Pollen 2.0 - 33 books and stories free download online pdf in Gujarati

પરાગિની 2.0 - 33

પરાગિની ૨.૦ - ૩૩



લીનાબેનએ દાદીને ફોન કર્યો હતો તે જોઈ પરાગને લાગે છે કે દાદીએ ફરીથી તેનાથી વાત છૂપાવી અને તેને એવું લાગે છે કે દાદીને ખબર હશે કે તેની મમ્મી ક્યાં છે એમ..! પરાગ હોટલનાં માણસને પૂછે છે, તમને બીજું કંઈ ખબર છે?

તે વ્યક્તિ ના કહે છે.

પરાગ અને માનવ ત્યાંથી નીકળી જાય છે. પરાગ માનવને દાદીને ત્યાં ગાડી લઈ જવાનું કહે છે.

ઘરે જઈ પરાગ દાદીને બૂમો પાડે છે, દાદી... દાદી ક્યાં છો તમે?

પરાગની બૂમ સંભળાતા દાદી તરત બહાર આવે છે અને પરાગને પૂછે છે, શું થયું બેટા? કેમ બૂમો પાડે છે?

શાલિની પણ પરાગની બૂમ સાંભળે છે પરંતુ તે ઉપર જ છૂપાયને ઊભી રહી છે જેથી દાદી અને પરાગની વાત સાંભળવા મળે..!

પરાગ દાદીને તેમનો મોબાઈલ માંગે છે.. દાદી પરાગને પૂછે છે, શું થયું બેટા?

પરાગ- દાદી તમારો મોબાઈલ મને આપો મારે કોલ લોગ ચેક કરવુ છે,

દાદી- અહીં કંઈ જ મોબાઈલ હશે...

દાદી સોફા પરથી મોબાઈલ લઈ પરાગને આપે છે... પરાગ દાદીના હાથમાંથી મોબાઈલ લઈને તરત લોક ખોલી કોલ લોગ ચેક કરે છે પરંતુ તેને દાદીનાં મોબાઈલમાં કોઈ અજાણ્યો નંબર નથી દેખાતો..!

પરાગ દાદીને પૂછે છે, તમારા મોબાઈલ પર કોઈ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો?

દાદી- નહીં તો... કેમ શું થયુ.?

પરાગ- મમ્મી એ તમને ફોન કર્યો હતો?

દાદી- શું ? લીના મને કેમ ફોન કરવાની?

પરાગ- તેઓ જ્યાં રોકાયા હતા ત્યાં તેમને શોધવા ગયો હતો ત્યાં જાણવા મળ્યું કે તેમને તમને ફોન કર્યો હતો..!

દાદી- ના, મને લીનાએ કોઈ ફોન નથી કર્યો...! જો લીનાનો ફોન આવ્યો હોત તને જણાવતે ને બેટા... એક વખત ભૂલ કરી ચૂકી છું બેટા... હવે નથી કરવા માંગતી... હું જૂઠ્ઠુ નથી બોલી રહી...

પરાગ- હા, દાદી...

શાલિની પરાગ અને દાદીની બધી વાત સાંભળી લે છે અને વિચારે છે કે આ લીના હવે શું કરવાની છે..?


પરાગ દાદી સાથે વાત પતાવી ઉપર રૂમમાં જતો રહે છે. રૂમમાં જઈ જોઈ છે તો રિનીનો એક પણ સામાન નથી હોતો.. બાથરૂમ ચેક કરે છે એમાં પણ કોઈ સામાન નથી હોતો..! પરાગને એવું હતુ કે રિની માત્ર આજના દિવસ માટે જ તેના ઘરે ગઈ હશે પરંતુ રિની તેનો બધો સામાન લઈને ઘરે જતી રહી હોય છે. પરાગ તરત ગાડીમાં બેસી જાય છે અને માનવને કહે છે, રિનીનાં ઘરે જવા દે ગાડી..!


આ બાજુ આશાબેન, રીટાદીદી, રિની, એશા અને નિશા બધા મળીને જમવાનું બનાવતા હોય છે. બધાનો અવાજ સાંભળી દાદા બહાર આવે છે. દાદા જોઈ છે કે રિની ઘરે આવી છે. દાદા રિનીને પૂછે છે, બેટા, તુ ક્યારે આવી અને લડીને તો નથી આવીને?

રિની હસતાં કહે છે, દાદા.. હું થોડા દિવસ રહેવા આવી છું.. તમારા બધાની યાદ આવતી હતી તો...

દાદાને બધુ ધૂંધળું દેખાવા લાગે છે. તેઓ રૂમમાં જતા રહે છે અને આંખો બંધ કરી બેડ પર બેસી જાય છે. તેઓ આંખો ખોલે છે છતાં હજી તેમને ધૂંધળું દેખાતું હોય છે.

દાદાને ચક્કર આવવુ, ધૂંધળું દેખાવુ અને માથામાં દુખાવો છેલ્લા બે અઠવાડિયાથી રહેતું હતુ..! તેઓ બે દિવસ પહેલા જ ડોક્ટરને બતાવવા ગયા હતા અને ડોક્ટરે તેમને કહ્યું હતુ કે સર્જરી જ એક રસ્તો છે પરંતુ તમારી ઉંમરના હિસાબે હું સર્જરી નહીં કરવાની સલાહ આપુ છું. આ વાત દાદા કોઈને નથી જણાવતા..!

તેમને આવું થતુ તેના કારણે તેઓ બહાર કશે જતા નહોતા... ઘરે જ રહેતી પરંતુ કોઈ વખત નજીકનાં ગાર્ડનમાં બેસવા જતા.. જેથા ઘરે કોઈને શંકા ના જાય કે દાદાને કંઈ થયું છે.


