Matching - 4 books and stories free download online pdf in Gujarati

મનમેળ - 4

મેઘને મુસાફરીનો થોડો થાક લાગ્યો હોવાથી એ ખાટલામાં બેઠો હતો ત્યાં જ સૂઈ ગયો..તુલસીની મમ્મીએ એના અને ભીમાના કપડા પેક કરવાનુ તુલસીને કહી પોતે ખેતરમાં જવા નીકળ્યા. તુલસી કપડા જરુરી સામાન પેક કરી રસોડા માં જમવા બનાવવામાં લાગી. મનમાં કેટ કેટલાય વિચાર આવતા હતા. નમુને કેવુ સારુ ઘર ને ઘરવાળો મલ્યો.. મારે માપનું હોત તો ચાલત પણ છોકરુ તો સારૂ હોત તો હારૂ... બધાને કેટલા ઓરતા હોય.. લગન પેલા... એકાબીજાને ઓળખવાના... પણ મેઘ એતો એમજ દુનિયાને હારુ લાગે એટલે નમુ ઉમંગ હારે મલવા નું ગોઠવતો લાગે કે મલીએ સીએ.... એમા તો બધા હારા જ લાગે.. એકલામાં ખબર પડે... માણહ નું વર્તન કેવુ સે... હશે... મારા ભાગ...
રસોડામાં કોઈ આવતુ હોય એમ પડછાયો પડ્યો ને તુલસી વિચારો માંથી બહાર આવી..ને બોલી..
" કોણ..સે.. "
" મેઘ...થોડું પાણી... "
તુલસીએ એની સામે જોયા વગર જ ગ્લાસમાં પાણી લઈ મેઘ સામે ધર્યુ....મેઘે ગ્લાસ લઈ પાણી પીતા પીતા જ વાતો કરવાનું ચાલુ કર્યુ..
" હું તારા હાટુ કંઈ લાવી નઈ શક્યો... અચાનક જ આવવાનું થ્યુ.... એટલે.."
" હું કોઈ એવી આશાએ નથી રાખતી... તમારાથી... , જમવા થઈ ગ્યુસે... ખાટલે બેસો ત્યાં દઈ જાઉં... કોઈ આઈ જાશે... તો હારુ નઈ લાગે... "
મેઘ કંઈ બોલી જ ન શક્યો.. એણે હકારમાં માથુ હલાવ્યુને તુલસી સામે જોયુ એ એના કામમાં જ લાગેલી હતી... મેઘ ગ્લાસ મુકી.. બહાર જઈ ખાટલામાં બેસી ગયો..
ટાઈમ પાસ કરવા ફોન મંતરવા લાગ્યો.. એટલામાં તુલસી આવી એની સામે જમવાની થાળી પીરસી પાણી રુમાલ મૂકી જમવાનું કહી રસોડામાં જતી રહી.. એટલા માં ભીમો ને એની મમ્મી બન્નૈ આવ્યા... મેઘને જોઈ ભીમાએ રામ રામ કર્યાને હાથ પગ ધોઈ એ પણ જમવા બેઠો... અને અલક મલકની વાતો જામી.... જમી પરવારી મેઘ તુલસીને ભીમાને લઈ.. તુલસીની મમ્મી..રતન બેન ની રજા લઈ ત્રણે ગાડી લઈ નીકળ્યા.. ભીમો આગળને તુલસી પાછળ બેઠી... સાત આઠ કલાકની મુસાફરી હોવાથી મેઘે ગાડીમાં ટેનડ્રાઈવ ભરાવી ગીતો ચાલુ કર્યા... બે ત્રણ કલાક સુધી થોડી વાતો કરી ભીમો ઘસઘસાટ સૂઈ ગયો.. ગાડીમાં ગીતો ધીમે ધીમે વાગતા હતા.. બાકી નીરવ શાંતિ હતી.. મેઘ કાચમાંથી તુલસીને થોડી થોડીવારે જોઈ લેતો.. બે ત્રણવાર નજર પણ મળી.. બન્ને માંથી કોઈ બોલ્યુ નહીં... સાંજના પાંચ વાગવા આયા અને એક સારા ચા પાણીના ધાબા પર મેઘ એ ગાડી ઉભી રાખી.. ભીમો હજી પણ સૂતો જ હતો.. મેઘે તુલસી સામે જોઈ કહ્યુ..." ચા - નાસ્તો કરી લઈએ... અહીં લેડિઝ વોશરૂમની પણ સુવિધા છે.."
