Adhuri Navalkatha - 24 books and stories free download online pdf in Gujarati

અધૂરી નવલકથા - પાર્ટ 24

નવ્યા એ મને આજે આઘાત પહોંચાડ્યો હતો. હું તેને પ્રેમ કરતો હતો પણ તે અહીંથી જવાનું કહેતી હતી. મારે તેને રોકવી હતી. તે વડોદરા જવાની હતી જ્યાં તેનો ભાઈ તેની પ્રતીક્ષા કરી રહ્યો હતો. તે હવે એક બે દિવસમાં ભાવનગરથી જતી રહેવાની હતી તેવું મને લાગી રહ્યું હતું. પણ હું તેને રોકવાનો પ્રયત્ન કરીશ. આજ સુધી મારી લાઈફમાં કોઈ છોકરી આવી ન હતી. આજે કોઈ નવ્યા મારી લાઈફમાં આવી આટલા ઊંડે ઉતરી હતી તો હું તેને મારી લાઈફમાંથી જવા દેવા ઈચ્છતો ન હતો.
"તમે વડોદરા ક્યારે જવાના છો?" મેં નવ્યા ને પ્રશ્ન કર્યો.
"હું અહીંથી વડોદરા જવાની હતી. પણ હવે હું ત્યાં નહીં જઈ શકું." નવ્યા એ કહ્યું. નવ્યા ની વાત સાંભળીને હું દંગ રહી ગયો. પહેલા તે કહેતી હતી કે વડોદરા જવાની છે. પણ હાલ તે કહે છે કે તે વડોદરા જઈ શકે એમ નથી. આ વિશે મને કશું સમજાતું ન હતું. કે નવ્યા જાણીજોઈને મને કન્ફ્યુઝ કરી રહી છે.
"મતલબ કે તમે વડોદરા નથી જવાના?" મેં કહ્યું.
"હાર્દિકે મને બસ માં બેચાડી અને મને એક કાગળ અને પૈસા આપ્યા." નવ્યા એ પોતાની આપવીતી કહેવાનું ફરીથી શરૂ કાર્યું. મને એમ હતું કે નવ્યા એ પોતાની કહાની પુરી કહી સંભળાવી હતી. પણ એવું ન હતું. નવ્યા એ પોતાની કહાની શરૂ કરી.
"હું બસ માં બેઠી હતી. ભાવનગર તરફ અમારી બસ રવાના થઈ હતી. એટલામાં બસનો કંડકટર મારી પાસે આવ્યો અને ટીકીટ નું કહ્યું. મેં ભાવનગરની એક ટીકીટ માટે પૈસા કાઢવા ગઈ તો હાર્દિકે આપેલી ચિઠ્ઠી ઉડીને બારીમાંથી બહાર જતી રહી. મારા શ્વાસ ઉપર ચડી ગયા. હું કઈ પ્રતિક્રિયા કરું તે પહેલાં તે ચિઠ્ઠી બહાર જતી રહી હતી.
મેં કંડકટર ને બસ ઉભી રાખવાનું કહ્યું પણ તેમણે બસ ઉભી ન રાખી. મેં ખૂબ માથાકૂટ કરી પણ તેઓ ન માન્યા. હું સીટ પર બેસીને રડવા લાગી. સવાર પડતા હું ભાવનગર પહોંચી જવાની હતી. પણ મારી ધારણા કરતા પહેલા હું રાતના બે વાગે ભાવનગર પહોંચી. રાતે બે વાગે મારે ક્યાં જવું તે હું વિચારી રહી હતી. પણ મને આ અજાણ્યા શહેરમાં કશું સમજાય રહ્યું ન હતું.
આખરે મેં થોડી મહેનતે એક હોટલ શોધી લીધી અને હું તે હોટલમાં જઈને શાંતિથી સૂતી. આગળ શું કરવું તે મેં કાલે સવારે વિચારવાનું રાખ્યું.
સવારે નવ વાગે હું બેડ પરથી બહાર આવિ. કાલ રાતના લેટ સુવાનું હોવાથી અને લાંબી મુસાફરી કરી હતી એટલે હું થોડીક થાકી શુકી હતી. હાલ ફ્રેશ હતી. મેં આગળ શું કરવું તે વિચાર્યું. થોડા લાંબા વિચાર બાદ અજયને મળવાનું વિચાર્યું. પણ તેને મળવું કે નહીં તે વિશે મન ખૂબ ડરી રહ્યું હતું. હું પૂરો દિવસ અજયને મળવું કે નહીં તે વિશે વિચાર કરતી રહી.
આખરે મેં છેલ્લે નિર્ણય કર્યો કે હું અજયને મળીશ. આખરે સાંજે મેં અજય એટલે કે તમને ફોન કરીને અહીંની ફેમસ સ્થળ હિમાલિયા મોલે મળવા બોલાવ્યા. હું તે રાત પણ તે જ હોટલમાં બીતાવી. સવારે જ્યારે હું તને મળવા આવતી હતી ત્યારે હોટલનું બિલ ચૂકવીને આવી. હોટલના બિલ ચૂકવતી વખતે મારી પાસે એક પણ રૂપિયો ન બચ્યો. આથી મારે ચાલીને હિમાલિયા મોલે આવવું પડ્યું. હું લોકો ને પૂછતી પૂછતી હિમાલિયા મોલ સુધી પહોંચી.
