I sea books and stories free download online pdf in Gujarati

હું ને દરિયો

દરિયો અને હું

અરે દરિયા સાંભળ તું.. હું તને શું કહું છું...તને મારો અવાજ નથી સંભળાતો. કયાંથી સંભળાય તું તારો અવાજ ઓછો કર તો થાય ને...સતત ઘૂઘવતો રહે છે... તારું ગળું નથી દુખતું...તને ક્યારેય કંટાળો નથી આવતો... તું બોલી બોલી ને થાકતો નથી..

હું તને આજે માળવા આવી છું..અને મારે તારી ભીતરી દુનિયામાં પ્રવાસ કરવો છે. ડુબકી લગાવી ને જોવું છે મારે કે તારી કોઈ હદ છે કે નહીં ? તું કેટલો ઊંડો છે ? મને એજ નથી સમજાતું તને કોણે બનાવ્યો છે ? અને એ પણ પાછો એટલો વિશાળ.. તું કેવો મહાકાય છો કા ; તું બધી વસ્તુ ને તારી અંદર સમાવી લે છો. તો શું હું તારી પાસે આવું તો તું મને તારી અંદર સમાવી લેશ કે પછી કોઈ કિનારા પર મને તારી વીળો પાસે ફેંકાવી દેશ.. બોલ ને જવાબ આપને હું તારી પાસે આવીશ તો તું શું કરીશ?? તારા ભીતર માં લઇ જઈને મને તું ક્યાંય ગોથા ખાવા છોડી દેશ કે, કા પછી મને તારા હદયમાં કાયમ માટે ધરબી દેશ, કા તો તું મને તારામાં સમાવી ને તારો ઘૂઘવતો આવાજ બનાવી લઈશ. મને ખબર નથી પડતી હું તારી પાસે તારી થવા આવું તો તું શું કરીશ ?... અરે જવાબ આપને... તું મારા જોડે કેવું કરે છો.. જો..તો.. તું..મને જવાબ પણ નથી આપતો. હું તને એટલા બધા સવાલ કરું અને તું મને મારા એક પણ સવાલ નો જવાબ ના આપ. સાચું...મને બોવ ગુસ્સો આવે તારા પર.. મન થાય કે તારા પર રાડો પાડું, તને કોઈ ના ખીજાંણૂ હોઈ એટેલું ખીજાવ. અને મારું બસ ચાલે ને તો તને મારૂ પણ..

પણ પાછો મારા મન માં સવાલ આવે કે હું તને મારૂ કેમ ? બોલ હવે તો તું કાક બોલ..અને તારું ઘૂ ઘૂ બંધ કર😠

મને તો એવું થાય છે કે.. હું તને મારી બાહો માં સમાવી 🤗🤗લવ.મારી આંખોના આંસુ બનાવી તને મારી આંખોમાં કાયમ માટે કેદ કરી લવ. મારાં પ્રેમથી તારી બધી ખારાશ ને મીઠી બનાવી દવ..સાચું.. હું કાયમ માટે તારી થઈ જાવ..અને તારા અસ્તિત્વ સુધી તું મારો થઈ જા..બોલ..મંજૂર છે તને...હવે કૈંક તો જવાબ આપ..કેવો છો તું તો સાવ..મને લાગે છે તારી પાસે હદય જ નથી..એટલે જ...જો તારી પાસે હદય હોત ને તો તું પણ મારા પ્રેમ માં પડી ગયો હોત ક્યારનો..અત્યાર સુધી હું એકલી ના હોત.. પણ ખેર હવે જે હોઈ તે....અને હા..બીજી એક વાત.. તારી પાસે હદય નથી એટલે મારા હદયની સ્થિતિ તને શું ખબર હોઈ...ચલ જા.. જવાબ ના આપવો હોઈ તો કય નઈ..હું તો કરીશ તારી જોડે વાતો.. જ્યાં સુધી તું કંટાળી ને તું બોલ નય ને કે બસ... તું હવે બંધ થા..તારા થી અને તારા સવાલો થી તારી વાતો થી હું કંટાળી ગયો છુ..હવે મારાથી સહન નથી થતું..જ્યારે તું આવું કંઇક કહીશ ને ત્યારે જ હું તારા જોડે વાત કરવાનું બંધ કરીશ. સાચું....તારી સોગંધ બસ...

સાંભળ દરિયા...આજે હું તને મારા એક હદયની વાત કહું.. પણ..જો..તું.. તારો પેલો મિત્ર છે ને પવન..એને કેહેતો નહીં.. કારણ કે...એ બધાને કહિયાવશે.. ઓલા ચાંદા સુધી વાત પહોંચી જશે..બધાને ખબર પડી જશે...અને તમે બધાં મળીને મારી ખીલી ઉડવશો..પછી તને તો ખબર છે ને તમે લોકો મારા પર હસો એટલે હું રડવા લાગુ છું..અને તું તો જો જ છો ને કે મારી મોટી મોટી આંખોમાં મોટાં મોટાં આંસુડાં સારા નથી લાગતાં..એટલે તું કોઈ ને કહેતો નહીં..તો જ હું તને કહું...બોલ મારી કસમ ખા..કોઈ ને નહીં કહીશ એમ કે... અરે... હા...તને ક્યાં મારી ભાષા આવડે છે... પણ તું મને તારી એક લહેર થી ભીંજવી દે એટલે હું સમજી જઈશ.. જો જે મને ભીંજવ પણ મારાં હદયને ના ભીંજવતો..તને ખબર છે ને હદય ભિંજાશે તો જૂના અને ઊંડા ઘા તાજા થશે.. ફરી થી પીડા ના કારણે મારું કણસવાનું શરૂ થશે..એટલે સમજો છો ને હું શું કહું છું... હદય નહીં ભીંજવતો plz...હો...ને..

તને કહું કે નય એ સમજાતું નથી મને... પણ.. હું તને નહિ કહું તો કોને કહું..મને કોઈ સાંભળવા વાળુ નથી ખબર ને તને તો... જે મારે તને કેહવું છે ને એને હું શબ્દોના બીબામાં ઢાળી નથી શકતી..... એ બધી વાતો ને હું શબ્દરૂપી દેહ માં કંડારી નથી શકતી.... જે કેહવાં માંગુ છું..એ..બધું.. જ..શબ્દો થી પર છે..એના માટે આ દુનિયામાં શબ્દો નથી... માત્ર મારી મૂંગી લાગણીઓ છે અને મારું મૂંગુ મૌન છે..હું તને શું કહું...તું કીધા વગર બધું સમજી જાને...

સારું હવે બીજી વાર આવીશ તારા પાસે ત્યારે જોશું..... કોણ કોને સમાવે છે.. હું તને સમાવું છું કે તું મને સમાવે છે.. હું તો તને સમાવી લેશ.. પણ તું મને નહીં સમાવી શકીશ..કારણ કે..મને સમાવવી એ તારા સ્વભાવ ની વિરૂદ્ધ થશે... પણ હવે નકકી તારે કરવાનું..તારે કોને વળગવું છે...મને કે તારા સ્વભાવ ને...

ચાલ..હવે પછી મળવા આવીશ તને... તું તારાં મિત્ર પવન સાથે એકવાર થોડી ખારાશ મોકલી દેજે...એટલે હું સમજી જાય કે હવે તને મારી યાદ આવી...💕😍😍😍

હવે ફરી મળશું...

પૂજા
✍️✍️✍️✍️✍️❤️