રાઈઝ? પછી રચના બેન કહે છે કે તું પહેલા બોલાવી લાવ પછી આપણે એ બધી વાત કરીશું. સમીર કહે છે કે સારું. અને થોડી વારમાં ત્રિભુવન કાકા જે પંડિતજી છે એ આવી જાય છે. અને સગાઈનુ મુહર્ત નક્કી કરે છે. અને કહે છે કે આવતા મહિનાની પાંચ તારીખે શુભ મુહૂર્ત છે. એ દિવસે સગાઈનુ‌ અતિઉત્તમ મુહર્ત છે તો તમે એ દિવસે સગાઈ કરી શકો છો. ત્યારે રચના બેન કહે છે કે સારું ત્રિભુવન કાકા , પછી આકાંક્ષા ત્રિભુવન કાકા સહિત બધા મોટાને પગે લાગે છે. અને બધા આકાંક્ષાને આશીર્વાદ આપે છે અને કહે છે સુખી થાવ દિકરા. પછી બંને પરિવાર નક્કી કરે છે કે આવતા મહિને સગાઈ થઈ ગયા પછી જ્યારે આકાંક્ષા એનું ભણવાનું પૂરું કરી દેશે એ પછી યોગ્ય મુહર્ત જોઈને લગ્નની પણ તારીખ નક્કી કરશે. અને આ બાબતે બંને પરિવાર માંથી કોઈને પણ વાંધો હોતો નથી અને અમિત પણ એ જ ઈચ્છે છે કે આકાંક્ષા એનું ભણવાનું પૂરું કરે અને પછી લગ્ન કરે એની સાથે અને આકાંક્ષાને પણ આ વાતની ખુશી હોય છે કે એનો થવાવાળો પતિ એનું કેટલું સારું ઈચ્છે છે.

અને આમ આપણી આકાંક્ષાની વિરહની વેદનાવાળી કહાનીમાં જે વિરહ થાય છે આકાંક્ષાને એ ખુશાલીમાં પરિવર્તિત થઈ જાય છે અને આકાંક્ષાને એનો અનેરો આનંદ મળે છે કેમકે એના અચાનક લગ્ન નક્કી કરવાના કારણે એ થોડી દુઃખી થઈ જાય છે. પણ આકાંક્ષાને એનો મનગમતો સાથી મળવાને કારણે એની વિરહની વેદના ખુશીના ભાવ સાથે ઉમટી પડે છે અને આ સાથે આ કહાનીનું સુખદ પૂર્વક સમાપન થાય છે.

સમાપ્ત
😊😊😊😊
☺️☺️☺️☺️
🙂🙂🙂🙂