Matching - 2 books and stories free download online pdf in Gujarati

મનમેળ - 2

એકવાર ખાલી ઓળખાણ પુરતી ચેટીંગ થઈ પછી. મેઘરાજનો ફોન કે મેસેજ આયો નહીં. તુલસીએ પણ સામેથી મેસેજ કે ફોન કરવું સારુ ન લાગે એમ સમજી રહેવા દિધું.. વોટ્સપ ડિ.પી માં પણ મેઘરાજનો ફોટો ન હતો. એટલે તુલસી એને હજી જોઈ શકી ન્હોતી..એમને એમ પાંચ દિવસ થઈ ગયા. જે છોકરીઓ પરણીને સાસરે ગઈ હતી એમને પગ ફેરો કરવા તેડવા જવાનું થયું.. એમાય રસ્તો લાંબો હતો .એક રાત રોકાવાનું હતું.એટલે બે પરણેલી નાની વધૂઓ.. ત્રણ કુવારી છોકરીઓ.. ને છ સાત.. પુરુષોને તેડવા મોકલવામાં આવશે એવુ પાંચે ઘરવાળાએ નક્કી કર્યું... એમાં તુલસીને જમનાને મોકલવાની હતી.. તુલસીને ત્યાં ઘર જોવા.. અને વાતચીત કરાવવા એ લોકોએ બોલાવી હતી એટલે એને બધા ભેગુ જ મોકલવાનું નક્કી થયું હતું.
તુલસીની મમ્મી એને સમજાવતા હતા કે કેવી રીતે માથે ઓઢી રાખવું અડધી લાજ કાઢવી.. બધા વચ્ચે વાતચીત કેમ કરવી .. એટલામાં નમુ આવી. .
" વાળુ... કર્યું... કે બાકી.. સે.. કાકી.."
" એ ... કર્યુ... આવરી.."
નમુ એમની જોડે આવી બેઢી..
" થેલા ભરાઈ ગયા..?"
" હો.... વે... ત્રણ જોડ લીધા..કાપડા..હાલે..ને.."તુલસી બોલી..
" હ..વ..."
છોડિયું તમ બેહો મું હૂઈ જાવ હવે.. હવાર વેલું ઉઠવાનુંસે..તઈ.. કાળી બેન ઉભા થઈ અંદર ગયા..
" તારે કાંઈ મોકલાવું સે.. જમાઈને.. ? "
" ઈ.. જ આલવા આઈતી... કાકી હતા એટલે ના બોલી..આ....લે... આ પાકિટ ઈમને આપી દે જે.."
" આ ની પર રંગીન કાગળ લગાવાઇને ( ગીફ્ટ પેપર )..હાર લાગે."
" ટેમ જ નઈ મલ્યો.. ચાલશે.. તું આલી દેજે.."
" હા...ર.. "😊
" મું જવ.. ઘેરથી કિધા વિના આઈતી... તું એ હૂઈ જા વેલા જાવાનું સે તમાર.."
" એ.. હાર.. હાલ હુ... એ જાવ.."કહી તુલસી ઘરમાં જવા લાગી.. નમુએ એના ઘર તરફ ચાલી ગઈ..
* * * * * *

સવારે અંધારે નીકળેલા બપોરે બે વાગ્યે કાનપર પહોંચ્યા... બેઠા બેઠા બધા અકડાયા હતા. બસ માંથી નીચે ઉતરી આડા અવળા ફાંફાં મારતા હતાં... ત્યાં મેઘરાજ આવ્યો.. બધાને રામ રામ કર્યાને બધાને એક ઘરમાં રોકાવાની સગવડ કરી હતી ત્યાં લઈ ગયો..આગળના રૂમમાં પુરુષો બેઠા ઓરડામાં સ્ત્રી વર્ગ બેઠો.. ત્યાં વેવાણોને નવી પરણી આવેલી પાંચે વધુઓ આવી પિયરના ભાઇ ભાભીને બહેનો ને મળી.. થોડીવાર વાતો કરી.. એટલામાં બધાને જમવા માટે બોલાવવામાં આવ્યા.. જમી કરી પુરુષો ઉતારા પર આરામ કરવા લાગ્યા.. સ્ત્રી વર્ગ.. પાંચે છોકરીઓના સાસરીયાના ઘરે.. વારા ફરથી બેસવા ગયુંને થતા વ્યવહારની આપલે કરી.. પછી ઉતારા પર આવ્યા.. એટલામાં એક પિસ્તાલીસ વર્ષ આસપાસની એક સ્ત્રી આવી બધાને રામ રામ કર્યા.. ને બધામાંથી તુલસી કોણ છે.. એમ પુછવા લાગ્યા.. તુલસી અડધી લાજ કાઢી પાછળ બેઠી હતી.. એક કંચનભાભીએ(સાથે આવેલા ભાભી માંથી એક ) એમના સામે ઈશારો કરી તુલસી સામે હાથ લંબાવ્યો..આવેલી સ્ત્રી એ મેઘરાજની માતા.. કંકુ બેન હતા..
