Jindagina vadanko - 11 books and stories free download online pdf in Gujarati

જિંદગીના વળાંકો - 11

બધા ના મન ની વાત આપને સમજી ના શકીએ, અને બધા ને ખુશ પણ ના રાખી શકીએ...
એ દિવસ જ્યારે મારો ફોન કશ્યપ એ ઉઠાવ્યો...પછી પ્રશાંત થોડો મારાથી ઉખડેલો રહેતો હતો, પણ શિવાની ને મારી ઉદાસી ની ખબર પડી અને એમ કરતાં અમારા ગ્રુપ આખા ને ખબર પડી...
આ વાત માટે અમુક બાબતો આરવે લગભગ પ્રશાંત ને બહુ ધમકાવ્યો....અને મને પણ થોડું હવે તેને સ્પેશિયલ ફીલ કરાવવા કહ્યું જો મારા લાઈફ માં પ્રશાંત માટે કઈક સોફ્ટ કોર્નર હોઈ તો..
માટે મે તેની જોડે થોડીક વધારે વાતો, થોડુક સોરી, થોડોક પ્રેમ , થોડીક સંભાળ રાખ્યું..અને બસ લગભગ બધું સારુ થઈ ગયું...પ્રશાંત હવે મારી જોડે ફરી અમારી જૂની યાદો જેવો થઈ રહ્યો હતો પણ આ ખુશી લાંબા સમય માટે નથી આવો ખ્યાલ માટે ક્યાં જિંદગી કોઈ કલું આપે જ છે..
અમારી કોલેજ માં ડાન્સ સ્પર્ધા રાખવામાં આવી હતી...અને મને કલાસિકલ ડાન્સ નો શોખ હતો પણ પહેલાં હું આ સ્પર્ધા માટે જોડાઈ નહિ..જ્યારે મે પ્રશાંત ને આ માટે વાત કરી ત્યારે તેને જીદ કરી મને આ માટે જોડાવા કહ્યું..જો હું નહિ જોડાઈ તો તે મારી સાથે વાત નહિ કરે, અને આખરે મારે તેની વાત માનવી જ પડી અમે મે જોડાવા નો નિર્ણય લીધો...
પાછળ થી ડાન્સ માટે જોડાવું સહેલું ન હતું..કેમ કે બધા ને પહેલાં જ જોડાઈ જવા કહેવામાં આવ્યું હતું, તો બીજા દિવસે આ માટે હું કલ્ચરલ કમિટી ની ઓફીસ માં ગઈ...પણ , ત્યાં રહેલી છોકરી એ આ માટે મને ચોખ્ખી નાં કઈ દીધી, અને પહેલાં વર્ષ માં જુનિયર હોવાના લીધે કહ્યું" કેમ મેડમ, તમે કઈ સ્પેશિયલ છો, તમને બધા ની સાથે નામે લખવાની ખબર નઈ પડતી, તમે કઈ ઓર્ગાનાઇસર નાં દીકરી તો છો નઈ કે તમારા માટે અમે જે લીસ્ટ ફાઇનલ થઈ ગયું તેને બીજી વાર બનાવીએ...."
આ બધું સાંભળી ને મારા આંખ માં આંસુ તો નહિ પણ ચહેરા પર ઉદાસી છવાઈ ગઈ, કેમ કે પહેલી વખત પ્રશાંત એ મારા પાસે કોઈ વસ્તુ માંગી હતી, માંગી તો નહિ પણ જીદ કરી હતી,અને મારી પસંદ માટે આ નાં કરી શકવા પર બહુ ખરાબ ફીલ થતું હતું...
મારું ઓફિસ માંથી બહાર નીકળતા જ હું એક માણસ જોડે અથડાઈ, તેને મારા ચહેરા પર ઉદાસી ના ભાવ જોઈ તરત કહ્યું, " હેય , પ્રાચી તું અહીંયા કલ્ચરલ ઓફિસ માં , અને કેમ તું ઉદાસ છે , સુ થયું?"
" ના કઈ ખાસ નહિ" મે કહ્યું
" જો તું મારી ફ્રેન્ડ છે ને? ચાલ કહે સુ થયું છે , કે હું અંદર જઈ ને બધા ને પૂછું" તેને કહ્યું
" ના , બધા ને પૂછીશ નહિ, એમાં મારે ડાન્સ માટે નામ લખવવું હતું પણ તેમને ના કહી, અને કહેલું બધી વાત મે તેને કહી"
તેને એક પણ મિનિટ વિચર્યા વગર બસ મારો હાથ પકડી અંદર લઈ ગયો અને કહ્યું" કોણ છે , જેની એટલી હિંમત છે કે મારી ફ્રેન્ડ ને પાછળ થી જોડાવા ની ના કહે"
એટલા માં પેલી છોકરી એ કહ્યું" સોરી , કશ્યપ મને ખબર નહોતી કે આ તારી ફ્રેન્ડ છે"
" કેમ મેડમ તમે પણ કઈ પ્રિન્સિપાલ ના દીકરી છો જે કોઈ ને આ રીતે ઓર્ડર કરો છો, જો પ્રાચી કહે તો સ્પર્ધા ના 5 મિનિટ પહેલા પણ એનું નામે એડ થશે બરોબર ને?"
" હા કઈ વાંધો નહિ , થઈ જશે , તારે હવે કહેવાનું જરૂર નહિ પડે" તેં છોકરીએ કહ્યું
બહાર આવી મે તેને કહ્યું " થેનક યૂ મારા માટે આ કરવા બદલ"
તેને કહ્યું " તું મારી ફ્રેન્ડ છો, અને તાને કોઈ હેરાન કરે એ હું ક્યારેય સહન નઈ કરું"
પણ આ વાત વાયુ વેગે કોલેજ માં ફેલાઈ રહી હતી , કે કશ્યપ એ કોઈ માટે આજ દિન સુધી આવો વ્યવહાર નથી કર્યો.માટે તેમના વચ્ચે કઈક તો છે.
જ્યારે હું ડાન્સ હૉલ માં પ્રેક્ટીસ માટે ગઈ ત્યારે અંદર જતા હૉલ ખાલી નહોતો , બધા પ્રેક્ટીસ કરતા હતા ...પણ બધા મારા માટે હૉલ ખાલી કરવા તરત j જતા રહ્યા..ત્યારે મને ના સમજાયું, પણ જ્યારે મારી એક હોસ્ટેલ ની છોકરીને. મે આ વાત કરતા જોઈ ત્યારે મને આખી વાત સમજાઈ..
મને થયું હવે આ સું મુસીબત છે, જો વાત પ્રશાંત ને ખબર પડશે તો તેનું દિલ તુટી જસે, અને આમ પણ મારા માં કસ્યપ માટે ફ્રેન્ડ થી વધી ને કોઈ ફિલિંગ નથી...