સાંજે રિનીને ત્યાં બધા જમવા બેઠા હોય છે પરાગ ત્યાં પહોંચીને ડોરબેલ વગાડે છે. આશાબેન રિનીને દરવાજો ખોલવા મોકલે છે. રિની દરવાજો ખોલે છે સામે પરાગ ઊભો હોય છે.

રિની પરાગને કહે છે, તમે અહીં શું કરવા....?

પરાગ- તને લેવા આવ્યો છુ...

રિની- હું તમારી સાથે નથી આવવાની...

આશાબેન રિનીને બૂમ પાડે છે, કોણ આવ્યું છે રિની? આટલું કહી આશાબેન જાતે જ દરવાજા પાસે આવી જાય છે.

પરાગને જોતા આશાબેન કહે છે, પરાગ કુમાર તમે? અંદર આવોને.... રિની અંદર તો આવવા દે એમને....

રિની- મમ્મી એતો એમને કામ હતું તો મળવા આવ્યા હતા... અહીંથી જ જતા રહેશે...!

આશાબેન- દરવાજે ઊભા રહીને થોડી વાત કરવાની છે... અંદર આવવા દે... અને જમવા જ બેસીએ છે તમે પણ અમારી સાથે જમી લો... ચાલો અંદર આવી જાઓ...

પરાગ રિની તરફ જોઈને નાની સ્માઈલ આપે છે અને ઘરમાં પ્રવેશે છે. દાદા ડાઈનીંગ ટેબલ પાસે જ બેઠા હોય છે. પરાગને તેઓ આવકારે છે અને કહે છે, હાથ-મોં ધોઈ લે અને ચાલ મારી સાથે જમવા બેસી જા.

પરાગ- હા, દાદા

એટલામાં એશા અને નિશા પણ આવે છે... તેઓ બંને પરાગની હાલચાલ પૂછે છે.

બધા જમવા બેસી જાય છે.


આ બાજુ માનવ અને સમર તેમની ફેવરેટ રેસ્ટોરન્ટમાં જમવા બેઠા હોય છે.. માનવ સમરને બધી વાત કહેતો હોય છે કે કેવી રીતે તેને એશાને મેરેજ માટે પ્રપોઝ કર્યુ..! માનવ અને સમર બંને પરાગને મદદ કરવા માંગતા હોય છે તેની મમ્મીને શોધવામાં... સંજોગની વાત એ જ હતી કે તેઓ જે રેસ્ટોરન્ટમાં બેઠા હતા ત્યાં જ લીનાબેન જમવા આવ્યા હતા... પરંતુ માનવ અને સમરે ક્યારેય પરાગની મમ્મીને જોયા નથી હોતા...! લીનાબેન માનવ અને સમરનાં ક્રોસ ટેબલ પર જ બેઠા હોય છે.


ઘરે બધા જમતાં હોય છે ત્યારે આશાબેન દાદાને એશાનાં મેરેજની વાત કરે છે. આશાબેન દાદાને કહે છે કે તેઓ એશાને માનવ સાથે મેરેજ કરવાની પરવાનગી આપે... પહેલા દાદા ના પાડે છે પરંતુ પછી બધાની આનાકાની બાદ દાદા હા કહી દે છે. પરાગ અને રિની બંને બાજુમાં જ બેઠા હોય છે. જમતી વખતે પરાગ નીચેથી રિનીનો હાથ પકડી લે છે.. રિની હાથ છોડાવવાની કોશિશ કરે છે પરંતુ પરાગ હાથ છોડતો નથી..!


માનવ પરાગને ફોન કરે છે.. માનવનો ફોન જોઈ પરાગ ફોન ઉપાડી લે છે.

માનવ- હું અને સમર આપણી ફેવરેટ રેસ્ટોરન્ટમાં બેઠા છીએ... તું પણ આવી જા....

પરાગ- સોરી.. હું નહીં આવી શકુ.. હું દાદા સાથે ડિનર કરુ છુ...

માનવ- ઓહ.. એવુ છે...

પરાગ- અને હા, માનવ સાંભળ... દાદાએ તમને પરવાનગી આપી દીધી છે.

માનવ- દાદાએ મેરેજ માટે માની ગયા?

પરાગ- હા...

માનવ- વાહ.. પરાગ શું મસ્ત ન્યૂઝ આપી છે તુએ... આજે તો પાર્ટી થઈ જ જાય..! ચાલ આવી જા...

પરાગ- આજે નહીં ફરી ક્યારેક...

માનવ- ઓકે તે બધાને મારી યાદ આપી દેજે...

પરાગ હા કહી ફોન મૂકે છે.

પરાગ બધાને કહે છે, માનવે તમને બધાને યાદ આપી છે.

બધા જમી લે છે.

આ બાજુ રેસ્ટોરન્ટમાં વેઈટરથી ભૂલમાં થોડી ગ્રેવી લીનાબેનનાં કપડાં પર પડી જાય છે તેમાં લીનાબેન હોબાળો કરી મૂકે છે અને ત્યારે માનવ અને સનરની નજર તેમની પર જાય છે પરંતુ તેઓ ઓળખતા નથી હોતા તેથી બહુ ધ્યાન નથી આપતા..!





શું ખરેખરમાં પરાગ તેની માઁ સુધી પહોંચી શક્શે?

રિની પરાગ સાથે પાછી તેના ઘરે જશે?

જાણવા માટે વાંચતા રહો આગળનો ભાગ પરાગિની ૨.૦ - ૩૪