કંચનભાભી સામે જોઈ.. કંકુ બેન મલકાયાને તુલસી તરફ ફર્યા.. તેની સામે જઈ એના માથેથી ઓવારણા લીધાને એમના માથે ટચાકા ફોડ્યા.. ને તુલસી સામે જોઈ બોલ્યા..
" મું મેઘરાજની માં.. બટા.."
" રોમ રોમ.. માં.. " તુલસી પગે લાગી બોલી.
" સુખી.. થા.. બટા..ઘીરે બધા મજામ..ને."
" હો.... માં.. "
"હમણે.. બોલાવા મોકલુ એટલે ઘર જોવાન ચા.. પીવા આવજો.. તુલસીન લઈ.. હો.. એમ કંચનભાભી સામે જોઈ બોલ્યા.. "
" હો.. ભલે.. માડી.."કંચન ભાભી બોલી રહ્યા.
કંકુબેન ત્યાથી જતા રહ્યા.. બધા તુલસીને ખીજવવા લાગ્યા.. ઉતારા પર એકલો સ્રી વર્ગ જ હતો.. પુરુષો આરામ કરી મહેમાન ગતી કરવા નીકળ્યા હતાં..એટલામાં મેઘરાજ ચાની કિટલી લઈ ઉતારા પર ગયો.. એને ન્હોતી ખબર કે એકલો સ્ત્રીઓ જ ત્યાં છે..એ ણે અંદર જઈ બેઠેલાઓને ચા આપવા માંડી.. તુલસીની આંખો બાંધણીની ઓઢણીમાંથી આછી દેખાતી મેઘરાજે એક નજર એને જોઈ..જાણે વાદળામાંથી રાત્રે ચંદ્ર આછો દેખાતો હોય એમ ઓઢણીમાં તુલસીનું ગોરુ મોં દેખાઈ રહ્યુ હતું.. તુલસી એને ઓળખી ગઈને મનમાં બબડી..." આ તો... ઈ જ છે... જે મારા ઘેર રોકાણો તો.. આને જ કઉં... કે જમાઈનને આ વસ્તુ આલી દે.."
મેઘરાજે બધાને ચા આપી બહાર જવા નીકળ્યો.. તુલસી તેની પાછળ જવા લાગી બધા વાતોમાં લાગ્યા હતા એટલે ખાસ કોઈનું ધ્યાન ન્હોતું..તુલસીએ મેઘરાજની પાછળ જઈ ધીમેથી બોલી .." ઉભા..ર્યો.. આ થેલી ઉમંગ કુમારને આપી દે જો.. નમુએ દિધુસે કે.. જો.."
મેઘરાજે થેલી લીધી તુલસી સામે જોયુને ફટાક દઈ બહાર નીકળી ગયો... કોઈ જોઈ જાય તો સારુ ન લાગે એટલે ... તુલસી પાછી અંદર બધા સાથે જઈ બેઠીને વાતોમાં પરોવાઇ ગઈ..ઉતારા ઉપર આવેલા મહેમાનોને મલવા બધા આવવાના ચાલુ જ હતા.. એટલે સમય ક્યા જતો રહ્યો ખબર જ ન રહી.. રાત્રે જમવાનો સમય થયો..જમવાનું કહેવા આવ્યા એટલે બધા જમવા ગયા.. જમીને ત્યાં બહાર જ ખાટલાઓમાં પુરુષો બેસી વાતે વળ્યા.. સ્ત્રીઓ પણ ઘરની બહાર પાથરેલ પાથરણામાં ટોળા વળી બેઠા.. પછી.. વેવાણોને વેવાઇઓને એમના કુટુંબના લોકોને બાકી રહેલ વહેવારની આપ લે કરવા લાગ્યા..
* * * * *

" તુ....લી... તુલી..."જમનાએ એની પીઠ થપથપાવી બોલાવી..
"હા... બોલ..ને. " એની તરફ જોઈને કહ્યુ
"આ... છોડી તન બોલાવા આઈસે.. ઘર ને એવુ જોવા..તું ગમેતે ભાભીને હારે લઈને જા.."
" તું નઈ આવ.."
