Daityaadhipati - 12 books and stories free download online pdf in Gujarati

દૈત્યાધિપતિ - ૧૨

સુધાને મૃગધાં એ કહ્યું હતું કે એક માણસ તેણે અમદાવાદ લઈ જવા આવશે. અમદાવાદ પોહંચતા ત્રણ કલાક પેહલા સુધાને એક માણસ ગાડી માં લઈ જશે. સુધાને બચાવવા તે કોઈ 'રિસ્ક' લઈ શકે તેમ નથી. સુધાનો જીવ અનમોલ છે.

મૃગધાંને સવારે ચાર વાગતા ફોન આવ્યોકે સુધાને તે માણસ લઈ ગયો છે. આ ફોન અવિરાજનો હતો.

જ્યારે મૃગધાંએ એના માણસને ફોન કર્યોતો તેના અવાજમાં કઈક આશંકા જેવુ લાગ્યું.

'તમે સાચ્ચે અમદાવાદ જવા નિકળી ગયા છો ને?' મૃગધાંએ પૂછ્યું, તો ખબર પડી કે ડ્રાઇવરને તેના દીકરા - જે કોલેજમાં બેભાન થઈ ગયો હતો - ને જોવા ગાંધીનગર જવું પડયું હતું, તેથી તે ડ્રાઇવરનો એક મિત્ર સુધાને લેવા ગયો હતો.

તે મિત્ર નો ફોન નતો લાગતો. છઠ્ઠી વાર ફોનના લાગ્યા બાદ, કોઈકે મૃગધાંને ફોન કર્યો.

'મૃગધાં શેઠ.' અવાજ હસતાં - હસતાં બોલે છે.

'હાં. તમે કોણ?' પણ મૃગધાંને ખબર હતી કોણ હતું ફોન પર: રાઠવા.

'ઓહ કમ' ઓન મૃગધાં, તને ખબર છે હું કોણ છું.'

'સુધા. ક્યાં છે એ?'

'ઓહ, હાં, સુધા. ચિંતા ન કર, કામ પત્તા પેહલા એને નહી મારીએ. શિ ઇસ વેરી યુઝફુલ.'

'કેમ મને ફોન કર્યો?'

'૪ તારીખ. આવતી ૪ તારીખ સુધી સુધા જીવવાની છે. સુધાનું ડેડ બોડી લેવા જામનગર આવી જજે. જો નહીં આવે તો તેની મૃત દેહ દરિયામાં મળશે.'

'એ -' કેહતા ફોન કપાઈ ગયો.

આવતી ચાર તારીખ સુધી?

________________________________________________________________________________________________________________________

સુધા ઉઠે છે. તેના હાથ કોઈકએ ઝાલ્યા છે. એકદમ ઝોર થી. કેમ? સુધાને નથી ખબર.

પણ સુધાના પગ દુખે છે. આહ. જાણે કોઈકએ ઝોર ઝોરથી માર્યું હોય. જાણે તે હજારો મિલ દોડી હોય.

સુધાની આંખ ખૂલે, તો તેની સામે બે લોકો બેઠા છે.

આા બે લોકો દૈત્ય અને સ્મિતા છે. દૈત્ય હમેંશાની જેમ સ્મિતા તરફ જ જોઈ રહ્યો છે. અને જોઈજ રહ્યો છે.

સ્મિતા હસે છે. બંનેઉ એકદમ ધીમેથી વાત કરે છે. અને દૈત્યતો કઇ બોલતોજ નથી. એકદમ શાંત છે. પણ સ્મિતા ઘણું બોલે છે. ઘણું હસે છે.

સુધાને તેમની તરફ જોતાં સ્મિતા કોઈક ઇશારા કરે છે.

પછી સુધાને ખબર પડે છે તેના હાથ કોણે ઝાલ્યા છે. એક લાંબો જાડો માણસ (બહું લાંબો છે, ૬' ૮ જેવો) તેને આગળ લઈ જાય છે.

સ્મિતાના હાથમાં એક બ્રેડ છે. અને કોઈ ચપ્પુ છે. સુધાને ખબર છે બ્રેડ એટલે શું.

સ્મિતા એકદમથી ગુસ્સે થઈ જાય છે. તે સુધા તરફ જોઈજ રહે છે. પછી દૈત્ય તરફ જોવે છે, અને હસે છે.

'સુધા.. સુધા.' એટલું કહે છે. અને ઊભી થાય છે.

'ડુ યુ થિંક શિ ઇસ એનીથિંગ લાઇક મી?' સુધાને નથી ખબર આ સ્મિતા શું બોલી ગઈ.

'નો.' દૈત્ય કહે છે.

'એન્ડ સ્ટીલ..' પછી નજર ફેરવી દે છે.

'હું અહી..'

'કેમ છે હવે તને, સુધા?'

'પણ હું.. -'

'મે કઈક પુચ્છયું તને. કેમ છે હવે?' સ્મિતા અકળાઈ ને કહે છે.

'હવે.. પણ, મતલબ હું અહી શું કરું છુ, આ ક્યાં છે આપણે?'

'ગોશ, વી નીડ ટુ સ્ટાર્ટ ફ્રોમ ધ બિગઇનિંગ વિથ હર.' એમ કહી સુધા ને હાથ મિલાવવા હાથ આપે છે.

'હું સ્મિતા રાઠવા.'

રાઠવા? રાઠવા? પેલો ડોન. એ પણ તો કોઈ રાઠવાજ હતો. નાથભાઈને ત્યાં દુશ્મનાવટ છે? સુધા વિચારે છે.

સુધા ધીમેથી હાથ મિલવે છે.

'હવે પૂછ જે પૂછવું હોય તે.'

'આપણે ક્યાં છીએ?'

'આપણે?' કહી સ્મિતા હસે છે અને દૈત્ય તરફ જુએ છે. દૈત્ય તો બસ.. સ્મિતા તરફ જોઈજ રહે છે.

'આપણે અત્યારે એક વિમાનમાં છીએ.' દૈત્ય થોડીક વાર રહી કહે છે.

'આપણે.. મનાલી જઈ રહ્યા છે.' અને સ્મિતા હસી. ફરી થી.