Hi Hi books and stories free download online pdf in Gujarati

Hi હી

એને ક્યાં કશું કહેવાની ટેવ છે .?એ તો સતત ચૂપ રહી બધાનું વિચારે છે. એને બહુ બધા કપડાં નથી જોતા, એતો એક બે જીન્સ ને એકબે ટીશર્ટ- શર્ટમાં પણ કાયમ હેન્ડસમ જ લાગે છે અને ખુશ રહે છે.. એને રડવાની આદત નથી. પણ હું રડતી હોવ એ જોવાતું નથી. અને ગુસ્સો બહુજ આવે છે કહેવું હોય ત્યારે રાડો પાડીને પણ એ કહી દે છે.,પણ એને મને કોઈ કાઈ કહે એ સાહેવાતુંય નથી. એની પાસે બહુ રજાઓ નથી, એના કામ ઉપર એ નિયમિત નીકળી જાય છે. પણ જતા-જતા એ ગાડી માંથી કે બાઇક પર થી ઉંમરે કે ગેલેરી માં ઉભેલી મારી સામું જોવાનું ભૂલતો નથી. એને સતત ફોન આવે છે ,પણ ફોનમાં જવાબ આપતા આપતા પણ એ મારી રસોઈમાં મીઠું બરાબર છે એ ચાખીને કહી શકે છે. એની આદત છે ભીનો ટુવાલ કાયમ બેડ પર મૂકીને ચાલ્યા જવાની. પણ એ ઘરે હોય અને અચાનક પડેલા વરસાદમાં મારી પહેલા દોડી ને એ દોડીને કપડાં લેવાનું ભૂલતો નથી. એને બહુ બધે સામાજિક વ્યવહારોમાં આવાનું ગમતું નથી, પણ મારી સામાન્ય શરદીમાં પણ એ ડોકટર પાસે સાથે આવાનું ચૂકતો નથી.
તને કશું નહીં સમજાય એવું વારંવાર એ મને કહે છે.પણ જ્યારે એને કંઈક મૂંઝવણ હોય કશું ન સમજાતું હોય એ સહુ થી પહેલો મારા પાસે આવી ઉકેલ શોધે છે.
આમ જુઓ તો પુરુષ નાના બાળક ની જેમ છે. એને લાગણી ખૂબ હોવા છતાં અભિવ્યક્તિ ની આદત નથી. શબ્દો ઓછા અને લાગણી પ્રબળ એવા પુરુષો સ્વભાવે ભલે કડક લાગતા હોય પણ મન થી ઋજુ હોય છે. એમનું હૃદય દયા ને માનવતા થી ભરેલું હોય છે.
જો તમે અનુભવ્યું હશે અને જો તમારે પુરુષ મિત્ર હશે તો તમે માર્ક કર્યું હશે. મુશ્કેલી માં તેઓ કાયમ સાથે ટેકો બની ઉભા રહેતા હોય છે. એમને ગણતરી ની આદત હોતી નથી. તમે કદાચ એમને જરૂર હોય ત્યારે ના પહોંચી શક્યા હો તો પણ એ તમારા કોઈ પણ કામ કરવામાં ગણતરી રાખતા નથી.
ખાસ એ લોકો ને અહીં નું અહીં કરવાની ટેવ હોતી નથી. મળ્યા ત્યારે પ્રેમ થી જે કાંઈ વાત થઈ પછી એની કોઈ વાત કે બીજા ની કોઈ પંચાત હોતી નથી.પોતાના માં મસ્ત રહેવાની એક આદત અને બીજા ની કોઈ ઈર્ષા હોતી નથી.સ્ત્રીઓ માં ઈર્ષા નો ભાવ વધુ જોવા મળે છે.અને આજ કારણ સર સ્ત્રી કરતા પુરુષ વધુ ખુશ રહી શકે છે. કારણ કે એને બીજા પાસે શુ છે એની કોઈ માહિતી હોતી જ નથી. બે સ્ત્રી મળે તો એ બંને ને નખશીશ ખબર હોય છે કઈ સાડી, કયો ડ્રેસ, કેવા ઈયરિંગ, કેવું પર્સ, ચપ્પલ, બધુજ માર્ક કરવાની સ્ત્રીઓ ને ટેવ હોય છે. પણ એજ જો બે પુરુષો બેઠા વાતો કરતા હોય તો એમાં કલાકો સાથે બેસી વાતો કર્યા પછીય કોની પાસે શું હતું શુ પહેર્યું હતું એની કાશી ખબર હશે નહિ. તેઓ પોતાની વાત અને વિષય માંજ મશગુલ હશે. આમ જુઓ તો સ્ત્રી કરતા પુરુષ વધુ સંતોષી છે. તેઓ ને બસ આનંદ માં રહેવું ગમે છે. જાજી ખોટી સાચી વાતો માં તેઓને રસ હોતો નથી. જૂનો પુરાણો એક નો એક ઇતિહાસ માં તેઓ ને કોઈ રસ નથી. તેઓ માત્ર આનંદ માં હરવા ફરવા અને