" બધાએ નો જવાય હારુ નો લાગે.. તું જા આ રેખા ભાભીન લઈ... મું ઈને કઉં.. "
" હા... કે મું ચપ્પલ પેરી ઉભીસુ.."
જમનાએ રેખાભાભીને કિધુ એટલે રેખા ભાભી તુલસી સાથે પેલી છોકરી બોલાવવા આવી હતી એની સાથે ગયા..તુલસીને થોડો ડર લાગતો હતો.. એના ધબકારા વધતા હોય એવું લાગતું હતું...એટલામાં મેઘરાજનું ઘર આવી ગયુ .. ઘર મોટુને આલીશાન હતું .. ઘરની આગળ મોટો વાડો હતો જેમા ગાયો બાંધેલી હતી.પછી મોટો ચોક પછી ઘર ચાલુ થતુ હતું ત્રણે ઘરમાં પ્રવેશ્યા.. ત્યાં કંકુબેન રાહ જોઈને બેઠા હતાં..જેવા બન્ને ઘરમાં પ્રવેશ્યા કંકુ બેને " આવો..આવો કહી.. આદર કર્યોને સોફામાં બેસવા હાથ લંબાવ્યો.. તુલસી કંકુ બેન ને પગે લાગીને સોફાપર બેઠી..એની નજર ટગર ટગર ઘરમાં ફરી રહી.. ઘર તો પોતાના ઘર કરતા વધુ મોટુને ઘરની વસ્તુઓ જોતા તેને ઘરના ખમતા (પૈસાવાળા) લાગ્યા.
" આમ તો ઘરના બૈરાઓને તુલસીને જોવા બોલાવવાતા પણ ..એના બાપા પુલીસમાં સે ભણેલાએ બઉ... ઈમને કિધુ બધુ પાકા પાયે નક્કી જ સે પણ તોય છોકરાઉને એક વાર વાત કરાઓ.. એટલે કોઈને બોલાયા નઈ.. અન થોડી વાતે બઉ બાર નઈ પાડી.." કંકુ બેન રેખાભાભીની સામે જોઈ બોલ્યા.
" હાચી વાત .. અમારે ખાલી બધા ઘરના જાણેસે અને હવે જમાનો બદલાયો છોકરાઉને ગમે તઈ આગળ વાત કરાય.. ઈમાજ હમજદારી.. પાસળથી ના ગમે તઈ છૂટાની વાતો થાય ઈના કરતા જોઈ પરખીલે એ હાચુ.. "
તુલસી બન્નેની વાતો સાંભળતી બેઠી હતી.
" અમાર ઇના બાપા ભણેલા એટલ.. ઘરમ કુટુંબમ બધા ઈમને પુસીન બધુ કરે પણ... આમને તો બધાન બધી જ છૂટ આલી.. નવી આયેલી વઉઓન લાજ નઈ કઢાવાની.., જીન ભણવુ હોય ઈનએ છૂટ.. આપણામ તો હાહરા( સસરા )હામે ના બોલે.. આમારા કુટુંબ તો એ છૂટ... વઉરો જાણ છોડીયું હોય ઈમ જ રાખવાની.."
" આ... હારુ.. આમાર તુલસીનું નક્કી થાય તો એ સુખી થાસે.. પાસી હોશિયાર સે ભણેલીસે અને કામ તો તમાર કેવુ જ નો પડે.. "
" તુલસી બટા તુએ બોલી હકે.. આપણે આયા એવુ કાય રોક ટોક નઈ.. લાજ નઈ કાઢે તોય હાલસે.. " કંકુબેન તુલસી સામે જોઈ બોલ્યા
" અતાર તો કાઢવી પડે માં... પસી તમ કેસો તઈ નઈ કાઢુ...😊"
" બઉ.. ડાઈ..સે.. બટા... સુખી થા... " " અલી.. માોહિ.( મોહિની)..ચા... લાય આ મેમોન હાટુ...."
" ઐ લાઈ.. માં" રસોડામાંથી અવાજ આયો..
" આ મારી મોહિની... મારી છોડી.. તમ આયા એ વખતે જ ચા મેલાઈતી લઈ આવતી હશે.."કંકુબેન બોલી રહ્યા
મોહિની ચા લઈ આવી.. તુલસીને રેખાભાભીને આદર કરી.. " 🙏કર્યુને ચા આપી..
" માં.. ભઈ..ને ફોન કરી બોલાયો તો... ઈ ઉપર બેઠોસે.. વાત કરાવાની સે તો.. આમને ઉપર લઈ જાવ હૂં..."મોહિની બોલી રહી..