તુલસીને પણ નવાઈ લાગી કે પોતાની મૂઝવણ મેઘને કેવી રીતે ખબર પડી.. ? એ ડોકુ હલાવી ગાડી માંથી નીચે ઉતરી... મેઘે ભીમાને ઉઠાડ્યો... બન્ને ત્યાં હાથ પગ ધોઈ ટેબલ પર ગોઠવાઈ ગયા .. એટલામાં તુલસી ત્યાં આવી ભીમાની બાજુ માં જઈ બેસી ગઈ..
" ભીમા ભાઈ ... તમે નાસ્તામાં શું... લેશો.. ? અહીં ની ચા , સાથે... વણેલા ગાઠીયા.. પપૈયાનું કચુમબ્બર.. ખમણ,હાંડવી, ઢોકળા,પાલકના ગોટા સરસ હોઈ છે.. "મેઘે આગ્રહ કરતા કહ્યું.
" આ ચાપલીને પૂછ એના ખાવામાં નખરા હોય સે... મારે તો બધુએ હાલે... " ભીમાએ તુલસીને ખીજાવતા કહ્યું.
" એવુ કાંઈ નઈ મારે બધુ હાલશે.. " તુલસી ભીમા સામે મીઠા ગુસ્સા સાથે જોતા બોલી..
" તો બધાએ નાસ્તાની એક એક ડિશ મંગાવુ ચા હારે... બધુ ચાખી લઈએ...😋 " મેઘે હસતા હસતા કહ્યું.
" તને ગમે ઈમ... ભઈ.. " ભીમો
મેઘે ઓર્ડર આપ્યો... તરત ગરમ ગરમ નાસ્તાની પાંચ ડીશ.... ત્રણ મગ ભરીને ચા આવી ગઈ..ધાબા પર ખાવા ની આ મજા હોઈ છે કે બધુ તૈયાર જ હોય.. રાહ જોવી પડે નઈ... અને બધુ તાજુ હોય..
ત્રણએ નાસ્તાને ન્યાય આપવા લાગ્યા.. ભીમોને મેઘ વાતો કરતા પણ તુલસી મૂગી મૂગી ખાલી કોઈ વાર હા, ના, માં જવાબ આપતી..
નાસ્તો કરી ત્રણેની મુસાફરી ફરી ચાલુ થઈ...મેઘને તુલસી વચ્ચે કોઈ વાત ચીત ને હજી એટલુ કોઈ સ્થાન ન્હોતુ.... ભીમા સાથે વાતો કરતા કરતા મેઘ મજાક મસ્તી વાતો કરી લેતો.. રાતના નવ વાગવા આવ્યા હતા એવામાં મેઘનો ફોન રણકી ઉઠ્યો.. સામે મોહિની હતી...
" હેલ્લો... ભાઈ કેટલે પહોંચ્યા.. "
" હજી બે કલાક લાગશે... "
" તમે આપડા ગામથી આગળ નીકળી ગ્યા... કે હજી પહોંચ્યા જ નથી.."
" નજીક જ છું... પણ માસીને ઘેર પહોંચવાનું હતું.. સીધું... તમે લોકો નીકળ્યા નથી હજી..."
" મમ્મી ... પપ્પા ગયાસે... મને કિધુ મેઘને ફોન કર રાત માથે ના લે રાત તમે બધા આપડે ઘેર રોકાઈ સવારે શાંતિથી તૈયાર થઈ માસીના ઘેર આવજો એમ..આપડે ઘેરથી બે કલાકે નઈ થાય.. એટલે.. "
" હા,... બસ આઈએ જ છીએ..થોડીવારમાં.. "મેઘે ફોન કટ કર્યો... ફોન સ્પીકર પર જ હતો એટલે બધું તુલસી ભીમાએ સાંભળ્યુ...
ભીમો મનમાં ખુશ થયો.. કે મોહિની સાથે રુબરુ એકાંતમાં થોડી વાત કરી શકશે...