હું હિમાલિયા મોલે પાહીચી ત્યારે ખૂબ થાકી ચુકી હતી. આથી થોડીક વાર નીચે જ આરામ કર્યો. ત્યાર બાદ હું તમને મળવા આવી." નવ્યા એ હાલ પોતાની અહીં સુધી કેવી રીતે આવી તે પુરી કહાની કહી સંભળાવી હતી.
મને મારા બધા સવાલના જવાબ મળી શુકયા હતા. આખરે નવ્યા કેવી રીતે અહીં સુધી પહોંચી. અને તે વડોદરા શા માટે જવાની નથી. નવ્યા પાસે રહેલી ચિઠ્ઠી ઉડી ગઈ હતી. આથી તે વડોદરા જવા માટે અસક્ષમ હતી. મારી પાસે હજી પણ સમય હતો. હું નવ્યા ને ઈમ્પ્રેસ કરી અહીં જ રોકી રાખવાની યોજના બનાવી રહ્યો હતો.
નવ્યા અહીં પહોંચી તેમાં તેનો કોઈ વાંક ન હતો. એ બધું સંજોગ વશ થતું આવ્યું હતું. તે જ્યારે અહીં આવી ત્યારે મને પહેલા નવાઈ લાગી હતી. કોઈ કેવી રીતે ફેસબુકના પ્રેમમાં આવી રીતે ઘર છોડીને ભાગી જાય. પણ નવ્યા જે કર્યું તે સાચું હતું તેના માટે. તે એક નાદાન છોકરી હતી. તેનો ઉપયોગ ખૂબ થયો હતો. પણ હવે તેનું ધ્યાન હું રાખવા ઈચ્છતો હતો.
હું નવ્યા ને કોઈ પણ સમયમાં દૂર કરવા ઈચ્છતો ન હતો. હું તેને સાચા દિલથી પ્રેમ કરી રહ્યો હતો. હવે મારે હિંમત કરીને નવ્યા સામે મારા દિલની વાત કરવી હતી. મારે પ્રપોઝ કરવો હતો. પણ હું ખૂબ ડરતો હતો. જો નવ્યા ને આ વિશે પસંદ નહીં આવે તો અમારી દોસ્તી તૂટશે.
એક બીજી એ પણ વાત હતી કે જેનાથી હું ડરતો હતો. જો હાલ નવ્યા ને હું પ્રપોઝ કરું તો તેને એવું થશે કે હું તેની આ પરિસ્થિતિ નો ફાયદો ઉઠાવું છું. મને કશું સમજમા આવતું ન હતું. આખરે લાંબા વિચાર કર્યા બાદ મેં એક નિર્ણય લીધો. હું નવ્યા ને હાલ પ્રપોઝ કરીશ.
@@@@@
મેં હાલ અજયને મારી આપવીતી કહી હતી. તે મને સમજતો હતો. મને હેલ્પ પણ કરી હતી. તે મારું ધ્યાન રાખતો હતો. મેં જ્યારે તેને હું વડોદરા જતી રહેવાની છું કહ્યું હતું ત્યારે તે ચિંતિત થયો હતો. આ પરથી હું એટલું તો સમજી શકું કે અજય મને પ્રેમ કરી રહ્યો છે. પણ મને કહેતો નથી.
જો હું વાત કરું તો આજ સુધી ડૂબલિકેટ અજય સાથે વાત કરીને તેના પ્રેમમાં પડી હતી. પણ જ્યારે અહીં આવતા મને જાણ થઈ કે ડૂબલિકેટ અજય કઈ ગુમનામ વ્યક્તિ છે ત્યારે મને ભારે દુઃખ થયું હતું. પણ કાલ થી અજય મારી એવી રીતે પરવાહ કરતો હતો તે પરથી મને પણ તેની સાથે પ્રેમ થવા લાગ્યો હતો.
મારે વડોદરા મારા નાના ભાઈ હાર્દિક પાસે જવાનું હતું તે પહેલાં હું અજય ને મારા દિલની વાત કહેવા ઈચ્છતી હતી. જોકે અજય પણ મારા માટે પઝેસિવ જ છે. બસ અમે બંને એકબીજા ને કહેતા ડરીએ છીએ.
@@@@@
અજય અને નવ્યા એકબીજાને પ્રેમ કરતા હતા. પણ તે બને એકબીજાને કહેતા ડરતા હતા. કોઈ પાસે હિંમત ન હતી. પણ જે પણ કરવું પડે તે જલ્દી કરવાનું હતું. તે બંને હવે અલગ થવાના હતા. તે પહેલાં તે બંને એકબીજાને પોતાના બનાવી લેવા ઈચ્છતા હતા.
આખરે ખૂબ વિચાર કર્યા બાદ અજયે નવ્યા તરફ જોઈને કહ્યું. "નવ્યા હું તને એક વાત કહેવા ઈચ્છું છું."
(વધુ આવતા અંકે)