" હા ચા પીરે એટલે લઈ જાવ... "
તુલસીને તો શરમ આવતી હતી.. સાથે સાથે થોડી ઘભરામણ થતી હતી.. કેવો... હશે..મેઘ..?.. સારો નઈ હોય તો... ઘમંડી હશે...? દેખાવે ઠિક તો હશે.. બધા વિચારો મનમાં... ઘોડાપૂરની જેમ દોડતા હતા. ચા પુરી કરી એ નીચુ જોઈ બેસી રહી..તરત રેખાભાભીએ એને કિધુ ....
" તુલસીબુન આ બુન ભેગા જાવ.. જે પૂસવુ હોય એ મન ખોલી પૂસી લેજો શરમ ન રાખતા.. હવ તો બધા પૂસેસે...કાં... માં... હાચુ કિધુંન.. "
" હા... હો.. ઈહાચુ... આખો ભવ જોડે કાઢવાનો
.. એટલે શરમ ના રખાય પૂસી લેવાનું.. આમારા વખત તો લગન પસી હરખુ મુઠુ જોવા મલતુ.. આ ટેમ બદલાયો... ઈ બઉ હારુસે... "
કંકુબેન ને રેખાભાભી વાતે વળ્યા..ને તુલસી મોહિનીને અનુસરી એની પાછળ ઉપરના માળે ગઈ.. સીડી ચડતા મોહિનીએ.. એક નાનુ બોક્સ તુલસીના હાથમાં આપ્યુ..
" આ તમારા ભઈન આપી દેસો.. "
તુલસીએ એક પ્રેમ ભર્યુ સ્મિત આપી હકારમાં માંથુ હલાવ્યુ...
ઉપર જઈ મોહિનીએ... એક રૂમ તરફ લઈ ગઈ..
" ભાઈ.... તુલસી આવીસે... ઈમને અંદર મોકલુ તમ વાત કરીલો મું સીડીમાં ઉભીસુ... 😊"
મેઘરાજ ખાટલામાંથી સફાળો ઉભો થઈ વાળ સરખા કરવા લાગ્યોને.. હકારમાં માંથુ હલાવ્યુ... મોહિની મેઘરાજ જોડે જઈ કાનમાં બોલી... " ભઈ... ભાભી.. મસ્તસે.. હૌ.." અને આંખો નચાવતી બહાર નીકળી ગઈ... બહાર જઈ એણે તુલસીને અંદર મોંકલી અને પોતે છેક સીડી ઉતરી ઉભી રહી..
તુલસીએ લાજ કાઢી નાખીને અંદર ગઈ...સામે મેઘરાજ ઉભો હતો...બે ઘડી તો કોઈ કંઈ બોલ્યુ નઈ.. તુલસીએ તો સામે જોવાનીએ હિંમ્મત ના કરી..
" ઉભારેશો તો થાકી જાસો... તમી ખાટલામાં બેસો.. " મેઘરાજે વાતની શરુઆત કરી..
તુલસીને અવાજ ઓળખીતો લાગ્યો.. એણે તરત મેઘરાજ સામે જોયુ.. આશ્ચર્યથી બોલી પડી...
" તમે..😳?"
" હા... હુ જ મેઘરાજ... મેઘ કેસો.. તો ચાલે.."
" તમી મને જોવા આયા.... મારા ઘીરે..રોકાયા... મન એક વારે... કિધુ..નઈ.... "
" મારે... જાણવુ તું તમ... કેવા સો... સ્વભાવ.. તમારા વિચારો.. બધુ.. એટલે કેવાનું.. મેં રેવા..દિધુ.. "
" નમુન ખબર હતી..? જમાઇને..બધાન.."
" તમાર માં એ જ નમુન કિધુ તું પણ મેં જ... ઈમને ઉમંગના હમ.. દિધાતા.. એટલ.. "
" માર વિશે જાણવા ફોન નંબર આપ્યો... તો.. ફોન તો ના આયો... તમારો... આટલો ટેમ જોડે જ હતા.. પૂસી લેવુ તું મારા જોડેથી જાણી લેવુ તું.. હું ચેવી શું..... ઓમ.... મન સેતરી અંધારામ રાખવાની જરુર નતી.. " તુલસી રડુ રડુ થઈ ગઈ... એની આંખો ભરાઈ આવી..
" જો.. મારા મનમ એવુ.. કાંઈ નતુ... ફોન તો... કરવાનો હતો... પણ બે દા'ડા ફોન બગડેલો હતો... પસીમું માર માસીના ઘીરે ગ્યો તો..કાલ રાતે જ આયો.. તઈ જઈ વાતુ કરીએ હારુ નો લાગે...એટલ.."
તુલસીના આંખમાંથી બે ત્રણ આંશુ દડી પડ્યા.