થોડીવારમાં ઘરે પહોંચી ગયા.. મોહિની રાહ જોઈને જ બેઠી હતી.. જતા જ તુલસીને હરખથી વળગી પડી... એક નજર ભીમા પર નાખી... તુલસીનો હાથ પકડી એને ઘરમાં લઈ ગઇ... મેઘને ભીમો પણ સામાન લઈ અંદર ગયા... ઘરમાં ચાર જણ હોવાથી કોઈ મોટાઓની શરમ ભરવાની ન્હોતી ખુલ્લા મને ચારે વાતો કરી શકે એવુ હતું.. મેઘે પણ ઘરમાં આવતા જ મોહિની ને કઈ દિધુ કે ભીમા ભાઈનું ધ્યાન રાખજે આજ આપડા મેહમાનસે... મારી શરમ ના રાખતી..
રાતે જમી પરવારી... તુલસીને મોહિની વાતે વળગ્યા... કાલે લગનમાં શું પેરવુ.. કેવુ માથુ ઓળાવીએ તો સારુ લાગશે બધી વાતો કરતા હતા..આ બાજુ ભીમોને મેઘ પણ એમની આડી અવળી વાતો કરવા લાગ્યા... થોડીવાર પછી મેઘ પોતાના રૂમમાં ઉપર સૂવા ગયો... ભીમો પણ પોતાના આપેલા રૂમમાં સૂવા ગયો... તુલસીને મોહિની હજી ગપ્પા મારતા બેઠા હતા.. એમાં મોહિનીના ફોનમાં મેસેજ આવ્યો.. એટલે એ તુલસી ને પોતાની સાથે ઉપર પોતાના રૂમ માં લઈ ગઈ.. ભીમાનો રૂમ નીચે હતો.. ભીમાએ મોહિનીને કામના બાને વાતો કરવા બોલાવી હતી ... આવો મોકો ફરી નઈ મળે એટલે એ તુલસીને ઉપર સૂવાનુ કહી પોતે કામના બહાને નીચે જતી રે શે એમ વિચારી એ તુલસીને ઉપર લાવી એને ઉઘવા ગોદડુ ઓસાળ બધુ આપી.. આવુ હમણા તમારા ભાઈને કાઈ જોવતું હોય તો પૂછતી આવું... મેઘ બાજુ માજ સે એટલે કામ હોય તો એને કે જો હું આવુ... એમ કહી નીચે સરકી ગઈ..
તુલસી પણ સમજતી હતી કે ભાઈ ભાભીને લગન પેલા મળવા વધારે મોકા નઈ મલે કદાચ બે મહિનામાં લગન લેવાઈ જાશે એટલે આજ સમય છે એમની જોડે.... મન ખોલી વાતો કરવા... બિચારા શરમાય એટલે... બાનુ કાઢી... થોડીવાર નીચે ગયા ...... એ બે ખુશ છે તો હું... એ ખુશ એમ વિચારતાએ ખાટલામાં આડી પડી...સૂવા આંખો બંધ કરી સામે મેઘનો ચહેરો તરવરી રહ્યો... મેઘ આવો જ રહેશે... 😞મારામાં કોઈ કમી છે.. ? હું દેખાવે... સારી નઈ લાગતી હોઉ... ત્યાં તુલસીના ફોનમાં રીંગ વાગી એ વિચારોમાંથી બહાર આવી... જોયુ તો મેઘનો ફોન હતો...એણે ફોન રીસીવ કર્યો..
" હમ્મ...બોલો.. "
" મોની તારી જોડે છે..?"
" ના... એ કામમાં છે... હું અહીં ઉપર ના રૂમમાં છુ..."
" તું... રૂમની પાછળ અગાસી વાળા ધાબા પર આવ.. મારે કામસે.."
"ના... મારે સૂઈ જવુ સે.. "
" હજીએ ગુસ્સે ... ,માફ નઈ કરે...."
" એવું કાંઈ નથી.."
" તું નઈ આવ ઉપર તો હું તારા રૂમમાં આવી જઈશ... પછી કેતી નઈ... "
" ધમકી આપશ... "
" એમ તો માને એમ નઈ તો ધમકી.. સમજ.."