સાચું જે કામ છે જે જવાબદારી છે એ નિભાવમાં માનતા હોય છે. કોને શું કીધું અને કેવું લાગશે થી પર રહી તેઓ પોતાના કામ માં મશગુલ હોય છે. અને એટલેજ તેઓ પોતાના કામ માં પ્રેક્ટિકલ હોય છે. સ્ત્રી ને નાની નાની વાત માં અકળાઈ જવાની રડવાની આદત હોય છે. પણ પુરુષ રડી શકતો નથી. એવું નથી કે એને લાગણી નથી. પરંતુ એને ખબર છે કે બહુ બધી જવાબદારી એને શિરે છે. સ્ત્રી ને ઘર ની દુનિયામાં રહેવાનું હોય છે. પુરુષ ને બહાર સમાજ માં બહુ મોટો ફરક છે એમાં. ઘણીખરી વખત સ્ત્રીઓ ને લાગતું હોય છે કે પુરુષો પ્રેમ કરી શકતા નથી એમના માં લાગણી નો અભાવ આવી ગયો છે. એ પહેલાં જેવા નથી રહ્યા આ બધા વાક્યો આપણે ઘણી વખત સાંભળતા હશુ. પણ એવું હોતું નથી. એ લોકો ને બહાર ની દુનિયામાં સાવ અલગ અલગ લોકો સાથે તાલ મેળવી કામ કરવાનું હોય છે. એ માટે જો એ બહુ લાગણીશીલ હોય તો નહીં ચાલે . માટે કુદરતે પુરુષ નું વ્યક્તિવ એના કામ ને અનુરૂપ બનાવ્યું છે.એવું નથી કે સ્ત્રી બહાર ની દુનિયા માં સ્ત્રીઓ તાલ નથી મેળવતી પણ સ્ત્રી માટે ક્યાંક ને ક્યાંક બધા થોડા નરમ વર્તન કરતા હોય છે. પુરુસો પાસે એ બાબત માં થોડી વધુ અપેક્ષા હોય છે. તેઓ ઘર પરિસ્થિતિ ની વાત બહાર કરે તો ચાલતું નથી . સ્ત્રી એ બાબત ને કહી શકે છે અને બહાર ન લોકો એ પરિસ્થિતિ ને સમજી પણ શકે છે. આમ જુઓ તો સ્ત્રીઓની દયા ખાનારા મળી રહેશે પણ પુરુષ ને આવું કશું મળતું નથી. જ્યારે તમે લગ્ન કરી ને આવો છો ત્યારે જેમ તમે બધા નવા લોકો વચ્ચે તાલ મેળવો છો એમજ પુરુષ તમારા પતિ ને પણ એક નવી જવાબદારી નો અનુભવ થાય છે. એને ખબર છે કે હવે આ પાત્ર માત્ર પોતાની જવાબદારી માં આવે છે. એની કાળજી સંભાળ સાથે એને ભરપૂર પ્રેમ આપતા પુરુષ સંપૂર્ણ પણે પોતાની પત્ની પર આધાર રાખતા થઈ જતા હોય છે. પત્ની પિયર ગઈ હોય તો એમને પોતાની કોઈ વસ્તુ પણ મળતી નથી. એ લોકો અકળાઈ જતા હોય છે. એનો સીધો અર્થ છે. કે પુરુષ તમારા વગર અધુરો છે. એ તમારા પ્રેમ કાળજી અને હસતા ચહેરા પછી પુરી દુનિયા સાથે બાથ ભીડી લે એવો મજબૂત છે. પણ એ જો પોતાના ઘર માં થાકી જશે તો એ દુનિયા સામે નહીં લડી શકે. તમારો હસતો ચહેરો એના દિવસ ભરનો થાક ઉતારી દેશે. તે કામ કરી ગમે તેટલો થાક્યોહશે તોપણ આવી ને પોતાની પત્ની અને બાળકો ને સમય આપવાનું નહીં ચુકે. એ સલામતી નો અહેસાસ છે.એ છે તો તમે નિશ્ચિન્ત છો. બસ એને જરૂર છે તમારા થોડા પ્રેમ અને સમજણની. આના બદલામાં તમારી સામે એ દુનિયા ભર ની ખુશી મૂકી દેશે. ઉતરતી ગરમ રોટલી અને પ્રેમ થી જમાડેલું જમવાનું બસ આટલામાં પણ એ એટલો રાજી થઈ જાય છે કે એને માટે જાણે એ દુનિયાભર નું સુખ હોય. એની જરૂરિયાત ખૂબ ઓછી અને સંતોષ ખૂબ જાજો હોય છે.
કુદરતે બંને નું સર્જન અલગ છતાં એક બીજા માટે કરેલું છે. બંને એક બીજા ના પૂરક છે.હા દરેક માં અપવાદ હોય છે.પણ પ્રેમ હશે ત્યાં દરેક બાબત ગૌણ બની જવાની બસ રહેવાની તો માત્ર પ્રેમ ભરી યાદો. વિરાજપંડ્યા.