મેઘરાજ કંઈ બોલે એ પેલા જ તુલસી ત્યાંથી જવા લાગી..એને જતા જોઈ મેઘરાજ બોલ્યો..
" જાવસો... ઉભાતો રો.."
" મારી ખરાઈ થઈ ગઈ.. જાણી લીધુ બરાબર કે કેવી શું કેવી નઈ..તો હવે સૂ પૂસવાનુ બાકીસે.."
" જુઓ... એવુ કાંઈ નથી.. હું તમને દુ:ખી કરવા ન્હોતો માંગતો.. બસ મારે જાણવું તું કે તમે સ્વભાવના કેવા સો... તમારા વિચારો.. કેવા સે.. વધારે કાંઈ નઈ.. "
" તો... માર જાણવાનો હક્ક નઈ... તઈ લગનમાં ગાંડાની જીમ ગોતતી રઈ મું.. કે કોણ જોવા આયુસે.. તમે જોડે જ હતા..તમારા જોડ વારે વારે ઈ જોઈ જાસે તો કેવુ વિચારસે કે આ છોડી લાજ વગરનીસે.. કેટલુ કેટલુ મું વિચારતી તી.. એ દિ' તમને મૈમાન ગણી તમારી સેવા કરીતી.. " તુલસીથી રડી પડાયુ.
" સોરી... સોરી માફ કર... મારો જ વાંકસે... "
" ના... વાંક મારોસૈ હું જ ભોળી શું.. મારાથી વધુ બોલાઈ જયુ હોય તો... સોરી... હું જાવ.."
" તમ સોરી.. ના કેસો .. મારી ભૂલસે ... તમાર મારા વિશે કાંઈ નઈ પૂસવુ ?પૂસો... જે પૂસવુ હોય.. એ.. "
"મારા ઘીરેથી બધાની હા..સે.. મારો ભઈએ.. તમારી બુનથી..રાજીસે.. મારે કોઈના મન ખાટા નઈ કરવા.. મારી માં એ કિધુ તુ... છોકરુ હારુસે.. ઘરબાર હારુસે... ના પાડવા હાટુ મારા જોડ કોઈ.. બોનુ નઈ. ..ના પાડે તોય... છોડીની જાતને હમજાઈ 'હા ' પડાઇ જ દૈ.. માવતર.. હું જાવ.."
કહી તુલસી આંખો સાફ કરી ત્યાંથી નીકળી ગઈ.... મેઘરાજ આખી રાત ઉંધી શક્યો નહીં.. થોડી થોડીવારે એની આંખો ભીની થઈ જતી.. તુલસીને પેલીવાર જોઈ હતી ત્યારથી લઈ અત્યાર સુધી જેટલીવાર જોઈ એ બધુ એ ફરી ફરી યાદ કરતો હતો.. એણે મોડે સુધી સોરી.. લખી મેસેજ કર્યા પણ તુલસી એ કોઈ જવાબ આપ્યો નહીં.. એણે કોલ પણ ત્રણ ચાર વાર કર્યા.. પણ એક પણ કોલ તુલસીએ રીસીવ ન કર્યો.
તુલસી પણ ઉતારા પર જઈ આડી પડી પણ એને મેઘરાજે કેમ આવુ કર્યુ એ વાત મગજમાંથી જતી ન્હોતી..હું ખરાબ સું.. વધુ ભોળી સું. કે ઈમને લાયક નઇ.
ઈ ભણેલાસે..બઉ. એટલે.. ઇમને આવુ કર્યું.😞
સવારે બધાને જવાનો ટાઇમ થયો એટલે તુલસી કંકુબેન ને મળી પોતે જાય છે એમ કહેવા ગઈ ... પણ મેઘરાજ એને ઘરમાં દેખાયો નહીં..એટલે એ કંકુબેન અને મોહીનીને મળીને આવી..કંકુ બેને તો તુલસીને જાણે પોતાની જ ગણી ભાવભીની વિદાય આપતા કહ્યું. ભગવાન બધુ હારુ કરશે તો જલ્દી આ ઘરે કંકુ પગલાં થશે બટા એમ કહી એમણે વિદાય આપી ...
બધા પ્રાઈવેટ કરેલી મીની લક્ઝરીમાં ગોઠવાઈ ગયા. તુલસીની નજર હજી દૂર દૂર મેઘની ઝલક જોવા ફરી રહી હતી.. છેવટે લકઝરી ઉપડી એ નિરાશ થઈ...ગઈ.. ને આંખો બંધ કરી બારી માંથી આવતા પવન ના સૂસવાટા મહેસૂસ કરવા લાગી....