તુલસીએ ફોન કટ કર્યો..ને આગળનો દરવાજો વાખી પાછળ અગાસીમાં ગઈ... બે રૂમ પાછળ ભેગી અગાસી હતી જગ્યા પણ મોટીને ખુલ્લી હતી . મોટા બે રૂમ થાય એવી..
અગાસીમાં અંધારુ હતું.. તુલસી અંધારામાં ફાંફાં મારતી મેઘને શોધવા લાગી.. પાછળથી મેઘે આવી તેનો હાથ પકડ્યો.. ને એક ખુણામાં જઈ નીચે બેસી ગયો..નૈ ફોન ની લાઈટ કરી ફોન નીચે મૂક્યો.. ફોન ની લાઈટમાં બન્ને ના ચહેરા દેખાઈ રહ્યા હતાં...
" મેઘ હાથ છોડ... 😕"
" ઓ.. સૉરી... ,અહીં બેસ.. "
" બોલો.. " તુલસી એ એની સામે જોયા વગર જ બેસી ને બોલી..
" મને જાણવા તને મોકો જ નઈ મલ્યો... આજ મલ્યો.. છે... તું પૂછ તારા બધા જ પ્રશ્ન ના જવાબ હું આપવા તૈયાર છું.. "
" આ એ દેખાડો છે.. કે ફોરમાલિટી..."
" મારા મનમાં એવુ કાંઈ નથી... જેવુ તુ સમજે છે.. "
" નીચે મારો ભાઈ ને તમારી બેન એમના સોનેરી ભવિષ્યના સપના જુએ છે...અને આપડે.. સપના તો દૂર મેઘ... સરખી રીતે એકબીજાને મનની વાત પણ નથી કરી શકતા...."
" એમા હું બધા જ પ્રયત્ન કરુ છું... તને ફોન કરવા ત્રણ મહિના થી તને મનાવવી.. તું વાત ન કરે તોય ફોન કરી વાતો કરવી.. તને બાના કરી મલવા બોલાવવી પણ તું જ ન આવે તો એમાય મારો વાંક.. ?"
" ના મેઘ હું જ આશા નથી રાખવી તોય તારા જોડે આશા રાખુ છું.... તું ફોન કરે પણ.... તારી વાતો જણાવી... મને મનાવી ફોન મૂકે... તો એ ફોરમાલિટી જ લાગે... મલવા બોલાવે તોય... નમુ ને બધા સાથે... એકલા મળતા શું થાય મેઘ ,..વાતો ખૂટી જાય... તને શું ખબર બીજાના પણ સપના હોય.. કઈક કહેવુ ,કંઈક સાંભળવું... મને એ ગુસ્સો નથી કે તું જોવા આયો મને ખબર પણ ન પડવા દિધી... પણ મને એ વાત નું દુ:ખ ઘણુ લાગ્યુ... કે તું મારા ભોળ પણ લાગણી સાથે રમ્યો.. અહીં આવી ત્યારે હું તને મલી તી... છતા તું મૂગો રહ્યો... તુલસી ની આંખો છલકાઈ ગઈ... એ નીચુ જોઈ બેસી રઈ..
મેઘને પણ પોતાની ભૂલ સમજાઈ... કે પોતે તુલસીની લાગણીઓને અજાણતા જ દુભાવી છે. એ તુલસી સામે જોઈ બોલ્યો..
