Jindagina vadanko - 7 books and stories free download online pdf in Gujarati

જિંદગીના વળાંકો - 7

આમ મસ્તી , વાતો માં આખો દિવસ વીત્યો , એક પછી એક બધા એક બીજા ને ભેટી દૂર થવા લાગ્યા.છેલ્લે હું અને પ્રશાંત બે વધ્યા હતા , તે મને હોસ્ટેલ સુધી છોડી ને પછી જવાનો હતો..
અમે બને હોસ્ટેલ આવ્યા..છેલ્લે તેનો મારો હાથ પકડ્યો અને કહ્યું" પ્રાચી તું કઈ ચિંતા કરીશ નહિ,હું હંમેશા તારી સાથે છું, અને સ્માઈલ કરી ને ફરી કહ્યું તું જ્યારે પણ ફોન કરીશ હું તને તારી બધી મુશ્કેલી માં મદદ કરીશ અને સાથ આપીશ" આ વાત માં તેનો પ્રેમ તેની વાત અને આખો માંથી ઝલકાઈ રહ્યો હતો..મે પણ હા કહી , હવે બહુ મોડું થઈ ગયું છે , એમ કહી તેણે જવા કહ્યું, અને હોસ્ટેલ તરફ ગઈ..
તેનાથી દૂર થવાનું જેટલું દર્દ તેને હતું, એટલું મને પણ હતું પણ અત્યારે સમજ્યા વગર અકય નાં સ્ટડી પર કોઈ અસર થઈ એવું હું ઈચ્છતી નાં હોતી.
રૂમ માં જઈ હું ફ્રેશ થઈ કપડાં બદલ્યા..અને થાકી જે બાદ પર પડી ગઈ...રાતે મોડે મને પ્રશાંત નો ફોન આવ્યો કે ચિંતા નાં કરું , એ શાંતિ થી પહોચી ગયો છે...હવે મને ચેન ની નીંદર આવી અને હું સુઈ ગઈ..
બીજા દિવસે સવારે હું કોલેજ પહોચી , અને ક્લાસ માં ગઈ..બ્રેક માં હું કેન્ટિન માં ગઈ અને ટેબલ પર બેઠી ત્યાં મારી સામે ટેબલ પર એ જ છોકરો જે કાલે પેલી બતમિઝ છોકરી જોડે હતો ,તે આવી ને બેસ્યો પણ એ કઈ બોલે એ પહલા હું ત્યાંથી ઊભી થઈ ને જતી રહી.
આજે મે નોટિસ કર્યું કે હું જ્યાં પણ જતી તે મારો પીછો કરતો હતો,પણ મે તેને વાત કરવાનો કોઈ મોકો આપ્યો નહિ, કેમ કે તેની સ્માઈલ એ મને કોઈ રાક્ષસ જેવી દેખાતી હતી...
રાતે હું જ્યારે બેડ પર સૂતી હતી ત્યારે આજે મને એ જ વિચાર આવતા હતા કે કૉફી મે જાણી ને તો ઢોળી નથી તો એ વાત પર કોઈ આટલો પાછળ કેમ આવે અને સામે તેની ગર્લફ્રેન્ડ એ પણ મારા પર કૉફી ઢોળી જ હતી, હવે આ વાત પર કોઈ કેટલો બદલો લે.
બીજા દિવસે હું સવારે કોલેજ પહોચી,અને ક્લાસ માં ગઈ તો તે છોકરો ત્યાં પણ એ છોકરો મારા ક્લાસ માં હતો ને બીજા મારા ક્લાસ મેટ જોડે વાતો કરતો હતો, હું ક્લાસ માં ના ગઈ પણ થોડી વાત બાર જ છુપાઈ ને ઊભી રહી,સર ને ક્લાસ માં આવતા જોઈ તે બહાર નીકળ્યો પછી ધીરે થી હું ક્લાસ માં બેસી ગઈ...
લેક્ચર પૂરો થતાં થોડી વાર માં ક્લાસ માં અનાઉન્સમેંટ થયું કે"પ્રાચી ફ્રોમ ફર્સ્ટ યર , પ્રિન્સિપાલ ઓફિસ માં હાજર થાય..."
બે વખત આ વાગ્યા પછી, તરત હું પ્રિન્સિપાલ ઓફિસ પાસે ગઈ મે બાર થી દરવાજો ખખડાવ્યા પછી અંદર થી કમ ઈન નો આવાજ આવ્યો...અને હું અંદર દાખલ થઈ
અંદર મે જોયું તો ચેર પર પેલો બત્મિઝ છોકરો બેસેલો હતો,તેને જોતા મે ગુસ્સા માં જલ્દી થી કહ્યું, આ પ્રિન્સિપાલ ઓફિસ છે, જો કોઈ જોઈ જશે તો સસ્પેન્ડ થઈ જાશું.તારા માં બુદ્દ્ધી જેવું....આટલું બોલતાં મારી નજર ત્યાં વોલ પર ની તસ્વીર પર ગઈ, જેમાં પ્રિન્સિપાલ સાથે આ છોકરો અને કૉફી વળી છોકરી પણ હતી.
મારા આ તસ્વીર ને જોયા પછી તેને હસતા કહ્યું, આ મારા પપ્પા ની જ ઓફિસ છે,માટે કોઈ સસ્પેન્ડ નહિ કરે અને હું કાલ થી તને સોરી કહેવા માટે કોશિશ કરું છું , પણ તું વાત સાંભળવા તૈયાર જ નથી,એતો તે દિવસે મારી બહેન નો બર્થ ડે હતો, અને મે તેને ગુસ્સો ન કરવાનો અને ખીજૈસ નહિ તેવું પ્રોમિસ કર્યું હતું.માટે હું કઈ બોલી ના સકયો.પણ મને ખબર છે કે તમને ખોટું લાગ્યું છે,
મે તેમની કહ્યું ,"નાં એવી કોઈ વાત નથી , અડ દિવસ પછી મને એ વાત માં માં પણ નથી.તમારે સોરી લેવાની કોઈ જરૂર નથી"
ફરી તેને કહ્યું " સારું, મારું નામે કશ્યપ છે, મારા બધા મિત્રો મને કે.કે કહે છે, કશ્યપ કપૂર..તો આપને આજ થી ફ્રેન્ડ બની શકીએ"
પ્રિન્સિપાલ ના છોકરા ને ના કહેવાની કોઈ વાત જ નહોતી, એટલે મે પણ હા કહિ દીધું, અને હોસ્ટેલ આવી ગઈ .
રાતે મને પ્રશાંત નો ફોન આવ્યો અને આજે તેનો પ્રોજેક્ટ સ્ટેટ કલબ માં સિલેક્ટ થયો હતો, તે બહુ ખુશ હતો તો તેની જ વાતો કરતો હતો, કે ને કઈ રીતે પ્રોજેક્ટ સ્ટાર્ટ કર્યો, સુ બોલ્યો, બધા ખુશ થયા , ને પોતાની ફિલિંગ શેર કરવા કહેતો હતો......એટલા માં મારા ફોન પર બીજો કોઈ કોલ આવે છે એવું નોતિફીકેસન મે જોયુ.રાત ના લગભગ 10 વાગ્યા હતા, અને નંબર અજાણ્યો હતો....એટલા માં એ ફન કટ થયો ને બીજી વખત એ જ નંબર પર થી કોલ આવવા લાગ્યો.