" તું જે સજા આપે એ મંજૂર છે... પણ મારે થોડી વાતો ચોખ્ખી કરવી છે... રોજ ફોન કરી હું એ આશાએ ફોન મૂકતો કે ક્યારેક હું તારી જોડે મન ખોલી વાત કરી શકીશ .. પણ તું ક્યારે ખૂલ્લી જ નઈ મારી સામે હું તારા પણ જોર જબરાઈ કરવા ન્હોતો માંગતો એટલે બસ બોલ્યા વિના પ્રયાસ કરતો રહ્યો... નમુ સાથે એટલે બોલાવતો કે ... તને મારી સાથે ઓકવડ ન લાગે... તને તો એમ હતું કે બહાર રહેલો છું... કેટલીએ જોડે... એવા સંબંધો હશે.... અથવા કોઈ બીજી જોડે લફરુ હશે.... પણ સાચી વાત એ હતી કે મેં ભણવા સિવાય કોઈ વાતમાં રસ જ ન લીધો .. તારા પેલા ઘણા માગા આવ્યા.. પણ એમને પૈસા વધાર ગમતા એ પૈસા જોઈ મને હા, પાડતા... મારે એવી જીવન સાથી જોવતી હતી.. જે મને જ હા, પાડે.... મારા બાપાએ કિધુ કે તમે લોકો સાવ સીધાને સરળ છો... એટલે હું તને જોવા આવ્યો... પેલી નજરે તને મેં... નમુના ઘર આગળ જોઈતી ઐ જ નજરે.......( આગળ મેઘ અટકી ગયો..)
પણ પછી ખબર પડી એ તું જ છો જેને હું જોવા આવ્યો હતો... જમતી વખતે તું મારી આગળ હતી.. ત્યારે પણ ન્હોતી ખબર મને.... પણ મારી નજર તારા પરથી હટતી જ ન્હોતી... તને વધુ ને વધુ જાણવા હું પાગલ થયો હતો... ઉમંગે કીધુ કે તને જ હું જોવા આયો છું... પછી તને જાણવાની લાલચ વધુ જાગી... એમાં જ આ બધુ થયું... તને મેળવ્યા પછી પણ આજે તું સાથે નઈ... મારા... સોરી.... મેઘ ઊભો થઈ પોતાનું મોં સંતાડતો એના રૂમમાં જતો રહ્યો...
તુલસી ના પણ આંશુ અટકતા ન્હોતા... મેઘ ને એ શું કહે... એ પોતે સમજી શકતી ન્હોતી... એનું ચાલે તો હાલ જઈ એ... એને વળગી.. રડીલે... પણ.. એ શક્ય ન્હોતું.. એ બોલ્યા વિના પોતાના રૂમમાં આવી... આડી પડી ત્યાં ફોનમાં મેસેજ આવ્યો..
" તારા પર હું કોઈ હક કે દબાવ નાખવા નથી માંગતો.... આજ પછી ફોન કે મેસેજ કરી તને હેરાન પણ નઈ કરુ... મારા મનમાં જે હતું એ બોલી ગયો હું... એનાથી તને કાંઈ ખોટુ લાગ્યુ.. હોઈ તો માફ કરજે મને..🙏 મને તો પહેલી જ નજરે તું ગમી હતી... તને હું ગમુ છુ કે નઈ... એ પુછવાનો હક્ક પણ હવે નથી રહ્યો મારો... પણ તને કદી દુ:ખી નઈ કરુ... " મેઘ..
તુલસી રડતી આંખે સૂઈ ગઈ.. મેઘ પણ તુલસી મળ્યા પછી પણ તુલસી એટલી જ દૂર છે.. એમ વિચારતા સૂઈ ગયો..
મોહિની ભીમા સાથે વાતો કરી.. ઉપર મેઘને તુલસીને એકાંત મળે એટલે ઓસરીમાં જ સૂઈ ગઈ.
સવારે બધા ઉઠી ગયા હતા . ભીમો ચા નાસ્તો કરી મેઘની રાહ જોતો હતો.. તૈયાર થઈ... મેઘ નીચે આવ્યો.. ચા નાસ્તો કરી ભીમા સાથે ગપ્પા મારવા લાગ્યો.. તુલસીને મોહિની તૈયાર થાય એની બન્ને રાહ જોઈને બેઠા હતાં.. મોહિની તૈયાર થઈ આવી ભીમાએ ઈશારાથી મસ્ત લાગે છે એમ કહ્યું.. તુલસી એની પાછળ જ આવી પણ મેઘે એની સામે એક વાર પણ ન જોયુ .ને... ચાલો જઈએ નઈતો મોડુ થઈ જશે.... એમ કહી બહાર નીકળી ગયો..તુલસીને મેઘ બદલાયેલો લાગ્યો... મનમાં બબડીએ ખરી ... મને એક વાર પણ ન જોઈ...😕બોલ્યા વિના ગાડીમાં ગોઠવાઈ ગઈ... ભીમો વારે વારે મોહીની ને જોઈ લેતો... આજે મેઘે દર્પણમાંથી એકવાર પણ પાછળ ન જોયું... જાણે એનું બધુ લુટાઈ ગયુ હોય એમ ઉતરી ગયેલું મોઢું બારી બાર વારે વારે તાકતું... બે કલાક ભીમો તુલસી મોહિની વાતો કરતા રહ્યા... પણ મેઘ બહુ બોલ્યો નહીં..
લગન માં પણ બને એટલુ મેઘ તુલસી સામે આવાનું ટાળતો.. લગનના કામમાં મદદ કરવામાં પરોવાયેલો રહેતો. એમના એમ બે દિવસના લગન પૂર્ણ થયા.. બધા.. તુલસીના ભીમાના વખાણ કરતા.. થાકતા ન્હોતા.. એ સાંભળી મેઘના મા -બાપ ખુશખુશાલ હતાં... મેઘના મમ્મી તો.. વારે વારે બોલતા... તુલસી... તો બીજી છોડી જસે મારી...તુલસી પણ ખુશ હતી.. પણ તોય એને કંઈક ખુચતું હતું.... લગન પતાવી ભીમાને તુલસીએ વિદાય લીધી.... મેઘ છેક બસમાં બેસાડવા ગયો... પણ ભીમા સાથે જ વાતો કરી... બસ ઉપડી છતા તુલસી સામે એક નજર પણ ન કરી... ઘરે પહોંચ્યા પછી પણ તુલસી વારે વારે ફોન જોતી કે મેઘ નો મેસેજ આવશે કે પહોંચી ગઈ... પણ એવું કાંઈ ન થયું.. ભીમા પર ફોન આયો.. કે સુખ શાંતિથી પહોંચી ગયા... એ જાણી તુલસી ઉદાસ થઈ ગઈ... બે ત્રણ દિવસ એને મેઘના ફોન ની રાહ જોઈ.. કોઈ બીજાનો ફોન આવે તોય એને મેઘ જ હશે એ આશાએ ફોન લેવા દોડતી... પણ એને નીરાશા મળતી... રાતે ફોન કરવાનું એને નક્કી કર્યું ફટાફટ કામ પતાવ્યુ... ને પોતાના રૂમમાં જઈ મેઘને ફોન કર્યો.. મેઘે ફોન રીસીવ કર્યૌ.
" હા... બોલ.. "
વાતની શરુઆત કેમ કરવી શું કઉ... કેમ ફોન કર્યૌ... મેં.. ?
" હા.... પેલા ફોટા મોકલોને લગનમાં પાડ્યા હતા એ..."
" હા.. મોકલું.. "
" તમે જમી લીધું...? "
" હમ્મ્... "
" આપણા લગનની તારીખ આવી ગઈ... તમને ખબર છે.. ?આવતા મહિનાની દસ તારીખ.. ત્રીસ જ દિવસ રહ્યા.. "
" હા... મોનીએ કિધુ.. મને એને તો ખરીદી પણ ચાલુ કરી.. દિધી.."
" તમે કયારે કરશો તમારી ખરીદી... ?કંઈ વિચાર્યું... તમે ..."
" મને કોઈ હરખ નથી એવો... મોનીને કિધુ છે ચાર જોડ કપડા એની પસંદના એ લાવશે હું પેરી લઈશ..બે જોડી બૂટ મેં પેલ્લે થી પસંદ કરી રાખ્યા હતાં.."
" હમ્મ... કંઈ થયુ છે...? તમે ગુસ્સે છો... કે નારાજ..."
" હું ગુસ્સે તારાથી નથી... નારાજ તારાથી રઈ શકુ એમ નથી... બસ... હું તારાવિશે જે વિચારુ એ તું પણ મારા વિશે વિચારે એ જરુરી નથી... તું મારા સાથે લગન તારા ભાઈ માટે કરે છે... એટલે તને મારાથી કંઈ ના કેવાય... મને ઉંઘ આવે છે... બાય.. "
તુલસીનો જવાબ સાંભળ્યા વિના મેઘે ફોન કટ કરી દિધો..
ક્રમશ: